SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૦-૪૦ પ્રબુદ્ધ જૈન અણુવાનું આમંત્રણ ( ગતાંકથી ચાલુ ) અમ સમુદ્ર અથવા સાગર જેવા પરિચિત શબ્દ છેડી અણુવ શબ્દ મેં પસંદ કર્યાં એ કેવળ આમંત્રણ સાથેના અનુપ્રાસના લાભ ખાતર નહિ. અર્ણવ શબ્દ પાછા ઉંચા ઉંચા મેાજાએનુ અખંડ તાંડવ સૂચિત છે. તેાાન, અસ્વસ્થતા, અશાન્તિ, વેગ, પ્રવાહ અને દરેક જાતનાં બંધન પ્રત્યેના એ બધા ભાવ અણુવ શબ્દમાં આવી જાય છે. અણુવ ધાવ અને એનુ ઉચ્ચારણુ અને એ ભાવમાં મદદ કરે છે અને તેથી જ ઘણી વાર વેદમાં અર્ણવ શબ્દ સમુદ્રના વિશેષણ તરીકે વપરાય છે ખાસ કરીને વેદના વિખ્યાત અઘમર્ષંણુ સૂત્રમાં જે અણ્વ-સમુદ્ર-નો ઉલ્લેખ છે તે એની ભવ્યતા સૂચવે છે. શબ્દના આવા અણુવના સંદેશા આજની દુનિયા આગળ રજુ કરવાની શકિત મને પ્રાપ્ત થાય એટલા માટે વૈદિક દેવતા સાગરસમ્રાટ વષ્ણુને હું નમન કરૂં છું. જ્યાં રસ્તા નથી ત્યાં રસ્તા પાડનાર વણુ દેવ છે. પ્રભજનના તાંડવથી જ્યારે રણમાં રેતીનાં મેાજાએ ઉછળે છે ત્યારે મુસાફરને દિશાદર્શન કરી આપનાર વષ્ણુ જ છે. અને અનંત આકાશમાં પોતાની પાંખોની શક્તિ અજમાવનાર ત્રિખંડના યાત્રી પક્ષિઓને બ્યામમાર્ગ બતાવી આપનાર વરૂણ્યુ જ છે. અને વેદકાળનાં બ્રુન્નુથી માંડીને ગઇ કાલે જ જેને મૂળ ઉગી છે એવા ખલાસી સુધી દરેકને સમુદ્રના રસ્તા બતાવનાર પણ વરૂણ જ છે. નવાં નવાં અજ્ઞાત ક્ષેત્રોમાં પ્રવેશ કરી, નવા નવા રસ્તા પડનાર યમરાજ હા, કે અગસ્તિ હા, એમને હિંમત અને પ્રેરણા આપનાર દીક્ષાગુરૂ વરૂણ જ છે. વરૂણ જેમ યાત્રીઓનો ભેમિયો છે તેમ મનુષ્ય જાતિ માટે એ ન્યાય અને વ્યવસ્થાના દેવ છે. તમ અને સત્યમના સાક્ષાત્કાર અને પૂર્ણપણે થયેલા હોવાથી એ દરેક આત્માને સત્યને રસ્તે જવાની પ્રેરણા આપે છે. ન્યાય પ્રમાણે ચાલવામાં જે સૌન્દર્યું છે, સમાધાન છે અને જે અંતિમ સફળતા છે, તે વરૂણ પાસેથી જાણી લેવી. અને જો કાઇ લાભી, અદૃદૃષ્ટિ માનવી વરૂણુની એ ન્યાયનિષ્ઠાનો અનાદર કરે તે વરૂણ એને જલેાદરથી પીડે છે. જેથી માનવી સમજી શકે કે લેબનાં કુળ કાઇ કાળે રૂડાં નથી હાતાં. એવા એ વષ્ણુની કૃપા હશે તે અર્ણવતા સંદેશા હું આપને સભળાવી શકીશ અને અર્ણવતુ આમંત્રણ આપ સૌના હૈયા સુધી પહોંચાડી શકીશ. જેમ પરમમંગલ, કલ્યાણકારી, સદાશિવ પોતે સાંધા ન થઇ જાય એટલા માટે રૂદ્રરૂપ ધારણ કરે છે, તેવી જ રીતે રત્નાકર સમુદ્ર પણ અટ્ટહાસ્ય કરતાં મેાાએથી બીકણ માણસને દૂર રાખે છે. સુવાળી વનસ્પતિ અને ઘરરખા મનુષ્યો પોતાના કિનારા ઉપર સ્થિર ન થઇ જાય, એટલા માટે ભરત એટ ચલાવી એ બધાને સમજાવે છે કે આટલુ અન્તર તમારે રાખ્યે જ છૂટકો. ૧૨૩ સાગર શ્વાસ લે છે એના આ ધબકારા છે; એના એ ઉમળકા છે. જમીન ઉપર માણસે જે પાપ અને ઉત્પાત ચલાવ્યા છે તેને ક્ષમા કરવાની શક્તિ આણવા માટે મહાસાગરને આટલે હૃદયને વ્યાયામ કરવે! પડે છે. સમુદ્રને તીરે ઉભા રહી જ્યારે મેાજાને આવતા અને જતાં જોઉં છું, અમાસ અને પૂર્ણિમાની ભરતિ આવતી અને જતી બેઉં છું ત્યારે બુદ્ધિ સવાલ કરે છે કે આ નિરર્થંક આવાગમન શા માટે છે? આ પ્રગતિ અને પરાગતનું શું પ્રયાજન હશે ? બુદ્ધિ જ્યારે કશા જવાબ આપી ન શકી ત્યારે હૈયું એલી ઉઠ્યું` ‘ આટલું ન સમજી શકે ? તમારા શ્વાસોચ્છ્વાસથી તમારી છાતી જેમ ફૂલે છે અને મેસે છે, તેમજ આ વિરાટ છે ? ઉભા ચા એના જે મેાજા દુર્બળ લોકોને ધમકાવીને દૂર રાખે છે, એ જ મેાાએ વિક્રમના રસિયાઓને સ્નેહાળ આમત્રણ આપે છે કે “ ચાલેા આ સ્થિર જમીન ઉપર શુ ઉભા ઉભા કટાઇ જશો ! લ્યા એક વહાણ, ઉપર સવાર, અને ચાલેા પવનને પ્રાણ જ્યાં દારતા જાય ત્યાં. અમે બધા છીએ તેા સાગરનાં બાળક, પણ અમારા શિક્ષગુરૂ છે. પવન. એ જેમ નચાવે, તેમ અમે નાચીએ છીએ. તમે પણ એ જ વ્રત ધ્યેા, અને ચાલેા અમારી સાથે.” જે હૈયામાં ઉભગ હોય તે આવુ આમંત્રણ પાછુ ઠેલી ન શકે. નાનપણમાં સિઘ્નાદની વાર્તા તમે નથી વાંચી ? સિંદબાદ પાસે અઢળક ધન હતું, વાડી વા બધું હતું. પેાતાના વ્હાલથી એનુ જીવન ભરી દેનાર સગાંવ્હાલાં પણ એની આસપાસ હતાં છતાં સમુદ્ર જ્યારે ઘૂઘવે ત્યારે એનાથી ધરમાં રહેવાતું ન હતું. મેાજાઓનુ પારણુ છેાડી પલંગ ઉપર હાઢે તે પામર ગણાય. હૈયું કહે ‘ચાલો.’ સિંદબાદ સમુદ્રની યાત્રાએ ગયા, ત્યાં અનેક રીતે હેરાન થયા. મીઠા કરતાં કડવા અનુભવે એને.વધારે થયા એટલે સહીસલામત પાછા આવતાં એણે સગદ ખાધા કે સમુદ્રયાત્રાનું કરી નામ ન લઉં. પણ અંતે એ માનવીસ૫. એ સંકલ્પને સમ્રાટ વરૂણના થોડા જ આશીર્વાદ હતા ? થેડા દિવસ ગયા અને ગૃહસ્થી જીવન એને અલૂણું લાગવા માંડયું. રાત્રે એ ઉધે પણ એને ઉંધ ન આવે, મેજાએ એની સાથે વાતા કર્યાં જ કરે. ઉત્તર રાત્રીએ સહેજ ઉધનુ કુ આવી જાય તે ત્યાં સ્વપ્નામાં પણ મેાજા જ ઉછળે અને પોતાની આંગળીએ હલાવી હલાવી એને ખેલાવતા જાય. કયાં સુધી એ પાતાની જીદ પકડી રાખે ? એ અન્યમના હોય અને હેજ કરવા નીકળે તેા એના પગ બગીચાના રસ્તા છેાડી દઇ સમુદ્રની ધાળી અને ચળકતી રેતી તરક જ જાય. અંતે એણે સારાં સારાં વહાણે ખરીદ્યાં, મજબૂત હૈયાવાળા ખલાસીઓને નોકરીમાં રાખ્યા, જાત જાતને માલ સાથે લીધે અને ‘ જય દરીયા પીર કહીને વહાણા 'કાર્યો, આ તો થઇ કાલ્પનિક સિંદબાદની વાત. પણ આપણે ત્યાં સિંહપુત્ર વિજય તેા ઐતિહાસિક પુરૂષ હતા. બાપ એને કશે જવા ન દે. એણે ધણી આજીજી કરી, પણ એમાં એ કાવ્યો નહિ, અતે એણે અકળાઇને એવાં તે તેાકાનો ચલાવ્યાં કે પ્રજા ત્રાસી ગઇ અને રાજા પાસે જને કહેવા લાગી કે રાજા, કાં તો તારા દીકરાને દેશવટા આપ, નહિ ! અમે તારા દેશ છેડીને બહારવટે જએ છીએ.’ પિતાએ મેટાં મેટાં વહાણો આણ્યાં. એમાં પોતાના દીકરાને અને એના તાકાની સાથીઓને બેસાડી દીધા અને કહ્યું “ હવે જ્યાં જવાય ત્યાં જા, પણ પાછુ મોઢુ નહિ બતાવતા. ” તે ચાલ્યા. કાયિાવાડના કિનારા એમણે છેડયો, ભૃગુકચ્છ છોડવુ; સાપારા છેડયુ; દાબોળ છોડયું; એક મંગલાપુરી સુધી પહોંચ્યા. ત્યાં પણ તે રહી ન શકયા એટલે હિંમતપૂર્વક આગળ વધી તામ્રદ્રીપમાં જઇ વસ્યા, અને ત્યાંના રાન્ત થયા. વિજયના પિતાએ પેાતાના દીકરાને પાછા આવવાની મનાઈ કરી હતી, પણ એની પાછળ પાછળ કોઇ જાય નહિ એવુ કમાન તા કાઢ્યું ન હતું. એટલે અનેક દરિયારા વિષયને
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy