SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ પ્રબુધ જૈન તા. ૩૧-૧૦૦૪ કર વસ્તુ હોવી કિનાં કે મર્તિ ઉપર એવી કશી મંદિરની બાબતમાં આથી ઉલટું હોય છે. તેના રક્ષણુની અનેકવિધ વ્યવસ્થા હોવા છતાં તેના માથે હમેશાં ચેરીને ભય રહેલો જ હોય છે અને ચોરીના બનાવો બન્યા જ કરે છે. આપણા ઉપાશ્રયે માફક આપણાં મંદિરોને આપણે સર્વ પ્રકારે નિર્ભય બનાવી ન શકીએ ? શું સોના ચાંદીની આંગીઓ અને હીરા માણેકના મુગટ જૈન મૂર્તિપૂજાના એવાં અપરિહાર્ય અંગ છે કે એના વિના મંદિરને ચાલી જ ન શકે ? સર્વત્યાગી ભગવાનની મૂર્તિને આ વિડબેનામાંથી મુક્ત કરી ન જ શકાય? મંદિરમાં દ્રવ્ય ખરચવું હોય તે તેના અનેક રસ્તાઓ છે. મદિન રમાં સુન્દર ચિત્રકામ કરાવે: કોતરકામ કરાવે મંદિર માટે વધારે ભવ્ય ઈમારતે બાંધે; પણ મંદિરમાં કે મતિ ઉપર એવી કો વસ્તુ હોવી ન જોઈએ કે જે ચેરી કે લુટફાટ કરવાની વૃત્તિને જરા પણ ઉત્તેજન આપે. વીતરાગે પ્રભુનું પ્રતિનિધિત્વ ધરાવવાને જે સંસ્થા દા ધરાવે છે તે સંસ્થાનું આન્તર બાહ્ય સ્વરૂપ એવું હોવું જોઈએ કે તેના વાતાવરણમાંથી સૌ કોઈને જૈન ધર્મના મૂળમાં રહેલા ત્યાગ, સાદાઈ અને સંયમની સહજ પ્રેરણા મળી રહે. જૈન મંદિરનું વિશિષ્ટ લક્ષણુ અભંગદ્વાર કહેવામાં આવે છે. પણ આ અભંગાર પણું આજે નથી સમય પુરતું રહ્યું કે થી માણસ જાત પુરતું રહ્યું. જન મંદિરો અમુક જ સમય ઉઘાડા રાખી શકાય છે. બાકી તે તેના દરવાજે તાળાં અને ચોકીદારે ગોઠવાયેલાં હોય છે. માણસમાં પણ આજે ભેદ કરવામાં આવે છે. અનેક વર્ગોને પૂજાને અધિકાર હોતો નથી. અસ્પૃશ્ય ગણાતા વર્ગોને દર્શન માટે આવે છે તેમને દર્શન કરવા દેવામાં આવે એ હજુ જરા પણ સંભવિત નથી. આજે એક શ્રીમાનની કઠી અને જૈન મંદિરમાં સરવાળે બહુ તફાવત રહ્યો નથી. પરમાનંદ, ' (પૃ૪ ૧૧૮ થી ચાલુ) થઈ રહેલી હોય છે. પૃથ્વીપટ ઉપરના પ્રદેશ પ્રવાસ- યેગ્ય બને છે અને સ્વચ્છ આકાશમાં ટમટમતા તારાઓથી સુશોભિત બનેલી અને ચંદ્રકળાની ઉત્તરોત્તર વૃદ્ધિવડે પ્રકાશિત બનતી જતી રાત્રી જનતાને ઘરની બહાર નીકળવાની પ્રેરણા અને આમંત્રણ આપી રહી હોય છે. નવરાત્રનું પર્વ આમ તે જગજનની મહાશકિતની ઉપાસનાનું પર્વ ગણાય છે અને તે કારણે તેની આસપાસ ચોકકસ પ્રકારની ધાર્મિકતા અને સાંપ્રદાયિકતાનું વાતાવરણ વીંટળાયેલું રહે છે. પણ આજે ખાસ કરીને મુંબઈ, ગુજરાત, કાઠિયાવાડમાં નવરાત્રિ મહોત્સવના અંગઉપાંગમાંથી આ ધાર્મિકતા કે સાંપ્રદાયિક્તાનું તત્વ સરતું જાય છે અને સામાજિક આનંદઉત્સવનું તત્વ પુરાતું જાય છે. નવરાત્ર સાથે એક બાજુ દેવીપૂજાં જોડાયેલી છે તે બીજી બાજુએ નારી દેના ગરબાઓ આ દિવસેમાં ગાજી ઉઠે છે. આ દિવસમાં સ્ત્રીસમાજને ઉલ્લાસ અને આનંદ કોઈ અજબ પ્રકારનો દેખાય છે. કોઈ પણ મોટા શહેરના રાજમાર્ગ ઉપર સ્ત્રીઓનાં ટોળે ટોળાં એક સ્થળથી બીજા સ્થળે વિચરતાં અને લ્હાણીની ચીજ લેતાં, દેતાં કે દેખાડતાં નજરે પડે છે. મુંબઈ અમદાવાદ કે સુરતમાં આ પર્વ દરમિયાન માત્ર સ્ત્રીઓ જ મહાલે છે એમ નથી. પુરૂષે પણ એ આનંદ અને ઉલ્લાસમાં ભાગ પડાવતા દેખાય છે. કેટલાંક સ્થળેએ નવ દિવસને ભરચક કાર્યક્રમ ગોઠવવામાં આવે છે અને તેમાં સ્ત્રી પુરૂષ કુમાર કુમારિકાઓ-સૌ કોઈ ખૂબ રસથી ભાગ લેતા હોય છે. મનુષ્યસ્વભાવ જ ઉત્સવપ્રિય છે અને એ ઉત્સવની મસ્તીમાં નાના મેટાના સ્ત્રી પુરૂષના • ભેદ ભુલી જવાય છે. નવરાત્રના અંતે વિજ્યાદશમી કાંઈ ઓછા મહત્ત્વનું પર્વ નથી. આ માસ દરમિયાન નિશાળે તેમજ કોલેજનું પ્રથમ સત્ર પુરૂં થાય છે અને બીજું સત્ર શરૂ થતાં પહેલાંની પખવાડીઆ વીશ દિવસની રજા પડેલી હોય છે. વિધાર્થીઓના શિક્ષણ સંસ્થાઓના-વિવિધ પ્રકારના રસસંમેલને-કેન્સર્ટી–પણ આજ મહીનામાં રજુ થાય છે. લોકજીવનમાં સંગીત અને નૃત્યનીગીત અને ગાનની–કઈ જુદી જ હેલી આવે છે. બાળકો ગાય છે અને મેટાંઓ ડોલે છે; બ્લેને ગરબાઓ ગાય છે અને ઝીલે છે અને પુરૂષે એકાગ્ર બનીને સાંભળે છે અને આવકારે છે, આપણે ત્યાં વસતેત્સવ હજુ માત્ર વાણી અને કલ્પનામાં જ રહેલા છે; પણ શરદુત્સવે તો આપણા જીવનની વસ્તુ બની ગઈ છે. શરપૂર્ણિમાએ કેટ! જુદાં જ રસનાં પૂર ઉભરાય છે. જ્યાં જુઓ ત્યાં લોકો-સ્ત્રીઓ અને પુરૂષ-મિત્રો અને બહેનપણીઓ-નગર બહાર નીકળી પડે છે અને કંઈ સમુદ્ર કિનારે તે કઈ નદીના કાંઠે, કઈ વન ઉપવનમાં તે કોઈ પાસે આવેલી ટેકરી ઉપર એમ સૌ કોઈ ચાંદની મહાલવા નીકળી પડે છે. ભૂતકાળની તે બહુ ખબર નથી, પણ વચગાળે ચંદ્રિકાની મહત્તા આપણે વિસરી ગયા હતા. બહાર જ્યારે પૂર્ણ ચંદ્ર ધવલ અને શીતળ પ્રકાશ વરસાવી રહ્યો હોયપૃથ્વીના વિશાળ પટને રૂપેરી રંગે રંગી રહ્યો હોય–ભૂમિળના સમવિષમ ભાગેની અસમતા ટાળીને સમસ્ત પ્રદેશને કઈ જુદી જ મનહરતા અપી રહ્યો હોય-ત્યારે આપણા લેકે બહાર નજર કરવાની પણ પરવા ન કરતા અને રાત્રીના નવ કે દશ વાગે કે શ્યામવર્ણીને નિદ્રાનું શરણ સ્વીકારી લેતા આજે ચંદ્ર તનું સૌન્દર્ય અને મહત્ત્વ લોકમાનસ વધારે ને વધારે સમજતું અને ઝીલતું થયું છે. પૂર્ણિમાં અને અમાવાસ્યાને ભેદ લકે વધારે સમજવા લાગ્યા છે. લોકો આજે પ્રકાશમ્મુખ બન્યા છે અને તેજકિરણોને ઝીલતાં શિખ્યા છે. આ રીતે શરમૂર્ણિમા આજે તે જનતાના એક અપૂર્વે ઉત્સવનું નિમિત્ત બની રહેલ છે. તે પાછળ આવે છે દીવાળી. દીવાળી તે ગરીબ અને પૈસાદાર-ભણેલા અને અભણ-આખી આમજનતાનું એક મહાન ઉત્સવ પર્વ છે. દીવાળીમાં ઘેર ઘેર મિષ્ટાન્ન થાય છે અને જાત જાતનાં સુંદર વસ્ત્રો અને આભૂષણે ખરીદાય છે. ફટાકડા ફોડીને બાળકે મલકાય છે; દીપમાળો પ્રગટાવીને મોટેરાંઓ આનંદ માને છે. વિદાય થતું વર્ષ ગયું અને આખા વર્ષનાં સુખ દુઃખનફે તેટ-આધિ વ્યાધિ અને ઉપાધિ સૌ કોઈ તેમાં સમાઈ ગયાં. આજે એ સર્વ ઉપર પડદે પડે છે. લોકો એ સર્વ ભુલી જાય છે. થયું તે થયું ગયું તે ગયું. હવે તેને શું સંભારવું અને શું રડવું ? નવી આશાઓ પ્રગટે છે; અને નવી કલ્પનાઓ જાગે છે. લોકો આવતા વર્ષને આવકારે છે અને ઉગમતા પ્રભાતને આદર આપે છે. જુનાં ખાતાં ખલાસ થાય છે; નવા ખાતાં શરૂ થાય છે. સૌ કે સુન્દર વસ્ત્રોમાં સજ્જ થઈને શેરીએ અને ચૌટે નીકળે છે અને એકમેકને પ્રેમ અને આદરપૂર્વક સન્માને છે. રડતા બાળકને કહેવામાં આવે છે કે આજે દીવાળી છે રડાય નહિ; કટુભાષી પણ આજે મિષ્ટભાષી બને છે, અને કુરૂપ માણસ પણ આજે સુરૂ૫ દેખાય છે. બાર બાર મહિનાના કચરા આજે સાફ કરવામાં આવે છે અને સૌ કોઈ આજે પિતાનું આંગણું અજવાળે છે, મંદિરમાં ઘંટા વાગે છે અને ચેરફ દીપશિખાઓ પ્રગટ છે. આનદ ! આનદે ! આજે સૌ કોઈ એકમેકનું શ્રેય અને એશ્વર્ય ઈચ્છો અને સર્વત્ર નિરામયતાની પ્રાર્થના કરે ! આમ નૂતન વર્ષના આંગણે ઉભા રાખતા–સાલ મુબારક ને તરતા-આશ્વિન માસને ઉત્સવમહિમા તે એટલે ગાઈએ તેટલો ઓછો છે. આશ્વિન માસ ખરેખર અપૂર્વ અને અસામાન્ય છે. પરમાનંદ
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy