________________
- તા. ૩૧-૧૦-૪૦
- : પ્રબુધ જૈન
અથડામણુ જ આવવાનાં છે. એટલે જે–જેટલે ઉન્માદ-એ છે હશે અને આંખ અને અકલ સાબુત હશે તેટલે જ બચાવ છે. માટે જ્યાંથી બને ત્યાંથી તારી શક્તિને, સાધન, દ્રવ્યને અને જીવનને વ્યર્થ વ્યય અટકાવી કાળના પ્રબળ ધસારા સામે ટક્કર ઝીલવા તૈયાર થા ! કારણ કે હજી મુસાફરી લાંબી છે અને સર્વભક્ષી કાળ બેકારી, અવ્યવસ્થા, અંધાધુંધી અને ઉન્માદનાં પૂર સમેત કળિયે કરી જવા જોસથી ધસતે આવે છે.'
સબળ હશે તે જીવશે. નિર્બળને મર્યોજ છૂટકે છે !!! સમાપ્ત.
ત્રજલાલ ધ. મેઘાણી.
- સામયિક પુરણું વિચિત્ર ગૈારવકથા.
“જૈન યુગના તા. ૧૬--૪૦ અંકમાં અગ્રલેખમાં નીચે ફકર ખાસ ધ્યાન ખેંચે છે –
“પૂર્વકાળના જેને તરફ મીટ માંડશું તે જણાશે કે તેઓ કલમ પણ વાપરી શકતા અને તલવાર ખેલી શકતા. અહિંસાધર્મનું ચુસ્તપણે પાલન પણ કરી શકતા અને સમરાંગણમાં શત્રુ સામે સૈન્યને પણ દોરી શકતા. તેથી જ ઉદાહરણ લાભે છે કે –
આભુ મંત્રીએ યુદ્ધની આગલી સાંજે હાથીની અંબાડી પર બેસી પ્રતિક્રમણ પણ કર્યું અને બીજે દિને પ્રભાતે સમરભૂમિમાં શૈર્ય દાખવી વિન્ય પ્રાપ્ત પણ કર્યો.”
- આજને ગાંધીયુગ કે જ્યારે અહિંસાના પ્રશ્ન ઉપર આટલી બધી ચર્ચા ચાલી રહી છે અને જ્યારે અહિંસાધમને કોઈ પણ સામાજિક કે રાજકીય અન્યાય સામનો કરવાનો પ્રસંગ આવે તે કેવા પ્રકારને સામને અહિંસા ધર્મને સંગત હોઇ શકે એ સંબંધમાં આટલી બધી છણાવટ થઈ રહી છે તે પહેલાં કદાચ ઉપરનું લખાણ જન સમાજના ગૌરવના સમર્થનમાં લખાયું છે એવા ખ્યાલ નીચે કેઇનું ખાસ ધ્યાન ન ખેંચત. પણ આજે આવી અભિમાન કથાઓ જરાક ઝીણવટભરી તપાસ માંગે છે.
પ્રથમ તે અમારા ભૂતકાળના જેને મેટા રાજાઓ હતા; મેટા લડવૈયાઓ અને સેનાધિપતિ હતા અને મોટા શત્રુસૈન્યને સંહાર કરી દિગ્વિજય સાધી શકતા હતા આવી અભિમાનકથાઓ આજના જનની સામાન્યતઃ ડરપેક વૃત્તિને ભયમુકિતની ઉતેજના આપવા ખાતર તેમ જ બીજા લોકો માફક અમારા જેને પણ બહાદુર હતા એ બાબત સામાન્ય જનતાના ધ્યાન ઉપર લાવવા ખાતર આગળ ધરવામાં આવે એમાં જરાપણ બેટું નથી. પણ આ પ્રકારની બહાદુરી અને દિગ્વિજયને જૈન- ધર્મની અહિંસા સાથે કશે પણ સંબંધ નહોતે એ આપણે બરાબર સમજી લેવાની જરૂર છે. જૈન સમાજમાં આજે પણ કદાચ શુરવીર લડવૈયાઓ નહિ હોય, પણ દેશના અર્થકારણમાં મેટી ઉથલ પાથલ કરતા મેટા મેટા વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને સાધીશે અસ્તિત્વ ધરાવે જ છે અને જૈન સમાજના સર્વ સામાન્ય ગૌરવને વિષય બને છે. પણ જેની આ પાર્થિવ મહત્તાને અહિંસા ધર્મના પાલન સાથે કરશે પણ મહત્વને સંબંધ છે એમ વસ્તુસ્થિતિ સમજનાર કદિ પણ કહી નહિ શકે.
બીજુ ઉપરના અવતરણમાં આભુ મંત્રીએ યુધ્ધના આગલા દિવસની સાંજે હાથીની અંબાડી ઉપર બેસી પ્રતિક્રમણ કર્યું એ કથા કલ્પનામાં કદાચ સુંદર લાગતી હશે, પણ પ્રતિક્રમણ સ્થિર આસન ઉપર જ બેસીને કરવું એ ધર્મવિધિ સુવિદિત છે અને પ્રતિક્રમણ ધ્યાનની સ્થિરતા માંગે છે અને
એ સ્થિરતા હાથીની અંબાડી ઉપર સંભવતી નથી. એમ છતાં ઉપરની કથામાં પ્રતિક્રમણ ક્રિયાનું હાથીની અંબાડી સાથે અનૈસર્ગિક લગ્ન કરવામાં આવ્યું છે એ ભારે કઢંગુ લાગે છે. આ પણ સૌથી વધારે કઢંગી વાત તે આગલે દિવસે સાંજે
પ્રતિક્રમણની ક્રિયા અને બીજે દિવસે શત્રુ સન્યને સંહાર અને વિજ્યની પ્રાપ્તિને લગતી છે. મિત્તિ લવ મૂવલુ વૈરું મા ન થા એ ભાવના જેના કેન્દ્રસ્થાને છે એવી પ્રતિકમણુ ક્રિયા કાં તે ખોટી હતી અથવા તે બીજા દિવસને શત્રુ સંન્યને પરાજય અસંભવિત હતા. પણ અહિં તે બન્ને બાબત જોડી દેવામાં આવી છે અને એમાં જન સમાજને ગૌરવ લેવાને ઉપદેશ આપવામાં આવ્યો છે.
- આજે એવા કેટલાય માણસે આપણા જેવા જાણવામાં આવે છે કે જેઓ સવારમાં દોઢ બે કલાક પૂજાપાઠમાં એક સરખી નિયમિતતાથી ગાળતા હોય છે અને પછી પેઢી ઉપર જઈને અનેક પ્રકારનાં કાળાં ધોળા કરીને પુષ્કળ દ્રવ્ય કમાતા હોય છે. સવારની પાઠપૂજા અને બપોરનાં કાળાં ધોળાં વચ્ચે આવા માણસને જરા પણ વિરોધ દેખાતું નથી. આવી જ રીતે આગલી સાંજનું પ્રતિક્રમણ અને બીજા દિવસનું કેવળ હિંસક યુદ્ધ બન્ને સંભવે છે. કારણ કે કહેવાતી ધાર્મિક ક્રિયા આવા માણસના જીવનમાં કેવળ ટેવને વિષય બની ગયેલ હોય છે. તે ક્રિયાને તેના ચાલુ જીવન સાથે બીજો કોઈ જીવન સંબંધ રહ્યો હોત નથી, પણ એટલું સમજી લેવાની જરૂર છે જ કે આવી ધાર્મિકતા અને આવી શુરવીરતા આજે ખાસ અભિમાન કે ગૌરવનો વિષય બની શકતી નથી. , ચારેને ફરીને નિમંત્રણ છે - મુંબઈમાં સેન્ડહેસ્ટ રેડના મંદિર તરીકે ઓળખાતા પ્રાર્થનાસમાજ પાસે આવેલા જૈન મંદિરમાં કેટલાક સમય ઉપર ચેરી થઈ હતી અને મંદિરમાં જે કાંઈ સોના ચાંદીના આકારમાં કિંમતી દ્રવ્ય હતું તે સર્વની-મૂર્તિ ઉપરનાં ચક્ષુદીલાંની આશરે તરસે રૂપીઆની કીંમતના, માલની–ચેરી થઈ હતી. મંદિરની ચેરીને આ પહેલે બનાવ નથી. પણ આવા ઉત્તરોત્તર બનતા બનાવેથી જૈન સમાજે જે ધડ લેવો જોઈએ તે ધ્યાનમાં લેવાનું જૈન સમાજને હજુ સુઝતું જ નથી. આ વાતના પુરાવા રૂપે એ જ મંદિરના સંબંધમાં બીજા સમાચાર એ આપવાના છે કે ઉપર જણાવેલ ચોરીના બનાવ બન્યાને લગભગ દોઢ બે માસ પસાર થયા બાદ મુખ્ય મૂર્તિ માટે તૈયાર કરવામાં આવેલ ઐશરે દશ બાર હજારની કીંમતને હીરા જડેલે જડાવ મુગટ ચઢાવવાને સમારંભ-ઉત્સવ કરવામાં આવ્યું હતું. તે મુગટને સુરક્ષિત રાખવા માટે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે એમ કહેવાય છે પણ કહેવત છે કે શાહુકારને બે આંખ અને એને ચાર આંખ. આ રીતે તટસ્થ રીતે જેનાર તે એમજ કહેવાના કે આ કિંમતી મુગટને ચડાવે ચોરેને જ ફરીને નિમંત્રણ આપી રહેલ છે.
દરેક ધર્મની સાધારણ રીતે બે મુખ્ય સંસ્થાઓ હોય છે. એક મઠ અને બીજું મંદિર. જનસમાજ પણ અનેક મઠો અથવા તે ઉપાશ્રય કે સ્થાન અને મંદિરે ધરાવે છે. જનસમાજનાં ઉપાસેની એક વિશેષતા છે. એ ઉપાશ્રયમાં એવી કશી કીંમતી વસ્તુ હતી નથી કે જેથી કોઈ પણ માણસને ઉપાશ્રયમાં જતાં ચોરી કરવાની વૃત્તિ સરખી ઉદ્ભવે. આ રીતે જૈનોના ઉપાશ્રયે રોકીદારે વિના પણ ચેરેથી સદા નિર્ભય હોય છે. જેના