________________
૧૨૦
પ્રબુધ જૈન
તા. ૩૧-૧ =
सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનાર બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
અકબર ૩૧
૧૯૪૦
ઉલ્લાસ કે ઉન્માદ !
(ગતાંકથી ચાલુ) મરણ પ્રસંગમાં ભોજન અને રડાકુટ સિવાય બીજી કંઈ ગંભીરતા આજના આપણા સમાજે માની હોય તેમ અત્યારના આચાર ઉપરથી તે નથી લાગતું. વૈરાગ્ય દશા પિષવાને અને ભોજનના સંમારંભથી સંગઠ્ઠીત થવાને કદાચ પૂર્વે ખ્યાલ હશે. આજે તે ઉન્માદના ચિન્ડ તરીકે લૂખી આંખે રહેવાનું અને ખાવાનું કામ બધાં કરે છે. એટલે તે પ્રસંગ નીકળી જતાં સમાજે કંઈ ખાવાનું રહેતું નથી. ' . મરણની પાછળના પ્રસંગમાં થતા ઉન્માદના ચાળાથી મરનારના આત્માને શાન્તિ મળે, તેનું નામ પ્રજાની યાદીમાં તાજુ રહે અને ભવિષ્યના બાળકોમાં પ્રેરણા પ્રગટાવે તેવું
સ્મરણાત્મક કાર્ય આજે કંઈ પણ થતું નથી. પાછળનાં તંગી અનુભવું અને પ્રજાને કંઈ પણ ઉપયોગી વસ્તુ મળે નહિ તેવી રીતે થતાં કાર્ય શા માટે ન અટકાવવાં ?
ધાર્મિક ઉત્સવ-આ પ્રસંગે પણ ઉન્માદ દશા જ આપણે આપણા સમાજમાં અનુભવીએ છીએ. પરિણામે ધાર્મિક ક્રિયા, તપાદિ કરીને આત્મશુદ્ધિ કરવા નીકળનાર વ્યક્તિ આત્મભાન ભૂલી જઈને ત્યજવા જેવી વસ્તુ હાથમાં લઈ બેસે છે. ધર્મના નામે થતી નાણાંની, શકિતની અને સમયની બરબાદીને કારણે સદીઓ થયા સમાજ ઉપયોગી સાધન અને સંસ્થાઓથી વંચિત રહ્યો છે. તપ કરવાથી માંડીને સામાન્ય ધર્મની ક્રિયાઓ, ઉત્સવો, અને ઉજવણીઓમાં નર્યો ઉન્માદ જ દેખાય છે. આવા ગંભીર પ્રસંગમાં આંતરબાહ્ય શુધ્ધિ અને શાન્તિની અનિવાર્ય આવશ્યકતા છે. આવા પ્રસંગે પ્રજાના મોવડી
એ ગંભીરપણે સમાજની જરૂરિયાત અને ભાવિની ગોઠવણને વિચાર કરે ઘટે. તેને બદલે દેશકાળને, સમાજના સંજોગને, અનિવાર્ય જરૂરિયાતને અને સંસ્કાર કે સંસ્કૃતિ ટકાવી રાખે તેવા માર્ગને ખ્યાલ કર્યા વિના પ્રજાના ભાગલા પાડી નાંખે અને સામાન્ય વિવેકબુધિ સ્વીકારી પણ ન શકે તેવી ક્રિયાઓ પાછળ પ્રજાના દ્રવ્યને, શક્તિ અને સમયને વ્યય કરી નાંખવામાં આવે છે. આને ઉન્માદ દશા જ કહેવાને?'
દેશદયના કાર્યોમાં પ્રજા ઉન્માદને વશ ન થાય અને ઉલ્લાસમય જાગૃત દશામાં રહે તે જરા પણ અશાન્તિ ઉપજ્યા વિના કાર્ય સિદ્ધ થાય; ઉત્સાહ જગાવવા દેખાવો અને ગાંડપણ કરવામાં આવે છે એ દલીલ સાચી નથી. ઉત્સાહ અને ઉલ્લાસને બદલે અવશ્ય ઉન્માદ જન્મે છે અને કાર્યસિદ્ધિ દૂર ભાગે છે. શાંતિમય રહીનેજ કરેલું કામ જગતને શાન્તિ પાઠ આપી સૂતેલાને જંગાડશે. આ કારણે જ મહાત્મા મહાત્મા છે અને જગતને વંધ છે.
ઉત્સવો ઉમાદ ભૂલીને થઈ શકે છે. દરેક સમાજે અમુક અમુક વખતે લોકજીવન જીવતું રાખવા અને સ્નેહબંધન
મજબૂત કરવા સરળતાથી પાર પાડી શકાય અને સર્વ કરું! શકિત અનુસાર કશી અગવડ ભેગવ્યા વિના માણી શકે તેવા ઉસ ગોઠવવા જરૂરના છે. ' ' .
આશ્રમમાં થયેલાં લગ્નની વાત તે આપણે નવજીવનના. પાનાં પર પુલક્તિ હદયે લખાયેલી વાંચી છે. ડોકટર સુમત. મહેતા અને મનુભાઈ મહેતા જેવાં શ્રીમંત કુટુંબમાં આત્મલ્લાસ પ્રગટે તેવી રીતે સાદાઈથી ૪૦ રૂપિયામાં કરેલા લગ્નની મીઠી વાતો ગુજરાતે સાંભળી છે. તે અનુસરવામાં ક્યાં મુશ્કેલી છે ?
આપણે જેટલી વધુ ધમાલ કરીએ છીએ, જેટલા વધુ ઉન્મત બનીએ છીએ તેટલે આનંદ અને ગંભીરતા ઓછી કરીએ છીએ. આ કારણે જ સમાજે પ્રેમતત્વ ગુમાવ્યું છે. મિત્રાચારી અને આનંદ ગુમાવ્યા છે અને આપ્તજન ભટાર્ડી ધીમે ધીમે આફતજન બનાવ્યા છે.
આ બધા ઉન્માનું પરિણામ એ આવે છે કે આપણે જીવન શું ? જીવનનો હેતુ શું ? તે સમજી શકતા નથી. જીવન ભોગવી જાણતા નથી અને વ્યવહારની વિચિત્ર આંટીઘુંટીમાંથી છૂટી મુક્ત જીવન માણી શકતા નથી. જ્યારે જીવન ન જાણીએ ત્યારે મરણને મીઠું તે કેવી રીતે બનાવી શકીએ ! જીવનને આવરી રહેલ નિરર્થક વ્યવહારને બેજ ન હોત -- ઉન્માદ ન હત-તે હું શું હેત ? મારું જીવન શું હેત ? એવો પ્રશ્ન જે દરેક વ્યકિત પોતાની જાતને પૂછે તે આપોઆપ અંધ દ્રષ્ટિ ખુલે.
દરેક કાર્યની પાછળ કંઈ હેતુઓ હંમેશા રહેલા જ હોય છે અને તે કરનારથી માંડીને વિશ્વના અન્ય માનવી સુધી તેની શુભ કે અશુભ અસર થાય છે જ, એક વ્યકિત પિતાના અમુક કાર્યથી જાતે સશક્ત બનેને, તેની આસપાસના ઉપયોગી બને, સમાજ અને રાષ્ટ્રમાં પ્રાણ પૂરનારી બને અને તે રીતે માનવુંકુળમાં એક ઉપયોગી તત્વ બની રહે-આટલે જ હેતુ દરેક સાંસારિક કાર્યને હોવો જોઈએ. આજે તે તદન ઉલટુંજ" નીરખીએ છીએ. દાખલા તરીકે એક વ્યવહારિક પ્રસંગ ઉકેલી તેના બોજાથી તે દુઃખી થાય છે અને આસપાસના કે તેને પનારે પડેલાને દુઃખી કરે છે અને બીજાને ભાર રૂપ બને છે. સુખ માટે મથનાર ઉલ્લાસ પ્રેરક ત. ખેરું નાંખી ઉન્માદને કારણે દુઃખી થાય છે, ત્યારે જ તેને શ્રીમદ રાજચંદ્ર કહે છે તે સમજાય છે કે--
પશ્ચાતું દુઃખ તે સુખ નહિ.” આપણું અત્યારનું સુખ આ જાતનું છે એ શંકા વગરની વાત છે.
સંસારને સુખરૂપ બનાવવો હોય તો ઉન્માદ તજી જીવનમાં ઉલ્લાસ લાવ્યે જ છૂટકો છે. જગત આખું દુઃખ જ ચાહે છે એમ તે નથી, પણ સુખ પ્રત્યે પણ એટલી બધી સુસ્તી સમાન જ આવી છે-અને ચાલુ જીવનમાં અનુકરણ એટલું બધું પેસી ગયું છે કે જ્યાં સુધી ડાહ્યા માણસો ઉન્માદ દેશાના માર્ગો તજી ઉલ્લાસપોષક તત્તે દાખલ કરીને પહેલ નહિ કરે, માર્ગદર્શક નહિ બને ત્યાં સુધી સામાન્ય સમાજ જુની ઘરેડમાં જ ઘસડાવાને અને દુઃખી થઈ દુખી કરવાનો જ છે.
સમાજ ! હવે સુસ્તી તજી આંખ ખોલ અને ઉઠ! તારે ઉન્માદ વધુ વખત ચાલુ રહેશે તે તારૂં જીવનનાવડું કયા ખરાબે ચડીને ભાંગશે તે કહેવાતું નથી. આજે વિશ્વભરમાં વમળો ઉડ્યા છે. ક્રાન્તિ ભાવિના ગર્ભમાં પોષાઈ રહી છે અને અજબ ગડમથલ અને પરિવર્તનના યુગમાં હમેશાં બને છે તેમ બેકારી અને