________________
તા. ૩૧-૧૦:-૪૦
-
પ્રબુધ જૈન
૧૧૯
ગણાતા દેશમાં પણ તેમણે વિહાર કર્યો, જાત જાતનાં કષ્ટ અને પરિપ વેઠ્યાં: એહિક તેમ જ આધિદૈવિક અનેક ઉપદ્રવ તેમણે સહન કર્યા. દીર્થ તપ, ધ્યાન અને નિર્જરાના પરિણામે સાડી બેતાલીશ વર્ષની ઉમ્મરે બહાર પ્રાન્તને શોભાવતા શિખરજીની શિખર માળાની બાજુએ આવેલી રૂજુવાળુકા નદીના તીરે તેમને કેવળ જ્ઞાન થયું; આત્મતત્વને તેમને સાક્ષાત્કાર થયે. સાચા માનવધર્મની તેમને પરિપકવ પ્રતીતિ થઈ. આ રીતે તેમણે જે અન્તરના ઉંડાણમાં જોયું અને અનુભવ્યું તેને જગતને તેમણે ઉપદેશ કરવા માંડય; સ્થળે સ્થળે તેમણે ધર્મ પર્યટન કર્યું; અહિંસા અને અનેકાન્તવાદ જેના મૂલમાં રહેલા છે તેવા જૈન ધર્મની તેમણે પ્રતિષ્ઠા કરી. અનેક સ્ત્રી પુરૂષ - પંડિત અને અપંડિત-સર્વ ભૂત માત્ર પ્રત્યે મૈત્રી ઉપદેશતા જૈન ધર્મને સ્વીકાર કરવા લાગ્યા. બ્રાહ્મણધર્મવિશાર્દ અને એ સમયના એક મેટામાં મેટા વારિક બ્રાહ્મણ ગૌતમ અને બીજા દશ બ્રાહ્મણે તેમના પ્રથમ શિષ્યો અને ગણધરે થયા. ચંદનબાળા તેમની પ્રથમ સાધ્વી થઈ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની તેમણે સ્થાપના કરી
પ્રચલિત માન્યતાઓની વિરૂદ્ધ નવાં જ સત્યની ઉઘણું કરનાર ભગવાન મહાવીર સામે લોકવિધ ન થાય એ તે સંભવે જ નહિ. તેમણે બ્રાહ્મણ વર્ગની સર્વોપરી પ્રતિષ્ઠાની સ્વગણના કરી હતી; વેદની અપૌરુષેયતાને અસ્વીકાર કર્યો હતો,
તારે માટે! - તારે માટે રખડી રખડી કૈક મેં સ્થાન જોયાં,
તારી શેષે મુજ જીવનનાં કૈક મેં વર્ષ યાં! પૂછયા તારા ખબર સઘળાં પાન્થને ધાઈ ધાઈ, .
તું તે બે મુજ ભવનના માળિયામાં લપાઈ ! પ્રસ્થાનમાંથી ઉધૂત.
હરિહર ભટ્ટ.
આશ્વિન માસ. આપણું વર્ષ બાર માસમાં વહેંચાયેલું છે અને પ્રત્યેક માસની ચેકસ વિશેષતા હોય છે. કોઈ મહીનામાં ધાર્મિક પર્વે વિશેષ હોય તે કોઈ મહીનામાં આનંદના પર્વેની વિશેષ ગોઠવણ હોય. કોઈ મહીનામાં ગુજરાતી પર્વ શરૂ થતું હોય તે કોઈ મહીનાથી શાલિવાહનના શકને પ્રારંભ થતા હોય. કોઈ મહીનાથી ઠંડી, કેઈથી ગરમી કે કેઈથી વર્ષનો પ્રારંભ થતું હોય. કોઈ મહીને કોઈ ધર્મપ્રણેતાના જન્મદિવસથી વિશિષ્ટ બનતો હોય તે કઈ મહીનાની શોભા કઈ રાષ્ટ્રનેતાની જયન્તીથી વધતી હોય. શ્રીમદ્ ભગવદ્દગીતામાં માતાનાં માશઊંડા એમ કહીને માગશર મહીનાને વિશેષ વર્ણવ્યો છે, પણ “મા” અને “માર્ગ શીર્ષ' વચ્ચે અનુકસવિશેષ હોવા ઉપરાંત અને આજના શમચમાં સાધારણ રીતે માગશર અને ક્રિસ્મસને સુગ જળવાય છે એ સિવાય માગશર મહીનાની બીજી કોઈ વિશેષતા ધ્યાન ઉપર આવતી નથી. રૂતુઓમાં વસન્ત મટી એ ન્યાયે ફાગણ ભાસને મહિમા વધે છે. પણ હાળી આસપાસના બે પાંચ દિવસે બાદ કરતાં ફાગણ માસમાં બીજા કોઈ વિશિષ્ટ દિવસે આવતા નથી. આપણા દેશમાં ગ્રીષ્મ સૌથી વધારે કંટાળે આપે તેવી રહ્યું છે અને તેના મહીનાઓ પણ ખાસ કઈ વિશેષતા વિનાના લાગે છે. આગળ ચાલતાં શ્રાવણ માસ આવે છે. તેના પ્રારંભથી તે અન્ત સુધી એટલાં બધાં ધાર્મિક પર્વો આવે છે કે એ દષ્ટિએ શ્રાવણ માસ અસામાન્ય બને છે. શ્રાવણ માસના પહેલા સેમવારથી અથવા તે નાગપંચમીથી ધાર્મિક પર્વોની શરૂઆત થાય છે. પૂર્ણિમા-બળેવ ખાસ કરી બ્રાહ્મણનું પર્વ છતાં બીજી રીતે સર્વસામાન્ય પર્વ બની ગયું છે અને સમુદ્રતટવાસીઓ તે તેને ખાસ મહત્વ આપે છે. આવી જ રીતે ગેકુળ અષ્ટમી ખાસ કરીને ધણુષ્યનુંવિષ્ણુના ઉપાસકોનું-પર્વ ગણાય છતાં શ્રી કૃષ્ણ આખી હિંદુ જનતાના અધિદેવતા હોઇને ગોકુળ અષ્ટમી આખું હિંદુસ્થાન ઉજવતું આવ્યું છે. શ્રાવણના અન્તમાં નાના પર્યુષણ પર્વને આરંભ થાય છે અને તપ અને ભકિતનાં અન્તલને વડે ચેતરફનું વાતાવરણ પ્રત્સાહિત બને છે. .
આવી જ રીતે આગળ ચાલતાં આશ્વિન માસ આવે છે. શ્રાવણ માસમાં ધાર્મિક પર્વો અને ધાર્મિક ઉત્સવોની બહુલતા છે; આશ્વિન માસમાં સામાજિક પર્વો અને સામાજિક ઉત્સવની બહુલતા છે. શ્રાવણ માસ સાંપ્રદાયિક પર્વો અને ઉત્સવે દ્વારા ભૂતકાળની જડ વધારે મજબુત કરે છે; આશ્વિન માસ વર્તમાન ઉપર આપણને ઉતારી દીવાળીના પર્વો દ્વારા આપણને ભવિષ્ય કાળ તરફ દોરી જાય છે. શ્રાવણ ભકિત અને તપપ્રધાન છે; આશ્વિન આનંદ અને રસપ્રધાન છે. શ્રાવણની ધાર્મિકતા આજે ઓસરતી ચાલી છે, આધિનની ઉત્સવમયતા ઉભરાતી જાય છે.
આશ્વિન ભાસને પ્રારંભ નવરાત્ર ઉત્સવથી થાય છે. વર્ષનું જોર ખલાસ થયું હોય છે; અને આકાશ સ્વચ્છ અને નિર્મળ બનેલું હોય છે. છુટા છવાયા સફેદ વાદળાંએ આકાશની નીલિમાને વધારે ભવ્ય અને મેહક બનાવે છે નદી નાળાનાં ડોળાં પાણી નિર્મળ બને છે અને પશુ, પંખી તેમજ પ્રવાસીજનને કઈ જુદા જ માધુર્ય અને શીતળતાને અનુભવ કરાવે છે. પૃથ્વી પ્રસન્ન હોય છે અને લોકેમાં સ્વાથ્ય અને આગામી વર્ષને લગતી નવી આશાઓને
: ' (અનુસંધાન પૃષ્ઠ ૧૨૨)
ધર્મ પ્રાપ્તિમાંયે યજ્ઞયાગાદિની નિરર્થકતા અને તેમાં રહેલી હિંસાના કારણે પાપમયતા સામે તેમણે પોતાને મજબુત અવાજ ફાવ્યું હતું. આ કારણે સ્થળે સ્થળે તેમને વિરોધને સામને કરે પડયો હતો. તેમની સમભાવથી ભરેલી અને મિત્રી તથા કરૂણા વડે આદ્ર બનેલી પ્રતિભા સામે સૌ કોઈ નમી પડતા અને વિરેાધ ભાવે સમીપ આવતા લોકે શિષ્ય ભાવ સ્વીકારી જૈન ધર્મના અનુયાયી બની જતા. તેમના પિતાના જ એક શિષ્ય અને સાથી ગશાલકે તેમની સામે બંડ ઉઠાવ્યું હતું અને આવકનામને સંપ્રદાય સ્થાપિત કર્યો હતો. આ ગોશાલકે તેમને અનેક ઉપદ્રવે કર્યા હતાં. પણ ગમે તેટલા પ્રબળ વાવાછેડાથી મેરૂ પર્વત વિડંપિત થતા જ નથી. તેઓ તે નિડરપણે અને સમભાવપૂર્વક ધર્મ માર્ગને ઉપદેશ આપતા જ રહ્યા અને અહિંસા ધર્મની આંટીઘુટીએ લોકોને સમજાવતા રહ્યા. '
બોતેર વર્ષની ઉમ્મરે આજથી ૨૪૬૬ વર્ષ પહેલાં પાવાપુરી નગરીમાં ઉપદેશામૃત વરસાવતાં વરસાવતાં ભગવાન મહાવીરે પિતાના વિનશ્વર દેહને ત્યાગ કર્યો અને નિર્વાણપદને પ્રાપ્ત કર્યું. આ મંગળકારી મહાપુરૂષે ભારતવર્ષમાં શ્રમણ સંસ્કૃતિને પ્રવાહ વહેતે કર્યો, જે આજ સુધી અખંડિત વહેતે રહ્યો છે અને અનેક એને પાવન કરી રહ્યો છે. આપણે પણ એ પતિતપાવન જાનવી સ્ત્રોતના પુનિત સ્પર્શથી આપણા જીવનને પવિત્ર બનાવીએ અને આત્મતિના સ્વર્ગ તરફ પગલાં ભરવા માંડીએ !
પરમાનંદ