________________
૧૧૮
તા. ૩૧-૧૦-૪૦
ઉચી ગતિ પ્રાપ્ત છે. નિષ્ણ મહાત્મા ગાંધી
પુરૂષ માફક સ્ત્રી પણ ઉન્નત જીવન જીવવાની અને સન્યસ્ત અંગીકાર કરવા સુધીની અધિકારી છે એ વિચારને તેમણે ખૂબ વેગ આપ્યો. તેમના મતે વેદ માનનીય ગ્રંથ છે એ બરોબર, પણ તેમાંજ લખ્યું છે તે જ અને તેટલું જ સાચું એમ કહેવું કે વિચારવું તે એક પ્રકારની માનસિક ગુલામી છે. સાર–અસાર, સત્ય-અસત્ય, ધર્મ-અધર્મને વિવેક કરવાની દરેક માણસમાં બુદ્ધિ શક્તિ રહેલી છે. તે શક્તિને ખૂબ ખીલવવી અને કેળવવી જોઈએ અને તેના આદેશ અનુસાર જીવન ઘડવું જોઈએ. જીવનને ઉન્નત બનાવવાનું કે પરલોકમાં ઉચી ગતિ પ્રાપ્ત કરવાને માર્ગ યો નથી, પણ યમનિયમયુક્ત સંયમપરાયણ જીવન છે. યજ્ઞયાગ અને ઉન્નત ગતિની પ્રાપ્તિ વચ્ચે કશે પણ કારણકાર્યને સંબંધ શો જડતો નથી. માત્ર બાહ્ય ક્રિયાકાંડથી મેક્ષ મળતો નથી. એક્ષપ્રાપ્તિ માટે આન્તશુધ્ધિજ આવશ્યક છે. આન્તર્ગુદ્ધિનું મુખ્ય સાધન અહિંસા છે; બીજું સાધન સંયમ છે; ત્રીજું સાધન તપ છે. આજ ઉત્કૃષ્ટ ધર્મ છે અને આ વડે જ અપાર ભધિ તરી શકાય છે.
ભગવાન મહાવીરે કર્મના સિધાન્તને ખૂબજ વિકસાવ્યો છે. આ સિદ્ધાન્તને સાર એ છે કે આપણા સર્વ સુખ દુઃખને આધાર આપણુ આ જન્મના કે આગલા જન્મના કર્મો ઉપર જ રહે છે. આપણને બહારની કોઈ વ્યકિત સુખ આપી શકતી નથી કે આપણું દુઃખ લઈ શકતી નથી. આજની સ્થિતિ આગળના પ્રારબ્ધનું પરિણામ છે. આજે આપણે જે કરીશું અને આજે આપણે જેમ વર્તીશું તે મુજબ જ આગામી સુખ દુઃખનું નિર્માણ થવાનું છે. આ સિદ્ધાન્ત માણસ ાતમાં સદા આન્તર નિરીક્ષણ અને પુરૂષાર્થને પ્રેરે છે. ઈશ્વરફ્તલને કે ઈશ્વરદ્વારા સુખ દુઃખની નિષ્પત્તિને જન ધર્મ ઇન્કાર કરે છે.
ભગવાન મહાવીરે જનતાને પાંચ મહાવ્રત જીવનમાં ઉતારવાનું કહ્યું છે તે પાંચ મહાવ્રત આ પ્રમાણે :અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અહિંસા તે ધર્મ માત્રના મૂળમાં જ રહેલી છે. સત્ય વિના કઈ મુમુક્ષુ એક ડગલું પણ આગળ ભરી શકે જ નહિ. અસ્તેય અહિંસા અને સત્યમાંથી જ ફલિત થાય છે. બ્રહ્મચર્ય પવિત્ર જીવનને પામે છે. અપરિગ્રહ વિના સાચી અહિંસાનું અનુપાલન અશક્ય છે. આ પાંચ વ્રતના પાલન પડે જ માણસ ઉન્નત ગતિ સાધી શકે છે અને મોક્ષની અન્તિમ કક્ષાએ પહોંચી શકે છે.
ભગવાન મહાવીરે તપ ઉપર ઘણે ભાર મુકયે છે. આત્મા સ્વયંપ્રકાશ છે-સ્વયાત છે. જ્ઞાન કેઈ બહારથી આવતી વસ્તુ નથી. કર્મોનાં આવરણને અંગે અંદરનું જ્ઞાન ઢંકાયેલું રહે છે અને તેથી જ આપણે અપૂર્ણ, અજ્ઞાનથી ભરેલું પામર જીવન જીવીએ છીએ. આ કર્મોનાં આવરણ દૂર થાય તે આપણામાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાય. આમતત્વને આપણને સાક્ષાત્કાર થાય. આપણે અપૂર્ણ મટી પૂર્ણ બનીએ-સર્વજ્ઞ બનીએ. આ કર્મોને નાશ કરવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન તપ છે. તપને પ્રભાવ અને શક્તિ અવર્ણનીય છે. આત્માર્થી ઓનો તપ એ જ સાચો પુરૂષાર્થ છે. ભગવાન મહાવીરે તપને ઉપદેશ કર્યો અને પિતાના જીવનમાં તેમણે એટલું બધું તપ કર્યું કે તેમની જોડે કોઈ પણ તપસ્વીને તુલનામાં મુકી શકાય તેમ છે જ નહિ. તેઓ આજ કારણને લીધે દીર્ઘતપસ્વી'ના બિરૂદથી શાસ્ત્રસુવિખ્યાત બન્યા છે.
ભગવાન મહાવીરે પ્રરૂપેલ જૈનદર્શનની વિશેષતા તેના ગર્ભમાં રહેલા અનેકાન્તવાદમાં દૃષ્ટિગોચર થાય છે. આ અનેકાન્ત-
વાદ એમ કહે છે કે દરેક કથન કે પ્રતિપાદનનું સત્ય સાપેક્ષ જ હોઈ શકે. કોઈ પણ પદાર્થને અનેક દૃષ્ટિબિન્દુએથી તપાસવાનિહાળવામાં ન આવે ત્યાં સુધી તે વિષે સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ ન કહેવાય. દરેક કથનમાં દરેક માન્યતામાં અંશતઃ સત્ય અને અંશતઃ અસત્ય રહેલું છે. આ સત્ય-અસત્યની તારવણી કેમ કરવી તે જે શિખવે તે જ અનેકાન્તવાદ. આજ વિચારમાંથી આજે મહાત્મા ગાંધીજી પ્રરૂપિી રહ્યા છે તે સર્વધર્મસમભાવ નિષ્પન્ન થાય છે. એક રીતે એમ પણ કહેવાય કે બુદ્ધિની અહિંસા એટલે અનેકાન્તવાદ. અનેકાન્તવાદ સ્વીકાર્યા સિવાય સાચી અહિંસા કદિ પ્રાપ્ત થતી નથી.
ભગવાન મહાવીર પહેલાં અહિંસાનું તત્વ પ્રરૂપનાર, અનેક મહાપુરૂષો થઈ ગયા. પણ અહિંસાના વિકાસમાં ભગવાન મહાવીરે મોટામાં મોટો ફાળો આપ્યો છે. ભગવાન મહાવીરની અહિંસા એક બાજુએ કેવળ મનુષ્ય સષ્ટિ સુધી જ મર્યાદિત રહેતી નથી, પણ પશુપક્ષી તિર્યંચ સુધી જ માત્ર નહિ, પણ વનસ્પતિ, પૃથ્વી, પાણી, તેજ અને વાયુ સુધી પહોંચે છે અને બીજી બાજુએ માત્ર નિરામ આહાર જેવી બાહ્ય ક્રિયામાં તેમની અહિંસા પર્યાપ્ત થતી નથી, પણુ મન, વાણી અને કર્મની સંપૂર્ણ શુદ્ધિ અને પવિત્રતા સુધી લંબાય છે. તેમણે અહિંસા દૃષ્ટિએ માનવ જીવનનું અનોખું જ શાસ્ત્રનિર્માણ કર્યું છે.
અપરિગ્રહને વિચાર એ પણ ભગવાન મહાવીરની એક અસાધારણ વિશેષતા છે. યમ, નિયમ, સંયમના તત્વે એમના સમયમાં અજાણ્યા નહોતા. પણ સર્વ અનર્થનું મૂળ પરિગ્રહવિસ્તારમાં જ રહેલ છે એ બાબત તરફ ભગવાન મહાવીરના સમય સુધીના વિચારોનું કે તત્વવિવેચકોનું પુરતું ધમાન ખેંચાયું નહોતું. આજે ટેસ્ટૅય કે ગાંધીજી પણ આજ વિચારને ખૂબ આગળ ધરે છે
ભગવાન મહાવીરના સમયનું લોકજીવન બાહ્યાચાર અને ક્રિયાકાંડમાં તરબોળ થયેલું હતું. બાહ્ય જીવન ગમે તે પ્રકારનું હોય, ચાલુ પૂજાપાઠ કર્યા, યજ્ઞયાગાદિના સમારંભ કર્યો એટલાથી જ વનની સફળતા મનાતી. ભગવાન મહાવીરે લોકોને સારો ધર્મ શેમાં રહે છે તે સમજાવ્યું; યજ્ઞયાગાદિમાં રહેલી અપાર હિંસા તરફ તેમનું ધ્યાન ખેંચ્યું; ધર્મના બાહ્ય આકાર ઉપર જ ટેલી તેમની દૃષ્ટિ સન્મુખ સત્યમય જીવનતત્ત્વનું સ્વરૂ૫ રજુ કર્યું.
આ ભગવાન મહાવીરને આજથી ૨૫૩૮ વર્ષ પહેલાં ચિત્ર શુદ તેરસના દિવસે બહાર પ્રાન્તમાં આવેલ ક્ષત્રીયકુંડ ગ્રામમાં જન્મ થયેલો. તેમના પિતાનું નામ રાજા સિદ્ધાર્થ; તેમની માતાનું નામ રાણી ત્રીશલા; ભગવાન મહાવીરનું સાંસારિક નામ વર્ધમાન. તેમના મોટાભાઈનું નામ નંદિવર્ધન. જન્મથી જ તેમનું ચિત્ત સંસારથી વિરકત હતું અને આત્મતત્વના ચિન્તન તરફ ઢળેલું હતું. માતપિતાને ગ્લાનિ ન થાય એમ વિચારી તેમના છવતા સુધી વર્ધમાન અથવા તે મહાવીર સંસારમાં રહ્યું માતપિતાના પરકગમન બાદ ૩૦ વર્ષની ઉમ્મરે તેમણે સંસારનો ત્યાગ કર્યો; પિતાના સર્વસ્વનું તેમણે દાન કર્યું અને ધર્મ પ્રત્રજ્યા અગીકાર કરી. સંન્યાસ-દીક્ષા લીધા બાદ સાડાબાર વર્ષ સુધી તેમણે ઘોર તપ કર્યું. કંઈ કઈ સમય તેમણે એક એક માસના ઉપવાસ કીધા; કોઈ કોઈ વખત અમુક સગોમાં અને અમુક રીતે જ આહાર મળે તે લે એવો નિયમ કરી દિવસેના દિવસ સુધી તેમણે અનશન કર્યું અનેક શહેરોમાં, ગામડાંઓમાં અને જંગલમાં તેમણે પરિભ્રમણ કર્યું; હિંદુસ્થાનની પૂર્વ સરહદ ઉપરના અનાર્ય