________________
તા. ૧૫-૧૦-૪૦
જૈન પ્રબુદ્ધ
૧૧૫
એક ભુખ્યા ભિક્ષુકને રોકડો જવાબ
રાવસાહેબ રાવસાહેબ !”
એક દિવસ રાત્રે આઠ વાગે મારા દરવાજા ઉપર ઉભેલા એક માણસના શબ્દ મેં સાંભળ્યા. હું સમજી ન શકે કે આ વખતે મારું શું કામ હશે ?
શું આપ મને ચાર આના આપી શકશે ?”
આવો માણસ કોણ હશે ? અથવા તે એ ભિક્ષુક હોય તે પણ કોઈ જુદી જાતને લાગે છે ! સાધારણ રીતે તે જ્યાં સુધી ભિક્ષુકને પૈસા ન મળે અથવા મળવાની બાબતમાં તેને પુરે પુરી નિરાશા ન થાય ત્યાં સુધી એ માંગતે જ રહેવાને અને પિતાની કમનસીબી ગાયા કરવાને. પરંતુ આ આવનાર તે કઈ
જુદે જ લાગતો હતો. તે એવી રીતે માંગતા હતા કે જાણે કે તે પિતાની કોઈ લેણી રકમ વસુલ કરવા આવ્યો હોય. પહેલાં પહેલાં તો મને એમ લાગ્યું કે મારું કાંઈ કામ એણે કર્યું છે એના પૈસા મારી પાસે માંગવા આવ્યો છે. એટલા માટે મેં પૂછ્યું કે ‘શેના ચાર આના ?” મને લાગ્યું કે અખિલ ભારત સંઘના કેન્દ્રસ્થ ભંડારથી સ્ટેશન સુધી માલ લઈ જવાનું ભાડું માંગવા કોઈ ગાડીવાળો આવ્યો હશે.
પછી દરવાજાની ડેક અંદર આવીને તે ફરીથી બોલ્યો “હું મૂર્ખ છું; એટલા માટે માંગી રહ્યો છું.”
એ ભીખ માંગતા અચકાતા હતા. એ ઉપરથી લાગતું હતું કે એ બીનઅનુભવી ભિખારી હતે એને સાફ કહી દીધું કે “હું તને કાંઈ આપી શકતા નથી. અહીંથી ચાલ્યો જા.” પાછળથી મને માલુમ પડ્યું કે એ કઈ કારીગર હતા. એણે મને કહ્યું હતું કે “હું એક બેકાર લુહાર છું. ગામ ઘણું મેટું છે છતાં કામ શેધતાં શોધતાં થાકી ગયે છું. પાસે એક કોડી નથી. એટલા માટે ખાલી પેટે પીડાતે રીબાતે હું જ્યાં ત્યાં ભટક્યા કરૂં છું.”
એને મારી પાસે ન બોલાવ્યો. એનું મેટું જોવાની પણ મેં હિંમત ન કરી. મને એ બીક લાગી કે કદાચ એનું ચિન્તા
ર્યું ભુખ્યું મોટું જોઈશ તે મારાથી ચાર આના આપ્યા વિના રહેવાશે નહિ. એ ચાર આનાથી બે આના ઉપર આવ્યો અને બે આનાથી એક આના ઉપર આવ્યો. તે પણ હું એકને બે ન થયું. એ બીચારો ખૂબ દુઃખી થતા ભારે પગલે પાછો ચાલતે થયે.
એ ખરેખર ભુખ્યો અને દુ:ખી માલુમ પડતો હતે. ‘શું એને પૈસા આપવા એ મારું કર્તવ્ય હતું? શું હું સર્વ સભ્ય દેખાતા બેકાર કારીગરને આ રીતે સહાયતા કરી શકું છું ? મીલની હરીફાઈના પરિણામે જે હજારે વણકરો બેકાર થઈ ગયા છે તેમના માટે હું શું કરી શક્યો છું ?” એકજ જવાબ મળ્યો કે “ હું લાચાર છું, લાચાર છું.' ભારત વર્ષની સર્વ બેકારી અને લાચારીના આપણે અસહાય સાક્ષી છીએ.
પણ એ લુહાર કે જેને મેં રોકડે જવાબ દઈ દી' હતો તેના સંબંધે શું ? એને શું હું જમવાનું પણ કહી શકતે નહેતે ? શું એની પાછળ જઇને એને બેલાવી લાવું ? જે હું એને ખેળવા જાઉં તે લોકો મારી મશ્કરી કરશે કે સાહેબ એક ભૂખ્યા ભીખારીની શોધમાં નીકળ્યા છે..
કેવલ મનની દુર્બળતાથી અથવા તે શરીરની જડતાથી એ કારીગરની મેં તપાસ ન કરી, પરંતુ મારા અન્તરાત્માએ મને બેચેન બનાવી મૂકયે.
આવી પરિસ્થિતિમાં “ બીજાના ઉપર દેવ નાંખવે એવી આપણી રીત છે. મેં પણ એમજ કર્યું. “દેશના બેકાર કારીગરેને કામ અથવા તે અન્ન દેવાની શું સરકારની ફરજ નથી ? જરૂર એ ફરજ તે સરકારની જ છે. તે પછી એવી નકામી ઉપાધિ ધારણ કરી હું શું કામ હેરાન થાઉં?” એક રીતે દલીલ હતી તે ખરી. પરંતુ હું મારા ચિત્તને શાન્ત કરવામાં સફલ ન થ.
હનુમન્તરાય કંજલગી ટિપણી–શ્રી કૌજલગીને જે અનુભવ થયે એવા અનુભવે મારા જેવા ઘણા લોકોને કોઈને કોઈ વાર થયા હશે. લગભગ એક વર્ષ પહેલાં વર્ધાના એક સજ્જન મારી પાસે આવ્યા. એક દિવસ પહેલાં એમની પાસે એક નૌજવાન આવ્યા અને ખાવાને માટે બે ચાર આના માંગવા લાગ્યું. જેમ આપણે ચાલુ વતી એ છીએ તેવી રીતે એ સજ્જને પણ એ નૌજવાનને તમારી જેવા તગડા જવાનને ભીખ માંગતા શરમ આવવી જોઈએ વગેરે વગેરે ઉપદેશ આપીને ખાલી હાથે રવાના કરી દીધો. બીજે દિવસે સવારે સાંભળ્યું છે કે એક જુવાન માણસે રેલ્વેના પાટા ઉપર સુઈને આત્મહત્યા કરી છે. આ બનાવ નજીકમાંજ બનેલું હોવાને કારણે પેલા સજ્જનને કુતુહલ થયું અને એ પણ શબ જોવાને ગયા. એને અજાયબી પૂર્વક માલુમ પડ્યું કે એ તે પેલે જ નૌજુવાન હતું કે જેને પિતે કડક શબ્દો સંભળાવીને હાંકી કાઢયા હતા. આ જોઈને એ સજ્જન બીચારા બહુ દુ:ખી થયા. એ દુઃખી થાય કે ન થાય, પરંતુ એક છવ તે ગયો. અનેક આશાઓને ભંડાર જેને નષ્ટ થઈ ચુક્યો હતો એવો એ બીચારે હવે થોડાજ પાછો આવવાને હતું ? ફરી પણ આપણને વિચારવું ઘટે છે કે આવા મામલામાં આપણું શું કર્તવ્ય છે ? શું ભીખ માંગવાની પ્રવૃત્તિને પ્રેત્સાહન આપી શકાય ખરૂં ? અથવા તે આપણે તેને કામ ન આપી શકીએ તે શું કરવું? હું તે એ નિશ્ચય પર આવ્યો છું કે કમમાં કમ આપણી જેવા મધ્યમ અથવા સારી સ્થિતિવાળા લોકોએ કોઈપણ ભુખ્યાને “કેમ કામ કરતા નથી ? કેમ ભીખ માંગે છે એટલું કહીને એવા લોકોને ટાળવા એ ઠીક નથી આપણી દેવાની શકિત અથવા શ્રધ્ધા ન હોય તે તેની માફી માંગી લેવી અને બીજી કોઈ વ્યકિતને શોધી લેવાની તેને વિનંતિ કરવી. કામ કરવાને ઉપદેશ તે ત્યારેજ આપી શકાય કે જ્યારે આપણે પોતે તેને કામ કરવાની સગવડ કરી આપીએ અથવા તે તેને કામ મળે એવી કોઈ ચોકકસ જગ્યા દેખાડી શકીએ.
શું આપણે પ્રતિજ્ઞાપૂર્વક એમ કહી શકીએ એમ છે કે જે ટલે આપણે ખાઈએ છીએ એમાં આપણો પૂરેપૂરે પસીને ભર્યો છે ? આપણા કોલેજમાં ભણતા છોકરા છોકરીઓ રજામાં બે ત્રણ મહીના મેજમજા કરે છે એ શું કામ કરીને પેટ ભરે છે ? અથવા તે એવી શરત મૂકવી ઠીક છે કે દરેકે કામ કરીને જ ખાવું જોઈએ ? એગ્ય રીત તે એ લાગે છે કે દરેકને એમ કહેવું કે ખાધા પછી કામ કરવાનું કબુલ કરે અને આ ખાવાનું ખાઈ ! ભગવાને પણ પહેલાં ખવરાવ્યું છે, અથવા તે ખાવાને પ્રબંધ કર્યો છે અને પછી કામ કરવાને ધમે શિખવ્યો છે. માનવ નીતિ એ ધર્મથી ઉલટી કેમ હોઈ શકે ?
કિશોરલાલ ઘ, મશરૂવાળા સિર્વોદયના સપ્ટેમ્બર માસના અંકમાંથી ઉદ્દધૃત