SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ્રબુદ્ધ જૈન આપણી જેન પાઠશાળાએ થાડા દિવસ પહેલાં એક ધર્મપ્રેમી' મિત્ર મારે ત્યાં આવી ચઢયા. વાતચીતમાં એમણે મારી પુત્રીને પૂછ્યું: ‘તને સામાયક આવડે છે કે ?' છેકરીએ મારા સામે જોયુ. ‘સામાયક’ શબ્દ એતે માટે તદ્દન નવા હતા. એટલે મારે ખુલાસા કરવા પડયા, સામાયકમાં એ નહિ સમજે.’ મારા મિત્રને જરા દુઃખ થયું. એક વખતે હું જૈન શાળાઓના આચાર્ય હતા, અને મારાં બાળકો ‘સામાયક’ ન જાણે, એ વાત એમને ગમી નહિ. પછી ધાર્મિક શિક્ષણ અંગે અને આપણી જૈનશાળાઓ વિષે ચર્ચા થઇ. મારા વિચારા જાણી મારા કર્તવ્યની વાસ્તવિકતા એમને સમજાઇ. છતાં કે નહિ તેા ધાર્મિક વાતાવરણ મેળવવા માટે મારું બાળકોને જનશાળાએ મેકલવાં જોઇએ.’ એવા તેમના અભિપ્રાય હતા. આપણી ધાર્મિક શિક્ષણની સંસ્થા સામે તે હું એક તહેામતનામું ઘડી શકું એવો કડવા અનુભવ મને થયા છે. એ સંસ્થામાં અહીં તહીં થોડા ફેરકાર કે સુધારાએ કર્યું દી વળવાના નથી એવી મારી ખાત્રી થઇ છે, એમાં તે મૂળગત ફેરફારો અને શિક્ષણવિષયક ક્રાન્તિની જ જરૂર છે, એમ હુ માનુ છું અને ચાલુ વ્યવસ્થા નીચે એ થવુ અશકય હાઇને જૈનશાળાના આચાર્ય પદેથી મારે દૂર થવુ પડયુ છે. આ આપણી સંસ્થાઓમાં જે કેટલીક મુખ્ય ખામીએ છે, તે જ આ લેખમાં જણાવીશ. (૧) પ્રથમ તે જેમને શિક્ષણ કે કેળવણીના વિષયના કશે શાસ્ત્રીય અભ્યાસ કે અનુભવ નથી, માત્ર ધાર્મિક-ખરૂં કહું તા સાંપ્રદાયિક—લાગણીઓને જે વશ છે, એવા પીઢ ગૃહસ્થાના હાથમાં આ સંસ્થાનો સંપૂર્ણ વહીવટ અને કહ્યુ છે. શિક્ષણ કે ધર્મવિષયક નવી દષ્ટિવાળા વિચારકો કે જીવાને ને એમાં સામેલ રાખવામાં આવતા નથી, પરિણામે જૈન શાળાઓનું શિક્ષણ જુની ધરેડમાંથી નીકળતું નથી, તેમ જ નવા વિચારના શિક્ષક તેમને પાષાતા નથી. તા. ૧૫-૧૦-૦ વિગેરે બાળકોને આ શાળામાં મળવું જોઇએ તે મળતુ નથી. ચારિત્ર્ય અને સંસ્કારનું જે ધડતર એમાં થવુ જોઈએ તે પણ થતું નથી; પરંતુ ક્રિયાજડતા, સાંપ્રદાયિકતા ધર્મધેલછા વિગેરે અવગુણના તેમનામાં પ્રવેશ થઇ જાય છે. (૬) આવી સંસ્થા માટે જેવા સંસ્કારી, શિક્ષિત, ચારિત્ર્યશીલ અને ભાવનાશાળી શિક્ષા ોએ તેવા બળતા નથી તેનું મુખ્ય કારણ અતિ ટુંકા ચાર-ચાર કે છ-છ રૂપિયાના પગારે છે. ધર્મ જેને આપણે ઘણી ઉંચી વસ્તુ માનીએ છીએ, એના અધ્યાપકને આપણે નીચામાં નીચે પગાર આપવા માંગીએ છીએ. ખરી રીતે આપણને ધર્મની કે શિક્ષણની કિંમત નથી. (૭) કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેતભાજન જમાડવામાં આવે છે. આથી વિધાર્થી ઓના સંસ્કારમાં ભૃગા થાય છે. કેટલેક ઠેકાણે વિદ્યાર્થીઓને કોઇને ત્યાં જમવા લઇ જવામાં આવે છે અને ત્યાં તેમની સાથે ભિક્ષુક જેવું વર્તન ચલાવવામાં આવે છે. જ્યાં આવું ચાલે છે, ત્યાં કા સ્વભાનપ્રિય માણસ પોતાનાં બાળકને કેમ મોકલે ? (૨) મુખ્યત્વે જૈન શાળાએ દેરાસર કે ઉપાશ્રયની નજદિકમાં અથવા તે એના જ કમ્પાઉન્ડમાં હોય છે, તો કોઇ વાર મેટી બજારના લત્તામાં કે ગંદી સાંકડી શેરીમાં હોય છે. કેઇ પણ શાળા આવા વાતાવરણુમાં ચલાવી શકાય નહિ. બાળકોનાં મન ઉપર વાતાવરણની ખૂબ અસર પહોંચે છે. (૩) આ શાળાએમાં અપરિચિત માગધી ભાષામાં લખાયેલાં ક્રિયાજ્ઞાનનાં પુસ્તકો ગેાખાવવામાં આવે છે. જેને પોતે અર્થ સમજતાં નથી, એવા શબ્દો ગાખવામાં બાળકને કંટાળા આવે છે. વળી તેને અર્થ સમજવામાં પણ બાળકને રસ પડતા નથી. કારણ કે એમાં માત્ર ક્રિયાના પાડે જ હોય છે. એ સમજવા માટે પૂર્વભૂમિકા તરીકે કેટલુંક પ્રાથમિક જ્ઞાન આવશ્યક છે, જે તેમને મળેલું હેાતુ નથી. (૪) જૈન શાળાના શિક્ષણમાં વાર્તા, કાવ્ય, ધર્મ સંબંધે પ્રાથમિક જ્ઞાન, સાહિત્ય, જગતના જૂદા જૂદા ધર્મોનાં મૂળતત્વો વિગેરેનો સમાવેશ થતા નથી. કવચિત એવુ શિખવાય છે ત્યાં તે શરૂઆતમાં હાવાને બક્કે પાછળના અભ્યાસક્રમમાં ગાઠવેલું હાય છે. ત્યાં પહોંચ્યા પહેલાં ઘણાં ખરાં બાળક સાળામાંથી નિવૃત્ત થાય છે. એટલે ખરૂં' શિક્ષણ એમને મળતુ નથી. (૫) ધાર્મિક શિક્ષણ સાથે વ્યવહાર અને નીતિનુ શિક્ષણ, રાષ્ટ્રીય દ્રષ્ટિ, સંસ્કૃત કે હિંદુસ્તાની ભાષાનું જ્ઞાન, સંગીતાદિકળા (૮) જૈનશાળાનાં બાળકોને લીલોતરી, કદમુળ તથા રાત્રી ભાજન વિગેરે સામે સૂગ કેળવવામાં આવે છે અને મુહપતીબંધન કે ચૈત્યવંદનને ક્રૂરજીયાત કરી, એવી નજીવી બાબતેનુ મહત્વ વધારવામાં આવે છે; પરંતુ એમના શરીર વિકાસ, સ્વચ્છતા, બુધ્ધિ વિકાસ, સહનશીલતા વિગેરે કેળવવા તરફ કશું લક્ષ અપાતુ નથી. તેમને અહિંસાને નામે ડરપોક અને સત્યને નામે વેવલા બનાવવામાં આવે છે. સાચી વીરતા અને સેવાના ખ્યાલો તેમની પાસે મુકવામાં આવતા નથી. એમનાં જીવનઘડતર વિષે કાઇ પરવા કરતુ નથી. આ શાળાની સ્થિતિમાં આ મૂળભૂત ખામીઓ દૂર કરીને યોગ્ય ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી સુજ્ઞ વડીલોએ પોતાનાં બાળકોને જાતે ધાર્મિક શિક્ષણ આપવુ જોઇએ, એમ ન અને તે નાનપણમાં એ શિક્ષણથી ભલે એ વંચિત રહેતાં ! મોટી ઉમરના થતાં તેમની આગળ તટસ્થ દૃષ્ટિનાં અને સદ્ જ્ઞાનનાં પુસ્તકો મૂકીને ધાર્મિક શિક્ષણ આપવુ એ સારૂ' છે. આવી શાળાઓમાં મેકલીને તેમને બગાડવાનું પાપ માબાપાએ ન હેારવુ જોઇએ. જટાશંકર મહેતા. તારી પાંખા દેને પછી! í 3 તારી પાંખા દેને પછી, જ! હું આભ અટારી ઉડ્ડ' ! સરસર સરતી વાળીને, પલમાં પકડી લાવુ ઝબુક ઝબુક થઇ ઝળકી જાતાં, તારલીયા ખેલાવું ! સૂણવા ગાન ગગનનું રૂડું, જઇ હુ આભ અટારી ઉડુ । શશિ ભાનુ ભેરૂ ભેળા થઇ, સંતા કુકડી રમતાં ! દોટ મૂકી રિઆમાં બેસે, જળકન્યાને મળતાં ! પકડી બન્ને અનેિ આણુ, ગાવા નિસર્ગનું ગાણું ! પાંખ આપ તું પંખી વ્હાલા, વિજીને ખતલાવું ! કેમ શકે સરકી એ મુજથી, ખીસામાં સરકાવુ । પૂરી હુંયે હું લાવું, આવી વ્યોમ ગીત ગાઉં' 1 રંગીશ ત્હારી પાંખા પછી, મેઘ ધનુના રંગે ! નિહારિકાયે સ્નાન કરીને, આવુ જબ ક્લિ અંગે ! પાછળ પૂછડીએ આવે, ભલે નિજ પૂચ્છ કડાવે ! ૪ પલભર પાંખા દે તુ પછી, દેવાર ખખડાવું ! હૈયાની જવાળા સૌ લવી, હલકે હૈયે આવુ ! ગીતડાં ઉર થકી ગાઉં, જગમાં પ્રભુતાને પથરાયું ! પ્ હુ'મતલાલ તા. શાહ, 3
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy