________________
તા. ૧૫-૧૦-૪૦
જૈન પ્રબુદ્ધ
- ૧૧૩
બી વય એ માળની ઘટના સાશાળાના નથી, પણ
આજે કેળવણી લેતી બહેનોની સંખ્યા વધતી જ જાય છે અને તેથી ભય રહે છે કે આ મકાન બંધાઈ રહે અને મેટ્રીક સુધીનાં ધરણે શરૂ થાય એટલામાં જ એ સ્થિતિ ઉભી થશે કે આ પ્લોટ ઉપર ગમે તેટલું મોટું મકાન બાંધવામાં આવે તો પણ ભણતી કન્યાઓને સમાવેશ કરવા માટે સાંકડું માલુમ પડશે. આ સંભાવના એક રીતે તે શુભસૂચક જ લેખાવી જોઈએ.
પણ અહિં આ સંભાવના રજુ કરવાનો આશય એ છે કે એ મકાન માટે જે પ્લાને વિચારવામાં આવે છે તેમાં પહેલો બીજો માળ કુટુંબી ગૃહસ્થને ભાડે આપવાની કલ્પના રાખવામાં આવી હોય એમ જાણવામાં આવ્યું છે. આ બાબત સાચી હોય તે પહેલા બીજા માળની ધટના ઉપરના માળા કરતાં અન્ય પ્રકા- રની કર્યા સિવાય છુટકે જ નથી. કન્યાશાળાના મકાનમાં કુટુંબીઓના વસવાટ બીજી રીતે પણ ઈચ્છવા યંગ્ય નથી; પણ મકાનની એકરૂપતાની દૃષ્ટિએ પણ આ પ્લાન ઈટ નથી. વળી આજની સંખ્યા ઉપરથી કાર્યવાહકો રખે ભૂલ કરે કે તેઓ પહેલો બીજો માળ ફાજસ પાડી શકશે અને તેની આવકને લાભ કન્યાશાળાને આપી શકશે.
આ કન્યાશાળામાં આજે મફત શિક્ષણ આપવામાં આવે છે અને સારા અને ધનવાન કુટુંબની બહેનો પણ આ કન્યા શાળામાં ભણે છે. આજ બહેને બીજી સંસ્થાઓમાં પુરી ફી આપીને ભણતી હોત. આજનું શિક્ષણ દિન પ્રતિ દિન ખર્ચાળ બનતું જાય છે. શિક્ષકે ઓછો પગારમાં પણ મળે અને વધારે પગારના પણ મળે. પણ જે પગાર આપો તેવી શિક્ષણશકિત સંગ્રહિત કરી શકો. સંગીન શિક્ષણ અને મફત વિધાદાનને મેળ લાંબો વખત ટકી શકતું નથી. ખર્ચ વધતો જાય એમ કાર્યવાહકને કરકસર કરવાની ફરજ પડે અને તેનું પરિણામ શિક્ષણના સ્વરૂપ ઉપર પણ પડયા વિના ન રહે. આ બાબત આજે કે આવતી કાલે એ સંસ્થાના કાર્યવાહકોએ વિચારવી જ જોઈએ અને જેટલી તે વહેલી વિચારાય અને નકકી થાય તેટલું વધારે ઈચ્છવા યોગ્ય છે. આ પ્રસંગે શ્રી. મુંબઈ માંગરોળ જન સભા કન્યાશાળા માટે આટલા લાંબા સમયે પિતાનું મકાન પ્રાપ્ત કરવાની સ્થિતિએ પહોંચે છે તે માટે તે સભાને અને એ સ્થિતિ સાધી આપનાર ઉદાર શ્રીમાનેને ખરેખર ધન્યવાદ ઘટે છે. શ્રી શકત્તલા જૈન કન્યાશાળાને વાર્ષિક ઉત્સવ. | દર વર્ષ માફક આ વર્ષે પણ વિજયા દશમીના દિવસે પ્રસ્તુત કન્યાશાળાએ પિતાને વાર્ષિક ઉત્સવ ઉજવ્યું હતું અને તે પ્રસંગે આ કન્યાશાળામાં ભણતી બહેનેએ તેમજ મહિલા સમાજ સાથે જોડાયેલી કેટલીક બહેનોએ એક રસમય કાર્યક્રમ રજુ કર્યો હતો. આ કાર્યક્રમની કેટલી વિગતો હજુ જરૂર સુધારણું માંગે છે અને આ કાર્યક્રમની રજુઆત ગમે તેટલી સુંદર અને સરળ હોય એમ છતાં પણ આ દિશામાં કામ કરતી બીજી જાણીતી શિક્ષણ સંસ્થાઓની હજુ આપણે પાછળ છીએ-આગળ નથી-એમ પણ કબુલ કરવું જોઈએ. આમ છતાં પણ આગળના ઉત્સવો અને તેમાં રજુ થતા કાર્યક્રમો સાથે આ વર્ષના કાર્યક્રમની સરખામણી કરતાં મોટો તફાવત એ માલુમ પડતો હતો કે આજ સુધી જે કાંઇ રજુ થતું હતું તે નાટકી હતું, યાંત્રીક લાગતું, તે પાછળ ગાનાર, નાચનાર કે અભિનય કરનાર બહેનને આત્મા નહોતા દેખાતો, કરવું પડે છે, કરવું જોઈએ, કર્યા વિના ન ચાલે એવા જ ભાવથી બધી બહેને પિતાપિતાને સોંપાયેલ પાઠ ભજવતી, જ્યારે આ વખતના કાર્યક્રમ પાછળ કન્યાઓમાં કોઈ જુદે જ ઉલ્લાસ અને થનગનાટ દેખાતા હતા. તેઓ માત્ર આપણને રીઝવવા
ખાતર જ ગાતી કે નાચતી નહોતી. ગાયન અને નૃત્યમાં રહેલે કુદરતી આનંદ તેઓ જાતે અનુભવતી અને માણતી હોય એમ સ્પષ્ટ તરી આવતું હતું. આજ સુધી સંગીત બહારથી ઘસડી આવેલી અને બાળાઓ ઉપર લાદેલી વસ્તુ દેખાતી હતી. આજે સંગીત શાળાના વાતાવરણમાં–અંગ ઉપાંગમાં–પ્રસરી રહ્યું હોય એમ રાસ કે ગરબા લેતાં લેતાં આનંદ અને તન્મયતાથી ઉછળતી કન્યાઓના હાવભાવ ઉપરથી કોઈને પણ કબુલ કર્યા સિવાય ચાલે તેમ નહોતું. આ પ્રગતિ ખરેખર આવકારદાયક ગણાય અને તે માટે કન્યાશાળાના શિક્ષણગણુને જરૂર ધન્યવાદ ઘટે.
પરમાનંદ, “પ્રબુદ્ધ જૈન” ના ગ્રાહકોને
પ્રબુદ્ધ જેન” નું બીજુ વર્ષ તા. ૧-૫-૪થી શરૂ થયું છે. “પ્રબુદ્ધ જન” ના કેટલાક ગ્રાહક તરફથી ચાલુ વર્ષના લવાજમના રૂ. ૨ હજુ સુધી મળ્યા નથી. તે ગ્રાહક બંધુઓને ચહેલું લવાજમ મનીઓર્ડરથી અથવા બીજી કઈ રીતે મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. જે જે ગ્રાહકોનાં તા. ૩૦-૧૦-૪૦ સુધીમાં લવાજમ નહિ આવે તેમને હવે પૂછીને અંક વી. પી. થી રવાના કરવામાં આવશે જે કૃપા કરીને સ્વીકારી લેવાની વિનંતિ કરવામાં આવે છે. “પ્રબુદ્ધ જૈન અને દિવાળી
દીવાળી આવે છે; એક વર્ષ પુરૂ થશે; બીજા વર્ષને પ્રારંભ થશે. આ મંગળ પ્રસંગે પ્રબુદ્ધ જન ને યાદ કરવા અમે પ્રબુધ્ધ જૈનના વાંચકે, ગ્રાહકો અને પ્રશંસકોને વિજ્ઞપ્તિ કરીએ છીએ. પ્રબુદ્ધ અને જૈન સમાજના સામયિકોમાં જુદી જ છાપ પાડી છે; વિશાળ વિચારો અને ઉચું સાહિત્ય તેણે સારા પ્રમાણમાં પુરૂં પાડયું છે અને તે સેવા આઠ પાનાને બદલે અવાર નવાર દશ પાના અને કદિ કદિ બાર પાના આપીને તેણે બજાવી છે. ઉંચા ધેરણ ઉપર રહીને અને એકકસ આદર્શને વળગી રહી સેવા આપનાર આ પત્રની ગ્રાહક સંખ્યા હજુ બહુ થોડી હોવાથી દર વર્ષે લગભગ રૂ. ૭૦• ની ખોટ આવે છે. આ ખેટ “પ્રબુદ્ધ જૈન ને ચાહનારા વર્ગે પુરી કરવી રહી. દીવાળી અને બેસતા વર્ષના મંગળ અવસરે “પ્રબુધ્ધ જન ને યાદ કરવા અને તેને પડતી આર્થિક ખેંચમાં રાહત આપવા અને દીવાળીની બેણીરૂપે કંઈને કંઈ મદદ આપવા સંધના સભ્યોને તેમજ “ પ્રબુદ્ધ જૈન’ના પ્રશંસકને પ્રાર્થના કરવામાં આવે છે. ખાદી હુંડીનું વેચાણ..
ગયા વર્ષ માફક આ વર્ષે પણ ખાદી હુંડીનું વેચાણકાર્ય સંધના સભ્યોએ હાથ ધર્યું હતું. ગયા વર્ષનું વેચાણ રૂ.૨૦૦૭ લગભગ પહોંચ્યું હતું. આ વર્ષનું વેચાણ વધ્યું છે અને લગભગ રૂ. ૩૦૦૦ સુધી પહોંચ્યું છે. જે જે ભાઈ બહેને એ આ પવિત્ર કાર્યમાં સહકાર આપ્યું છે તે સર્વેને અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. સંધના સભ્ય તરફથી ખાદી હુંડીના થયેલાં વેચાણુની વિગતવાર નેંધ આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. આગામી વસ્તી ગણતરી.
જૈન બંધુઓને વિજ્ઞપ્તિ કે આગામી વસ્તી ગણતરીને અંગે તમારી પાસે સરકારી કે મ્યુનિસિપાલિટીના માણસો નેધ કરવા આવે ત્યારે ખાસ ધ્યાન રાખીને કહેવાનું કે :
ધમેં–જન જ્ઞાતિ-વાણીયા, એશવાલ, પરવાડ, (કલમ નં. ૪) ભાવસાર વિગેરે જે હોય તે
(કલમ નં. ૩) મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,