________________
૧૧૨
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૧૦
.
જ્યારે આટલી બધી આગળ વધી છે અને પિતાના વિચારે અને ધર્મને ચિત્ર, રંગભૂમિ અને રજતપટ દ્વારા અનેક વિચારકે અને ધર્મ-પ્રવર્તક તરફ ખૂબ ફિલ કરી રહ્યા છે, ત્યારે હજુ જન સમાજમાં એવો વર્ગ છે કે જે તીર્થંકરના ચરિત્રને રંગભૂમિ ઉપર ઉતારવામાં પિતાના ધર્મની હીણપત અને પિતાના પૂજ્ય પુરૂષોની આશાતના સમજે છે. આ ખરેખર ખૂબ શોચનીય છે ! એક કાળે કહેવાય છે કે જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા આજ કરતાં અસાધારણ મેટી હતી. આજે જૈન સમાજની સંખ્યા ઉત્તરોતર કમી કેમ થઈ રહી છે ? જૈન ધર્મ હિંદુધર્મની અન્ય શાખાઓ જેવો નથી કે તેમાં જન્મે એ જ તે શાખાનો અનુયાયી થઈ શકે. જૈન ધર્મ કેઈ પણ સ્ત્રી કે પુરૂષ અંગીકાર કરી શકે છે. જૈન ધર્મ આટલો બધે પ્રચારસુલભ હોવા છતાં જેનોની સંખ્યા ઘટી જવાનાં અનેક કારણોમાં એક કારણ એ પણ છે કે જેનોએ ધર્મ ગ્રંચારની કળા અને વિવિધ પધ્ધતિઓ વિસારી દીધી છે અને અન્ય વર્ગો માફક આજના જૈનો પણ કેવળ સ્થિતિ જડ થઈ ગયા છે. નાટક ધર્મપ્રચારનું તેમજ ધાર્મિક ભાવનાઓના પ્રચારનું એક અગત્યનું સાધન છે અને જ્યારે કેવળ જડ પથ્થર ભગવાનની મૂર્તિને આકાર ધારણ કરીને ભગવાનને પાઠ ભજવે તેમાં ધાર્મિક ભાવનાને કશી ક્ષતિ પહોંચતી નથી એમ માનવામાં આવે છે, ત્યારે અનન્ત શકિતના આત્માને ધારણ કરનાર માનવી કોઈ પણ તીર્થકરનો રંગભૂમિ ઉપર પાઠ ભજવતાં કયા ધાર્મિક તત્વને હાનિ કરી શકે તેમ છે અથવા તે કઈ રીતે જૈન ધર્મની હાંસી કરાવવાનું નિમિત્ત બની શકે છે એ કલ્પનામાં નથી આવતું. આજે રામ કૃષ્ણ, બુદ્ધ કે જીસસનાં જીવનચરિત્રો જગજાહેર છે, કારણ કે ચિત્રો, નાટકો અને રજતપટ દ્વારા તેમને જગદ્રવ્યાપી પ્રસિધ્ધિ મળેલી છે, જ્યારે ભગવાન રૂષભદેવ, તેમનાથ, પાર્શ્વનાથ કે મહાવીરના જીવનની વિગતે દુનિયાના ' બહુ જ ઓછા લેકે જાણે છે; કારણ કે આજની દુનિયાનાં પ્રચારક સાધન જન સમાજે બહિષ્કાર કર્યો છે. જૈન સમાજની આ જડતાએ જન ધર્મના વિકાસને જેટલું નુકસાન કર્યું છે તેટલું નુકસાન અન્ય કોઈ કારણુથી નથી થયું. જેને હજુ પણ સમજે અને સુધરે ! જૈન સમાજમાં વિધવા પુનલગ્ન
શ્રી કાન્તિલાલ ગાંધી જેઓ ક્રીકેટ કલબ ઓફ ઇન્ડીઆના મેનેજર તરીકે મહત્તવને હોદો ધરાવે છે તેમણે પિતાની જ જ્ઞાતિની એક વિધવા બહેન ચંપા સાથે તાજેતરમાં પુનર્લગ્ન કર્યું છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. બહેન ચંપાના પ્રથમ લગ્નનું આયુષ્ય માત્ર અઢાર દિવસનું હતું. આવાં બહેનને વિધવા કહેવી એ એક રીતે અત્યુકિત જ ગણાય. પણ સમાજ આવી બહેનને વિધવા ગણે જ છે અને ગમે તેટલી મેટી વાત હાંકનારા આજના યુવાનોમાંથી ભાગ્યે જ કોઈ આવી બહેન સાથે લગ્ન સંબંધથી જોડાવાને તૈયાર હોય છે. આ આપણો ચાલુ અનુભવ ધ્યાનમાં લેતાં ભાઈ કાન્તિલાલનું પગલું સ્તુત્ય અને અભિનન્દન યોગ્ય ગણવું જોઈએ. આ લગ્નને બન્ને પક્ષના સ્વજનના તેમ જ ગોંડલનું મહાજન કે જેની સાથે પ્રસ્તુત બહેનને સંબંધ છે તેણે પણ સંમત કર્યું છે એ ખરેખર આનંદ અને સંતોષની વાત છે અને એ સૂચવે છે કે વિધવાલગ્ન વિષેની સમાજની સુગ હવે સારા પ્રમાણમાં નાબુદ થવા લાગી છે.
જૈ, . મૃ. કોન્ફરન્સનું આગામી અધિવેશન, ', તે પ્રસ્તુત કોન્ફરન્સનું પંદરમું અધિવેશન આવતાં ક્રિસ્મસમાં
નીંગાળા મુકામે ભરવાની જવાબદારી નીંગાળા સાથે ઉપાડી છે અને આ દિશાએ જરૂરી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. આ કાર્યના આગેવાન શ્રી. મણિલાલ જેમલ શેઠ છે જેઓ મુંબઈના જૈન સ્વયંસેવક મંડળના પ્રમુખ છે અને મુંબઈની પ્રાન્તિક મહાસભા સમિતિના એક જાણીતા સભ્ય છે. કેન્ફરન્સનું આ અધિવેશન બહુ લાંબા વર્ષોના ગાળે મળે છે અને આ અધિવેશનમાં કેળવણી અને બેકારી નિવારણને લગતા જ પ્ર ચર્ચવાની મર્યાદા કેટલાક સમય પહેલાં ભરાયેલી અખિલ હિંદની સ્થાયી સમિતિમાં સ્વીકારવામાં આવી છે. આજ સુધી જે. . મુ, કોન્ફરન્સનું ગાડું જે રીતે ચાલ્યું છે તે જોતાં સામાન્સ પ્રજામાં કોન્ફરન્સની પ્રવૃત્તિ વિષે ખરેખર બહુ જ મન્દતા અને ઉદાસીનતા પ્રવર્તે છે એમ છતાં પણ આજના સાધુઓ તેમજ શ્રીમાન શેકીઆઓની આપખુદી અને સ્થાપિત હિત સામે જનતાને અવાજ રજુ કરવાની અને જનતાના અવાજ મુજબ આજની અનેક જૈન સંસ્થાઓની પુનર્ધટના કરવાની શક્યતા કોઈ પણ સંસ્થામાં હોય તે તે આવી લોકપ્રતિનિધિત્વ ધરાવતી કોન્ફરન્સમાં જ છે. લોકોની સંસ્થા તે આવી કેરજો જ . થઈ શકે છે. ઉપર જણાવેલી શકયતાને સક્રિય આકારમાં મુકવાને આધાર લોકોના સહકાર ઉપર જ રહે છે. આ અધિવેશનને ચર્ચા તેમજ કાર્યને પ્રદેશ મર્યાદિત છે એમ છતાં પણ એ મર્યાદિત પરિસ્થિતિ જ કોન્ફરંસને સાચી પ્રાણવાન બનાવવા માટે હાલ જરૂરી છે. જૈન સમાજના શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગને આ કોન્ફરંસને બને તેટલે સહકાર આપવા અને તેના ઘાટઘૂટમાં તેમજ કાર્યવાહકોમાં જરૂરી ફેરફાર કરીને સાચી સેવા આપતી અને સમાજને ખરી રવણી આપતી સંસ્થા બનાવવાની વિનંતિ કરવામાં આવે છે. કન્યાશાળાના મકાનને પાયે
શ્રી. શકુન્તલા કાં. ઈ. જૈન કન્યાશાળાના મકાનનું ખાતું મુદતે આ શુદ ૮ ના દિવસે સૌ. શકુન્તલા બહેનના હાથે કરવામાં આવ્યું. શ્રી. મુંબઈ માંગરોળ જૈન સભાને સ્થાપિત થયાને લગભગ પચાસ વર્ષ થવા આવ્યા. આ સંસ્થા કેટલાંક વર્ષોથી એક જૈન કન્યાશાળા ચલાવતી હતી અને જન કન્યાઓને અંગ્રેજી ત્રણ ધેરણ સુધી શિક્ષણ આપતી હતી. એ સભાના કામકાજમાં લોકોને બહુ જ સાધારણ રસ હતો અને કન્યાશાળા પણ ચાલુ ઢબ મુજબ ચાલતી હતી.
આવી સંસ્થા ઉપર જ્યારે કેઈ શ્રીમાનેનું મમત્વ જાગે છે ત્યારે તે સંસ્થાનું ભાગ્યે ઉઘડે છે અને તેની આર્થિક દુર્બળતા દુર થવા સાથે એ સંસ્થામાં નવા પ્રાણ અને નવું ચેતન પ્રગટતું દેખાય છે. મુંબઈ અને માંગરોળ જન સભા અને તેના હસ્તક ચાલતી માંગરોળ જૈન કન્યાશાળાના સંબંધમાં પણ એમજ બન્યું. સંસ્થાની કેદ સુભગ ઘડિઓ શ્રી. કાન્તિલાલ ઈશ્વરલાલ મેરખી આ સંસ્થા પ્રત્યે આકર્ષાયા અને તે હસ્તક ચાલતી કન્યાશાળાને તેમણે અપનાવી. ભાંગરાળ જૈન કન્યા શાળાનું શકુન્તલા કાન્તિલાલ ઈશ્વરલાલ કન્યા શાળામાં રૂપાન્તર થયું; કન્યા શાળાનું ફંડ વિપુલ અને વિપુલ થતું ચાલ્યું; હાઈસ્કુલનાં ધોરણો ખેલવાને અને બે ત્રણ વર્ષમાં મેટ્રીકના ધોરણ સુધી કન્યાશાળાને પહોંચાડવાનો નિર્ણય કરવામાં આવ્યું; મરીનલાઈન્સ સ્ટેશનની સમીપ બેકએના દરીયાનું દર્શન કરતે ૧૩૦૦ વારને પ્લેટ ખરીદવામાં આવ્યો અને બાળ ધારણથી
માંડીને હાઈસ્કુલ સુધીનાં સર્વ કન્યા ધરણેની જરૂરિયાતને પહોંચી | વળે તેવું મકાન બાંધવાના ઇરાદાથી આશો સુદ ૮ ના દિવસે પા નાખવામાં આવ્યા.
માં
“ચ
- હાઠરિંકુલ જાટ ખરીલીપ. એક