________________
TES પર.
૫
Hari કનૈરવ
: ''
પ્રબુધ જૈન
તા. ૩૦-૯-૪૦
રાય - = =
પર
'
વિદ્યાર્થી માનસ. અત્યારના વિદ્યાર્થીઓ વિષે ઘણી ફરીયાદ કરવામાં આવે છે. તેઓ બેદરકાર, બીનજવાબદાર, અવિવેકી, ધર્મભાવનારહીત છે, તેમની સ્ત્રી-પુરૂષ-વ્યવહારની નીતિ ભ્રષ્ટ છે વગેરે કહેવામાં આવે છે. આવા આક્ષેપો તદન બીનપાયાદાર નથી, છતાં ઘણા ઉતાવળીયા અને અતિશયોક્તિભર્યા છે તેમાં જરાય શંકા નથી. વિદ્યાર્થીઓ પિતે પણ કદાચ પુરી રીતે પિતાનું માનસ સમજતાં નથી. તેને માટે જોઈતી આત્મનિરીક્ષણની તેમને ટેવ નથી. એટલે પિતાની જાતને ન સમજવાથી તેમાંના કેટલાક . આવા આક્ષેપ માની લે છે, કેટલાક તેને પ્રબળપણે વિરોધ
કરે છે. વિદ્યાર્થીઓના દેખાતા આવા વર્તનનું મૂળ તપાસવાને આ બહુ ઓછા પ્રયત્ન કરવામાં આવે છે.
વિધાર્થીઓનું વર્તન સામાજીક પરિસ્થિતિ લક્ષમાં લઈને સમજવું જોઈએ. આજે જગતમાં મેટી કાન્નિ થઈ રહી છે. જીવનના દરેક ક્ષેત્રમાં–સામાજીક, રાજકીય, આર્થિક, નૈતિક-પરિ. વર્તન થઈ રહ્યું છે. આપણી આચાર-વિચાર-પ્રણાલિકાઓ જડ અને નિરપગી માલૂમ પડતાં તુટતી જાય છે. આપણા વર્તનના વિધિનિષેધે પ્રત્યાઘાતી અને હાનિકારક માલૂમ પડે છે. નવા આદર્શો અને નવા વિચારે દુનિયાને ઘેરી રહ્યા છે. પશ્ચિમની સંસ્કૃતિને વિનાશ સમીપ આવ્યું છે. રશિયા એક નવી જ સંસ્કૃતિ ઘડી રહ્યું છે, નવી જ સમાજરચના કરી રહ્યું છે. હિંદુસ્તાનમાં પણ ન યુગ શરૂ થયું છે. ગાંધીજી જગત સમક્ષ ન જ આદર્શ રજુ કરી રહ્યા છે. ગાંધીજીએ નવજીવન આપ્યું છે અને પ્રજાની શકિતઓને જગાડી છે. જુના આચારવિચારે તૂટી પડયા છે, પણ નવા આચારવિચારે હજી સ્થિર નથી થયા. બધુંય ભસ્મીભૂત થતું જણાય છે. ઉગતા માનસના વિધાર્થીઓ ઉપર આ બધાની સૌથી પ્રબળ અસર થાય છે. જુની વસ્તુમાં એને શ્રદ્ધા નથી રહી. આંધળી શ્રદ્ધા એને માટે શકય નથી. બુદ્ધિની સરાણે એ બધું માપી રહ્યો છે તે નિર્ણય કરી શક્તા નથી. તેની અથડામણે ભારે જબરી છે. નવું માર્ગદર્શન તેને કોઈ લાધ્યું નથી એટલે તેનું વર્તન નિશ્ચિત ધોરણ રહિત છે. તેથી તે બેદરકાર અને બીન જવાબદાર લાગે છે. પણ તે ઈરાદાપૂર્વક નથી વિદ્યાર્થીકાળ જ ગદ્ધા-પચ્ચીશી” ને છે. સામાન્યપણેય તેનાં મનોમન્થન ભારે હોય છે. વિદ્યાર્થી અનેક રવપ્નાઓ રચે છે. તેમાં પોતે તેને સૂત્રધાર હોય છે. કાંક કાંઈક કરી નાંખવાની ભાવનાઓ તે સેવે છે, નિરાશ થાય છે. પછડાય છે, અથડાય છે. તેનું વ્યકિતત્વ હજી ખીલતું છે. સામાજીક પરિસ્થિતિની વિષમતાઓ, ગરીબાઈ, ભાવીની અનિશ્ચિતતા વગેરે તેને અકળાવે છે. લક્ષ્મીપૂજાના આ યુગમાં તેને લક્ષ્મીનંદન પ્રત્યે, જગત સાથે તિરસ્કાર છે, છતાં માણસની કીંમત આંકવાનું એ એક જ મૂલ્ય જગતે સ્વીકાર્યું હોઈ લક્ષ્મી પાછળ તે પણ દોડે છે. જેનો પિતે તિરસ્કાર કરે છે તે જ પ્રાપ્ત કરવાના સ્વપ્નાં સેવે છે. તે ભાવનાશીલ છે, કોઈકે તરંગી છે, આવેગમય છે, વિદ્યાથીનું વર્તન સમજવા આ બધી હકીકતે લક્ષમાં રાખવાની જરૂર છે.
આજના વિદ્યાર્થીનું એક ખાસ લક્ષણ હોય તે તે દંભને અભાવ છે. તેને દંભ પ્રત્યે તિરસ્કાર છે. તેને દંભી શિષ્ટાચારે ગમતા નથી. વિવેકને નામે દંભને આશ્રય લેવાવાળાઓ પ્રત્યે તેને અણગમો છે. પણ પિતાનામાં દંભ નથી એ દાખવવા જતાં તેનું વર્તન કેટલીક વખત અવિવેકી અને ઉધ્ધત થઈ જાય છે. દંભ ન હોવા છતાં વિવેક જાળવે તે કળા હજી
વિદ્યાર્થી શીખ્યો નથી. તેને માટે આત્મવિશ્વાસ જોઈએ, નિડરતા જોઈએ. વિદ્યાર્થી હજી તે પુરી રીતે કેળવી શક નથી. તેનું વર્તન સ્વભાવિક નથી. તેનામાં હિનભાવ (Inferiority
Complex) ખૂબ છે. તેને ઢાંકવા તે પિતાના વર્તનમાં વેગ ' મૂકે છે. તેમાં પોતે પણ તણાય છે. ,
બીજું આજના વિદ્યાર્થીમાં જીવનને ઉલ્લાસ (Love of Life) પુષ્કળ છે. તેને સમૃદ્ધ અને વિવિધ જીવન જીવવું છે. ગરીબાઈ પ્રભુને પ્યારી હશે! આજના વિધાર્થીને તે નથી જ. પરભવને માટે આ ભવે કષ્ટ સહન કરવા એ તૈયાર નથી. જુના જમાનાના માણસે ભોગવિલાસમાં પૂરા રચ્યાપચ્યા રહેતા હોય તે પણ તેનાં ઉપર ધર્મ અને નીતિને આ૫ દાખવી શકે છે. વિદ્યાર્થી એ કઈ દંભ કરવા તૈયાર નથી. તેનું જીવનનું ધોરણ ઉંચું છે. જીવનની જરૂરીઆતે ઓછી કરવામાં તે માનતા નથી. તે ઘણી વખત બેશરમ દેખાય છે. અહીં પણ વિધાથી બીજે છેડે જતા હોય તેવું જણાય છે. તેણે સમતા નથી મેળવી. રૂઢિબન્ધનની જડતા તેને તેડવી છે, પણ બીજું કોઈ ધારણુ તે હજી નક્કી કરી શક્યો નથી. જીવનના ઉલ્લાસને નામે, કળાને નામે, તે નીતિના સિધ્ધાંતને અવગણતા જણાય છે. તેનામાં સાહસવૃત્તિ ખૂબ છે, પણ સાચી નિડરતા નથી. તેનામાં અભિમાન છે, સાચું સ્વમાન કેળવી શક્ય નથી. સમાજની વિષમતાઓ તેને ઘેરે છે તેમાંથી તે છુટી શકતા નથી, છતાં છુટવા સતત પ્રયત્ન કરે છે. લક્ષ્મીનંદને પ્રત્યે તેને તિરસ્કાર છે, છતાં લક્ષ્મી મેળવવા તેનાં વલખાં છે. અત્યારે જેમ પહેરવેશ ઢિીલો થઈ ગયું છે તેમ વિચારો પણ ઢીલા થઈ ગયાં છે.
વિધાર્થીએ આમાંથી છુટવું જ જોઈએ. પિતાની વૃત્તિએનું બારીકાઈથી પૃથક્કરણ કરવું જોઈએ. વૈજ્ઞાનિક જેટલી ઝીણવટથી પદાર્થોનું પૃથક્કરણ કરે છે તેટલી જ ઝીણવટથી પિતાની વૃત્તિઓનું પૃથક્કરણ કરી પોતાના વર્તનનું મૂળ તેણે શોધવું જોઈએ અને પિતાનું દયેય અને વર્તનનું રણ નક્કી કરવું જોઈએ. સુકાન વિનાના નાવ પેઠે ઘસડાયે ન ચાલે. પિતાનાં આચાર વિચારનાં ધેરણો ઘડવાં જોઈએ. તેના સિધ્ધાંતે નકકી કરવા રહ્યા. જુનાં મૂલ્ય માન્ય ન હોય તો નવાં મૂલ્ય નકકી કરવાં રહ્યાં. પતંગને ઉડવા જેમ દેરીની જરૂર છે, નદીને વહેવાં જેમ કાઠાંની જરૂર છે તેમ જીવન માટે ધ્યેય અને ધોરણની જરૂર છે. પિતાનું જીવન સ્વાયત્ત બનાવવું રહ્યું. ક્ષણિક આવેગેને વશ બની પરાધીનપણે જીવવું એમાં જીવનને આનંદ નથી. વિદ્યાર્થી ઉપર વિશેષ જવાબદારી છે. પોતે મહા સમુદ્રમાં એક બિન્દુ માત્ર છે અને પોતે શું કરી શકે એવી પામરતા ન રહેવી જોઈએ. પિતે ગમે તેવા નાના ક્ષેત્રમાં હોય તે પણ પોતાના વર્તનનું ધોરણ નકકી કરવું અને તે મુજબ વર્તવું. વિદ્યાર્થીઓની ટીકા કરવાવાળાઓએ જેમ વિધાર્થીની પરિસ્થિતિને ખ્યાલ કરવાની જરૂર છે તેમ વિદ્યાર્થીઓએ પોતે પણું પિતાને વિચાર કરવો રહે છે. નિર્દભ હોય છતાં અવિવેકી થવાની જરૂર નથી, જીવનને ઉલ્લાસ હોય છતાં અસંયમી થવાની જરૂર નથી સ્વમાની હોય છતાં અભિમાની થવાની જરૂર નથી, નિડર અને સાહસિક હોય છતાં બીનજવાબદાર અને બેદરકાર થવાની જરૂર નથી, નમ્ર હોય છતાં પામર થવાની જરૂર નથી.
આજના વિદ્યાર્થી ઉપર અને પિતાને ખૂબ શ્રધ્ધા છે. તેના વિષે જેઓ નિરાશ છે તેમની સાથે હું બીલકુલ સંમત નથી. હું તેવાઓને નમ્રપણે સુચવું છું કે વિદ્યાર્થીના માનસને સમજવા પ્રયત્ન કરી તેને તે મદદ કરશે તે તેઓ જુદાંજ પરિણામે મેળવશે.* 0 ચીમનલાલ ચકુભાઈ શાહ.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આપેલા વ્યાખ્યાનને સાર.