SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પ્રબુદ્ધ જૈન 1 તા. ૩૦-૯-૪૦ વોિ-ન્યાયશાસ્ત્રીઓ અન્યાય અટકાવી સત્ય ન્યાય અપા- • વવા અને નિર્દોષને બચાવવા ધર્મ દલાલી કરતા. રોકડિયા કે , નાણાના સગા નહોતા. સાહિત્યાદિકના અભ્યાસીઓ પ્રજાની કેળવણીના ક્ષેત્રે સંભાળતા. પ્રજા અને રાજાની શુદ્ધિ રાખવાનું ગુરૂ કાર્ય કરી પ્રજા અને રાજા વચ્ચે જોડનારી કડી જેવા રહેતા અને પ્રજાની નીતિનું જતન કરતા. રોટલા માટે સૌને ખેતીવાડી હતી જેમાંથી જરૂરિયાત પ્રમાણે બધું મળી રહેતું. સંતોષ અને સાદાઈ તથા સંગ્રહ તરફ દુર્લક્ષ હોવાથી તેઓની શાન્તવૃત્તિ વિપથગામી થતી જ નહિ. હુન્નર ઉદ્યોગના માટે ખાસ કેળવણી તે વખતે નહોતી અપાતી. સૌને હુન્નર કે કળા કૌશલ્ય વારસામાં ઉતરતા અને કેળવણી ગૃહમાં મળતી. તે વખતે સમાજમાં ગુણ કર્મ અનુ- સાર ચાર જ મુખ્ય વર્ણો હતા. એટલે સૌ પોતપોતાના ક્ષેત્રમાં કુશળતા મેળવતા, સમાજની જરૂરિયાત પૂરી પાડતા, પેટ ભરતા અને તેમને તેમાં રચ્યાપચ્યા રહીને કળાને આગળને આગળ વધારતા, સૌ પોતપોતાના વર્ણાશ્રમ ધર્મ અનુસાર દેશને ચરણે પિતાની શક્તિ સમપી અખીલ રાષ્ટ્રને ઉજવળ રાખતા. આ વ્યવસ્થાથી દરેક વિધાર્થી પહેલ કેળવણી લઈને શું કરવું તે જાણી શકતે. આજે વર્ણાશ્રમની વ્યવસ્થા વખાણી છે. કુળના ઉતરી આવેલા સંસ્કારને ઉપયોગ થતો બંધ થયો છે એટલે ભણીને શું કરવું ? તેને નિર્ણય ભણતર પૂરું કર્યા પછી જ કરવાનું રહે છે. એક હેતુ મનમાં ધારીને કામ કરવું અને કામ પૂરું થયા પછી હેતુ ધારે તે બન્ને વચ્ચે રહેલો તફાવત આજે પ્રાચીન અર્વાચીન કેળવણીની પદ્ધતિમાં છે. દાખલા તરીકે દરજીને દિકરે પિતાના ઘરમાં દરજી કામ ઘણાં વર્ષ સુધી જે જોઈને તેજ સંસ્કારમાં રૂઢ થયેલ હોય છે. છતાં આ સંસ્કારને ઉપયોગ ન કરતાં તદ્દન નવીન વકીલાતને ધંધે લઈ બેસે છે એટલે તેને તેના સંસ્કાર મેળવતા પણ લાંબો વખત લાગે. વૈદને દિકરે હમેશાં ઘરમાં દર્દ અને દદી, ઉપચાર અને ઔષધથી ટેવાયેલો હોય તે ટેવ, તે નિરીક્ષણ, તે સંસ્કાર ભવિષ્યમાં તેને કામ લાગતા નથી; કારણ કે તે વૈદ થવાને બદલે ઈન્જનિયર થઈ બેસે છે. વડિલેએ વસાવેલાં અમૂલ્ય સાધનોનો ઉપયોગ પણ તે કરી શકતા નથી. આ આજની કેળવણીની તાસીર ? તે ઉપરાંત આજે કેળવણીના ક્ષેત્રમાં એકજ માપથી બધા વિધાર્થીઓની શકિત અપાવા લાગી છે. બાળકોનું કુદરતી વલણ કઈ દિશામાં ઢળે છે તે ભાગ્યે જ જોવામાં આવે છે. કોઈને નથી આપવામાં આવતી નહિ રવાથી વિદાઈ માટે કોઈ વિશિષ્ટ ખીલવણીને સ્થાન રહ્યું જ નથી. વિશિષ્ટ શકિત સિવાય ખાસ આદર્શ કે દયેય પણ શું હોય ? આજે તે છેલ્લી ઘડી સુધી વ્યાપારી, ખેડુત, કારીગર, વણકર કે ક્ષત્રીયોને પ્રિય કે અપ્રિય, જરૂરના કે બીનજરૂરી, વિધાર્થીથી સાધ્ય કે અસાધ્ય, તેના દેશને અનુકુલ કે પ્રતિકુલ બધા વિષયની પાછળ કાળક્ષેપ અને શકિતવ્યય કરવામાં આવે છે: તેથીજ આપણી શાળાની કેળવણીને ગૃહવ્યવસ્થામાં બહુજ નજી ઉપયોગ થઈ શકે છે. પિતાના ઉપયોગની ખાતર બહુ • ભેડા ભણતા હોય તેમ લાગે છે, સૌને બીજા માટે જ ભણવું હોય કે ભણીને ભૂલવું હોય તેમ દેખાય છે. પરિણામે ડુંગર ખાદીને ઉંદર જ કઢાય છે. આજે ભુમિનિમાં નિપુણ વિદ્યાર્થી પોતાના ગૃહમાં ભૂમિતિને ઉપયોગ કરી શકતા નથી. મેટા સિધ્ધાંતે સિદ્ધ કરનાર પથારી કે ચેપ- ડીઓ સરળતાથી ઓછા સ્થળમાં ગોઠવી જાણતા નથી. કારણ કે તેણે સૂત્રો ગોખ્યા છે પરીક્ષા માટે કે ભવિષ્યમાં બીજાને શીખવવા માટે ! પિતા માટે કંઈ ઉપયોગ વિચાર્યું જ નથી ! વિષયનું ખરૂં હાર્દ તે સમયે જ હોતા નથી. કેમીસ્ટ્રીને કેટલો ઉપયોગ આજે આપણા વિધાર્થીઓ કરે છે ? શરીરરચના અને રાકના તત્વોને અભ્યાસ કરનાર ખરા તો પિતાના પડ માટે વાપરી જાણતા નથી ! ગણિતશાસ્ત્રને અભ્યાસી આવક જાવકને ખરે ખ્યાલ બાંધી દિવાળામાંથી બચવા જરા પણ તૈયાર નથી. આ આપણી કેળવણી ! ત્યાં પ્રશ્ન પણ કેમ પૂછી શકાય કે “ ભણીને કરશે શું ?” અધુરી અને અપૂર્ણ કેળવણી લીધા પછી તેના ઉપયોગ માટે અનિવાર્ય મૂડીની ખામીથી કેળવણીની પાછળ કોઈ ખ્યાલ-દયેયને સ્થાન નથી. જુના નવાની આ સરખામણી એટલે આપણા પ્રશ્નનો ઉત્તર મળી ગયું તેમ નથી. અત્યારના સંજોગે, સાધન, અને સ્થિતિ જોઈને વિચાર કરે જ્હો કે “ભણીને કરશું શું?” - કેળવણી એક સાધન છે તે દ્વારા આપણે સુખ અને શાન્તિ મેળવવા માંગીએ છીએ. પછી તે સંજોગ અને સમયને લીધે આપણે ગમે તે સ્થાનમાં મૂકાઈએ તે અતિ મહત્વની બાબત નથી. “સુખ અને શાન્તિ” કોઈ સ્વાથી કે એકલપેટે વિચાર નથી. ખરાં સુખ અને શાન્તિને આપણે સમજીએ તે જણાયા વિના નજ રહે કે ખરાં વ્યક્તિગત સુખ અને શાન્તિ અનેકનાં સુખ અને શાન્તિ સાથે જોડાયેલાં છે. આજુબાજુના જેટલા સુખી અને શાન્તિમય હશે તેટલા જ આપણે રહેવાના છીએ. ધારો કે એક માણસ સુખી અને શાતિમય છે, પણ કુટુંબની અન્ય વ્યક્તિએ તેવી નથી તો તે માણસ ખરા સુખનો સ્વાદ લઈ શકશે? ધારો કે તે કુટુંબ આખું સુખી, શાન્તિમય અને સંસ્કારી છે. પણ તેને સમાજ બહુજ કલમય અને કુસંસ્કારી છે તે તે કુટુંબ સુખે જંપી શકશે ? તે માણસે પિતાના સુખ અને શાન્તિ માટે કુટુંબને, કુટુંબે સમાજને તેવી જ સ્થિતિમાં લાવવા પડશે! એક વ્યક્તિના સુખ અને શાન્તિને 'આધાર કુટુંબ ઉપર, સમાજ ઉપર, ગામ ઉપર અને છેવટે રાષ્ટ્ર, ઉપર રહેલો છે. એટલે આપણી કેળવણીને હેતુ તે રાષ્ટ્રના સુખ શાન્તિ વધારવામાં જ પરિણમે છે ! આપણા ભણતરને ભણીને ભૂલવા જેટલો જ કે અન્ય માટે જ ઉપયોગ કરવા જેટલો હેતુ નથી. જે જે ભણતર ભણીએ, જે જે કળાનું શિક્ષણ આપણે મેળવીએ, જે જે સત્યા કેળવણી દ્વારા આપણે જાણીએ, તેને જગત લાભ ઉઠાવે કે નહિ તે જોયા વિના પહેલા ઉપગ આપણે પંડથી શરૂ કરી વિશ્વ સુધી લંબાવ રહે છે. જેનો ઉપયોગ આપણે ન કરીએ તેને જગત કદી નહિ કરી શકે ; દરેકે દરેક વિષય આપણા પિતાના ઉપયોગમાં લઈ શકાય તેમ છે. છતાં પણ તેનો ઉપયોગ ન કરીએ તો પછી બીજું શ્રેય આપણે કયું ધારી શકીએ ? ભણીને શું કરી શકીએ તે ભણનારે વિચારી લેવું. આપણે આપણી કેળવણીને લાભ બીજાને આપવાનો છે; કારણ કે આપણે આપણા સુખ માટે, સગવડતા માટે અને ખૂદ આપણી હૈયાતી માટે અનેકના દેવાદાર છીએ. આપણા માટે અનેકે પિતાને ફાળે આપ્યું છે. આ બધાનાં દેણ દેવાનાં છે. જેમ શક્તિ વધુ પ્રબળ, સાધન 'વધુ વિપુલ તેમ દેશું દેવાની શકિત પણ પ્રબળ બને છે. આ દેણું દેવાની તૈયારીને કાળ તે કામ લાગતા વિલાએ વસાવેલાં અને વોને બદલે માત્ર દળવણીની તાસીર છે 2 જ ઉપયોગ કરી આપો ને જે જે કળાનું શિર 2 છે. આ હેતુની પ્રાપ્તિ માટે ફકત થવાની શક્તિ તે કેળવણીના હેતુ. આ હેતુની પ્રાપ્તિ માટે સાધનરૂપ શકિતને સચય અને વિકાસ તે કેળવણીનું ફળ, “ભણીને શું કરવું ?” તે પ્રશ્નને ઉત્તર. નથી. મેટા સિધ્ધાંતો સિમિતિનો ઉપયોગ કરી રહી
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy