________________
તા. ૧૫-૯૪
નાથજી સાથેના વાર્તાલાપ
[ ગતાંકથી ચાલુ ]
પ્રબુદ્ધ જૈન.
કાકર સમેલન.
એક જ સ્થળે લાંબા વખત સુધી એકને એક કાર્ય કરવાથી જડતા આવી જવાનેા સભવ છે. એને માટે મેં દરેક કાર્યકરો માટે-નેતા માટે પણ–એક સૂચના કરી હતી કે છ બાર મહિને પ્રાંતિક કાર્યકર્તાઓએ એક અનુકુળ સ્થળે પંદર દિવસ માટે એકત્ર થવુ જોઇએ અને પરસ્પર સંપર્ક સાધવા જોઇએ. આ રીતે વિચારવિનિમય કરીને તાજા થઇ કાર્યમાં લાગી જવુ જોઈએ. ગાદીના માહુ.
મારા પ્રત્યેના માનને લીધે તમે મને ગાદીએ બેસાડે, પણ હું એ ગાદી સાથે લઇને ફર્યાં કરૂં, જ્યાં જાઉં ત્યાં ગાદી “ મળે તેમ ઇચ્છું, મનમાં પણ તમારાથી ઉંચે છું તેમ માનુ, મારા દિકરાને પણ એવું માન મળે તેમ ઇચ્છુ તે આજના મહત્તા માકક ગાદીના માન" માટે નાલાયક દર પ્રમાણિક મજુરી.
શ્રમથી અને નિષ્ઠાથી પેદા કરેલ શુદ્ધ મજુરીનુ અન્ન અને અનીતિથી મેળવેલ અન્નમાં કેટલે ફેર છે તે નાનકના એક કિસ્સામાં વર્ણવેલ છે. એમાંથી ચમત્કારને ભાગ ખાદ કરવા. એક શ્રીમંત ઝવેરાત લને અને એક ખેડૂત અનાજ લઇ ગુરૂ નાનક પાસે આવ્યા. એક મુઠ્ઠીમાં રત્ન અને ખીજી મુઠ્ઠીમાં અનાજ લઇ ગુરૂ નાનકે બન્ને હાથની મુઠ્ઠી બંધ કરી, હાથ ઊંચા કરી કહ્યું જુઓ તમારા બન્નેના ધનમાં આટલો ફેર છે.' તે જુએ છે તે ખેડુતના અનાજમાંથી દુધની શેર છુટી અને રત્નમાંથી લેાહીની ધાર. પ્રમાણિક નજુરીથી જ સમાજ ટકી શકે અને શાંતિપૂર્વક સૌ માનવી જીવી શકે.
બ્રહ્માનંદના ભ્રમ.
સમાજને ઉપયોગી હેાય તેવા ધધામાંથી જ આજીવિકા મેળવવી એ વ્યાજબી છે. કાઇ કહેશે મને તે। સંગીતમાં જ નિમ્નનંદ પ્રગટે છે. માટે એમાંથી આવિકા મેળવીશ. જો એ સંગીત સમાજને ખરેખર શુભ તરફ લઇ જનારૂ હાય તે તેમાં ગેરવ્યાજબી જેવું કશુંજ નથી. પણ એ કેવળ મનેારજન જ હોય તે તે નિરક છે. એક વખત એક સંગીતશાસ્ત્રી મને મળ્યા હતા. તેઓ ઉસ્તાદ હતા. એક એ ચીજ ગાઇને મને કહે “કયાંજી, આપકો સંગીતકા કૈસા શૌખ હૈ ?” મે કહ્યુ બહેાત નહિં ”! “અરે છે, છે, મુઝે તે સંગીત મે બ્રહ્માનંદ ભિન્નતા હું, ” સંગીત પુરૂ થયું. તબુરા નીચે મુકો. ચા પીવા લાગ્યા ચામાં સાકર થોડી ઓછી પડેલી. ઉસ્તાદ એકદમ પોતાની સ્ત્રી ઉપર ખીજાયા, જાણે કે દુર્વાસા જોઇ લ્યા. મેં ધીમેથી કહ્યું “કયાં. આપકા બ્રહ્માનંદ અસા કૈસા હું ? શક્કર કમતી હુ તે એકદમ ચલા ગયા ?” આમ આપણી પરીક્ષા આપણે કરવી જોઇએ. આનંદ અને સંતાષના પ્રથમ કહ્યો તે ભેદ સમજાવા જોઇએ, નહિંતર ભ્રમ પેદા થાય. પ્રાર્થના કેમ અને કયારે કરવી ?
પ્રાર્થના સમયે ટટ્ટાર બેસવુ જોઇએ. એથી જ્ઞાનતંતુઓની ગતિ ઉઘ્ન થાય છે. સુતાં સુતાં ઉંધ આવી જવાના સંભવ છે. પ્રાતઃકાળમાં ઉદ્દેવું સારૂ છે. પણ છે સાત કલાક ઊંધ પુરી કરવા માટે એટલા વહેલા સુઇ જવાની જરૂર છે. જાગી ગયા પછી આળસ કરીને પડયા રહેવું સારૂ
૯૫
નહિં. આળસ ન કરવી. સ્ફુર્તિ અને નવચેતનને અનુભવ થાય તે જાણવું કે ઉંધ પુરી થઇ છે. આળસુને સુસ્તી રહ્યા કરે છે. કાસી ઉધવાળાને આંખો બળે છે, શરીર ભારે લાગે છે. પતિ પત્નીના પ્રમા.
પત્નીના વિવેધ : અમુક હદ સુધી સહન થઇ શકે છે અથવા તેા સહન કરવા જોઇએ. તેને સંસ્કાર, જ્ઞાન, વાતાવરણ તથા વિચાર। મેળવવાની તક વગેરે આપણી સાથે સરખાવતાં ધણું જુજ હાય છે, એટલે તેના મતભેદ સહી લેવાની જરૂર છે. પરંતુ અતિશય આગ્રહી સ્વભાવ હોય તે। અને પરસ્પરના ઘર્ષણથી ઘરમાં કે કામમાં ભલીવાર થતી ન હેાય અને ઉન્નતિ રાકાતી હોય તે તેને સ્વાવલંબી બનાવવી અને જુદા રહેવાની તેની ઇચ્છા હાય તે। જુદા રહેવાની તેને સગવડ કરી આપવી. મને આશ્રમવાસીઓના અનેક કુટુમ્બેના અનુભવે છે. સ્ત્રીએ માટે ભાગે સંકુચિત વિચારની હાય છે. તેમને ઉપર કહ્યું તેમ નવા વિચારો ઝીલવાની તક મળતી નથી હેતી. એટલે પ્રથમ અને ઉત્તમ માર્ગ તેને સ્વભાવ સહન કરી તેને સન્માર્ગે વાળવાના છે. ન છુટકે જ જુદા રહેવાની સ્થિતિ સુધી પહોંચવાનુ છે. પતિ ઉપર પોતાના જેટલા હક છે તેટલે જ તેની માતાને, પિતાના, બાના, બહેનના, મિત્રને, રાષ્ટ્રના છે એ વસ્તુ પત્નીએ સમજવી ઘટે છે. પતિ નિશાળે કે ટયુશન માટે આખો વખત બહાર રહેશે તેા પત્નીને ગુસ્સા નહિં આવે, પણ આશ્રમમાં કે પરાપકારાર્થે બહાર રહેશે તા એ ખીજાશે. આમાં સ્વાર્થ સિવાય ખીજું કશું નથી. પોતાની પત્નીને ખારાક, પોષાક, આશ્રય, બુધ્ધિ અને મનના વિકાસની સગવડ આપવી આટલી પતિની જવાબદારી છે. જરૂરીયાતનું ધારણ સંસ્કાર તથા ઉછેર મુજબ ક્રિક થઈ શકે છે. ગામડાનુ અને શહેરનું, ગરીબ વર્ગનુ અને મધ્યમ વર્ગનું, શ્રમજીવીનું અને બુધ્ધિજીવીનું જરૂરિયાતાનું ધારણ અલગ હોય છે. તૃષ્ણાને અન્ત નથી એટલે એની મર્યાદા કયાં અને કેટલી બાંધવી તે પોતે નિકક કરવુ જોઇએ. પત્નીને કર્યા અન્યાય થાય છે, પોતે કર્યાં નબળાથી વશ થાય છે. અને કયાં પોતે અધર્મને માર્ગે ચાલે છે એ સૌ કોઈ જાણે છે. એમાં બીજાનો મત નકામા છે.
નહિં
જોડે કયાં ડખે છે એ ગમે તેટલો કુશળ મેાચી હશે તેય જાણી શકે. એ તે પહેરનારને જ કહેવુ પડે છે. કુશળ ડાકટર પણ કર્યાં દુઃખે તે કહ્યા વિના જાણી શકતા નથી. કજીયાની પતાવટ.
કયાની પતાવટ જે સ્થળે કયા થયા હાય ત્યાં થઇ શકતી નથી. ઘર બહાર અન્ય સ્થળે જવાથી જદ્ધિ પતી જાય. છે. થોડા વખત જુદા વાતાવરણમાં રહેવાથી અલગ નિવાસ રાખવાથી--અન્યોન્ય પ્રત્યે તથા કજીયાના કારણ વિષે તટસ્થ વિચાર થઇ શકે છે.
વર્ધા યાજના.
વર્લ્ડ ચેોજનામાં મૂળ વસ્તુ ઉદ્યોગ દ્વારા બુદ્ધિવિકાસ છે. પદાર્થ સાથેનું જ્ઞાન એજ ખરૂ જ્ઞાન છે. પોતાનુ ભણતર પુસ્તકમાંથી કે ગુરૂમુખેથી ન આપતાં પોતાની અંદર પડેલી બુદ્ધિને આપ મેળે વિકસવાની તક મળે તેવા ઉદ્યોગ મારફત આપવુ એ વર્ધા કેળવણીને મુખ્ય હેતુ છે. ભૂંગાળનું શિક્ષણુ નકશાદ્રારા ન આપતાં સો માઈલના પ્રવાસ વિદ્યાર્થીઓને કરાવવા જેથી નદી, પર્વત, દિશા, સૂર્ય, ચંદ્ર, તારા, સમુદ્ર વગેરે વિદ્યાર્થીએને પ્રત્યક્ષ થાય અને વનસ્પતિ, પક્ષી, તેમજ પશુસૃષ્ટિને વિધાર્થી એ ઓળખતાં અને સમજતાં શિખે.