SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ તા. ૧૧-૯-૪ યુદ્ધ જૈન કરવાની ઈચ્છા રાખતા દેશના બધા તત્વા ઉપર પ્રાણધાતક ફટકા મારનારી છે” એવા કારોબારી સમિતિના અભિપ્રાય છે. વિશેષમાં કોંગ્રેસે કાઇ પણ લઘુમતી ઉપર બાણુ લાવવાના કદિ વિચાર સરખા કર્યો નથી, તેમજ બ્રીટીશ સરકારને આભ કરવાનુ કૉંગ્રેસે કર્દિ સૂચવ્યું નથી. આમ છતાં હિંદની પ્રજાના યોગ્ય રીતે ચુટાયલા પ્રતિનિધિઓની બનેલી લોકપ્રતિનિધિ સભાારા દેશના બંધારણનું આખરી નિરાકરણ કરવાની કોંગ્રેસની માંગણીને દબાણ તરીકે જણાવીને ખેાટી રજુઆત કરવામાં આવી છે અને લઘુમતીઓના પ્રશ્નને હિંદની પ્રગતિ માટે મહાન અતરાયસમેા બનાવી દેવામાં આવ્યા છે એ જાણીને કારાબારી સમિતિને ભારે ખેદ થાય છે. લાગતાવળગતા લઘુમતી પક્ષાના ચુટાયેલા પ્રતિનિધિઓ સાથે એકમતી સ્થાપીને લઘુમતી વર્ગોના વ્યાજખ્ખી હકકાને પુરેપુરૂં રક્ષણ આપવામાં આવશે એવા રાષ્ટ્રીય મહાસભાએ રાવ કર્યો છે. પરિણામે કારાબારી સમિતિ એવા નિણુંય ઉપર આવ્યા વિના રહી શકતી નથી કે બ્રીટીશ સરકાર વતી કરવામાં આવેલાં આ નિવેદમાં જે વલણ વ્યકત થાય છે તે વલણુ, હિંદની રાષ્ટ્રીય વનમાં મતભેદો - ઉત્પન્ન કરવાને અને ચાલુ મતભેદે જાળવી રાખવાને અને તેમને તીવ્ર બનાવવાને બ્રીટીશ સત્તાધીશો એકધારા ચાલુ યત્નો કરી રહેલા છે એવી હિંદમાં ફેલાઇ રહેલી લાગણીને ટેકે આપે છે. રાષ્ટ્રીય મહાસભાની કારખારી સમિતિએ ના. વાઇસરોયની જાહેરાત ઉપર કરેલા ઠરાવ [આ ઠરાવ ખરી રીતે આગળના અંકમાં પ્રગટ થવા જોઇતા હતા, પણ એ અ’કમાં અવકાશના અભાવે પ્રગટ કરવા રહી ગયેા હતેા. આજે એજ ઠરાવ ઉપર અખિલ હિં‘મહારાભ! સમિતિ મુબઈમાં એકત્ર થતીહાવાથી એ હરાવની વિગતા પ્રબુદ્ધ જૈન' ના વાંચકોના ધ્યાન ઉપર રહે એ ષ્ટિએ એ રાવનુ” પ્રકાશન આજે પણ ઉપયોગી છે એમ ધારી પ્રગટ કરવામાં આવે છે. તંત્રી.] ના. વાઇસરોયે ઓગસ્ટની આઝમી તારીખે બ્રીટીશ સરકારની સત્તા સાથે કરેલી જાહેરાત અને તેની વિશેષ સમજુતી આપતું હિંદી સચિવે આમની સભામાં કરેલું ઓગસ્ટની ૨૪ મી તારીખનુ ભાષણ–બન્ને કારાબારી સમિતિએ વાંચ્યાં છે. વર્તમાન મડાગાંઠના ઉકેલ માટે અને હિંદી રાષ્ટ્રીય મહાસભા પેાતાને અસહકાર પાછા ખેંચી લે અને હાલના કટોકટીના સમયમાં હિંદના તંત્રસંચાલન અને રક્ષણના વિષયમાં હિંદના તમામ લોકોનો સહકાર મેળવી આપવાને શક્તિમાન થાય એ માટે પૂના ખાતે મળેલી અખિલ હિંદ મહાસભા સમિતિએ કરેલા ૨૮ મી જુલાઇના ડરાવમાં જે વ્યવહારૂ સૂચનાએ અને મિત્રાચારીભરી દરખાસ્ત કરી હતી તેને અંગ્રેજ સરકાર તરફથી જે અસ્વીકાર કરવામાં આવ્યા છે તેની કારોબારી સમિતિ ખેદપૂર્વક નોંધ લે છે. બ્રીટીશ સરકાર તરફથી થયેલી જાહેરાત અને તે ઉપરનાં નિવેદનો અને ભાષા વાંચીને કારાબારી સમિતિએ દુ:ખ અને રાષ અનુભવ્યાં છે. આ જાતનાં નિવેદનામાં હિંદના સંપૂર્ણ સ્વાતંત્ર્યના સ્વાભાવિક હકકને ઇન્કાર કરવાના પ્રયત્ન વ્યકત થાય છે અને હિંદના રાજકાજમાં બ્રીટનનું વર્ચસ્વ કાયમ રહેવુ જોઈએ એવા દાવાઓનું કરીને સમર્થન કરવામાં આવ્યું છે હિંદને વહેલી તકે બ્રીટીશ કોમનવેલ્થ ( પ્રજાસધ )ના એક સ્વતંત્ર અને સમાન એકમ તરીકે સ્વીકારવાના તેમના વચનને આ દાવાએ પેાકળ અને અર્થ વિનાના બનાવી મુકે છે. આ દાવા અને દુનિયામાં આજ કાલ બની રહેલા બનાવે કારોબારી સિમતિની ચાલુ માન્યતાને મજબુત કરે છે કે શાહીવાદી સતાના વર્તુલની અંદર રહીને હિંદ પેાતાના સ્વતંત્ર વહીવટ કરી શકે તેમ છે જ નહિં અને તે માટે તે હિંદે સ્વાધીન અને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો મેળવવા જ રહ્યો. આમ કરવાથી વિશ્વની શાન્તિ અને પ્રતિ અર્થે રચાતા કોઇ પણ અન્ય રાષ્ટ્રોના પ્રજાસધમાં જોડાવામાં અને સક્રિય ભાગ લેવામાં હિંદને કશે। અન્તરાય કે અટકાયત નડવાની જ નથી. “ બ્રીટીશ સરકારવતી કરવામાં આવેલા નિવેદનમાં એવુ પ્રતિપાદન કરવામાં આવ્યુ છે કે હિંદી જનતાના ચુંટાયેલા પ્રતિનિધિઓની તરફેણમાં જઇને બ્રીટીશ સરકાર પોતાની સત્તા અને જવાબદારીને ત્યાગ કરશે નહિ અને તેથી જ્યાં સુધી રાજસ્થાની પ્રજાથી જુદા એવા નરેન્દ્રો અથવા તે। સામાન્ય પ્રજા માંહેના એવા કોઇ પણ વર્ગ અથવા તે પરદેશના સ્થાપિત હિતા હિંદી જનતામાંથી ચુંટાયેલા પ્રતિનિધિએએ ઘડી કાઢેલા કોઇ પણ બંધારણ સામે વાંધા ઉઠાવતા હશે ત્યાં સુધી દેશની વર્તમાન આપખુદ અને બીનજવાબદાર વહીવટ પધ્ધતિ ચાલુ જ રહેશે. બ્રીટીશ સરકારની આવા પ્રકારની જાહેરાત પ્રજાગણી વચ્ચે કુસપ અને ઝગડાની ઉÛરણી સમાન જ છે અને અંદર અંદર ભળીને સમાધાન સાધવાની અને બધા પક્ષેાના વ્યાજબી દાવાઓનું યોગ્ય નિરાકરણ ૧૯૧૯ ના હિંદી બંધારણ અનુસાર રચાયેલી વર્તમાન મધ્યસ્થ ધારાસભાના જુદા જુદા ચુટાયેલા મંડળેાનો વિશ્વાસ ધરાવતા સભ્યની બનેલી એક કામચલાઉ રાષ્ટ્રીય સરકાર રચવાની કેંગ્રેસે માગણી કરી છે, પરંતુ હિંદીવજીરે આ માગણીને ‘અણુઉકેલ બંધારણીય પ્રશ્ન ઉપસ્થિત કરશે' એમ કહી સ્વીકારી નથી અને તપાસ કર્યા વિના એ માગણી લઘુમતીની વિરૂદ્ધ છે અને બહુમતીની તરફેણમાં જનારી છે એવી સરકારી જાહેરાતમાં ટીકા કરવામાં આવી છે એ હકીકતની કારોબારી સમિતિ આશ્ચર્ય સાથે નોંધ લે છે. કારોબારી સમિતિના અભિપ્રાય છે કે કોંગ્રેસની દરખાસ્તાના અસ્વીકાર કરીને બ્રીટીશ સરકારે સ્પષ્ટપણે બતાવી આપ્યું છે કે યુદ્ધ પ્રયત્નામાં સહકાર મેળવવાના તાત્કાલીક હેતુ માટે પણ બ્રીટીશ સરકાર હિંદપરની કોઇ પણ સત્તા છેડવાની ઇચ્છા રાખતી નથી. એમ લાગે છે કે લેાકશાહી પદ્ધતિદ્વારા પેાતાના દેશનું પોતાના હાથે જ તંત્ર ચલાવવાના હિંદીજનતાના અધિકારને માન્ય રાખવાની દિશાએ કઇ પણ આપવાને બદલે હિંદની બહુમતીએની ઇચ્છા અને મહત્વાકાંક્ષાની ઈચ્છાના વિધી માણસા અને જુદા પડતા ભડળોના સહકાર મેળવીને પેાતાનુ કામકાજ ચાલુ રાખવાનુ બ્રીટીશ સરકાર વધારે પસંદ કરશે અને આવા કાર્ય માટે પ્રાન્તાનાં અથવા તો મધ્યસ્થ તંત્રમાં ચુંટાયેલા પ્રતિનિધિના સહકાર મેળવવાની બિલકુલ પરવા નહિં કરે. આ બધાં કારણેાને લઇને કારેાબારી સમિતિ એવા નિણૅય ઉપર આવી છે કે બ્રીટીશ સરકાર વતી કરવામાં આવેલાં આ નિવેદને બ્રીટીશ સરકારે પેાતાના યુધ્ધ હેતુઓમાં જાહેર કરેલા લોકશાસનના સિધ્ધાન્તાથી સદંતર વિરૂધ્ધ છે એટલું જ નહિ પરંતુ હિંદુસ્થાનના હિતની પણ વિરૂધ્ધ છે અને તેથી બ્રીટીશ સરકારની આ દરખાસ્તને સ્વીકાર કરવામાં કે એને સ્વીકાર કરવા માટે દેશને સલાહ આપવામાં ગ્રેસ પક્ષકાર બની શકે નહીં. વિશેષમાં કોંગ્રેસની કારાબારી સમિતિ માને છે કે આ સરકારી જાહેરાતા અને દરખાસ્ત કોંગ્રેસની માંગણીને જરાય પહોંચી વળતી નથી, એટલુંજ નહિ પણ સ્વતંત્ર અને સંયુક્ત હિંદના વિકાસનાર્ગમાં ભારે અંતરાઇ રૂપ થઇ પડે તેમ છે. તેથી જાહેર સભા ભરીને તેમજ બીજી રીતે તથા પ્રાન્તિક ધારાસભામાં પોતાના ચુટાયલા પ્રતિનિધિદ્વારા બ્રીટીશ સરકારની આવી વલણુને વખાડી કાઢવાની હિન્દી જનનાને કારોબારી સમિતિ હાકલ કરે છે.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy