SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૮-૪૦ પ્રબુધ જૈન “કારને પિતાને ત્યાં આમંત્રી વ્યાખ્યાનમાળા શરૂ કરી છે. તેને પધ્ધતિસર ગોઠવવા માટે પંડિત સુખલાલજીને ખાસ આગ્રહપૂર્વક બેલાવવાથી તેઓશ્રી ત્યાં ગયા હતા. ઉપરાંત મુંબઈમાં કચ્છી વિ. એ. ભૂતપુર્વ વિધાથી મંડળે માંડવી પર કચ્છી ભાઈએ વધુ લાભ લે તે માટે એક વ્યાખ્યાનમાળા ગોઠવી હતી. શ્રી માલેગાવ ખાતે - ત્યાંના ઉત્સાહી ભાઈઓએ પણ આવી જ વ્યાખ્યાનમાળાની શરૂઆત કરી છે. મુંબઈમાં શ્રીયુત કાન્તિલાલ ઈશ્વરલાલ મેરખીયા છેલ્લાં બે ત્રણ વર્ષથી પિતાના રહેવાના મકાને પંડિત ભગવાનલાલજીને મિલાવી આઠે દિવસ તેમની પાસે જુની પ્રથા અનુસારનાં ધાર્મિક વ્યાખ્યાને અપાવે છે. આ વર્ષે આને લાભ પણુ ઘણુ ભાઈ બહેન નેએ લીધા હતા. વળી આ જાતની વ્યાખ્યાનમાળાને ત્રણ વર્ષ પહેલાં જૈન યુગમાં સખ્ત રીતે વિરોધ કરનાર ‘જૈન યુગના તંત્રી ભાઈશ્રી મેહનલાલ દીપચંદ ચોકસીએ આ વ્યાખ્યાનમાળાની જરૂરીઆત હવે પીછાણી તેને આવકારી છે અને માંડવી પરની વ્યાખ્યાનમાળામાં તેઓશ્રીએ એક વ્યાખ્યાન પણ આપ્યું છે. આવી રીતે શરૂઆતમાં વ્યાખ્યાનમાળાની વિરૂધ્ધતા જેટલા પ્રમાણમાં હતી તે હવે બહુ ઓછી થવા પામી છે એટલે પંડિ. તજીએ દશ વર્ષ પહેલાં વાવેલાં બીને હવે ફળફુલ આવવા લાગ્યાં છે અને હવે એમ સમજાય છે કે થોડા સમય બાદ ઉપાશ્રયમાં રહેતા મુનિરાજોને પિતાનું સ્થાન ટકાવી રાખવા માટે સાવચેતીના ઉપાય તરીકે આગળ વધતા જમાના તરફ ધ્યાન આપવું જ પડશે અને સમાજને રૂચિકર થાય તેવાં વ્યાખ્યાન આપવા માટે જુની રૂઢીમાં ફેરફાર કરવા પડશે. આ માટે તેઓમાંના આત્માર્થી અને વિચારક સાધુઓએ ઉપાશ્રયની બહારની દુનીઓના વિધાનના નિકટ સહવાસમાં આવી પિતાના જ્ઞાનને વધારે કરવો જ પડશે. આ વર્ષે અપાયેલાં જુદા જુદા વ્યાખ્યાનકાના વ્યાખ્યાનથી શ્રોતાઓને ખુબજ સતે થે છે. નાના મેટા વર્ગના શ્રોતાઓની હિરાબાગના હોલમાં સાતે દિવસે ભરચક હાજરી અને સંપૂર્ણ શાંતિના વાતાવરણ ઉપરથી આ બાબતની પ્રતીતિ થાય છે. આ ઉપરાંત છેલ્લે દિવસે ભાંગવાડી થીએટરમાં તેના ખુણે ખુણામાં ગોઠવાઈ ગયેલી માનવમેદની અને થીએટરમાં બહાર સગવડ અગવડ ખમી શાંતિ રાખી ઊભા રહેલા ભાઈઓની હાજરી ઉપરથી પણ આ પ્રવૃત્તિ કેટલી બધી આવકારદાયક બની છે તે જણાઈ આવે છે. આ આપણે આશા રાખીએ કે આવા પ્રકારની પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળા હજુ બીજા અનેક મેટા મેટા સ્થળેએ ઉભી કરવામાં આવશે અને એ રીતે લોકોને પૂર્વ કાળના ધાર્મિક વિચાર સાથે નવા જમાનાના આદર્શો અને ભાવનાઓને વધારે ને વધારે પરિચય આપવામાં આવશે. વિચારક્રાન્તિ વિના જીવનક્રાન્તિ શકય નથી અને લોકેની વિચારક્રાન્તિ સાધવાને આ એક ઉત્તમ ઉપાય છે. તેથી આવી વ્યાખ્યાનમાળાઓને બને તેટલું ઉત્તેજન આપવું અને ન ચાલતી હોય ત્યાં ઉભી કરવી એ આજના જૈન યુવકેનું ખાસ કર્તવ્ય છે. મણિલાલ મોકમચંદ શાહ . કલકત્તામાં પર્યુષણ વ્યાખ્યાનમાળા પર્યુષણ વ્યાખ્યાનમાળાની પ્રથા ફેલાતી જાય છે અને નવા નવા સ્થળે આવી વ્યાખ્યાનમાળા યોજાતી જાય છે એ ખરેખર આનંદજનક છે. કલકત્તાના તરૂણ જેન સથે જેલી માખ્યાનમાળાના વકતાઓ અને વ્યાખ્યાનવિષયે નીચે મુજબ હતા. પંડિત સુખલાલજી પર્યુષણ પર્વનું મહત્વ અને ઉપયોગિતા મહાત્મા ભગવાનદીજી સફળતાની કુંચી શ્રી. ગગનવિહારી મહેતા દેવ અને પુજારી શ્રી. જેનેન્દ્રકુમાર જૈન આચાર્ય વિયેન્દ્ર સૂરી પર્યુષણ પર્વાધિરાજ કર્તવ્ય ડોકટર કાલીદાસ નાગ વિશ્વ સંસ્કૃતિમાં જૈન ધર્મનું સ્થાને શ્રી. વિજ્યસિંહ નાહર મહાવીર જીવન પંડિત સુખલાલજી જૈન શાસ્ત્રોમાં અહિંસાનું વ્યાપક સ્વરૂપ પંડિત દરબારીલાલજી ભગવાન મહાવીરની અહિંસા શ્રી. સતીશચંદ્ર ગુપ્તા અહિંસાનો પુનરૂધ્ધાર શ્રી. જૈનેન્દ્રકુમાર જૈન સીમિત સ્વધર્મ અને અસીમ આદર્શ શ્રીમતી હીરાકુમારી દેવી નારી અને ધર્મ : કાકાસાહેબ કાલેલકર અહિંસા અને વિશ્વવિપ્લવ પંડિત દરબારીલાલજી નિશ્ચય અને વ્યવહાર ધર્મ કાકાસાહેબ કાલેલકર મહાવીર, બુધ્ધ અને ગાંધી - શ્રી. હજારીપ્રસાદ દ્રિવેદી જૈન સાહિત્ય અને આ વ્યાખ્યાનમાળા કેટલા વિસ્તીર્ણ વિચારપ્રદેશને વ્યાપી રહી છે તે દર્શાવવા માટેજ ઉપરની વિગત આપવી જરૂરી ધારી છે. આ રીતે પર્યુષણ વ્યાખ્યાનમાળા સંસ્કારપ્રચારનું એક અતિ મહત્વનું સાધન બની રહેલ છે અને લોક કેળવણીમાં અગત્યની પુરવણી કરી રહી છે. આભાર નિવેદન આ વર્ષની પર્યપણું વ્યાખ્યાનમાળાને સફળ બનાવવામાં . જે અનેક વિદ્વાન અને પંડિતએ અમને સહકાર આપ્યો છે તે સર્વને વ્યકિતગત નિર્દેશ નહિ કરતાં અમે અન્તઃકરણ : પૂર્વક આભાર માનીએ છીએ. સાથે સાથે હીરાબાગના ટ્રસ્ટીએએ શરૂઆતના સાતે દિવસે કશું પણ લવાજમ લીધા વિના '. હીરાબાગના હોલને ઉપગ કરવા દીધું અને ભાંગવાડી થીએ. ' ટરના માલીકે પણ છેલ્લા દિવસની ભવ્ય સભા માટે એજ : રીતે અમને સર્વ પ્રકારની સગવડ કરી આપી તે માટે તે બન્નેને પણ અમે ખૂબ ખૂબ ઉપકાર માનીએ છીએ. - મંત્રીઓ, મુંબઈ જન ચુર્વક સંઘ ખાદી હુંડી અને સંધના સભ્ય તા. ૧૪-૮-૪૦ થી શરૂ થયેલી ગાંધી જયન્તી તા. ૬-૧૦-૪૦ સુધી ચાલશે. આ જયન્તી દરમિયાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ખાદી હુંડીનું વેચાણ કરવાનું કાર્ય હાથ ધર્યું છે. એ વેચાણના શુભ કાર્યમાં સંધના સર્વે સભ્યને બને તેટલો સાથ આપવા વિનંતિ કરવામાં આવે છે. ખાદી રાષ્ટ્રના રચનાત્મક કાર્યક્રમનું એક મહત્ત્વનું અંગ છે. તેમજ અહિંસાની દૃષ્ટિએ ખાદી ખરેખર આદરણીય છે. વેચવા માટે સંઘના મંત્રી શ્રી મણિલાલ મેકમચંદ શાહ પાસેથી સંઘના કોઈપણ સભ્યને જોઈતી હુંડી મળી શકશે. ગયે વર્ષે રૂ. ૨૦૦૦) આસપાસની હુંડીનું વેચાણ કર્યું હતું. આ વર્ષે તે કરતાં બમણું કે ત્રણગણું વેચાણ કરી આપવા માટે સર્વ સભ્યોના શક્ય સહકારની માંગણી કરવામાં આવે છે.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy