________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૯- ૦
તે
આ દુનિયા
જ શકે. નહિ
થઈ જાય. આ
સ્વાર્થો અન્યથી ભિન્ન છે. જો નબળું છું તો સબળ થવા માંગુ છું અને સબળ બનીને અન્ય નબળા દેશ ઉપર આક- મણ કરવાને મરથ સેવું છું. બીજું આજના વિજ્ઞાને માણસ જાતની શકિત ખૂબજ વધારી છે અને એ શક્તિને પચાવવા એગ્ય નૈતિક સાધનામાં અલ્પશકિતવાળા માનવી જેટલી જ આજની માનવજાત પછાત છે. બાળકના હાથમાં તલવાર આવે અને તે અણસમજને વશ થઈને આમ તેમ ફેરવે અને આસપાસના માણસને ઘાયલ કરી બેસે એવી આજે આખી માનવજાતની દશા છે. આજ બાહ્ય અન્તર ઘટયું છે અને સૌ કોઈ એકમેકની સમીપ આવ્યા છે. આજે એક જ માણસ વિજ્ઞાનની મદદ વડે સંખ્યાબંધ માનવીઓને સંહાર કરી શકે છે. આ પરિસ્થિતિને જીરવી શકે એવી માનસિક ઉન્નતિ એટલે કે આધ્યાત્મિક ઉદારતા–વિશાળતા–પ્રેમ આપણામાં હજુ કેળવાયાં નથી પરિણામે આજે તરફ કાતિલ હરીફાઈ અને ઘાતક સંહાર આપણે જોઈ રહ્યા છીએ. પણ આ દુનિયાની ચિરસ્થાયી પરિસ્થિતિ હોઈ ન જ શકે. નહિ તે દુનિયાને સ્વયમેવ જ નાશ થઈ જાય. આજે નવી શકિતનો માનવીને કેફ ચઢયે છે. એ થોડા કાળમાં જ ઉતરશે અને અન્યના રક્ષણમાં જ પિતાનું રક્ષણ રહેલું છે એવી સંરક્ષણની વૃત્તિ જનતાના માનસમાં ઉભી થશે અને ત્યારે જનતા અહિંસા તરફ અભિમુખ બન્યા વિના રહેશે જ નહિ. હિંસા જેટલી આજની સત્ય વસ્તુસ્થિતિ છે તેટલીજ અહિંસા આવતી કાલની નિશ્ચિત ઘટના છે.
આપણે આટલી લાંબી સમાજનાવડે જોયું કે માનવજીવનના ઈતિહાસમાં અહિંસાને વિચાર અને આચાર ઉત્તરોત્તર વિકાસ પામતે ગયો છે માણસનું પ્રવૃત્તિક્ષેત્ર જેમ જેમ વ્યાપક બનતું ગયું છે તેમ તેમ તે ક્ષેત્રને અહિંસાને સંસ્કાર આપવાનો માનવી પ્રયત્ન કરી રહ્યો છે. કેઈ વાર તે આગળ વધ્યું છે તો કોઈ વાર પાછળ પડે છે; પણ અહિંસાનો હમેશને માટે ત્યાગ કરીને તેણે હિંસાની ગુલામી કદિ સ્વીકારી નથી. જ્યાં અહિંસાના વિચારો કે આચારને અવકાશ કે સ્થાન જ ન હોય એમ માનવામાં આવતું ત્યાં અહિંસા માર્ગ કરી રહી છે અને પિતાની પ્રભુતા સિદ્ધ કરી રહી છે. વ્યકિતગત જીવનથી આગળ વધીને સમાજ તેમ જ રાજકારણના પ્રશ્નને અહિંસા સ્પર્શી રહી છે અને રાષ્ટ્રના નવવિધાનમાં અહિંસાને વિચાર પુરે અવ- કાશ પામી રહેલ છે. આજ વિચાર હજુ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિને સ્પર્શ શક્ય નથી. League of Nations-પ્રજા સંધની સ્થાપના આ દિશાએ એક શુભ પ્રયાસ હતે. પણ તે આગળ ફાલ્યો છે. ફુલ્યો નહિ; કારણ કે તે સંધના સૂત્રધારામાં કેવળ સ્વાર્થ અને હિંસાવૃત્તિ ભરેલી હતી અને સુલેહ-શાંતિ-અહિંસાને માત્ર બાહ્યાડંબર જ હતા, પણ કાળાન્તરે સાચા પ્રજાસંધ સ્થપાવાને જ છે અને તે વડે અહિસાના સામ્રાજ્યની સ્થાપના થવાની જ છે. પણ તે ત્યારે જ બનશે કે જ્યારે પ્રત્યેક દેશમાં એક એક ગાંધી પાકશે. આજે ગાંધીજી એકલા છે, અને એક પરાધીન-નિશસ્ત્ર અને અવનત દશામાં ડુબેલા દેશના આગેવાન છે. આવતી કાલે સ્વાધીન અને સશસ્ત્ર દેશ પણ એક એક ગાંધીને જન્માવશે અને પિતાના દેશની પ્રજાને અહિંસાના માર્ગ તરફ વાળશે. એ દિવસ આવશે ત્યારે આજના સંહારક યુદ્ધો ભૂતકાળનાં બની જશે અને પરસ્પરના હિતને પોષક એવી અન્ય સહકારી વિશ્વવ્યવસ્થા જન્મ પામશે.
એ સોનેરી યુગ જસ્ટિથી સમીપ લાવવા માટે આપણે શું કરીએ ? આ પ્રશ્ન જ આપણે હવે વિચાર રહ્યો. સંપૂર્ણ
અહિંસામય જીવન વ્યકિત કે સમષ્ટિ માટે અશકય જ છે. જીવન એટલે જ એક રીતે હિંસા છે. તેથી અહિંસામય જીવન જીવવું એટલે હિંસાથી બને તેટલું નિવૃત્ત જીવન અખત્યાર કરવું. આ રીતે આપણું અંગત જીવનને બને તેટલું અહિં સામય બનાવીએ આપણા સામાજીક જીવનને પણ અહિંસાની દૃષ્ટિએ બને તેટલું નિર્મળ બનાવીએ. જ્યાં જ્યાં આપણા વ્યક્તિગત કે સામાજિક જીવનમાં હિંસા ભરી હોય–અન્ય વર્ગોના વ્યાજબી હક ઉપર અઘટિત આક્રમણ થતું હોય, કોઈ દબાયેલું, અવમાનિત, કે તિરસ્કૃત હોય. અનેક ભુખે મરતા હોય અને માત્ર ગણ્યા ગાંઠયા લોકો વૈભવ મહાલતા હોય–આ સર્વ દિશાએ અહિંસા અને ન્યાયની સ્થાપના કરીએ. આમ આન્તર બાહ્ય અનેક પરિવર્તન સાધીને આપણા રાષ્ટ્રની સમગ્ર વ્યવસ્થાને બને તેટલી અહિંસાપૂર્ણ બનાવીએ આજે આપણને સંન્યવિહોણા રાજ્યતંત્રની ઘટના અવ્યવહારૂ લાગે છે; પણ ઉપર જણાવેલી સાધના સાધતાં સાધતાં આપણે સશકત સ્વાધીન દેશ એ કક્ષાએ પહોંચશે કે જ્યારે અન્ય રાષ્ટ્રોને સહકાર મેળવીને સંન્યવિહેણ રાજ્યતંત્રનું ગાંધીજીનું સ્વપ્ન સાચું પાડશે. ત્યારે પૃથ્વી ઉપર સ્વર્ગ અવતરશે અને અંધકાર હશે ત્યાં સર્વત્ર અજવાળું પ્રગટશે. આજની અન્યાયી વિષમ દ્રવ્યવ્યવસ્થાને અન્ત આવશે અને સર્વત્ર સંતાપ સુખ અને શાશ્વત શાન્તિની સ્થાપના થશે. એ ઉજ્જવલ દિવસની પ્રાર્થના કરતાં કરતાં આપણે અહિંસાના ધર્મના માર્ગ ઉપર આપણો પ્રવાસ ચાલુ રાખીએ અને આપણા વ્યક્તિગત તેમજ સામુદાયિકજીવનને અહિંસાવડે બને તેટલું નિર્મળ અને પ્રકાશન વાહી બનાવીએ !!! “ સમાપ્ત
પરમાનંદ પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળાની સફળતા
આજથી લગભગ દશ વર્ષ પહેલાં અમદાવાદના કેટલાક સુધારક વિચારના યુવાન ભાઈઓએ પંડિત સુખલાલજીને પર્યું પણ પર્વમાં ઊપાશ્રયમાં વંચાતા એકજ ઢબના વ્યાખ્યાનેને બદલે સમાન જને કાંઈક વધુ વિચારવાનું અને જાણવાનું મળે એ આશયથી પર્વના આઠે દિવસે જુદા જુદા વ્યાખ્યાનકાર પાસે ધાર્મિક અને સામાજીક વિષય વિષે વ્યાખ્યાનો ગોઠવવાની વિનંતિ કરી હતી. પંડિત સુખલાલજીએ એને સ્વીકાર કરી એજ વર્ષમાં પયું પણ વ્યાખ્યાન માળાની શરૂઆત કરી હતી. તે વખતે વ્યાખ્યાનમાળાની જરૂરીઆત દર્શાવનારા કારણોની તેઓશ્રીએ સમાચના કરી હતી. જે તા. ૧-૯-૪૦ના પ્રબુદ્ધ જનેના અંકમાં આપવામાં આવી છે. પંડિતજીએ તે વખતે દર્શાવેલા વિચાર અને ભાખેલી ભવિષ્ય વાણું આજે સાચી પડતી જણાય છે કારણકે અમદાવાદમાં શરૂ થએલી વ્યાખ્યાનમાળાની હિલચાલ જુદા જુદા ગામના સોએ તે પછી તિપિતાના સ્થાનમાં ઊપાડી લઈ તેની શરૂઆત કરવા માંડી છે. મુંબઈમાં શ્રી મુંબઈ જન યુવક સાથે છેલ્લાં આઠ વરે. સથી વ્યાખ્યાનમાળાની શરૂઆત કરી છે અને નિયમિત રીતે હીરાબાગના હેલમાં જુદા જુદા પ્રખ્યાત અને વિચારક વિદ્વાન વ્યાખ્યાનકારોને બહારગામથી તેમજ મુંબઈમાંથી આમંત્રી તેઓની પાસે જુદા જુદા વિષયેનાં વ્યાખ્યાને અપાવે છે અને કહેવાને આનંદ થાય છે કે મુંબઈની જન સમાજે ખુબ સહકાર આપી આ વ્યાખ્યાનમાળાને વધાવી લીધી છે.
આ વરસે વ્યાખ્યાનમાળાનું વૃક્ષ વધુ ખીલવા પામ્યું છે, કલકત્તા ખાતે ત્યાંના યુવકે મોટા પાયા ઉપર વિદ્વાન વ્યાખ્યાન