SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ જુદા જુદા કારણે આ કાર્યવાહક સમિતિના વહીવટ દરમિયાન સધની સામાન્ય સભા કુલ ત્રણ ભરવામાં આવી હતી. સંધની ત્રણ વિભાગ સમિતિમાંથી શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગ સમિતિની સામાન્ય સભા અને ત્રણ કાર્યવાહી સમિતિની સભા મળી હતી. શ્રી વિભાગ સમિતિની ત્રણ સભા મળી હતી. વિભાગી સમિતિમાંથી સ્ત્રી વિભાગ સમિતિએ કોઇ પણ અગવડમાં સપડાયેલી બહેનને બનતી રાહત આપવાને લગતી એક પત્રિકા બહાર પાડી હતી અને તેને લીધે વર્ષ દરમિયાન ચાર પાંચ કીસ્સાઓ હાથ ધરવાના પ્રસંગ આવ્યો હતેા. અને તે કારણે સ્ત્રી વિભાગ સમિતિના મત્રીએ ઠીક ઠીક જહેમત ઉઠાવી હતી. શ્વે. મૂર્તિપૂજક વિભાગની કાર્યવાહક સમિતિએ દશ વર્ષથી ગાઢ નિદ્રામાં પડેલી જૈન એસોસીએશન એક્ટ ઇન્ડિયાને સક્રિય સ્થિતિમાં મૂકવા માટે એડવોકેટ જનરલ પાસે જરૂરી રજુઆત અને તેને લગતી કેટલીક હિલચાલ ઉપાડી હતી. એ હિલચાલના પરિણામે જૈન એસેસીએશન એક્ ઇન્ડિયા સચેત બની છે અને તેની હસ્તકના કુંડાના ઉપયોગ કરવાની થેડી થોડી શરૂઆત થઈ છે. આ સંધના બંધારણમાં આજથી દોઢ વર્ષ પહેલાં રે મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા હતા તેના અનુભવ કરતાં તે બંધારણ અનુસાર ઊભી કરવામાં આવેલી વિભાગી સમિતિએ માલુ વર્ષ દરમિયાન ખાસ મહત્ત્વનું બહુ કામ કર્યું નથી અને ઘણુ ખરૂં કામકાજ તે મુખ્ય કાર્યવાહક સમિતિને જ સંભાળવું પડે છે એમ લાગવાથી આ વિભાગી સમિતિ રદ કરવાને લગતા અને તેની ઉપયાગિતા અને જરૂરિ યાતાની મુખ્ય કાર્યવાહક સમિતિની રચનામાં ગોઠવણ કરવા પુરતા બંધારણના કેટલાક ફેરફારા તા૦ ૨૪-૧૨-૩૯ ના રાજ મળેલી સધની સામાન્ય સભાએ કર્યા છે. સંધના સભ્યાનુ લવાજમ રૂા. ૧) વધાર્યું છે અને ‘પ્રમુધ્ધ જૈન' પ્રગટ થાય ત્યાં સુધી સધના દરેક સભ્યને વિના લવાજમે મળે એવા ઠરાવ કરવામાં આવ્યા છે. સંવત ૧૯૯૪ની આવક જાવકના હિસાબ તા. ૨૬-૩-૩૯ ના રાજ મળેલી સામાન્ય સભામાં પસાર કરવામાં આબ્યા હતા. સં. ૧૯૯૫ ની સાલને આવકજાવકના હિસાબ નીચે મુજબ છે. સ. ૧૯૯૪–૯૫ની સાલમાં પેટ્રન તથા લાઇકુ મેંબરાના લવાજમ ખાતે જમે થયેલા રૂ।. ૧૬૦૧-૦-૧, સંવત કુલ રૂા. સાલના સભ્યાના લવાજમના અને એકના વ્યાજના રૂા. ૬-૧૧-૦ ૧૯૬૭-૧૧-૦ની આવક થઇ તેમાંથી સંવત ૧૯૯૪ની સાલના ખાટના રૂા. ૬૨૧-૧૩-૬ (રૂા.. છસેા એકવીસ તેર આના છ પા) અને સ. ૧૯૯૫ના ખર્ચના રૂા. ૧૦૭૭-૧૦-૦ મળી કુલ રૂા. ૧૬૯૯-૭-૬ આદ કરતાં બાકી રૂ।. ૨૬૭–૩–૬ આવક ખાતે જમે રહે છે. આના અર્થ એ છે કે પેટ્રન અને લાઇક્ મેંબરાની આજ સુધીમાં એકત્ર થયેલી રકમ ખરચાઈ જતાં આપણી પાસે માત્ર રૂા. ૨૬૭-૩-૬ ગષત રહે છે. આ આપણી આજની આર્થિક પરિસ્થિતિ છે. રૂા. ૧૯૯૫ની ♠==a} & ‘પ્રબુદ્ધ જૈન’ના ખાતામાં સ. સુધીમાં રૂા. ૩૨૧–૧૦૬ લવાજમ જૈન . ૩૧૧૪૦ રૂા. ૬૩૮-૨-૦ની રકમ ‘પ્રબુદ્ધ જૈન’ની ખોટને પહોંચી વળવા માટે આપણુને મળી છે તે બન્ને રકમ મળીને રૂા. ૯પ૯-૧૨-૬ થાય છે. તે સામે જુદી જુદી બાબતેામાં આસા વદ ૦)) સુધીમાં આપણને કુલ રૂા. ૭૪૯-૧-૩ને ખર્ચ થયા છે અને તે ખાતે શ. ૨૧૦-૧૧-૩ બાકી જમે રહે છે. ૧૯૯૫ની આસો વદ ૦)) ખાતે જમા થયા છે અને (સ્થળ સ`કાચને લીધે સબનું આ પરિસ્થિતિ વચ્ચે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. આપણી આવક કરતાં ખનું પલ્લું હંમેશાં નમતુ રહ્યું છે અને એમ છતાં કાર્યકર્તાઓની મહેનત અને સમાજની સહાનુભૂતિથી ખર્ચના ખાડે પુરાતો રહ્યો છે અને આપણું કામ ચાલ્યા ક" છે. ગયા વર્ષમાં આપણે 'પ્રભુધ્ધ જૈન' શરૂ કર્યુ” છે. તે આજના સંચાગામાં અને જે ધારણે આપણે એ પત્ર ચલાવીએ છીએ તે ધારણ ધ્યાનમાં લેતાં કદી સ્વાશ્રયી થાય એવા સંભવ નથી. આવતાં વમાં કાર્યધાહક સમિતિ નવી પ્રવૃત્તિ હાથ ધરવાના મનેારથ સેવી રહી છે,' ચાલુ જગ્યા બદલીને વધારે ભાડાની વિશાળ જગ્યામાં સંઘની એફિસ લઇ જવા વિચાર ચાલી રહ્યો છે. એ જગ્યામાં વાચનાલય તેમજ સારું પુસ્તકાલય ઊભું કરવાની કલ્પના આજે સેવાઇ રહી છે. બહોળું ક્રૂડ પ્રાપ્ત થયે આગળ ઉપર એક સારી વ્યાયામશાળા પણ ખેાલવાને મનેારથ કાર્યવાહક સમિતિની છેલ્લી સભાએ ઠરાવના રૂપમાં રજૂ કર્યો છે. આપણી પાસે આજે માટા સાહસ ખેડવા જેવી કશી મૂડી નથી. આપણી પાસે ગણ્યાગાંઠ્યા કાર્યકર્તાએ છે અને તેમને પણ પોતપોતાના વ્યવસાય ખૂબ વળગેલા છે. આ કારણે આા મનારથ મુજબ આપણે સમાજને પૂરતી સેવા આપી શકતા નથી. આમ છતાં આપણું કાંઇક કરીએ એવી તમન્ના આજે સધના કેટલાએક સભ્યાના દિલમાં ઊંડી રહેલી દેખાય છે. આજના સમય માટી આર્થિક ઊથલપાથલના છે અને બધી વસ્તુઓના ભાવ વધતા જતા હોવાથી સામાન્ય લોકો ઠીક ઠીક કમાતા જાય છે. જો આજે આપણા સભ્યો સારા સખ્યામાં ટેમ્બદ્ધ થાય અને સંધને માટે આર્થિક મદદ મેળવવાની પૂરા લિયા "કાશિશ શરૂ કરે તેા આપણા સંધની આર્થિક મુંઝવણ તે સહજમાં ટળી જાય તેમ છે. એટલું જ નહિ પણ આપણે અનેક નથી પ્રવૃત્તિએ સફળતા અને સ્થાયીપણાની ખાતરીપૂર્વક ઉપાડી શકીએ તેમ છે. આજ સુધી સંઘના સર્વ પ્રવ્રુત્તિઓનેા ભાર ગણ્યાગાંઠ્યા છે પાંચ સભ્યો ઉપર જ પડતા આવ્યેા છે. બહારથી દ્રવ્ય મેળવવા માટે સર્વ સભ્યો મહેનત કરવા લાગે અને જુદી જુદી પ્રવૃત્તિ અને જવાબદારીઓની વહેંચણી થાય તેમાં એક બે વર્ષમાં આપણી આ સામાન્ય સંસ્થા આપણા સમાજમાં ઘણા જ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરે એમાં સંશય જેવુ છે જ નહિ. કાળ અને વતાવરણના આપણુને ટકા છે; ઊછરતા સમાજ આપણી સાથે છે; આપણું જે વિચાર રજૂ કરીએ છીએ તે સમાજ ઝીલે છે અને પચાવે છે; આપણી સંસ્થા પ્રાગતિક વિચારાની પ્રણેતા અને પ્રાગતિક પ્રવૃત્તિઓની સૂત્રધાર છે અને સદા રહેવી જોઇએ. આ ધ્યેયને આગળ અને આગળ રાખીને કામ કરનારા ભાઇએ અને હેંને-યુવક અને યુવતીઓની આપણને ખેટ છે. આપણી નાની સંખ્યામાં પણ એકત્ર થયેલા ભાઈઓ અને બહેને એવુ કાર્ય કરી બતાવીએ કે જેથી સખ્યાબંધ ભાઈઓ-બહેન આપણા પ્રત્યે આકર્ષાય, આપણાં કાર્યને પૂરો સહકાર આપે અને આપણી પ્રવૃત્તિને પૂર જોસપૂર્વક આગળ મલાવે. સંધના સર્વ સભ્યો પાસે આ અમારી યાચના અને આકાંક્ષા છે. સરવૈયુ આપી શકાયું નથી)
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy