________________
सच्चस्स आणाए उवडिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુધ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
સપ્ટેમ્બર ૧૫
૧૯૪
પ્રબુદ્ધ જૈન
અહિંસાની ઉત્ક્રાન્તિ
(ગતાંકથી ચાલુ)
ગાંધીજીએ આપણી સમક્ષ જે અહિંસાત્મક કાર્યક્રમ રજુ કર્યો અને આપણા સ્વાતંત્ર્યની અવરેધક રાજસત્તાને સામને કરવા જે પ્રકારના અસહકાર કે સત્યાગ્રહ કરવાનું કહ્યું તેની મે બાજુ હતી. એક તે બાહ્ય બાજુ એટલે કે સરકારી શાળા, કચેરી કે ધારાસભાનેા બહિષ્કાર કરવો, સરકારી નોકરી છોડી દેવી, અમુક કાયદાકાનુનને સવિનય ભંગ કરવો, અમુક કરન ભરવા કે અમુક સરકારી કાર્યમાં સહકાર ન આપવા ત્યાદિ, આ બાહ્ય પ્રકારની દિશાએ પ્રજાએ પોતાની તાકાત પ્રમાણે કાંઈને કાંઈ કરી બતાવ્યું અને સાથે સાથે કોઇ પણ પ્રસંગે સરકારી સત્તાનો હિંસક સામને નહિ કરવા પુરતા સ્તુત્ય સંયમ - પણ દાખવ્યા. આ સંયમમાં અપવાદ બન્યા જ નથી એમ ન કહેવાય, પણ મોટે ભાગે એ સંયમ અતિ જળવાઇ રહ્યો હતો.
તા. ૧૫-૯-૪。
હતા. આ રાજ્યવહીવટ દરમિયાન નાના મેટાં કેામી હુલ્લડા અથવા તે મજુરીની હડતાળાના કેટલાક એવા પ્રસંગો બની ગયા કે જ્યારે કોંગ્રેસ સરકારને રમખાણા અને હુલ્લડે! દળાવવા ખાતર લશ્કરી બળનો ઉપયોગ કરવા પડેલો. આ સામે ગાંધીજી બહુ જોરથી લખતા રહ્યા; એમ છતાં રાષ્ટ્રીય મહાસભા સાથેના તેને સંબંધ કાયમનો કાયમ રહ્યો. યુરોપીય વિગ્રહતા ગયે વર્ષે આરંભ થયા; હિંદુસ્થાનના ભાવી વિષે સરકારે પોતાની રાજતીતિ સ્પષ્ટ ન કરી; લોકેામાં અસાવ વધવા લાગ્યા; સત્યાગ્રહની લડત આવી રહી છે એમ ભણુકારા વાગવા શરૂ થયા. રામગઢની મહાસભાએ ગાંધીને ફરીથી પ્રજાના સરમુખત્યાર બનાવ્યા. ગાંધીએ એ મુખીપણું સ્વીકાયું . યુરોપની લડાઇ આગળ વધવા લાગી અને તેનુ સ્વરૂપ વધાર તે વધારે ભીષણ બનવા લાગ્યું, સરકારે હિંદુ વિષેની પેાતાની રાજનીતિની વધારે ચાખવટ કરવા માંડી. કોંગ્રેસને આથી સપ થયા નહિ. એમ છતાં સમાધાનીની આશા કાંઈક અંધાવા લાગી. વાઈસરાય અને ગાંધીજી વચ્ચે વાટાધાટો ચાલતી જ રહી. જો સરકાર સાથે આપણી સમાધાની થાય અને કાંગ્રેસની માંગણી જો સ્વીકારવામાં આવે તે આપણે શું કરવું ? સરકારને આજે ચાલી રહેલા વિગ્રહનાં સાથ આપવા કે નહિ' ? સાથ આપવે તે કયા પ્રકારને ? કેળ નૈતિક કે લશ્કરી અને આર્થિક ? આપણા દેશમાં આપણું શાસન સ્થપાય પછી આપણે શું કરવું? પરદેશી આક્રમણ સામે બચાવ કરવા માટે સૈન્ય રાખવું કે નહિ ? દેશમાં પણ ગમે ત્યારે કોમી રમખાણો થાય-બીજા પણ હુલ્લડો થાય તેવા વખતે રાજશાસનની જવાબદારી ધારણ કરતાં આપણે શસ્ત્રબના ઉપયેગથી તેની અટકાયત કરવી કે નહિ ? આવા પ્રશ્નો એકાએક ગાંધીજી અને અન્ય રાષ્ટ્રનેતાઓ વચ્ચે આવીને ઉભા રહ્યા. અહિંસા જેના દિલમાં મુખ્ય સ્થાને છે તે દેશના કેણુ સયેાગમાં શસ્ત્રબળના ઉપયોગને સમત કરે જ કેમ ? એની આગળ તે અહિંસાનીજ વાત હોય અને અહિંસાનીજ યાજના હાય, એમણે તે સશસ્ત્ર બ્રીટનને પણ જર્મની સામે શસ્ત્ર નહિ ઉગામવાની હાકલ કરી હતી. બીજી બાજુએ જેમાં સશસ્ત્ર સૈન્ય રાખવાનું જ નહિ એવી હિંદુસ્થાનના ભાવી રાજ્યતંત્રની ઘટનાકારેખરી સમિતિના સભ્યોએ કે અન્ય રાષ્ટ્રનેતાએ કર્દિ પેલી જ નહિ. આખરે ગાંધીજીને મન અહિંસા મુખ્ય હતી; આપણી જેવા ઘણા ખરાને મન સ્વરાજ્ય-સ્વાધીન રાજ્યતંત્ર—અહિંસામય હોય તે ખરેખર આવકારદાયક અને એ જો શકય ન હોય તે અહિંસા-હિંસા મિશ્રિત રાજ્યતંત્ર-એ મુખ્ય વસ્તુ હતી. ગાંધીજીની અહિંસાને સ્વીકારીને ચાલનારામાં પણ મન, વાણી અને કર્મથી અહિંસાનું પાલન કરનારા ઘણાજ આછા હતા અને છે અને બાકીનામાં કેટલાક અર્ધદગ્ધ અને ભીન્ન આજે અન્ય કોઇ વ્યવહારૂ ભાગ નજરે નિહ પડવાથી આ રીતે પણ સરકારને અસરકારક સામનો થઇ શકે છે અને લડતની ભૂમિકા ઉંચી અને ઉંચી જળવાઇ રહે છે એમ સમજીને ગાંધીજીને અનુસરનારા હતા અને છે. વચગાળાના નાના સરખા રાજ્યવહીવટે જેમ આપણી તાકાતનું ભાન કરાવ્યું હતું તેમજ આજના રાજ્યવહીવટમાં હજુ અહિંસાપાલનને કેટલા એછે અવકાશ છે એનેા પણ ડીક ડીક ખ્યાલ આપ્યો હતા. વળી એ પણ પ્રશ્ન વિચારવા જેવા રહે છે કે રાષ્ટ્રીય મહાસભાનું આખરી ધ્યેય શુ છે ? રાષ્ટ્રને સ્વાધીનસત્તાક બનાવવાનુ કે અહિંસા જેવા એકાન્ત આદર્શતા કાઇ પણ ભોગે અને કંઇ પણ સંયોગમાં દેશ પાસે અને આખરે આખા જગત પાસે અમલ કરાવવાનું ? સરકાર સામે
પણ ગાંધીજીની અહિંસાની બીજી બાજુ એ હતી કે આપણે આપણા પ્રતિપક્ષી વિષે જરા પણ દ્વેષ, મત્સર કે ક્રોધ ચિન્તવવા નહિં, તેનું સદા ભલું ઇચ્છવુ અને તેના ભલા માટે ઇશ્વરને સદા પ્રાર્થના કરવી. આમ કરવાથી એક વખત પ્રતિપક્ષીના હૃદયપલટા થશે અને આપણી સ્વરાજ્યની માંગણીને સરકાર જરૂર મજુર રાખશે એવી સદા શ્રધ્ધા સેવવી. આ આન્તર બાજુ તરફ પ્રજાએ મૂળથી જ હુજ ઓછું ધ્યાન આપ્યું. ઘણા ખરાને મન ગાંધીજીના અસહકાર અને સત્યાગ્રહ રાજ્ય કરતી સત્તા ઉપર માણુ લાવવાના જ એક સરસ અને નિઃશસ્ત્ર પ્રજા માટે કેવળ વ્યવહાફ ઉપાય હતા. આપણામાં ક્રોધ તે સ્વાભાવિક જ હતા અને પ્રતિપક્ષીના હૃદયપલાની વાતને આપણામાંના ઘણા ખરા હસતા, પૃથ્થર પીગળે પણ આવા પ્રતિપક્ષીને હૃદયપલટ કર્દિ થાય જ નહિ એમ આપણામાંના ઘણા ખરા માનતા. આમ અહિંસાના મૂળ તત્ત્વને અન્તરથી નહિ સ્વીકારવા છતાં કેવળ રાજકીય હેતુ અર લાવવા માટે ગાંધીજીની યોજના સિવાય બીજો કોઇ માર્ગ વ્યવહારૂ. નથી અને એ યેાજનાને પ્રજા મેટા પાયા ઉપર અમલમાં મુકે તે પરદેશી સન્તાને જરૂર સત્તાભ્રષ્ટ કરી શકાય એમ યુધ્ધિપૂર્વક સમને ગાંધીજીને અનેક સારા સારા માણસોએ સાથ આપ્યો અને એ સાથ આપતાં આવી પડેલી યાતનાઓ ભોગવી, અહિં આશ્ચર્યજનક તે એ જ છે કે અહિં સાદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને યાાયેલ કાર્યક્રમ શુધ્ધ રાજકીય દૃષ્ટિએ પણ એટલે જ વ્યવહારૂ માલુમ પડયા અને તેને લીધે શુધ્ધ અહિંસાપાલનનાં આપણામાંના માનનારા અને નહિ માનનારા સૌ આજ સુધી ગાંધીજીની આગેવાની નીચે સ થે ચાલ્યા. વચગાળે સરકારી હિંદના અગિયાર પ્રાન્તોમાંથી સાત પ્રાન્તાના રાજ્યવહીવટની જવાબદારી કૉંગ્રેસે માથે લીધી. આ રાજ્યવહીવટ જ આપણને અથવા તે રાષ્ટ્રીય મહાસભાને ગાંધીજીથી છુટુ પાડનારૂં બળવાન નિમિત્ત બને તેવા સંભવ