________________
તા. ૧૫-૯-૪૦
આપવા પડે છે. વળી એ ભાગીદારેાના માત્ર નકામાં જ ભાગ હાય છે, નુકસાનમાં નહિ,
આ આર્થિક વ્યવસ્થાથી આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આમાં ગેરવાજબી શું છે એજ આપણામાંથી ઘણાને સમજાતું નથી. પણ જો આપણે સીધો વિચાર કરીશું તે આપણને દેખાઇ આપશે કે સેના ચાંદીનો સિકકો જાતે વાંઝિયા છે. એમાં નફા ઉત્પન્ન કરવાની શક્તિ નથી. મજુરની મહેનત એજ વધારાની કિંમત છે; માટે વ્યાજ એટલે કારીગર કે મન્નુ રની મહેનતમાંથી લેવાના ભાગ. એ ભાગ જે એટલા મોટા હોય કે આપણને સાહેષ્ઠીમાં રાખી શકે અને મહેનત કરનારને પોતાને હું મશાં તગીમાં જ રાખે, તે તે વ્યવસ્થામાં હિંસા હાવી જ જોઇએ.
પ્રબુદ્ધ જૈન
જેમ વિકટારીઆવાળાના ઘેાડાને માત્ર ખારાકી જ મળી શકે છે, દહાડાની કમાણી રૂપી થાય કે દશ રૂપીઆ થાય, તેના ભાગમાં ફરક પડતો નથી, તેમ આપણા દેશમાં મહેનત મજુરી કરનારને માત્ર માંડ ખારાકી જ મળી શકે છે. સારા વર્ષને કે તેજીને લાજ એને મળતા નથી.
વેપારનુ જે આ આવશ્યક લક્ષણ કે પરિણામ હાય તે તે વેપાર, તે વેપાર ટકાવનારી સામાજિક તથા રાજ્યવ્યવસ્થા, તથા આંતરરાષ્ટ્રિય નીતિ અને દેશરક્ષાની સામગ્રી-બધી હિંસાની જ પરંપરા કહી શકાય.
અહિંસાનાં આ નવાં લેખાં છે. આપણે આપણા વેપારમાં એને ગણતા શિખવાના છે. જો માનવસમાજના વ્યવહારમાં એને આપણે દાખલ ન કરીએ તે ઝીણા છાની રક્ષા માટે લેવાતી સર્વ પ્રકર અને દાનવૃત્તિ અહિંસાની ઠેકડી કર્યા બરાબર પણ થઇ શકે. જીવદયાને હું નકામી માનુ છું એમ ન સમજવુ. એ આવશ્યક છે. એ માટે જે થાય છે, તેમાં કાંઈક સુધારાની જરૂર ભલે હાય. પણ તેને એછી કરવા સૂચવતા નથી; પણ માનવવ્યવહારમાં અહિંસા દાખલ કરવાની જરૂરિયાત એના કરતાં ઘણા વધારે મહત્વની છે.
એ માટે આવા પ્રકારના વ્યકિતગત નિશ્ચયે કરી શકાય. (૧) મનુષ્યની હિંસા કરનારી પ્રવૃત્તિ કે વેપારે માં ખાનગી કે ધર્માદા પૈસા રોકવા નહિં.
(૨) કાઇ પણ વેપારમાં મુડી પર બે કે અઢી ટકાથી વધારે વ્યાજ ઉપજે એટલે નફે કરવા નિહ,
(૩) સટ્ટો જુગારના જેવા જ સમજવો.
(૪) જાતે મહેનત-મજુરી કરનારને પૈસા ધીરવાને પ્રસંગ આવે તે તેને મુબઇ જેવા શહેરમાં ઓછામાં એછે. દાઢ-બે રૂપીના રાજ પડે નહિ ત્યાં સુધી તેની પાસે વ્યાજ લેવુ નહિ,
(પ) પાતાની માસિક કમાણીની એક મધ્યમસર મર્યાદા બાંધવી. એથી વધારે કમાણી કરવી નહિં. વધારે થતી હાય તે તે રકમની ઉપરની બધી રકમ સાર્વજનિક હિતના કામેમાં અથવા મહેનત–મજૂરી કરનાર વર્ગને પગભર કરવામાં વાપરવી.
(૬) દાન કે ધર્માંદાના નાણાંના સંઘરે કરવા નહિ, તેને ખરચી નાંખવા પ્રયત્ન કરવો, વધારવા નહિ
૮૯
(૯) પોતાની જરૂરિયાતની વસ્તુઓ બનતાં સુધી તેને અનાવનાર કારીગરની પાસેથી સીધી ખરીદવી. તેમને મજુરીએ રાકનાર વેપારીએ કે કારખાનાવાળા પાસેથી નહિં. આ રીતે મીલનું કાપડ, કે મોટા કારખાનાઓમાં બનેલા માલતે વાપરવા નહિં, પણ ખાદી, ગામેાધોગ અને હાથ-કારીગરીના માલને ઉત્તેજન આપવુ.
આ રીતે આપણે આપણા વેપાર સુધારીને પવિત્ર બનાવીએ તે ગાંધીજીની ભાષામાં જરા ફેરફાર કરીને કહી શકાય કે ધેય સંતાપ ફેલાય, ખોટી હરિકા માટે, ઇર્ષ્યા દૂર થાય, કેોઇ ભૂખે ન મરે, જન્મ-મરણ સમતલ થાય, વ્યાધિ ઘરે અને યુદ્ધોયે . રાજા તથા અમલદારા સાહે અને શિોરી કરે, બૈક્ષ્યા વાડી-બંગલા બાંધે અને જ઼ીમતી વસ્ત્રો તથા દાગીનામાં ઢંકાઇ જાય અને જ્ઞાનદાતા શિક્ષક અને મહેનત કરનાર કારીગર તથા મજુર ધાર વિનાના થઈને તંગીમાં સબડે એવી દયાજનક સ્થિતિ અહિંસાધર્મનુ શુદ્ધ પાલન થતુ હાય તા ન હોવી જોઇએ”.
(૭) નોકર ચાકરને તથા કારીગર-મજૂરાને પુરૂં અને ઉદારતાથી મહેનતાણું આપવું, સારે ભાડે પ્રસંગે તેમને મદદ કરવી, તથા પેાતાના ભાગેા એછા કરી તેમની જરૂરિયાતો પૂરી પાડવી.
(૮) પાતાની પાસે પૂરતા પૈસા હોય તે યે ભાગે આછા કરવા, અને સાદાઇ તથા સંયમથી રહેવું. પોતાના ભેગા અને અંગત ખરચા દ્વારા પૈસાની રેલછેલ દેખાડવામાં મોટાઈ માનવી નહિ.
i
પપણના પવિત્ર દિવસેામાં આ ઉપર વિચાર કર્યા વિનંતિ ક ́ છું. કિશારલાલ મશરૂવાલા. શ્રી ઉમાશંકર જોષીને અભિનન્દન ચાલુ સાલને રણજિતરામ સુવર્ણચંદ્રક શ્રી ઉમાશંકર બંધીને મળ્યો છે એ માટે અમારાં તેમને હાર્દિક અભિનંદન. દર વરસે સાહિત્યનાં જુદાં જુદાં ક્ષેત્રોમાંથી ગમે તે એક ક્ષેત્રમાં ઉંચા પ્રકારની સસિદ્ધિ પ્રાપ્ત કરનાર આપણા સાહિત્ય સેવામાંથી એકની આ ચંદ્રક માટે વરણી કરવામાં આવે છે. આ વરણીનુ ક્ષેત્ર ઘણું વિશાળ રાખવામાં આવ્યું છે એમ જેમને એ ચંદ્રક મળ્યો છે. તેમના નામની યાદી ઉપરથી જોઇ શકાશે. શ્રી કનુ દેસાઇ અને શ્રી રવિશંકર રાવળ જેવા કળાકાર, સ્વ. શ્રી ગીન્નુભાઇ બધેકા જેવા શિક્ષણ શાસ્ત્રી, શ્રી રમણલાલ દેસાઇ જેવા નવલકથાકાર, શ્રી ચુનીલાલ વખાન શાહ જેવા પત્રકાર તથા શ્રી ચંદ્રવદન મહેતા જેવા નાટકકારને પાતપેાતાનાં ક્ષેત્રમાં ઉંચી સંસિદ્ધિ બદલ આ ચંદ્રક અર્પણ થયા છે. પ્રત્યેક પ્રકારની સર્જન પ્રવૃત્તિ વિશાળ સમભાવની અપેક્ષા રાખે છે. સમભાવને અભાવે સારામાં સારા કળાકારની શકિત પણ કુફ્તિ બને છે. આ દૃષ્ટિએ આ પ્રકારના ચંદ્રકની યેાજના અભિનંદનીય છે. એટલું જ નદ્ધિ પણ આપણી બધી સર્જક શકિતના વિકાસ માટે આવશ્યક છે.
ભાઇ ઉમાશકરને આ ચંદ્રક અર્પી ગુજરાતની સાહિત્ય રસિક જનતાએ આપણા એ તેજસ્વી યુવાન કવિની કાવ્ય પ્રતિબાનુ જે બહુમાન કર્યું છે તે પૂરેપૂરી રીતે ઉચિત છે. ઘણી નાની ઉમ્મરે આપણા એ યુવાન સાહિત્યકારે સાહિત્યનાં ઘણાં ઉંચા શંગો સિધ્ધ કર્યો છે. કિશારાવસ્થા વટાવી યૌવનને આંગણે માંડ પગ મૂકયો હશે ત્યાં એમણે વિશ્વ શાન્તિ' જેવુ એક અતિ ગંભીર વિચારપ્રધાન કાવ્ય આપી ગુજરાતની ત્રિદ્રતાને મુગ્ધ કરી. સ્વ. સાક્ષર શ્રી નરસિંહરાવ જેવાએ એ કાવ્ય ઉપર વિસ્તૃત અવલોકન લખી એ તરૂણ કવિની પ્રતિભાની ઊંડી કદર કરી. એ પછી તા કાવ્ય, નાટક, ટૂંકી વાર્તા. નિબંધ આદિ અનેક ક્ષેત્રે એમણે ખેડયાં. એમને છેલ્લે અહાર પડેલા કાવ્યસંગ્રહ ‘નિશીથ'. એમની કાવ્યશકિત હજુ તે વિકાસાન્મુખ જ રહી છે અને વધુને વધુ સારાં કાવ્યો આપણુને ભળતાં જ રહેશે એના અચૂક પુરાવારૂપ છે. આવી સંસિધ્ધિ મેળવવા માટે ભાઇ ઉમાશંકરને કરીથી અમારું હાર્દિક - બિનન્દન.