________________
૮૮
‘પ્રબુધ જૈન
તા. ૧૫-૯-૪૦
=
======
-
t
; ; '
,
-
જાતનાં કારખાનાં કાઢી શકાય, જેટલા ઉદ્યોગ વધારી શકાય, તેટલા વધારી, પિતાને જ માલ આખી દુનિયામાં ખપે એવા કોડ છે. દરેકને એક એક બજાર કબજે કરી લેવા છે. એક એક સામ્રા-
જ્ય તે એવા વેપારીઓનાં સંગને છે એમ કહીએ તે ચાલે. પ્રત્યક્ષ લડાઈ પણ એ રીતે એક વેપારને જ વિષય થઈ પડેલી છે. કારણ કે લડાઈને સજામ પણ ઉદ્યોગ અને કારખાનાની બાબત છે અને તેને પણ બજારે કબજે કરવાના હોય છે. લડાયક વિમાને. મેટ, ટેકે, બેઓ વગેરે સર્વે ચીજો વેપારનો વિષય છે અને તે ખપે તેમાં વેપારીને લાભ છે. એટલે લડાઈ થવામાં અને ચાલવામાં વેપારીને આનંદ થાય છે. એને કમા[ણીનો પ્રસંગ હાથ આવો લાગે છે.
આ દૃષ્ટિએ જોશું તે માલમ પડશે કે આજની હિંસાના પાપ માટે પ્રત્યક્ષ લડાઈમાં લડવાવાળા સિપાઈઓ જવાબદાર છે તેના કરતાં વેપાર જ વધારે જવાબદાર છે.
અને છતાં આશ્ચર્ય તે એ છે કે વેપારીઓ તે હંમેશાં સ્વભાવે શાંતિપ્રિય જ હોય એમ મનાય છે. મારામારી, રક્તપાત વગેરે એમને કદી ગમતાં નથી. તેમાં આપણા દેશમાં વેપારી એટલે મોટે ભાગે જૈન, વૈષ્ણવ કે પારસી. ત્રણે શાંતિના ઉપાસક; જૈનવૈષ્ણવ તે અહિંસા પરમો ધર્મનો જપ જપવાવાળા.
આનો સીધે અર્થ એ થશે કે માણસજાતે પિતાને વેપાર સુધારો રહ્યો. બેટો-હિંસા-અધર્મને–વેપાર સંકેલી, સાચે – અહિંસાન-ધર્મને–વેપાર ખીલવા ઘટે. જે ઉદ્યોગ – વેપારથી નફાનું પ્રમાણ ઘણું મોટું થઈ શકે, નાના માણસો નિર્બળ પ્રજાઓ વગેરે ચૂસાઈ જાય, લડાઈ થાય અથવા લબાય તે સારૂં એવી ઈચ્છા થાય એવા ઉદ્યોગ-વેપારને બંધ કરવા ઘટે.
એક જ માણસને અનેક જાતના ઉદ્યોગ ધંધામાં પડવું તે અધર્મ છે. માણસ પિતાના નિર્વાહ માટે એક ધ શોધી લે. પિતાની મુડી અને મહેનત તેમાં જ રેકે, પણ ઝવેરાત, કાપડ, લોઢું, તેલધાણું, મેટર અને વહાણ બધાં જાતના ઉધોગોમાં એક જ માણસે પડવું એ અધર્મ કર્મ વિના થઈ ન શકે, કારણ એમાં લાભને ભ નથી અને જ્યાં લભ છે ત્યાં અહિંસા શકય નથી.
ખરૂં પૂછતાં, રૂપીએ જાતે વાંઝિયા છે. એક રૂપી સે વર્ષ રાખી મુકીએ તેમે તે રૂપીઓ ને બે આની થશે નહિં. તે રૂપીઓ આપણે ન વાપરી શકીએ અને બીજાના હાથંમાં આવે તે તેની પાસેથે તેના રૂપીઓને બે આની કરવાની કરામત નથી પણ એ રૂપીઆનું બી લાવીને તે વાવે અથવા કપાસ લાવી ઉપર મહેનત કરી કાંતિ તથા વણે કે કાચા માલ લાવી તેમાંથી કાંઈક ઉપયોગી પદાર્થ બનાવે, તે તે મહેનતની કિંમત બે આના કે ચાર આના મુકી શકાય. એ રૂપીઓ આપણો ગણાતો, માટે આપણે એની ઉપર વ્યાજ માગીએ એને અર્થ એ થયો કે તેની બે આનાની મહેનતમાંથી તે આપણને ડેક ભાગ આપે.
આપણે પોતે કોઈ જાતને ઉદ્યમ કરવા માટે આપણો રૂપી વાપરી શકતા નથી અથવા વાપરવા ઇચ્છતા નથી. કેઈ મહેનત મજુરી કરી શકનારા ખેડુત, વણકર કારીગર વગેરે ન હોય તે આપણે રૂપીઓ આપણી તીજોરીમાં પડ રહે. રાજા કે ચાર લુંટી ન જાય અથવા દાન કરવાની આપણુમાં બુદ્ધિ ન આવે અથવા ઘરમાં કોઈ ઉડાઉ દિકરે ન પાકે તે આપણા દિકરાની કે કુટુંબમાં છેવટે રહી ગયેલી કેઈની વિધવા કદાચ તેને વટાવીને દુ:ખના દહાડામાં ઉપયોગ કરી શકે, પણ વટાવ્યા વિના એ રૂપીઓ
સો વર્ષ તીજોરીમાં પડીને આપણને સવાસોળ આના બનેલા દેખાડી નહિ શકે. રાજબદલાથી કિંમત ઘટી જવાનો સંભવ છે રહે જ.
સાચું પૂછતાં આપણે આપણો રૂપીઓ ઉપજાઉ કામમાં વાપરી ન શકીએ અને તેથી પડ રહે તથા લૂંટાવા એરવાની. ધાસ્તી ઉપજાવે, તે કરતાં કંઈ 'ઉદ્યમી પ્રમાણિક કારીગર તેને ઉપયોગ કરે અને આપણને
જ્યારે જોઈએ ત્યારે પાછા આપવા બંધાય તે આપણુ લાભની વાત ગણાય. તેને માટે જે તે રૂપીઆની રખવાળીનું થોડું ભાડું માગે, એટલે સોળ આનાને બદલે પંદર કે સાડા પંદર આના જ પાછા આપવા બંધાય તેયે ગેરવાજબી ન કહી શકાય. એક કાળે આવું થતું એ ખરું. પોતાને ત્યાં કે અનામત મૂકી જાય તે મોટા શરાફ તેને વ્યાજ આપવાને બદલે રખવાળીને વટાવ સામે લેતા. નાની નાની અનામત ઉપર આજેય કેટલીક સંસ્થાઓ વ્યાજ નથી આપતી અને દરદાગીને સંભાળવાનું મહેનતાણું લે છે. આનું કારણ એ છે કે પૈસે દાગીને વગેરે કીમતી મનાતી વસ્તુઓ-વટાવીને ઉપયોગમાં લાવવામાં ન આવે અને સંઘરવી જ પડે છે તે એક જંજાળ જ ગણાય. એવી જંજાળ સ્વીકારનાર પિતાનું મહેનતાણું લે એમાં નવાઈ ન ગણાય
પણ આજે તે આર્થિક રચનાના અટપટા કીમિયાથી આપણી મુડીને સંભાળીને ઉપયોગ કરનાર આપણી પાસે વટાવ માગતો નથી. પણ ઉલટો જાણે આપણે ઉપકાર કરતા હોઈએ તેમ સામે વ્યાજ આપે છે. એટલે કે દિવસ આખો મહેનત કરી રૂપીઆની ચીજને અઢાર આનાની બનાવે, તે તે વધારાના બે આનામાંથી આપણને ઘર બેઠા ભાગ આપે છે અને પગલે પગલે એ વ્યાજ એ રીતે ઉમેરાતું જાય છે કે મહેનત કરનારને પિતાને તે એક વારનું પેટીઉં પણ નીકળી શકતું નથી અને આપણને વાડી-બંગલા અને શહેરના શેખો પ્રાપ્ત થાય છે.
આ એક દાખલાથી સમજાશે. મુંબઈના કોઈ ફર્નિચર બનાવનાર સુતારને વિચાર કરીએ. એમાં મુખ્ય ચીજ તે લાકડું, ગલીશ વગેરે ડોક માલ અને સુતારની મહેનત એટલાં જ છે. પણ સુતારને એજાર જોઈએ. માલ રાખવામૂકવા એક દુકાન જોઈએ અને માલ વેચાય નહિ ત્યાં સુધી ખાવાની ખેરાકી જોઈએ. એની પાસે એજાર માટે પૈસા નથી; આપણી સલકમાંથી આપણે એને વ્યાજે પૈસા આપીએ છીએ; એની પાસે લાકડું વગેરે ખરીદવા માટે પૈસા નથી; વળી તે માટે વ્યાજે પૈસા આપીએ છીએ. માલ રાખવા મૂકવા દુકાન નથી; આપણું મકાનને આપણને ન વાપરવાને ભાગ આપણે એને ભાડે આપીએ છીએ. માલ વેચાય ત્યાં સુધી એની પાસે ખેરાકી નથી; આપણે તે માટે તેને નાણાં વ્યાજે ધીરીએ છીએ. તે પછી એક રૂપીઆના લાકડા વગેરે પર આખો દિવસ મહેનત કરી તે એક સુંદર ખુરસી બનાવે છે. આપણી પાસે હજુ ઘણી સીલક બાકી છે, તેથી આપણું મન એ પ્રત્યે આકર્ષાય છે અને આપણે એની પાંચ રૂપીઆ કીંમત આપવા તૈયાર થઈએ છીએ. એટલે કે એક રૂપિઆના માલપુર ચાર રૂપીઆની મહેનત થઈ એમ કહેવાય. પણ આપણે જાણીએ છીએ કે સુતારને તે સવા કે દેઢ રૂપીઆથી વધારે રોઇ પડતી નથી. ત્યારે બાકીના અઢી પિણાત્રણ રૂપીઆ કેને મળ્યા ? દેખીતું છે કે એ વ્યાજ, દુકાન ભાડું, ખેરાકી ઉપર નફો-વગેરેના રૂપમાં આપણનેજ પાછી મળ્યા. આને અર્થ એ થયો કે સુતાર ચાર રૂપીઆની મહેનત કરે, તેમાંથી એણે પિણ ભાગ તે જુદા જુદા બેઠાભાગીદારોને
લાવીને તે વાવે એના હાવી
નથી; આપણે
છીએ. માલ