SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૩૧-૮-૪૦ છે. આમ આચારમાં અખત્યાર છુટકે છે. આ છી વખત લી આવા બેસીએ છી વવા યોગ્ય સંપત્તિ મળે છે. આપણું દીલમાં સતત બળતરા રહેવી જોઈએ કે જ્યાં સુધી એક પણ આદમી ભુપે રહે છે, ત્યાં સુધી મને કે તમને બે વખત ખાવાનો હક નથી. આટલા જ માટે જૈન ધર્મમાં અપરિગ્રહ ઉપર આટલે બધે ભાર મૂકવામાં આ છે. આજની મનોદશા આજે લોકોમાં કામ બને તેટલું થોડું કરવું અને તેના વધારે મેળવવું એ સર્વસામાન્ય વૃત્તિ થઈ પડી છે. આજની વ્યવસ્થા અને વેતનધેરણ પણ આવા જ પ્રકારના છે. જેમ પગાર વધારે તેમ કામ એછું. હજારને પગાર હોય અને ત્રણ જ કલાક એફીસનું કામ કરવાનું હોય. આ વૃત્તિ અને આ ધારણ ખોટાં છે. સાચી વૃત્તિ તે એ જ હોઈ શકે કે વધારેમાં વધારે કામ આપવું અને ઓછામાં ઓછું જરૂર પુરતું લેવું. ખરો સુખી કોણ અને ખરેખર સારો માણસ કોણ તે સંબધે એક ઠેકાણે સરસ વ્યાખ્યા આપી છે. “He alone is happy who enjoys doing the work which has to do and he alone is good who does it to the best of his abilities.' “પિતાને કરવાનું કામ જે આનંદપૂર્વક કરે છે, તે જ ખરે સુખી છે અને તે કામ પાર પાડવામાં જે કશે પણ શકિતસંકોચ કરતું નથી, તેજ ખરેખર સારો માણસ છે. ગાંધીજી અને જેને ગાંધીજી આજે ન્યાયી વ્યવિભાગ થાય એવી સમાજરચના માંગે છે અને તેની સાધના માટે અહિંસા અને અપરિગ્રહને આગળ ધરે છે. જેને અહિંસાના . પૂજારી હોવાનો દાવો કરે છે. તેમના ધર્મશાસ્ત્રોમાં અહિંસાની જે ઝીણવટ ભરી સામાલોચના કરવામાં આવી છે અને અપરિગ્રહની જે વિગતવાર મીમાંસા જાણવા મળે છે, તેવી અન્યત્ર જેવા કે સાંભળવામાં આવતી નથી. આમ હોવાથી ગાંધીજના કાર્યને આગળ વધારવાની સૌથી મોટી જવાબદારી જનોને માથે રહેલી છે. હજુ ગુલામી જીવે છે. આજે આપણે ચેતરફ જે જુલમ અને ત્રાસ વર્તી રહેલ જોઈએ છીએ, તેથી આપણે આમાં ખળભળી ઉઠવા જોઈએ. હમણાં જ આપણી નજીકમાં વસતા ત્રણ લાખ જેટલા આદિવાસીઓ (aborigins) ની કેવળ ગુલામી ભરેલી પરિસ્થિતિ સંબંધે એક સરકારી રીપેટ મારા જોવામાં આવ્યું. એ લોકેની સ્થિતિ મેં નજરે પણ નિહાળી. તેઓની ગુલામીના વિતકની હું શી શી વાત કહું ? મારા સાંભળવા પ્રમાણે તેમાંના એક માણસને કામ નહીં કરવા બદલ ભડભડતી ભઠ્ઠીમાં બાળી નાંખવામાં આવ્યું હતું. બીજી એક બાઈને છ મહીનાનું બાળક હતું. તે બાઈ પાસેથી કામ લેનાર કોઈ ઈજારદારની કુવૃત્તિને વશ ન થવા માટે તે બાઈનું બાળક તે ઇજારદારે ઝુંટવી લીધું હતું. આવા આવા અનેક બનાવે જ્યાં સુધી આપણા દેશમાં બની રહ્યા છે, ત્યાં સુધી આપણે આંખો વાંચીને નિરાંતે કેમ સુઈ શકીએ? અને સ્વસ્થ ચિતે આનંદમજા શી રીતે માણી શકીએ ? આ જાતની આપણામાં બેચેની આવવી જોઈએ. આમાંથી આપણે કાંઈને કાંઈ માર્ગ કાઢવો જ રહ્યો. આ બધાના મૂળમાં પહેલી પરાધીનતા અને દ્રવ્યની વિષમવિભાગી વ્યવસ્થા આપણે દુર કરવી જ રહી. આ આપણે શી રીતે દુર કરીશું ? ગાંધીજીએ આને માટે અહિંસા અને અપરિગ્રહને માર્ગ બતાવ્યો છે. એ માર્ગમાં જેને શ્રધ્ધા ન હોય તે ભલે બીજા માર્ગે જાય અને જે કર્તવ્ય સુઝે તે કરે. પણ જેને શ્રધ્ધા હોય તેણે તે એ મહાપુરૂષે આપણા માટે જે ચિરાગ સળગાવ્યા છે તેને અનુસરીને જ ચાલવું રહ્યું અને એ માર્ગે જ આજની વસ્તુસ્થિતિમાં પલટો લાવો રહ્યો. તમને દીન દલિત જનતાના ઉધ્ધાર માટે કદાચ આટલી બધી ધગશ ન હોય અને કેવળ અંગત મોક્ષસ્વાથ મેલ-જ તમારી સર્વ પ્રવૃત્તિઓને પ્રેરક હેતુ હોય તે પણ તમારાં ધર્મશાસ્ત્રો કહે છે તેમ તમારે અહિંસા અને અપરિગ્રહને આચારમાં અખત્યાર કરવાના જ રહ્યાં. આ રીતે આજના તમારા ચાલુ જીવનની દિશા તે બદલ્યું જ છુટકે છે. સંચય અને સુખ એ બે પાછળ આપણે સૌ કશા પણ વિરામ વિના ભટકયા કરીએ છીએ અને આપણું અમૂલ્ય જીવનને વેડફી નાંખીએ છીએ. આજે આપણે આપણા જીવનને પલટીએ અને સંચય અને સુખને બદલે જ્ઞાન અને સેવાને જીવનના પ્રવર્તક હેતુઓ બનાવીએ. પુસ્તકાલય ઉદ્દઘાટનની જાહેરાત આજ મેં તમારે ઘણી વખત લીધે છે. પણ દિલની વાત કહેવા બેસીએ છીએ ત્યારે સમયને ખ્યાલ નથી રહેતું. આજના આપણું સમેલનને હેતુ મુંબઈ જૈન યુવક સંઘે જે સાર્વજનિક પુસ્તકાલય તૈયાર કર્યું છે તેના ઉદ્દઘાટનને જાહેરાત આપવાનું છે. આ કેઈ પણ પ્રકારના કેમી ભેદભાવ વિનાની જ્ઞાનપ્રચારની પ્રવૃત્તિને હું આવકારું છું. જ્ઞાનપ્રચાર જેવી માનવજીવનને ઉપકારક બીજી કોઈ પ્રવૃતિ હું જેત નથી. આપણી સર્વ અવનતિનું મૂળ જ્ઞાનતૃષ્ણનો અભાવ છે. જ્યારે લોકોમાં જ્ઞાનપિપાસા જાગશે ત્યારે આજે ચેતરફ વ્યાપેલી મુઢતાને નાશ થશે; માનવીની બુદ્ધિ જ્ઞાનસીંચનથી નવપલ્લવિત થશે; હૃદય જાગૃત થશે અને સેવાસમ્મુખ બનશે. તમારું પુસ્તકાલય હેકમાનસમાં સત્યશોધ અને જ્ઞાનતૃષ્ણ જાગૃત કરે અને અહિંસા તેમજ અપરિગ્રહની ભાવના પિોષાય તેવા સાહિત્યને તરફ ફેલાવે કરે એ શુભેચ્છા સાથે તમોએ તૈયાર કરેલું પુસ્તકાલય ખુલ્લું મુકાયેલું જાહેર કરું છું અને તમારી આ શુભ પ્રવૃત્તિને સર્વ પ્રકારની સફળતા ઈચ્છું છું. માત્ર એ પ્રશ્ન પૂછો કે કેવી રીતે જીવ્યા હમે ? એક અન્યકિત, (મન્દાક્રાન્તા) રસ્તે જાતાં સુભગ દીઠું મેં પુષ્પ એ એક ત્યાં તે, ડોલતું તે પવન લહરીમાં રમતું હતું ને; ફેલાવતું સકળ દિશમાં સૌરભ સ્વાત્મની ને, અર્પે શોભા સ્થળ- સકળને આત્મસૌન્દર્યથી તે. પૂછયું મેં તે “અતિ સરસ હે પુષ્પ ! ખીલ્યું ભલે તું, શાન્તિ દેતું શ્રમિત મનને રમ્ય સુવાસથી ને; વરસે વિષે ઝરણુ મધુરૂં પ્રેરણામૃતનું તું આવું સારું જીવન પણ હે ! કેટલું અલ્પ તારું ? પુષ્પ પ્યારા ! દિનકર તણો અસ્ત થાતાં પહેલાં કરમાવાનું તવ નસીબમાં શું નહીં છે લખાયું ? પ્રત્યુત્તરમાં સ્મિતમુખ કરી પુષ્પ એ ત્યાં વદીયું. “ના ના જાણે જીવન પથને મર્મ હે સુજ્ઞ બંધુ ! | (અનુષ્ટ્ર) નજીવો પ્રશ્ન એ છે કે કેટલું જ જીવ્યા હમે ? મિત્ર એ પ્રશ્ન પુછે કે કેવી રીતે જીવ્યા હશે ? અનન્તરાય જાદવજી શાહ સ્ટ્રીટ, મુંબઈ. શ્રી મુંબઈ જન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy