________________
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૮-૪૦
તે તેને મુખ્ય ઉપયોગ આપણામાં રહેલ અહિંસા વૃત્તિને વિકસાવવા માટે જ છે. તેથી જનતાને આર્થિક લાભ થાય અથવા મહાસભા અને જનતાને સંપર્ક વધે એ તો છે જ. પણ એ બધાની પાછળ ગાંધીજી તે એવા એક અહિંસક સમાજની રચના કરી રહ્યા હતા કે જેની સ્થાપનાને મુખ્ય આધાર વ્યક્તિની અહિંસક વૃત્તિ ઉપર જ રહેલો છે. અસહકાર અને સત્યાગ્રહ એ લડતના ક્રિયાત્મક અંગ છે. પણ તેને પાયો તે રચનાત્મક કાર્યક્રમ જ છે. આ આવા પ્રકારની અહિંસા મહાસભાએ સ્વીકારી હતી અને તેને અમલમાં લાવવા મહાસભાવાદીઓ પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યા છે એમ ગાંધીજીની માન્યતા હતી અને મહાસભાવાદીઓએ ગાંધીજીને તેમ મનાવવા પ્રયત્ન કર્યો હતો. મહાસભાના વિરોધીઓએ ઘણી વખત ટીકા કરી હતી કે આવા ધાર્મિક કાર્યક્રમનેઆવાં આંતરશુધ્ધિનાં પ્રવેગને– એક રાજકીય સંસ્થામાં સ્થાન નથી. ત્યારે ગાંધીજી અને મહાસભાવાદીઓએ જવાબ આપ્યો હતું કે રાજકારણ અને ધર્મને જુદુ માની શકાય જ નહિ અને રાજકારણમાં ધર્મને સ્થાન આપવાને આ એક મહાન અને અજોડ પ્રયત્ન હતો.
આજ ધોરણે મહાસભાએ વારંવાર પિકારીને કહ્યું હતું કે બ્રીટન કોઈ શાહીવાદી યુધ્ધમાં સંડેવાય અથવા પિતાના શાહી હિતેના રક્ષણ માટે બ્રીટન કઈ યુધ્ધ કરે તે મહાસભા તેવા યુધ્ધમાં કોઈ જાતની મદદ આપી શકે નહિ.
ગાંધીજીને મન તે બ્રીટન યુધ્ધમાં જોડાય ત્યારે તેનું કારણ ન્યાયી હોય તે પણ અહિંસાની દ્રષ્ટિએ નૈતિક કે અને સહાનુભૂતિ આપવા સિવાય હિંદ બીજી કોઈ જાતની મદદ કરી ન જ શકે.
બ્રીટન અત્યારે જે યુધ્ધમાં સંડોવાયું છે તે શાહીવાદી યુદ્ધ છે તે મહાસભાએ ઘણી વખત જાહેર કર્યું છે. બ્રીટનની યુદ્ધનીતિની ચોખવટની માંગણી મહાસભાએ ઘણી વખત કરી છે છતાં તેને કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી, તેમજ બ્રીટીશ નેતાઓએ જ્યારે જ્યારે તે વિષે કાંઈ કહ્યું છે ત્યારે યુરોપની સ્વત્રતા અને યુરોપમાં પ્રજાસત્તા કાયમ રાખવા માટે આ યુદ્ધ છે તેમજ કહ્યું છે. હિંદની સ્વતંત્રતા આપવા માટે આ યુદ્ધ છે તેવું કહ્યું જ નથી. અલબત હિંદની સહાનુભૂતિ સંપૂર્ણપણે બ્રીટન પ્રત્યે છે તેમાં શંકા જ નથી. નાઝીવાદને નાશ હિંદ પણ ઇચ્છે છે. છતાં બ્રીટન જ્યાં સુધી પિતાને રાહ બદલે નહિ ત્યાં સુધી મહાસભા પાસેથી સક્રિય મદદની આશા બ્રોટન નજ રાખી શકે. હિંદને બ્રીટને હિંદની પ્રજાની મરજી વિરૂધ્ધ આ યુદ્ધમાં સડેવ્યું તે સામે મહાસભાને વિરોધ છે. મહાસભાએ એમ કહ્યું છે કે હિંદ પાસેથી મદદ જોઈતી હોય તે સ્વતંત્ર હિન્દ જ તેને નિર્ણય કરી શકે. હિંદ સ્વતંત્ર ન હોય ત્યાં સુધી એ નિર્ણય કરવાનું હિન્દને રહેતું જ નથી. સ્વતંત્ર હિન્દ શું નિર્ણય કરશે એ અત્યારથી ન જ કહેવાય. પિતાના હિતને વિચાર કરી હિની પ્રજા તેને નિર્ણય કરશે. સ્વતંત્ર હિન્દ બ્રીટનને પૂર્ણપણે મદદ કરવાનું સ્વીકારે અથવા તટસ્થ રહેવાનું પણ સ્વીકારે. જ્યાં સુધી હિન્દને સ્વતંત્ર રીતે એ વસ્તુને નિર્ણય કરવાની બ્રિટન તક ન આપે ત્યાં સુધી હિન્દની અચ્છિક મદદની કઈ આશા બ્રીટન રાખી શકે નહિઃ બ્રીડને ફરજિયાત હિન્દને યુદ્ધમાં સડાવ્યું તેના વિરોધ તરીકે મહાસભાએ પ્રથમ પગલું પ્રધાનમંડળે ખેંચી લેવાનું લીધું અને તે વિરાધને અમલમાં મુકવા વિશેષ પગલાં શું લેવાં તે મહાસભા વિચારી રહી હતી અને પ્રજા એમ માનતી હતી કે મહાસભાના મોવડીઓ એ જ વિચાર કરી રહ્યા છે.
આજે પરિસ્થિતિ શું છે?
મહાસભાની કાર્યવાહક સમિતિએ એમ જાહેર કર્યું છે કે બ્રીટીશ સરકાર સામેની લડત માટે તે મહાસભા અહિંસા સ્વીકારે છે, પણ આંતરિક અરાજકતાથી અથવા બાહ્ય આક્રમણથી દેશનું રક્ષણ કરવા મહાસભા પોલીસ અને ફાજને ઉપયોગ કરશે. આનું કારણ એમ અપાય છે કે અહિંસાને મહાન પ્રયોગ કરવાને દેશ તૈયાર નથી અને દેશના પ્રતિનિધિઓ તરીકે દેશની શકિત જોઇને જ નેતાઓએ નિર્ણય કરી રહ્યો. મહાસભા કઈ ધર્મપ્રચાર કરવા માટેની મીશનરી સંસ્થા નથી, પણ એક રાજકીય સંસ્થા છે જેનું ધ્યેય દેશની સ્વતંત્રતા મેળવવાનું છે. તે ધ્યેયની સિદ્ધિ અર્થે અહિંસાને સાધન તરીકે મહાસભાએ સ્વીકારી છે. જગતમાં અહિંસા ધર્મને ફેલાવો કરે એ મહાસભાનું ધ્યેય નથી. આ નિર્ણય કર્વામાં મહાસભાના નેતાઓએ ભારે પ્રમાણિકતા અને હીંમત બતાવી છે. તેઓ ગાંધીજીની હાએ હા કરી શકતા હતા. પણ ગાંધીજીના મતની વિરૂદ્ધ જઈને પણ આ નિર્ણય કરવામાં નેતાઓએ દેશની ભારે સેવા કરી છે. દેશની પરિસ્થિતિનું તેમણે સાચું માપ કાઢયું છે. ગાંધીજી એમ માને છે કે રાજાજી અને સરદાર ભીંત ભૂલ્યા છે અને મહાસભાએ આ નિર્ણય કરીને પિતાની પ્રતિષ્ટા ઓછી કરી છે અને અધોગતિને માર્ગે જઈ રહી છે. છતાં આ નિર્ણય જ સાચે નિર્ણય છે તે વિષે આ લેખકને જરાય શંકા નથી. અહિસાની તત્ત્વચર્ચામાં અહીં ઉતરવું નથી.
પણ આ નિર્ણય ઉપરથી એક વિશેષ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મહાસભાએ એમ જાહેર કર્યું છે કે બ્રીટીશ સરકાર સામેની લડત માટે તે મહાસભા અહિંસાને જ વળગી રહે છે તેને અર્થ શું ? તે અહિંસા કેવા પ્રકારની ? તે અહિંસા ગાંધીજી કલ્પ છે એવી છે કે કોઈ બીજા પ્રકારનો ? હું એમ માનું છું કે ગાંધીજી કલ્પ છે તેવી અહિંસા તે નથી. ગાંધીજીની અહિંસાની કલ્પના શું છે તે મેં ઉપર જણાવ્યું છે. એવી અહિંસા જે પ્રજામાં આવી હોય તે પછી બ્રીટીશ સરકાર સામેની લડત માટે શું કે બાહ્ય આક્રમણ માટે શું? તે તે એક જ હોય. એ અહિંસા માનસિક છે. એવું માનસપરિવર્તન થયું હોય, એવી સબળની અહિંસા પ્રજાએ અપનાવી હોય તે ગમે તેવી લડત માટે પ્રજા તેને જ ઉપયોગ કરે એવી અહિંસા જેણે કેળવી હોય તે બ્રીટીશ સરકાર સામે લડતા અહિંસક રહી શકે અને બાહ્ય આક્રમણથી બચાવ કરવા હિંસક સાધને સ્વીકારે એમ ન બને. એ અશક્ય છે. ખરી હકીક્ત એમ છે કે અહિંસા શબ્દના બે અર્થે થાય છે. ગાંધીજી એક અર્થ કરે છે. મહાસભાના નેતાઓ બીજો અર્થ કરે છે. મહાસભાના નેતાઓને મન અહિંસા એટલે શાન્તિમય પગલે કામ લેવું, હિંસક સાધનોથી નહિ. એમાં બ્રીટીશ સરકારના હૃદયપલટાને કોઈ સ્થાન નથી. તેમાં બ્રીટન તરફનાં કોઈ પ્રેમને સ્થાન નથી. એ એક લડતની રીત છે. હિંસક બળવો અશક્ય છે. તેને વિચાર કરે મૂર્ખતા છે, એટલે બેઠા બળવાથી એવું બળ જમાવવું કે ધાર્યું પરિણામ આવે. તેમાં અસહકારને પુરૂં સ્થાન છે. ગાંધીજીની કલ્પનાના સત્યાગ્રહને નહિ. તેનું ધ્યેય એટલું જ છે કે શાન્તિમય લડતથી બ્રીટીશ સરકાર ઉપર એવું દબાણ ઉત્તપન્ન કરવું કે આપણી માંગણી સ્વીકારવાની તેને ફરજ પડે. આ ધરણે રચનાત્મક કાર્યક્રમનું સ્થાન પણ ફરી જાય છે. આ નીતિનાં પરિણામે વ્યાપક છે. તેથી મહાસભાની નીતિમાં મેટે ફેરફાર થાય છે તે સ્વીકારવું જ રહ્યું. .