________________
તા. ૩૧-૮-૪૦
વામાં રાજ્ય કરતી સંસ્થાના એક પણ માણસને હાથ અડાડવાના નહિ, કેને લેશ માત્ર ઇજા કરવાની નહિ. પેાતાની પ્રકૃતિ અને પરિસ્થિતિને અનુકુળ આવા ઉદ્ધારમાર્ગ કઇ પ્રજા પકડી ન લે ? આ ચેાજનામાં અનેક જોખમા હતાં; અનેક ભયસ્થાના હતાં. પણ આઝાદીની તમન્ના જે પ્રજામાં એકવાર પ્રજ્વલિત થા છે તે જોખમે કે ભયસ્થાનાના વિચાર કરવા બેસતી જ નથી. તે કામ વિનીતાનું છે અને તે તે આજ સુધી તેજ કામ કર્યા કરે છે. ૧૮૫૭ ના કેવળ હિંસક રાજકીય આન્દોલન બાદ આજ, સુધીના હિંદી ઇતિહાસમાં એ ભીષણ આાલને ઉભાં થયાં. એક ૧૯૨૦૨૨ નું અસહકારનુ આન્દોલન; બીજું ૧૯૩૦-૩૨ નું સત્યાગ્રહનુ આન્દોલન. આ બન્ને આન્દેલનના પરિણાંમે પ્રજા ખૂબ આગળ તે વીજ છે, નવાં બળ, નવી શક્તિ, નવા વિશ્વાસ જન્મ પામ્યાં છે, પણ હજી સ્વાધીનતા આપણે ઘેર આવી નથી— આપણા ઉપર રાજ્ય તા હજુ અંગ્રેજ સરકારનુ ચાલે છે. ધારેલા ધ્યેયને આપણે કેમ પહોંચી ન શકયા તેનાં કારણેા ઘણાં છે, પણ તેની સમાલોચનાને અહિં સ્થાન નથી · અહિં તેા પ્રસ્તુત બાબત એટલી જ છે કે આપણી રાજકારણી લડતમાં તેમજ સામાજિંક લડતમાં પણ અહિંસાએ હવે નિશ્ચળ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આવી બાબતમાં અહિંસાને કશું સ્થાન જ હાઈ ન શકે એ ભણેલાના માટે વહેમ હતો તે વહેમ છેલ્લા વીશ વર્ષની ઇતિહાસયટનાએ નાબુદ કર્યાં છે. જેવી રીતે આઝાદીની પ્રાપ્તિ અર્થે તેવી જ રીતે અસ્પૃશ્યતા નિવારણ ની દિશાએ કે મનિષેધની દિશાએ સત્યાગ્રહના એક યા અન્ય પ્રકારના અમલ થયા છે અને થઇ રહ્યો છે. રાષ્ટ્રીય મહાસભાએ પોતાના સર્વ કાર્યક્રમમાં અહિંસાને અગ્રસ્થાન આપ્યુ છે. અહિંસા આજે કેવળ નકારાત્મક વૃત્તિ નથી રહી કે જેની ચલણી બાજી કેવળ નિર્માલ્યતા જ હતી. પણ અહિંસાને એક શક્તિ
તરીકે આજના વિચારકોએ સ્વીકારી છે અને ત્યાનુભવી છે. અહિંસા એટલે કે માત્ર થાય તે થવા દેવુ અને ખતે તે જોયા કરવુ... અને ‘ઇશ્વર ઇશ્વર' તુ નામ ભજ્યા કરવું એવી ટુકી અને ગેરરસ્તે દેરવનારી સમજ નથી રહી, પણુ જ્યાં જ્યાં અધર્મ કે અન્યાય થઇ રહ્યો હાય ત્યાં ત્યાં સાસુને કરવાની એક જ રીત છે અને તે વ્યવસ્થિત પશુભળના ઉપયાગની-એમ આજ સુધી માનવામાં આવતુ હતુ તેના બદલે માનવી પેાતાની માનવતા જાળવીને અહિંસક ઉપાય વડે તે તે અધમ કે અન્યાયને સફળ સામનો કરી શકે છે એ આજ સુધીમાં આ બનેલા અનેક સત્યાગ્રહના બનાવોએ પુરવાર કરી આપ્યું' છે. જેમ અમુક પરિસ્થિતિ અસહ્ય “નતાં તે સામે અમુક માણસા કે અમુક વર્ગ હલ્લા કરવાના છે એ સાંભળતાં સુલેહ શાન્તિના રક્ષકા ચમકે છે, તેવી જ રીતે અમુક બાબતમાં સત્યાગ્રહ થવાના છે એ સમાચાર પણ રાજસત્તાને આજે ચમકાવે છે અને અકળાવે છે. ગાંધીજીના આ મોટા સંદેશા છે કે કોઇ પણ અન્યાયભરી પરિસ્થિતિના સામના કરવાને માનવીએ પશુ બનવાની જરૂર છે જ નહિ-ઉલટુ પશુબળના ઉપયોગ કરવાથી પશુબળ સામે પશુબળના જ ગુણાકાર વધે છે- પણ આવા પ્રસંગે માનવી પેાતાની માનવતા પુરેપુરી જાળવી શકે છે અને એમ છતાં પણ કોઇ પણ અન્યાયને પુરેપુરો પ્રતિકાર કરી શકે છે.
આમ ગાંધીજી આપણને અસહકાર અને સત્યાગ્રહારા અહિંસાના માર્ગે દારી રહ્યા છે અને આપણે દેારાયા છીએ. મોટા મોટા દેશનેતા અને અખિલ હિંદની રાષ્ટ્રીય મહાસભા પણ ગાંધીજીના પગલે આજ સુધી ચાલી છે અને તેમની અહિંસાને અને તેટલી અપનાવે છે. આમ
પ્રબુધ્ધ જૈન
C
७८
મહાસભાની નીતિ
યુરોપીય યુધ્ધ પછી મહાસભાની નીતિમાં મોટા ફેરફાર થયા છે. આ ફેરફાર માટે જે મુખ્યપણે જવાબદાર છે, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્રી. રાજાપાલાચારી, સરદાર વલ્લભભાઇ, તેઓ પ્રજાને એમ બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે કે ફેરફાર થયેા જ નથી. થયેલ ફેરફાર ઈષ્ટ અથવા જરૂરી છે કે નહિ તેની ચર્ચા હું હાલ નથી કરતા. પણ ફેરફાર થયા નથી એમ કહેવું બરાબર નથી. ફેરફારની દૃષ્ટતા અથવા જરૂરીઆતને વિચાર કરીએ તે પહેલાં શુ ફેરફાર થયા છે અને તેનાં પરિણામે શું છે તે બરાબર સમજ લેવાની જરૂર છે.
મહાસભાએ ૧૯૧૯ થી અહિંસાની નીતિ સ્વીકારી છે. અલબત એ નીતિને પ્રયોગ બ્રીટીશ સરકાર સામેની લડત પુરતા જ રહ્યો હતો. મહાસભા રાજ્ય ચલાવવાની જવાબદારી સ્વીકારે ત્યારે તે પોલીસ અથવા ફેાજ વિના રાજ્ય કરશે અથવા દેશનું બાહ્ય આક્રમણથી રક્ષણ કરવા માટે મહાસભા ફેજ ન જ રાખે, પણુ અહિંસક સામને કરશે એવું મહાસભાએ જાહેર કર્યું ન હતું. પણ તેમ કરવાની મહાસભાને કાષ્ઠ જરૂરીઆત ઉભી થઇ ન હતી. પણ ગાંધીજી જે રીતે અહિંસા સમજ્યા છે અને દેશને સમજાવી રહ્યા હતા તે ઉપરથી કોઇ પણ વિચારવાનું માણુસને તે સ્પષ્ટ હાવુ જોઇતુ હતુ કે ગાંધીજી માટે તે અહિંસાના ગર્ભમાં આ વસ્તુ અનિવાર્ય રીતે સમાયેલી હતી જ. વળી બ્રીટીશ સરકાર સામેની લડતમાં પણ જે અહિંસાને ગાંધીજી અપનાવી રહ્યા હતા અને પ્રજાને અપનાવવા સમજાવી રહ્યા હતા તે ઉપરથી પશુ સ્પષ્ટ હતું કે ગાંધીજીની કલ્પનાની અહિંસા ઘણી વ્યાપક છે અને તે અહિંસા મહાસભાએ સ્વીકારી છે તેમ ગાંધીજીની માન્યતા હતી. ગાંધીજીએ અહિંસાને આંતર શુધ્ધિનુ મહાન શસ્ત્ર માન્યું છે. ગાંધીજીની અહિંસાની કલ્પના અત્યન્ત વ્યાપક છે. અહિંસક માણસમાં વિશ્વપ્રેમ હાય, દુશ્મન પ્રત્યે પણ પ્રેમ હાય, ક્રોધ ન હાય, અભિમાન ન હેાય, નમ્રતા હાય
વગેરે. બ્રીટીશ સરકાર સામેની લડતમાં અહિંસક શસ્ત્રને ઉપયોગ
પલટો કરાવવા માટે હતા. સ્વેચ્છાએ સ્વીકારેલ ત્યાગ અને આપેલા ભાગથી સામાનાં હૃદયમાં રહેલ રામને જગાડવા અને તેના હૃદયપલટો કરવા તે એ લડતના પાયા હતા. તેવી લડતમાં દુશ્મનની મુશ્કેલીઓને લાભ લેવાની વૃત્તિને સ્થાન નથી. કોઇ રાજદ્વારી ચતુરાને સ્થાન નથી. તેને પાયે। સત્ય અને અહિંસા છે. એ અહિંસા કોઇ નિબંધનાં સંખ્યાબળને કારણે ઉત્પન્ન થતાં દબાણ ઉપર અવલંબતી નથી, પણ સબળની નિડરતા ઉપર અવલખે છે. જ્યારે જ્યારે આપણી લડતમાં સફળતા નથી મળી, ત્યારે ત્યારે ગાંધીજીએ તેનું એક જ કારણ આપ્યું છે અને તે આપણામાં સાચી અહિંસાની ખામી. રચનાત્મક 'કાર્યક્રમના બીજો ગમે તે લાભ અને ઉપયેગ હાય, પણ ગાંધીજીને મન
છતાં આજ પ્રશ્ન ઉપર ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભા આજે જુદાં પડતાં દેખાય છે—એનું શું કારણ? આ પ્રશ્નનું વિવરણ કરવામાં ન આવે ત્યાં સુધી અહિંસાની ઉત્કાન્તિની સમાલાચના અધુરી ગણાય, પણ તે પ્રશ્નનો વિચાર આવતા અંક ઉપર મુલતવી રાખીએ તા ?
( અપૂર્ણ)
પરમાનદ્ર,