________________
૭૮
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૮-૪૦
सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम् ઓગસ્ટ ૩૧
- ૧૯૪૦ અહિંસાની ઉલ્કાન્તિ
. (ગતાંકથી ચાલુ) , અહિંસાને વ્યકિતગત જીવન ઉપર લાગુ પાડીને કઈ સીમા સુધી લઈ જઈ શકાય અને એ રીતે વ્યકિતગત જીવનને કેવી રીતે પરિપૂર્ણ બનાવી શકાય એ સંબંધમાં ઇસુ ખ્રીસ્ત, ગૌતમ બુધ્ધ કે મહાવીર સ્વામીએ પિતાની રીતે જગતને જે કાંઈ શિખવ્યું તેને આપણે કેટલોક વિચાર આંગળના બે લેખમાં કર્યો. અહિંસાને આથી વધારે વ્યાપક ક્ષેત્રમાં ઉતારવાનું અને ખાસ કરીને રાજકીય ક્ષેત્રમાં આપખુદ સત્તાની સામે સફળ વિરોધ કરવાના એક સાધન તરીકે વાપરવાનું કામ તે તે જ વ્યકિતથી થઈ શકે તેમ હતું કે જેની નસેનસમાં અહિંસા . જ વહેતી હોય અને સાથે સાથે જેનામાં રાજ્ય કરતી સત્તાના જુલ્મ, ત્રાસ, અન્યાય સામે દબાયેલી પ્રજાનું પરિત્રાણ કરવાની અનિવાર્ય વૃત્તિ બળ- વાનપણે કામ કરતી હોય. આજ સુધી જે જે શુધ્ધ અહિંસાપરાયણ જીવન ગાળનારા સાધુ પુરૂ થઈ ગયા તે સર્વે મેટા ભાગે અન્ય સાંસારિક તેમ જ સામાજિક બાબતો માફક રાજકીય બાબતે પરત્વે પણ કેવળ વિરતિ ધરાવનારા જ હતા. બીજી બાજુએ જુલ્મી રાજસત્તાની ચૂડમાંથી ગુંગળાતી પ્રજાને છોડવનાર દેશ દેશમાં અનેક સ્વાતં વિધાયક થઈ ગયા છે જેમાં આજે પણ મુકતકંઠે ભાન ગવાય છે, પણ તેની સામે કદિ અહિંસાનો આદર્શ હતો જ નહિ. તેઓ બળ સામે બળ વાપરવામાં માનતા અને તે મુજબ જ પિતાની પ્રજાને દોરીને તેઓએ સ્વાધીનતા- આઝાદી- હાંસલ કરી હતી. ત્યારે ઉપરની બન્ને સરત પુરી પાડે એવા તે જગતના પુષ્પગે આજે ગાંધીજી આ અવનિ ઉપર આવ્યા. દક્ષિણ આફ્રિીકામાં કેવળ બેરિસ્ટર તરીકે ધ કરવા માટે તેઓ ગયા અને જતાંવેંત જ ત્યાં વસતી હિંદી પ્રજા ઉપર વર્તી રહેલ અને વધતો જતો ત્રાસ જોઈને તેઓ ક્ષુબ્ધ બન્યા; શરૂ કરેલી બેરીસ્ટરી એને ઠેકાણે રહી અને પિતાના જાતભાઈઓના બચાવના માર્ગે
જવામાં તેઓ ગુંથાયા. કોઈ પણ સમજાવટને અનુકુળ બનવાની ના પાડતી અને આખરે હડધૂત કરીને હિંદી પ્રજાને પિતાના લાંબી વસવાટની ભૂમિમાંથી હાંકી કાઢવાની મુરાદ સેવતી સર્વ સત્તાધીશ ગોરી રાજસત્તાને વિરોધ શી રીતે કરે અને હિંદી પ્રજાના હકકોનું સંરક્ષણ શી રીતે કરવું એ પ્રશ્ન ગાંધીજીને ભારે મુઝવવા લાગ્યું. બળવે કરે, મારામારી કરવી,
જ્યાં ત્યાં ખુને કરવા, ગોરી પ્રજાને બને તેટલી રંજાડવી–આમ કરવાથી ધ્યેયની સફળતા થાય તેમ હતું જ નહિં અને એમ કરવાથી સફળતા મળે તે પણ ગાંધીજી એ માર્ગે કદિ જાય તે તે બનેજ નહિં. અહિંસાનું અનુમાન ગાંધીજીએ ગળથુથીમાંથી જ કર્યું હતું. પિતે કોઈને આંગળી સરખી પણ અડાડે નહિં; તે અન્ય કોઈની મારપીટ કરવાને તે આદેશ કેમ જ આપે ? આ મન્થનમાંથી તેમને સત્યાગ્રહની યેજના તેમણે તે વખતે હયાતી
ધરાવતા સત્પુરૂષ ટોલ્સ્ટોયને જણાવી અને ટોલ્સ્ટોયે જાણે કે પિતાને બીજે કંઈ સમાનધમી પૃથ્વીને બીજે છેડે જન્મે હોય એમ આનંદમાં આવી જઈને એ યોજનાને ખુબ ખુબ આવકારી. ત્યાર પછી બનેલા ઈતિહાસે દુનિયાને જણાવ્યું કે પશુબળ સિવાય બીજી એક એવી શકિત છે કે જેને સંગ્રહિત કરીને ગમે તેવી નિશ્ચળ રાજ્યસત્તાને હંફાવી શકાય છે અને દબાયેલી નિઃશસ્ત્ર પ્રજાની વ્યાજબી માંગણીઓ સ્વીકારવાની ફરજ પાડી શકાય છે. આ અનુભવ સાથે ગાંધીજી હિંદુસ્થાનમાં આવ્યા. હિંદુસ્થાનમાં રાજકીય આન્દોલન લગભગ દશ પંદર વર્ષથી શરૂ થયું હતું. દેશમાં વિનીત અને ઉદામ–એમ બે પક્ષે પડી ગયા હતા. એક પક્ષ કેવળ બંધારણુપૂર્વકની રાજકીય હીલચાલમાં જ માનતા હતા અને એમ કરતાં જે કાંઈ ધીરે ધીરે મળે તેથી
તેવું માનીને આગળને આગળ પ્રયત્ન ચાલુ રાખવાનું પ્રજાને કહેતા હતા. તેને બ્રીટીશ પ્રજાના ન્યાયીપણામાં ભારે વિશ્વાસ હતો. બીજા પક્ષને આવી બંધારણપૂર્વકની હીલચાલમાંથી વિશ્વાસ ઉઠી ગયા હતા અને ઉગ્ર હીલચાલ વડે એવું લોકબળ ઉભું કરવું કે જેની સામે સ્થાપિત સરકાર ટકી શકે જ નહિ અને આપણને સ્વરાજ્ય આપવાની તેની ઉપર ફરજ પડે–આ દયેયપૂર્વક કામ કરી રહ્યો હતો. સરકારનું દમન પણ ચાલુજ હતું અને દેશદ્રોહના કારણે ઉદામ પક્ષના એક યા અન્ય દેશનેતાને પકડી પકડીને અવાર નવાર જેલમાં પુરવામાં આવતા હતા. બંગાળામાં એક એવું પણ નાને સરખે વર્ગ ઉભું થયું હતું કે જે બેબેવડે મોટા મેટા અંગ્રેજ અધિકારીઓનાં ખુન કરીને સ્થાપિત રાજ્યસત્તાને મુંઝવવા માંગતા હતા અને એ રીતે અકળાયેલી રાજસ-તા આપણને સ્વરાજ્ય આપી દેશે એમ માનતે અને મનાવતા હતા. આ પરિસ્થિતિ વચ્ચે ગાંધીજી આપણી વચ્ચે આવ્યા અને અંદરથી ખુબ ઉછળેલી અને એમ છતાં નિઃશસ્ત્રપણાને લીધે અસહાયતા અનુભવતી પ્રજા સમક્ષ તેમણે અસહકાર અને સત્યાગ્રહના સિધ્ધાન્ત રજુ કર્યા. ચંપારણ, ખેડા, બોરસદ જેવા નાના નાના ક્ષેત્રમાં સત્યાગ્રહને અમલ કરીને પ્રજા ઉપર ગુજરતા સ્થાનિક અન્યાયે રદ કરવાની અંગ્રેજ સરકારને તેમણે ફરજ પાડી. પરિણામે પ્રજા તે જાણે કે પિતાના ઉદ્ધારની એક નવી ચાવી મળી ગઈ હોય એમ નવી આશા વડે ઉછળવા લાગી. આમેય તે આપણી પ્રજાની અથવા તે સામાન્ય જનસ્વભાવની કહીએ તે પણ ખોટું નથી–એ ખાસીયત રહી કે લોહી જેવું કે રડવું આપણને કદિ ગમે જ નહિ. એથી લેડી રેડયા સિવાય-ખુનની નદીઓ વહાવ્યા સિવાય-સ્વરાજ સમીપ જવાને– પ્રજાની આઝાદી હાંસલ કરવાને – કેઈ આપણને રસ્તો બતાવે તે આપણી નિશસ્ત્ર પ્રજા તે માર્ગને જરૂર વધાવી લે એમાં શંકા જેવું હતું જ નહિ, અસહકારને અર્થ એ હતું કે આપણી પ્રજા ઉપર આપણા જ માણસા વડે જ અંગ્રેજી રાજ્ય ચાલે છે. એ પ્રજાના માણસે જે પિતાને સહકાર ખેંચી લે તે અંગ્રેજી રાજતંત્ર ચલાવવું અશકય થઈ પડે. સત્યાગ્રહને અર્થ એ હતું કે ગેરવ્યાજબી સરકારી કાનુનેને એક પછી એક ભંગ કરવા માંડે અને એમ કરતાં જે કાંઈ સહન કરવાનું આવે તે સહન કરવું. આ સત્યાગ્રહની એજનામાં છેવટે નાકરની લડતનો પણ સમાવેશ થઈ શકે. રાજકીય લડતને આ પ્રકાર પણ જો પ્રજાને મોટો ભાગ ઉપાડી લે તે આખરે સ્થાપિત રાજસત્તાને પ્રજાની માંગણીઓ સંતોષ્યા સિવાય ચાલે જ નહિ અને એમ ન કરે તે એક વખત એ આવે કે જ્યારે આખું રાજ્યતંત્ર અટકી પડે અને પરિણામે પ્રજાના હાથમાં જ આવીને પડે. આ આખો કાર્યક્રમ પાર પાડ
નિજ ત્યાં વસતીમાન્ય જનસ્વભાવની'. અપણી પ્રજાની આશા છે
(વિકેવી