SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૮-૪ પ્રબુદ્ધ ધર્મ સાહિત્યનુ . અનુપાન કરાવીને ચેનમાં રાખવામાં આવે છે અને પૂર્વ કર્માનુસારિણી આજની સ્થિતિમાં સંતેષ માની લેવાને ઉપદેશ આપવામાં આવે છે. આ ધેનમાંથી જે છેડાવે અને સ્વતંત્ર વિચાર અને સ્વતંત્ર બનવાની તમન્ના જે જાગૃત કરે એજ સાચુ સાહિત્ય કહેવાય ત્યાર બાદ સમારંભપ્રમુખ શ્રી. બાળ સાહેબ ખેરે એક ભાવનાપૂર્ણ હૃદયંગમ વ્યાખ્યાન આપ્યું, જે આ અંકમાં અન્યત્ર વિગતવાર આપવામાં આવ્યુ છે. ત્યારબાદ સંધના મંત્રી શ્રી મણિલાલ મેાકમચંદ શાહે પ્રમુખ સાહેબ તેમજ અન્ય સજ્જન સન્નારીઓના ઉપકાર નિવેદન કરતાં કેટલુંક પ્રસગાચિત વિવેચન કર્યું અને અન્તિમ વન્દે માતરમ’ સાથે સભા વિસર્જન કરવામાં આવી. મહુવા જૈન માલાશ્રમ ઉદ્ઘાટન તા. ૧૫૯--૪૦ ના રોજ મહુવા ખાતે શેઠે કશળદ કમળશીએ રૂ. ૩,૫૦૦] ના ખર્ચે બંધાવેલ એક બાલાશ્રમનુ મકાન શ્રીમાન્ કાન્તિલાલ શ્વરલાલના હાથે ખેાલવામાં આવ્યું હતું. આ સમારંભનું પ્રમુખસ્થાન ભાવનગર રાજ્યના ાિન શ્રી. અનન્તરાય પટણીએ લીધું હતું. શેઠે કશળદનું જીવન આર્થિક ચાતિ પાતિના ચક્રમાંથી અનેકવાર પસાર થયું છે. જ્યારે જ્યારે પાસે ધન આવ્યું. ત્યારે સારાં સારાં કાર્યોમાં તેમણે ઠીક ઠીક સખાવતા કરી છે. આજે તે ચંતિપતિના ચક્રના અવરહ સ્થાને છે. એમ છતાં તેમણે આજ સુધીમાં કરેલી અનેક સખાવાથી આજે પણ તે ખરેખર ધનવાન છે. શ્રી. શકુન્તલા કાં. ઈ. કન્યાશાળા. શ્રી શકુન્તલા કાન્તિલાલ ઇશ્વરલાલ જન કન્યાશાળા પેાતાને વિકાસ ઝડપભેર સાધી રહી છે. આજથી અઢી વર્ષ પહેલાં જે સંસ્થા કેવળ ત્રણ અંગ્રેજી ધોરણ સુધી ભણાવનાર સામાન્ય કન્યાશાળા હતી તે તેના કુંડની ઉત્તરાન્તર વૃદ્ધિ તેમ જ કાર્યકર્તાએના ખંત અને ઉત્સાહના પરિણામે એક બાજુ એક બે વર્ષમાં એક સાધનસ ંપન્ન ગર્લ્સ હાઇસ્કુલ બનવાની સ્થિતિએ પહોંચી રહી છે; અને બીજી બાજુએ તે કન્યાશાળા એથી પણ ઓછા સમયના ગાળામાં પોતાનું મકાન પ્રાપ્ત કરવાની આશા સેવી રહી છે. આ કન્યાશાળાને આ સ્થિતિએ પહોંચાડવાના સૌથી વધારે શ શ્રી કાન્તિલાલ ઇશ્વરલાલને ઘટે છે, જેમણે ઉત્તરેત્તર આ સંસ્થાને મેટી મેટી, સખાવતથી પેોષી છે, એટલું જ નહિ પણ જેમણે પોતાનાં સ્થાન અને લાગવગને ઉપયોગ કરીને અનેક ધનિક જૈને પાસેથી સંસ્થા માટે સારી સારી રકમ મેળવી આપી છે. આજે મરીનલાઇન્સ સ્ટેશન પાસે કવીન્સ રોડ ઉપર કન્યાશાળાના મકાન માટે સાડા તેરસેા વાર જમીનના પ્લોટ લગભગ સવાલાખની કમતે ખરીદવામાં આવ્યા છે અને તે ઉપર પાણા એથી એ લાખ રૂપીઆ ખરચીને કન્યા શાળાની બધી જરૂરિયાતાને પહેાંચી વળે તેવું મકાન બાંધવાની યોજના નકકી કરવામાં આવી છે. આ એક મેટું સાહસ છે. આજની આર્થિક પરિસ્થિતિમાં આ યોજનાને પહેાંચી વળવા માટે તેમજ આખી શાળાને મેટ્રીક સુધીનાં રીતસરના હાઈસ્કુલના ધારણે પર્યન્ત પહોંચાડવા માટે એછામાં ઓછા હજુ ખીજા એ લાખ રૂપીઆ એકઠા કરવા જ જોઇએ. આ માટે એક વગદાર કમીટી નીમવામાં આવી છે અને તેની શુભ શરૂઆત તરીકે શે માણેકલાલ ચુનીલાલે રૂ. ૨૫,૦૦૦], શેઢ હીરાલાલ અમૃતલાલે રૂ. ૧૦,૦૦ અને શેઠ કાન્તિલાલ ઇશ્વરલાલે બીજા રૂ. ૧,૦૦૦] આ સંસ્થાના નવા કુંડાળામાં ભર્યાં છે. મુંબઇના જૈન સમાજ વિદ્યાર્થીઓ માટે એક સારી હાઈસ્કુલ હેાવાનુ અભિમાન ધરાવે છે; તેવી જ રીતે કન્યાએ માટે એક સરસ હાઈસ્કુલ પ્રાપ્ત કરે જૈન એ ષ્ટિ છે, અતિ આવશ્યક છે. મુંબઈના જૈન ધનવાને બને તેટલી મદદ કરીને આ કાર્ય જદ્ધિથી પાર ઉતારે એમ આપણે જરૂર ચ્છિીએ. ७७ ‘સત્ય સદેશ” ઉપર સરકારની વર્ક દૃષ્ટિ પંડિત દરબારીલાલજીના નેતૃત્વ નીચે સત્ય સંદેશ' નામનુ એ હિંદી માસિક કેટલાક સમયથી નીકળતું હતું અને ધાર્મિક તેમજ સામાજિક પ્રશ્નોની નિડર સમાલેાચના કરતું હતું. ઓગસ્ટ માસના અંકમાં ઉદ્યમસિંહને ફ્રાંસી અપાયાના સમાચાર છાપવા સાથે અમુક ટીકા કરવા બદલ હિંદી સંરક્ષણ ધારા નીચે મધ્ય પ્રાંતીય સરકારે રૂા. ૫૦૦] ના જામીન માગ્યા છે. પરિણામે ‘સત્ય સ દેશ' હવેથી બંધ કરવાના તેના સંચાલકોએ નિણૅય કર્યાં છે. સ્વ. મણિલાલ ઘડિયાળી ભાવનગર ખાતે યુવક પ્રવૃત્તિમાં બહુ સારા રસ ધરાવનાર અને જૈન સમાજના સ્થાનિક કાર્યોમાં ભાગ લેનાર શ્રી. મણિલાલ ઘેલાભા ઘડિયાળીનુ ગયા પખવાડીઆ દરમિયાન વસાન થયુ છે. આ બાબતની ખેદ પૂર્વક નોંધ લેવામાં આવે છે કલકત્તામાં પર્યુષણ વ્યાખ્યાન માળા મને અન્ય સ્થળેએ પણ કલકત્તાના તરૂણ જૈન સંઘ તરફથી આ વર્ષે ભારે આકષઁક પયુંષણ વ્યાખ્યાન માળા ગાવવામાં આવી છે. આ વ્યાખ્યાન માળામાં કલકત્તાના સ્થાનિક અનેક વિદ્યાના ડે. કાલીદાસ નાગ, શ્રી. સતીશચંદ્ર ગુપ્તા. શ્રી. ગગનવિહારી મહેતા વગેરે ભાગ લેવાના છે એટલું જ નહિ પણ પંડિત સુખલાલજી, કાકાસાહેબ કાલેલકર, મહાત્મા ભગવાનદીનજી, પંડિત દરબારીલાલજી, શ્રી. જનેન્દ્રકુમારજી આદિ અનેક વિદ્વાનોને પણ નિમંત્રણ આપવામાં આવ્યા છે. મુંબઇ ખાતે કચ્છી દશા ઓસવાળ ખેડી ગના ભૂતપૂર્વ વિધાર્થી ઓએ પણ આવી એક વ્યાખ્યાન માળાની યેાજના કરી છે અને અમદાવાદ જૈન યુવક સંઘે દરવર્ષે માર્ક આ વખતે પણ રસપૂર્ણ વ્યાખ્યાનમાળા ગોઠવી છે. —શ્રી. મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીમાં શ્રી મુંબઇ જૈન યુવક સંધની પ્રતિનિધિ શ્રી વલ્લભદાસ પુલચંદ મહેતા ચુટાયા છે. વિચાર કણિકા દરેક માણસને પોતાની જન્મગત ખાસિયતે। હાય છે તદુપરાંત જન્મ્યા ત્યારથી તે ખાસિયતાને વશવને માથ્યુસ જગતના સંસર્ગથી અનેક પ્રકારના મન્તવ્યો જીવનના જુદા જુદા ક્ષેત્રા પૈકી બાંધે છે, તે જન્મગત ખાસિયતે ઉપરાંત તે મન્તવ્યો તેજ તે માણસ. તેનાથી વિરૂધ્ધ તે વર્તી જ શકતા નથી. એજ વસ્તુ જગતની વ્યકિત વ્યકિતની છે. માટેજ મુૐ મુંડે મતિભિન્ન એવુ અનુભવાકય આખુ જગત ઉચ્ચારે છે. બાહ્ય વસ્તુ સદાએ આપણી ઇચ્છા" અને માન્યતા અનુસાર જ બનવાને બંધાયેલી નથી. પણ આપણું મન તે બાહ્ય વસ્તુના સારા નરસાપણાના પ્રત્યાધાતેથી સુખી કે દુ:ખી થતુ આપણે અટકાવી શકીએ છીએ. જેટલું આપણે તેમ કરવામાં અસમર્થ નિવડીએ, તેટલી આપણી કેળવણી, સંસ્કૃતિ અને જીવનજડ કાચી અને જગતમાં જન્મ્યા પછીની આપણે જે સાચી કમાઇ કરવાની છે તે અધુરી. સુંદર વિચાર। એ સુંદર જીવન નથી, એ તે ખાલી બુધ્ધિના વૈભવ છે. માણસના જીવનને સુખદુ:ખની લાગણીઓથી બચવા માટે તેના ફાળા નખવાજ છે. —એક મિત્રના પત્રમાંથી.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy