SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ યુદ્ધ જૈન સમાચાર કર્ણિકા સાર્વજનિક પુસ્તકાલય ઉદ્ઘાટન સમારંભ તા. ૧૭-૮-૪૦ ના રોજ શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી ચેોજાયેલ સાર્વજનિક પુસ્તકાલયના ઉદ્ઘાટનને સમારંભ મુંબઇ ઇલાકાના માજી વડા પ્રધાન શ્રી. બાળાસાહેબ ખેરના પ્રમુખપણા નીચે ઉજવવામાં આવ્યા હતા. સભામાં ભાઇ મ્હેતાએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રારંભમાં કુમારી ચદાબહેન દુર્લભજી ઉમેદે પ્રાર્થના ગીત ગાઇ સભળાવ્યું, ત્યારબાદ સંધના પ્રમુખ શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆએ પ્રસંગચિત નિવેદન સાથે શ્રી. બાળા સાહેબ ખેરને સભાનુ કામકાજ શરૂ કરવા વિજ્ઞપ્તિ કરી. ખેર સાહેબની આજ્ઞાથી પુસ્તકાલયના મંત્રી શ્રી અમીદ ખેમચંદ શાહે નીચે મુજબ નિવેદન કર્યું હતું. પુસ્તકાલયના મંત્રીનુ' નિવેદન જૈન સમાજના ભૂતકાળમાં જેને જેને જ્યારે જ્યારે ફીક લાગ્યું ત્યારે ત્યારે ધર્મ અને સમાજના નામે અનેક રૂઢીએ દાખલ કરવામાં આવેલી. આ રૂઢિઓને પોષવા ધનીકા છુટે હાથે ધનના ઉપયાગ કરી રહ્યા હતા. સાધારણ વર્ગ રૂઢિઓના દબાણુથી હાલહવાલ થઈ રહ્યો હતો. કાઇ કાઇ ઠેકાણે ચીનગારીએ મૂકાતી તેને સત્તાના જોરે દબાવી દેવામાં આવતી. તેવા વખતે જગતના સર્વોત્તમ પૂજ્ય બાપુજીએ કંઈ કાળથી ધારતા ભારતને કુનેહથી જાગૃત કરવા અનેકવિધ પ્રવૃતિઓ શરૂ કરી. તેની અસર જૈન સમાજના યુવક વર્ગ ઉપર પણ થઇ અને જૈન યુવાન વર્ગ જાગૃત થયા. તેણે આજથી અગીયાર વર્ષ પહેલાં આ યુવકસંધની સ્થાપના કરી. સ્થાપના કરીને તરતજ ધાર્મિક ને સામાજિક રૂઢિ સામે, તેના સતાધીશેાની સ-તા તેાડવા સમાજને કેળવવા આંદોલન ઉભું કર્યું. અનેક શહેરામાં યુવક ધેાની સ્થાપના થ યુવક પરિષદે। ભરાઇ પ્લેટફાર્મ ને પ્રેસને ઠીક ઠીક ઉપયોગ થયા. યુવક વર્ગ જાગૃત બન્યા અને ધર્મ તથા સમાજના ઠેકેદારોની સત્તાઓના શસ્ત્ર બુઠાં થયાં. ધર્મના બની બેઠેલા ઠેકેદારો, સમાજના પટેલે। અને તેમની હામાં હા ભણનાર ધનીકા વચ્ચે સગાભાઇએ જેવા સંબંધ હાય છે, એટલે રૂઢિના બંધના તેડવાના પ્રયત્ન કરનાર સંસ્થા માટે મખમલનુ ખીછાનુ હેતુ નથી, પણ કાંટાનું ખીંછાનુ હોય છે. એટલેજ રચનાત્મક કાર્યક્રમ એને માટે મુશ્કેલ થઇ પડે છે. કારણ રચનાત્મક કાર્યક્રમ નાણાંની પૂરી સગવડ માગે છે, છતાં યુવકસધના એ ખ્યાલમાં જ છે કે આજની એકારી માટે કંઇ કરવું જોઈએ, સમાજના માયકાંગલા યુવા અને બાળકો માટે વ્યાયામશાળા ઉભી કરવી જોઇએ, મુખાદેવી ને પાયની જેવા ભરચક લત્તામાં એક પણ વાંચનાલય અને પુસ્તકાલય નહિ હાવાથી વાંચનાલય તથા પુસ્તકાલય કાઢવુ જોઈએ. આવાં અનેક ઉપયાગી કાર્યો કરવાની સંધની ઇચ્છા છે અને એ ઇચ્છાએજ સધની કાર્યવાહી સમિતિએ તા. ૧૬-૧–૪૦ ના રોજ વાંચનાલય અને પુસ્તકાલય કાઢવાનો ઠરાવ કર્યો. તા. ૩૧-૮-૪ સભ્યો ઉપર જ હતા કારણ કે જે સંસ્થા ધર્મના બની બેઠેલા ઠેકેદારાની સામે માથુ ઉંચુ કરે, ચેરીછુપીથી ગભરૂ બાળકોને સંતાડી, ભગાડી તેમજ અનેક પેતરા રચી દીક્ષા આપવામાં પાવરધા બનેલાએની સામે મેારચા બાંધે, વડેદરા જેવા રાજ્યમાં અયોગ્ય દીક્ષા અંગે કાયદા ઘડાવે, અયેાગ્ય રસ્તે ધનને વેડી નાખનાર સામે આંગળી ચીધે-એવી સંસ્થાને પૈસાની મદદ કરવા જતાં ગુરૂજી કોપાયમાન થઇ જાય, એટલે એવા ઘેલા ભકત તરફથી આર્થિક મદદની કશી આશા ન રાખતા સંઘના સભ્યોમાંથીજ સમિતિએ ત્રણ વર્ષે માટે વર્ષના મે હારનાં વચા મેળવ્યાં અને તા. ૧-૫-૪૬ થી સંઘની એપીસમાં વાંચનાલય શરૂ કરવામાં આવ્યું. આ વાંચનાલયમાં રોજીંદા ૪, અવાડીક ૧૧, પાક્ષિક ૪, તે માસિક ૨૩ મળી કુલ્લે ૪૨ છાપાં આવે છે. તેમાં જાણીતા રજાના દિવસે સિવાય હંમેશા સવારના ૮ થી ૧૧ સાંજના ૫-૮ વાંચનાલય ખુલ્લું રાખવામાં આવે છે. તેને સરેરાશ ૪૦ ભાઇઓ લાભ લે છે. તમને એમ લાગશે કે આ રાવતે અમલ કરવામાં સાત સાત મહિનાનાં વહાણાં વાયાં. તમારૂ કહેવું સાચુ છે. જો સધનુ ચાલત તેના સાત દિવસમાંજ રાવને અમલ થાત. પરંતુ સંધના અંદાજપત્રનું ઉધાર બાજુનું ત્રાજવું હમેશ માટે નમતું જ રહે છે. એટલે નાણાં એકત્ર કરવા એક સમિતિ નીમેલી. આ સમિતિના મુખ્ય આધાર સંધના જે પુસ્તકાલય આજે ખુલ્લું મુકાવાનુ છે તેમાં ૨૨૨૦ પુસ્તકો છે, . એ પુસ્તકનાં ૪૦ ભાઇ બહેન સભ્યાએ ૧૫૮૦ પુસ્તકો ભેટ આપ્યાં છે, અને ૬૪ ખરીદ કર્યાં છે. પુસ્તકામાં હીદી ૧૨૫, અંગ્રેજી ૧૪૫ અને ગુજરાતી ૧૯૫૦ છે અને તેમાં જૈન ધર્મને લગતાં ૩૭૫ ને સમાવેશ થઇ જાય છે. જે ભાઇ બહેનેાના ઘરમાં કંબાની શાબા પૂરતાં જ પુસ્તકા પડયાં હાય, તેમ જેએની પાસે નાણાં અંગે ઉઘરાણુ કરવા સમિતિ ન જઇ શકી હોય તે સર્વેને પુસ્તક તેમજ નાણાં આપવા આ પ્રસંગે વિનંતિ કરૂં તે અયોગ્ય નહિ લેખાય. જે ભાઇ બહેનોએં વાંચનાલય તેમજ પુસ્તકાલયના અના છાપાં પુસ્તકાઅને નાણાં આપીને આ પ્રવૃત્તિને વેગવતી કરી છે તેમજ જેમણે બીજી જે કાંઇ મદદ કરી છે તે સર્વ અહિં અન્તઃકર્ણ પૂર્વક આભાર માનવામાં આવે છે ત્યાર બાદ પ્રસંગોચિત્ત વિવેચન કરતાં શ્રી. મેાતીયદ ગીરધરલાલ કાપડીઆએ કાર્નેગી પુસ્તકાલયની દેશવ્યાપી પ્રશ્નત્તિના સુન્દર ખ્યાલ આપ્યો. શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે જણાવ્યુ કે પુસ્તકાલય એ જાહેર-મત-કેળવણીનું એક અતિ અગત્યનુ સાધન છે. તે વડે વિચારકેળવણીની મેાટી સગવડ પુરી પાડ- . વામાં આવે છે. દેશ દેશની સરકારે આજે લોકકેળવણીને લગતાં સર્વ સાધના ઉપર નિયંત્રણ મુકી રહી છે. શિક્ષણ સંસ્થા ઉપર અંકુશ; છાપા ઉપર અંકુશ; પ્રગટ થતા સાહિત્ય ઉપર અંકુશ; સીનેમા અને રેડીઓ ઉપર અંકુશ. પેાતાના અસ્તિત્વને બાધક હેાય એવા સત્યનું પ્રકાશન પણ રાજ્યદ્રોહની કલમ નીચે આવી જાય છે. આ અંકુશથી સાહિત્ય પ્રકાશને અને છાપાઓ મુક્ત થવાં જોઈએ અને સત્ય જ્ઞાન પ્રાપ્ત થવાની લોકોને પુરી સગવડ મળવી જોઇએ. પહેલાનું સાહિત્ય અને કળાકૃતિ ઘણું ખરું ધનવાનનુ મનરંજન કરવા અર્થે નિપજતી હતી, આજનું સાહિત્ય ભદ્રલોકના (મધ્યમ વર્ગના) જીવનનું પ્રતિબિંબ હાય છે, આગામી સાહિત્ય અને કળાકૃતિ આમ જનતાના જીવનની પુરેપુરી પ્રતીક બનવી જોઇએ. ત્યારબાદ શ્રી શાન્તિલાલ શાહે વિવેચન કરતાં સાહિત્ય સંગીત અને કળાએ તે ધનવાનાના મનેારજનના સાધના હાઇને તેથી વંચિત રહેતી આમ જનતાને પુંછડા શિંગડા વિનાના પશુ કહેવામાં આવે છે તે પાછળ ખુઝવાની મનેાદશા સિવાય બીજું કશું નથી. ધર્માં ચા અને ધનવાના એકમેકના પ્રભુત્વનું સમર્થન કર્યા કરે છે અને ગરીને માયેલા રાખે છે; ગરીબોને
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy