________________
તા. ૩૧–૧–૪૦
વાર્ષિક વૃત્તાન્ત
અનેક પ્રપંચે કરે છે. તેમાં એક પ્રપંચ તે કાર્યકર્તાના કોઈ પણ લખાણના કેઈ પણ વિભાગને ખોટું અવતરિત કરવું તે છે. જે “નવસૌરાષ્ટ્રમાં પ્રગટ થયેલ મારા લેખને આધાર લઈને શ્રી. ભગવાનલાલ કપાસીએ પોતાના પત્રમાં, મારા વિષે ઉલ્લેખ કર્યો છે તે લેખમાં પ્રસ્તુત વિચાર નીચે મુજબ લખાચલો છેઃ “એક પણ સાધુ કે સાધ્વી છૂપી રીતે કે જાહેર રીતે કઈ પણ છોકરા કે છોકરીને દીક્ષા આપવાની હિંમત ન કરે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી તે આપણું પરમકર્તવ્ય બને છે.” આ લેખ મૂળ “પ્રબુદ્ધ જૈન’નાં તા. ૧૫-૧૨-૩૯ના અંકમાં પ્રગટ થયેલ. આ લખાણમાં મારે વિરોધું કોઈ પણ જાતની દીક્ષા આપવા સામે નથી, પણ કુમળી વયના છોકરા છોકરીને દીક્ષા આપવા સામે છે એ સ્પષ્ટ છે. એમ છતાં શ્રીટ, કપાસીએ મારા આ રીતના મર્યાદિત વિરોધને વ્યાપક રૂપ આપી જૈન સમાજમાં મારા વિષે ખોટે ખ્યાલ ઊભો કરવા પ્રયત્ન કર્યો છે, પણ આ બાબતને મને બહુ હરખક નથી. . '
આવી જ રીતે છાપાંવાળાઓને બીજો પ્રપંચ કોઈ પણ વ્યકિત સામે ગેરસમજ ઊભી કરે તેવા કોઈ બહારના માણસના લખાણમાં રહેલાં તધ્યાતની જરા પણ દરકાર કર્યા સિવાય તે લખાણને અવતરિત કરીને ‘જો આ વાત સાચી હોય તો', એવી બચાવની બારી રાખી તે ઉપર પોતાને ફાવતી ટીકાઓની ઈમારત ઊભી કરવી તે છે. આ કાર્ય જૈનયુગ'ના તંત્રીએ ઉપરના લખાણમાં કર્યું છે અને આ જોઈને મને ખરેખર દુ:ખ થયું છે અને તે એટલા માટે કે “જૈન યુગના તંત્રીને મારી સાથે ગમે તેટલે મતભેદ હોય તો પણ અમે બંને એક જ સંસ્થાનાં ભિન્ન ભિન્ન કાર્યો સંભાળતા સાથી અધિકારી છીએ તેથી આ બાબતમાં કાંઈ પણ લખતાં પહેલાં તેમણે એક સાથી તરીકે મને આ લખાણનાં તથ્યાતગ્ય વિષે પૂછવું જોઈતું હતું. બીજું, એ લેખ જેમાં ઉત્તરોત્તર પ્રગટ થયો હતો તે “પ્રબુધ્ધ જૈન કે “નવસૌરાષ્ટ્રને અંક તેમણે બરોબરે જોઈ જ જોઈ હતો. આવી જ રીતે જૈનયુગ” છેલ્લા છેલ્લાં બંધ થયું તે અરસામાં શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળની વ્યાયામશાળાને લગની તકરારના સંબંધમાં સદગત પરિવર્તન માં પ્રગટ થયેલી મારી નાંધ ઉપર પણ તેમણે મનફાવની ટીકાઓ લખીને મને અન્યાય કર્યો હતો અને પાછળથી તેમને તે બાબતને ખુલાસે કરવો પડ્યો હતે.
આમ સત્યથી વેગળા દોડવાની તેમજ પ્રતિપક્ષી વિચાર સંબંધમાં લખવા જતાં સભ્યતા કે ઔચિત્યની મર્યાદા ઓળંગવાની રીત “યુગ” ના તંત્રીને ન છાજે. જેને મરજી પડે તેટલાં શાહી કાગળ બગાડવાનો વાંધો નથી અને જે પિતા સિવાય બીજા કોઈને લેશ માત્ર જવાબદાર નથી તેવા પત્રને ગમે તે ફાવે પણ જૈનયુગ” શ્રી. જૈન શ્વેતા. મુ. કોન્ફરન્સનું મુખપત્ર છે અને એ કોન્ફરન્સનું સ્થાન આજે બહુ નાજુક છે. એ કોન્ફરન્સનું મુખ્ય ધ્યેય ભિન્ન ભિન્ન મત ધરાવતી અનેક વ્યકિતઓ તેમજ વર્ગોને એકત્ર કરવાનું અને સમાજ ઉદ્ધારના કાર્યમાં સંગઠીત કરવાનું છે. એ સંસ્થાના મુખપત્રમાં એવી એક પણ વાત ન આવવી જોઈએ કે જે સત્યથી વેગળી હોય અને જે સૌને ઇષ્ટ એકીકરણની વિરોધી હોય.
“જૈનયુગના એ અંકમાં આજના યુવક અને યુવક પ્રવૃત્તિ સામે કેટલીક ટીકાઓ છે. તંત્રીમહાશયને કહેવતને ઠીક ઠીક શૈખ લાગે છે, “કપૂતના કારણે ખાનદાન પિતાને નામેશી દેવી’ ‘પાડાને વાંકે પખાલીને ડામ' ઇત્યાદિ. પિતાનાં કથનને માર્મિક બનાવવા માટે આવી કહેવતોને ઉપગ
આજે આપણે મુંબઈ જૈન યુવકસંઘ અગિયાર વર્ષ પૂરાં કરીને બારમા વર્ષમાં પ્રવેશ કરે છે. આજે નિવૃત્ત થતી કાર્યવાહક સમિતિની ચૂંટણી સં ૧૯૯૪ના આસો માસમાં તા. ૨-૧૦-૭૮ ના રોજ કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધીમાં થયેલાં કામકાજ અને બનેલા બનાવોની વિગત નીચે મુજબ છે.
પ્રારંભમાં માટુંગા પ્રતિમાં પ્રકરણ ઊભું થયું હતું. રાત્રીના વિમાનમાં બેસીને કોઈ દેવતા આવ્યા અને પિતાના ઘરની બારી વાટે એક ભવ્ય જિનભૂતિ મૂકી ગયા એવી એક બાઈના નામે વાત ફેલાવીને માટુંગા ખાતે એક જિન િરજૂ કરવામાં આવી હતી અને એ બાબતને છાપાંદ્વારા ખૂબ પ્રસિદ્ધિ આપવામાં આવી હતી. વહેમ અને કુતૂહલથી પ્રેરાઈને હજારો માણસે એ મૂર્તિનાં દર્શને માટુંગા તરફ દોડી રહ્યાં હતાં. રાત દિવસ મહેનત કરીને તેમજ કેટલેક ખર્ચ કરીને આ બાબતનું પિકળપણું આપણા તરફથી ખુલ્લું પાડવામાં આવ્યું હતું અને એ રીતે ભેળી જનતાના હજારો રૂપિયાનું આંધણ મૂકાઈ જાય એવી ઘેલછામાંથી સમાજને ઉગારવામાં આવેલ હતું. છે, કેટલાક સમયથી જવા ધારેલ સામાજિક વ્યાખ્યાનમાળાની આ વર્ષના એપ્રીલ માસમાં શરૂઆત કરવામાં આવી હતી અને તેમાં ચાર વ્યાખ્યાનો નીચે મુજબ થયાં હતાં. વ્યાખ્યાતા: શ્રી. કાકાસાહેબ કાલેલકર. વિષ : સ્ત્રી-પુરુબ
: સંબંધ. . . , શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ,
વિષય: લગ્ન, ચારિત્ર્ય ઘડતરનું સાધન. શ્રી. ઝીણાભાઈ દેસાઈ નેહરશ્મિ),
વિષયઃ “રૂપજીવિની પ્રગતિશીલ કે પ્રત્યાઘાતી ? - : , શ્રી. શાંતિલાલ હ. શાહ,
. વિષયઃ “હિન્દુ સ્ત્રીઓના કાયદેસર અધિકાર" - આ વ્યાખ્યાનમાળામાં લેકે એ બહુ રસ લીધે નહોતે. અને શ્રોતાઓની હાજરી ઉત્તરોત્તર કમી થતી ગઈ હતી. હવે
કરવામાં આવે છે અને આવી કહેવતો ઘણી વખત અણીદાર ઝેરી શાનું કામ સારે છે. સામયિક પોનો મુખ્ય ઉદ્દેશ સાચી બીનાઓ પ્રસિદ્ધ કરવી અને વિચારપ્રેરક અને સંસ્કૃતિપિષક ખોરાક પૂરો પાડવો એ છે. આ ઉદ્દેશને બાજુએ રાખીને ઘણી વખત પત્રકારો પક્ષકાર બની જાય છે અને પોતે માની લીધેલા પ્રતિપક્ષ ઉપર પ્રહાર કરવામાં જ પિતાની ઘણુખરી શકિતઓ ખરચે છે. આ ઠીક છે કે અહીક છે એ જુદી વાત છે પણ લેખિનીનું આ વળણ સ્વાભાવિક છે; તે સત્યનું સંશાધન છોડીને સ્વમતનું સમર્થન અને પરમતના ખંડન તરફજ ઘણુંખરું ઢળતી આવી છે. તેથી આ પરિસ્થિતિને સ્વાભાવિક નબળાઈ ગણીને આપણે ક્ષન્તવ્ય ગણીએ. પણ જ્યારે કઈ પત્ર જે સંસ્થાનું પોતે મુખપત્ર હોવાનો દાવો કરતું હોય તે સંસ્થાને જ ઘાતક લખાણ લખવા તરફ ઢળતું દેખાય ત્યારે આપણને કેવળ દુ:ખ જ થાય. જે દિશાએ તાજેતરમાં જન્મ પામેલા જૈનયુગ”ના તંત્રીએ ગમન કરવા માંડયું છે તે કાંઈક આ પ્રકારની છે આટલું તે સંસ્થાના સુત્રધારોને સૂચવવું અસ્થાને નહિ ગણાય.
પરમાનંદ