________________
પ્રબુધ જૈન
તા. ૧૫-૮-૪૦
પુનામાં મળેલી અખિલ હિંદ રાષ્ટ્રીય મહાસભા સમિતિની બેકમાં કારોબારી સમિતિને- વિગ્રહને અન્ન આવતાંની સાથે હિંદને સંપૂર્ણ આઝાદ જાહેર કરવાની માંગણી કરતો અને તે દરમિયાન સુરતમાં જ આજની વડી ધારાસભાના લોકનિયુકત સભ્યોમાંથી પ્રજાકીય સરકાર ઉભી કરીને તેને હિંદના રાજ્યવહીવટની સર્વ હકુમત સોંપવાની માંગણી કરતો અને તે માંગણી જે સરકાર સ્વીકારે તો આજના વિગ્રહમાં બને તેટલી મદદ કરવાનું વચન આપતા-ઠરાવ બહુમતીથી મંજુર કરવામાં આવ્યો હતો.
વડો યોજાયા હતા. સર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સર મેરીસ વાયરે ઓકસફર્ડ યુનીવર્સીટીના પ્રતિનિધિ તરીકે આ સંમેલનમાં ભાગ લીધે હતે. સર રાધાકૃષ્ણનનું કવિવરને ઉદ્દેશીને ઉધન અને કવિવરનો ઉતર ઉભય વાંચવા જેવાં અને મનન કરવા યોગ્ય હતાં.
આના ઉત્તરમાં સરકાર તરફથી એવી મતલબની જાહેરાત કરવામાં આવી છે કે ડેમીનીયન સ્ટેટસ’–સાંસ્થાનિક સ્વરાજ્યઆપવાની સરકારી તેમનું આજે ફરીથી સમર્થન કરવામાં આવે છે. લડાઈ પુરી થયા બાદ હિંદને અનુકુળ બંધારણ ઘડવા માટે દેશમાં રહેલા અગત્યના સર્વ પક્ષોના પ્રતિનિધિઓની એક પરિષદ્ બોલાવવામાં આવશે. આગામી કોઈ પણ બંધારણી ફેરફારોમાં બે બાબતની ખાસ સંભાળ રાખવામાં આવશે. એક તે હિંદ સાથેના લાંબા સંબધને અંગે અંગ્રેજ સરકારને માથે જે કેટલાક હિત સંભાળવાની ખાસ જવાબદારીઓ રહેલી છે તેને બાધક હોય એ કશે ફેરફાર આગામી રાજ્યતંત્રમાં કરવામાં નહિ આવે; તદુપરાન્ત લધુમતી વર્ગોના સર્વ વ્યાજબી હકક સુરક્ષિત રહે એ બાબતની પુરી સંભાળ લેવામાં આવશે. આ સંબંધમાં આગળ વધીને સરકારી યાદી જણાવે છે કે હિંદી પ્રજાકીય જીવનમાં મેટી લાગવગ ધરાવતા અગત્યના વર્ગો જે રાજ્યતંત્રની સત્તા સ્વીકારે નહિ એવા કેઈ પણ રાજ્યતંત્રને આજની રાજ્યવહીવટી સત્તા સોંપવામાં નહિ આવે તેમજ એવા વર્ગોને આવા રાજ્યતંત્રને ફરજિયાત આધીન બનવું પડે એવી કોઈ પણ પરિસ્થિતિ સરકારને સંમત નહિ હોય. વિગ્રહ ચાલે તે દરમિયાન સરસુબાની કારોબારી સમિતિમાં પ્રજાપ્રતિનિધિઓને ઉમેરવાની અને સરકારી હિંદના તેમજ દેશી રાજ્યના પ્રતિનિધિઓની એક સલાહકાર સમિતિ ઉભી કરવાની આ જાહેરાતમાં દરખાસ્ત કરવામાં આવી છે.
શ્રી. વિજયસિંહ નાહર અને ભંવરમલ સિંધીના સંયુક્ત સંપાદકત્વ નીચે છેલ્લી જાન્યુઆરી માસથી તરૂણ સવાલ’ નામનું એક હિંદી માસિક પ્રગટ થઈ રહ્યું છે. જૈન સમાજમાં સાંપ્રદાયિક ભાવનાથી કેવળ મુકત એવી છે કેટલાક પ્રવૃત્તિઓ ચાલે છે તેમાં આ પત્ર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ પત્ર પ્રાગતિક વિચારોનું પક્ષકાર છે અને ગાંધીજીના વિચારોનું સમર્થક છે. એ પત્રના સંપાદક તેમજ શ્રી સિધ્ધરાજ દ્વા–ત્રણે મિત્રોએ મળીને આજે અહિંસાના પ્રશ્ન ઉપર દેશભરમાં જે ચર્ચા ચાલી રહી છે તે સંબંધમાં સામુનિરાજો તેમજ વિચારક લેખાતા કેટલાક આગેવાન શ્રાવક ઉપર એક પરિપત્ર મોકલ્યો છે. આ પરિપત્રમાં તેમણે નીચેના પ્રશ્નોના જવાબ માંગ્યા છે.
(1) જૈન ધર્મને અનુસાર અહિંસાની શું વ્યાખ્યા છે ? આજે જે અહિંસાની વ્યાખ્યા કરવામાં આવે છે તે તે વ્યાખ્યાથી આપના ધાવા મુજબ ભિન્ન છે? આપના અભિપ્રાય મુજબ અહિંસાની પૂર્ણ વ્યાખ્યા શું હોઈ શકે?
(૨) બહારના આક્રમણથી અથવા તે હિંદુ-મુસલમાન રમખાણ કે લુંટફાટ જેવા દેશની અંદર ઉભા થતા ઝગડાથી હથિયાર કે લશ્કરની મદદ વિના કેવળ અહિંસાત્મક રીતિથી દેશનું રક્ષણ થઈ શકે એ આપ સંભવિત માને છે ? | (૩) જો એમ ન હોય તે શું અહિંસા જીવનને સર્વ વ્યાપી સિધ્ધાન્ત બની શકતા નથી ?
(૪) જે અહિંસાત્મક રીતિથી દેશની રક્ષાનો પ્રશ્ન સંભાળી શકાય તેમ હોય તે તે કઈ રીતે અને શું કરવાથી ?
(૫) જૈનશાસ્ત્ર કે સાહિત્યમાં એવું કે ઉદાહરણ આ-. પના ધ્યાનમાં છે કે જ્યારે દેશ અથવા તે રાજ્યની રક્ષા માટે અહિંસાત્મક ઉપાય હાથ ધરવામાં આવ્યા હોય ?
(૬) જૈન શાસ્ત્રોમાંથી આપની જાણ મુજબ એવાં ઉદાહરણ મળી શકે છે ખરાં કે જેમાં દેશ અથવા ધર્મની રક્ષાને પ્રશ્ન ઉપસ્થિત થતાં જન આચાર્યોએ હિંસાથી રક્ષા કરવાને આદેશ આપ્યો હોય અથવા તે એવા આશયની પ્રેરણા કરી હોય ?
આ પ્રશ્નો આજની જૈન જનતાએ-સાધુ તેમજ શ્રાવકેગંભીરપણે વિચારવા યોગ્ય છે. આ પ્રશ્નના વિગતવાર ઉત્તર પર્યુષણ પહેલાં મોકલી આપવા જૈન વિચારકેને વિનંતિ કરવામાં આવે છે.
માટે નામદાર વાઈસરાયે નિમક
ઉપરની જાહેરાતથી હિંદી પ્રજામતને સંતોષ થયે લાગતે નથી. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખને આ જાહેરાત સંબંધમાં ચર્ચા કરવા માટે નામદાર વાઈસરાયે નિમંત્રણ આપેલું, પણ ત્યાં મીલનભૂમિકાને અભાવ છે ત્યાં વિશે ચર્ચાને કશો અર્થ નથી એમ સૂચવી નામદાર વાઈસરાયને મળવાની મૌલાના અબુલ કલામ આઝાદે અનિચ્છા દર્શાવી છે.
અર્થ નથી
આપ્યો હોય અથવા તે
હિદ સંરક્ષણ ધારા નીચે સરકારે બીન સરકારી સ્વયે. સેવક દળને લશ્કરી પિશાકને મળતો પોશાક પહેરીને ફરવાની તેમજ હથિયાર, લાઠી, કે એવા કેઈ સાધને સાથે અથવા તે વિના લશ્કરી કવાયત, કુચ કસરત કે હીલચાલ કરવાની મનાઈ કરનારા હુકમ કાઢયા છે. આ હુકમોનું વ્યાજબીપણું દર્શાવવા માટે સરકારે લાંબુ નિવેદન કર્યું છે. આ હુકમોએ પ્રજાના ઘણા મોટા વર્ગમાં આશ્ચર્ય તેમ જ રેપની લાગણી પેદા કરી છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં શ્રી વલ્લભદાસ ફુલચંદ મહેતાએ શ્રી મુંબઈ જન યુવક સંધના પ્રતિનિધિ તરીકે ઉમેદવારી બહાર પાડી છે. ભાઈશ્રી વલ્લભદાસ જન યુવક સંઘના જુના અને જાણીતા કાર્યકર્તા છે અને આજના કેળવણીના પ્રશ્નમાં તેઓ આગળ પડતા વિચારે ધરાવે છે. વિદ્યાલયની સમિતિના સભ્યોને ભાઈશ્રી વલ્લભદાસને પિતાને મત આપવા વિનંતિ કરવામાં આવે છે.
કવિવર ટાગોરને ઓકસફર્ડ યુનીવર્સીટી તરફથી ડોકટરની ડીગ્રી એનાયત કરવાને લગત શાન્તિનિકેતનમાં એક ભવ્ય મેળા-