________________
તા. ૩૧-૭-૪૦
ભાવુક ન બનતા.
જો આપણે ભાવુક બનીશું તે વહેમમાં ફસાઇ જશું. ભાવુકતાની બાબતમાં મને એક કિસ્સો યાદ આવે છે. મારા પિતાજી પાસે એક સજ્જન આવ્યા કરતા હતા. ઘણાજ ભાવુક અને વહેમી હતા. જ્યાં કોઇ છીંક ખાય ત્યાં બેસી જાય. એમના ઘરથી મારે ઘેર આવતાં પાંચ મિનિટ થતી હતી, પરંતુ એ ભાને પચાસ મિનિટ લાગતી. છીકાને લીધે બિચારા રોકાઇ જતા હતા. આવી રીતે ભાવુકતાથી આપણે સર્વ કામેામાં પાછા હડીએ છીએ. હું એવું ઇચ્છતા નથી. આપણે એવા ભાવુક બનવું ન જ જોઇએ. અહિં સાને સ્વભાવસિધ્ધ મનાવે.
જે કાંઇ આપણે કરીએ તે ધર્મની ભાવનાથી કરવુ જોઇએ. હું અહીં ખેલવા આવી ચઢયો છું તે મારો ધર્મ સમજીને આવ્યો છું. મૌન તે મારા સ્વભાવ થઇ ગયો છે. મૌન મને મીઠું લાગે છે. એ મારા વિનેદ થઇ ગયું છે. ભાણુસનું કર્તવ્ય જ્યારે સ્વભાવસિદ્ધ થઇ જાય છે, ત્યારે તે તેને વિનેદ થઇ જાય છે. તે પછી કર્તવ્ય શું રહ્યું ? એ તે તેના સ્વભાવ થઇ ગયા; આનંદ થઇ ગયા. મારે માટે તે મૌન સ્વભાવસિધ્ધ થઇ ગયું છે. એવી રીતે અહિંસા આપણામાં સ્વભાવસિધ્ધ થઈ જવી જોઈએ. જ્યારે કર્તવ્ય સ્વભાવસિધ્ધ થઇ જાય છે ત્યારે તે આપણા સ્વધન બની જાય છે. એવી રીતે તમે દિવસભર જે કરશે તેની સાથે અહિંસાના તાર પણ ચાલતા રહેશે. તમે જૂઠ્ઠા તર્કશાસ્ત્રના આધાર પર હૈ। તે પણ તમારે માટે અહિંસા એજ પરમ ધર્મ બની જશે. જૂહ્મ તર્કશાસ્ત્રને માયા કહેવામાં આવે છે. બીજાને માટે ખરેખર એ માયા છે. પરંતુ જ્યાં સુધી આપણે એમાં ફસાયા છીએ ત્યાં સુધી આપણા માટે એ માયા નથી આપણે માટે તે સત્ય જ છે. હું માનું છું કે આ ચરખા ઉપર જેમ જેમ હું તાર કાઢતા જાઉં છું, તેમ તેમ હું સ્વરાજની વધારે નજદીક આવતા જાઉં છું. એ માયા હેાઇ શકે છે. પરંતુ તે મને પાગલપણાથી બચાવે છે. એવી રીતે તમારે પણું અનુસંધાન કરવું જોઇએ, અહિંસક ઉપકરણને યજ્ઞ,
આ ચર્ષો મારે માટે અહિંસાની સાધનાનું સાધન છે. એ જડ વસ્તુ છે, પરંતુ એની સાથે જ્યારે જ્યારે હું મારી ચેતન વસ્તુને મીલાવી દઉં છું, ત્યારે જે મધુર અવાજ નીકળે છે, તે અહિંસક હાય છે. એમાં જે લટ્ટુ છે, તેનાથી ખુન પણ થઈ શકે છે, પરંતુ તેને મેં આ ચરખામાં મનુષ્યના હિતને માટે લગાડયુ છે. એનુ આખુ અંગ સ્વચ્છ રાખું છું. જો એમાંથી મધુર અવાજ ન નીકળે તે તે હિંસક બની જાય છે, આપણે તે। અહિંસાને યજ્ઞ કરવાના છે, યજ્ઞસામગ્રી તદ્દન શુધ્ધ હેવી જોઇએ. ખરાબ લાકડું અને ખરાબ લે લગાવીશું તે ખરાબ ચરખાં બનશે. એના અવાજ કર્કશ હશે. યજ્ઞની સામગ્રી એવી નહિં હાઇ શકે
આવા પ્રકારના અનુસંધાનથી જો આપણે દરેક ક્રિયા કરીશુ તે આપણી અહિંસાસાધના શુધ્ધ થશે. શુધ્ધ સાધનાને માટે શુદ્ધ જ સામગ્રીઓ જોઇએ. ચરખાને મેં શુધ્ધ ઉપકરણ માન્યું છે. જે મનથી યજ્ઞ કરે છે, તેને તેની સામગ્રીઓ પણ પ્રિય લાગે છે. એથી જ મને ચરખે! પ્રિય લાગે છે. એને આવાજ મીઠું લાગે છે. મારે માટે તે અહિંસાનું સંગીત છે. તમે મારાથી આગળ વધે,
મને ખબર નથી કે આવી સાધનાને માટે કાને કેટલાં વર્ષ લાગે. કોઇને હજાર વર્ષ પણ લાગે, તે કાષ્ઠ એક જ વર્ષમાં
પ્રબુદ્ધ જૈન
તે સાધના કરી શકે. મેં પચાસ વર્ષ સુધી સાધના કરી છે, એટલે હુ જલ્દિ પૂર્ણ થઇ જઈશ અને તમે હજી હમણાં જ શરૂઆત કરી છે, માટે તમને વધારે વખત લાગશે—આવુ અભિમાન કે મેહ મને નથી, આવુ અભિમાન મિથ્યા છે. હું તે અપૂણું છું. ડરપોક છું. આટલાં વર્ષો થયાં હું અપૂર્ણ રહ્યો. પરંતુ એમ પણ હોઇ શકે છે કોઇ માણસ - આજ શરૂ કરી જલ્દિ પૂર્ણ થઈ જાય. એથી મેં પૃથ્વીસિંહને કહી દીધું હતું કે “તમારામાં હિંસક વીરત્વ તે હતું. મારામાં એ પણ ન હતું. જો તમે સાચા દિલથી અહિંસાને અપનાવશે। તે ઘણાજ જલ્દિ સફળ થશો. મારાથી પણ આગળ જશેા.” હુ' સફળ શિક્ષક મનવા માંગું' છું.
મારા કરતાં ખીજા લોકો જો આગળ જશે તે હું નાચી ઉદ્દીશ. જો તે મને હરાવી શકે .તે હું મને સાચા શિક્ષક માનીશ. એજ રીતે મારી સફળતામાં હું માનતો આવ્યો છું. મે લોકોને જોડા બનાવવાનું શિખવ્યુ છે. હવે તે મારાથી આગળ વધી ગયા છે. આ પ્રભુદાસ રહ્યા કે જેતે જોડા બના વવાનું મેં શિખવ્યું હતું. એ વખતે તે એની ઉમ્મર નાની હતી. તે આજે મારાથી આગળ વધી ગયેલ છે. ખીન્ને સેમ હતા. નાંખી છે. એ બધાય એ તા કારીગર હતા. એણે તો એ કળા હસ્તામલકવત્ કરી મારાથી આગળ વધી ગયા. કારણ કે મારા દિલમાં ચેરી નહેાતી. જે કાંઈ હું જાણુતા હતા તે સર્વ એ લોકોને શિખવી દેવાને હું અધીરા હતા. એ લોકોએ મને હરાવી દીધા. એમને ખૂબ ગમ્યું. એની મતલબ એ છે કે હું સાચા અને સફલ શિક્ષક છું જે હું અહિંસાના એવી રીતે પુરા શિક્ષક હાઇશ તે જે લેાકા મારી પાસેથી અહિંસાના એધપાઠ લે છે તે પારાથી આગળને આગળ વધશે. મારામાં જે કાંઇ ભર્યું પડયું છે તે સઘળું તેને આપી દેવા હું ચાહું છું. જે લોક આશ્રમમાં મારી સાથે રહે છે તે જો મારાથી આગળ નહિ વધી શકે તે તેના એ અર્થ થાય છે કે હું સફળ શિક્ષક નથી.
તમે મારા સહુસાધક છે.
તમે અહિંસાની સાધનામાં મારાથી આગળ વધી જા એવી મારી ઈચ્છા છે, કારણ કે હું સિઘ્ધ નથી. તમે મારા સહસાધક છે. મારી પાસે અહિંસાનુ જે ધન છે તે હું, ઘેરે ઘેર વહેંચવા માગું છું. તેમાં કસર કરવી નથી. તમારે તમારા દિલમાં, વિચાર કરવા જોઇએ કે “જે કાંઇ હું આપી રહ્યો છું. તેનું અમે આખી ભૂમિમાં સિચન કરીએ. એ તે બુઢ્ઢા થયા છે. અમે તે જુવાન છીએ. અમે એનુ દીધેલું ધન વધારીશું.” આવે વિચાર કરી આગળ વધશે તા હું તમને આશીર્વાદ આપીશ. હું... એકલેા નથી.
૩
હું જાણવા માગું છું કે તમારામાંથી કેટલા મારી સાથે આવવા માંગે છે, જો કાઇ પણુ નહિં આવે તે હું એકલા પણ જવાના જ છું. હું સિતેર વર્ષના થઇ ગયા તે પણ હું વૃધ્ધહ્યું એમ માનતા નથી.હું કદિ એકલો તો નથી જ. અને કાઇ નહિં તેા ભગવાન તો મારી સાથે રહેશે જ. મને એકલાપણું કદિ લાગ્યુ નથી. તમને જો અહિંસાના માર્ગમાં શ્રધ્ધા હાયતા તમે તમારી પરીક્ષા કરજો, કેટલા જણુ આ રસ્તે ચાલવા તૈયાર છે એની શેાધ કરજો ! કોંગ્રેસવાળાઓને ઢંઢોળી જુએ! એ બધી તપાસ હું નહિ કરી શકું. શું તમે કૉંગ્રેસના મહાજને ને અહિંસાની શક્તિ આપી શકે છે? તે શું કરે? તેઓ તે લાચાર હતા. લોકોમાં અહિંસાનું એક બિંદુ પણ ન જુએ, ત્યારે તે કહી જ દેને કે