________________
તા. ૩૧-૭-૪૦
પ્રબુધ જૈન,
(પૃષ્ટ પ૬ થી ચાલુ) પાછળ મંડયા રહેવું કે એ છોડી દેવી ? આ બધી બાબતને નિર્ણય તમારે કરવાનું છે. આપણા જીવનધારા અહિંસાની શક્તિ પ્રગટ કરવી એ આપણું કર્તવ્ય છે. આપણે આજ સુધી અહિંસાને પ્રયોગ કર્યો નથી.
આપણે એ કર્તવ્ય નથી કરી શક્યા એને અનુભવ કાલે થયે. મહાસભાના મહામંડળે (High command) કાલે જે ઠરાવ કર્યો તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે પરીક્ષામાં આપણે ઉત્તીર્ણ નથી થયા. મહામંડળ માટે એ શરમની વાત નથી. એ તે મારા માટે શરમની વાત છે. મારામાં એટલી શક્તિ નથી કે મારી વાત તીરની માફક સીધી તેમનાં હૃદય સુધી પહોંચી જાય. કેગ્રેસમાં પણ હું તે મુખ્ય કાર્યકર્તા હતે. પરંતુ હું એમના દિલ ઉપર મારી અસર કરી શક્યો નહિ. એમાં શરમ તે મારી છે. એનાથી એ સિધ્ધ થયું કે આજ સુધી જે અહિંસાને આપણે આશ્રય લીધે તે એ સાચી અહિંસા નહિ હતી. એ નિઃશસ્ત્રોની અહિંસા હતી. પરંતુ હું તે કહું છું કે અહિંસા બળવાનું શસ્ત્ર છે. આપણે આજ સુધી જે કાંઈ કર્યું છે તે અહિંસાને નામે બીજું જ કાંઈ કર્યું છે. એને આપણે બીજું કાંઈપણ કહીએ, પરંતુ અહિંસા તો નહિ જ કહી શકીએ. એ શું હતું એ હું નહિં બતાવી શકે. કાકા સાહેબ, વિનેબા કે કિશોરલાલને પુછે. 'આપણે આજ સુધી કર્યું તેને શું નામ આપવું તે તેઓ બતાવે. પણ હું એટલું જાણું છું કે એ અહિંસા નહોતી. મારી આગળ તે શસ્ત્રધારી પણ બહાદુરીમાં અહિંસક વ્યકિતની બરાબરી કરી નથી શક્ત. એ શસ્ત્રધારી શસ્ત્રની અપેક્ષા રાખે છે એટલા માટે તે અશક્ત છે. અહિંસા અશકતોનું શસ્ત્ર નથી. મારે દોષ,
તે પછી તમે મને પૂછશે કે મેં શા માટે જનતા પાસે એ શસ્ત્રને ઉપયોગ કરાવ્યું ? શું તે વખતે એ નહોતો જાગ્રુતે ? હું જાણતો તે હતા. પરંતુ તે વખત મારી દૃષ્ટિ એટલી શુદ્ધ થઈ ન હતી. મારી દૃષ્ટિ શુદ્ધ હોત તો મેં લેકેને કહ્યું હોત કે “હું તમારી પાસે જે કાંઈ કરાવી રહ્યો છું તેને તમે અહિંસા ન કહેજો. તમે અહિંસાને લાયક નથી. તમે ડરપક છે. તમારા દિલમાં હિંસા ભરેલી પડી છે. તમે અંગ્રેજોથી ડરે છો. જો તમે હિંદુ છે તે મુસલમાનેથી ડરે છે. અને મુસલમાન હો તે તગડા હિંદુઓથી ડરે છે. એથી જ જે, પ્રગ તમારી પાસે હું કરાવી રહ્યો છું તે અહિંસાનો પ્રયોગ નથી. આખે સમાજ ડરથી ભરેલો છે. તેઓ માને હું એક છું.” મારે સાફ સાફ કરી દેવું જોઈતું હતું કે “આપણે સામનો કરવાની જે નીતિન પ્રવેગ કરી રહ્યા છીએ, એ સાચી અહિંસા નથી.” મેં જાતી ભાષાને પ્રયોગ કર્યો. જે હું એમ નહિં કરત, તે આ કરૂણ કથા જે કાલે બની તે અસંભવિત થાત. એને માટે હું મને પિતાને ગુન્હેગાર માનું છું. આપણે હેતુ શુધ હતો.
* એ કરૂણ કથા તે છે જ, પરંતુ તેમ છતાં મને તેનું દુઃખ નથી. આપણે ખેટ પ્રયોગ મલે કર્યો હોય, પણ તે શુધ્ધ હૃદયથી કર્યો હતો. જે અહિંસા નહિ હતી તેને અહિંસા માની આપણે કામ કર્યું. આપણું કામ તે બગડી ગયું. પરંતુ એમાંથી એક પાઠ મળે. આજ સુધી આપણે જે કાંઈ કર્યું તે આપણે ડરના માર્યા કર્યું. એથી જ રફળતા નથી મળી. પરંતુ આપણે હેતુ શુધ્ધ હતા અને તેથી જ આપણને ભગવાને બચાવી લીધા. ખેતી નીતિને ખરી સમજીને આપણે અધિકાર સ્વીકાર
પણ કર્યો. ત્યાં પણ અહિંસાની પરીક્ષામાં આપણે ઉતીર્ણ નહિં થયા. ત્યારથી જ મને તે લાગતું હતું કે આપણે અધિકારત્યાગ કરજ પડશે. ભગવાને આપણી લાજ રાખી. ગમે ત્યારે આપણે અધિકારનો ત્યાગ કરવાને જ હતો. ભગવાને જ આપણને નિમિત્ત આપી દીધું. આપણે આપણી મરજીથી જ અધિકાર ત્યાગ કર્યો. કોઈએ આપણને ત્યાંથી કાઢી મૂક્યા નથી. આપણામાંથી ઘણાના દિલમાં અધિકારનો મેહ પેિદા થયો હતો. કેટલાક લોકોને થોડા પૈસા પણ મળવા માંડયા હતા. પરંતુ મહાસભાને હુકમ થતાંજ સૌ પોતપોતાના અધિકાર છેડી અલગ થઈ ગયા હતા. જેમ સાપ પિતાની કાંચળી ફેંકી દે છેતેમ એદ્ધાઓને ત્યાગ કરી સૌ અલગ થઈ ગયા. આપણે જાણી લીધું કે એદ્ધા નકામાં છે. આપણે ત્યાં બેઠા હતા ત્યારે પણ સરકારે આપણને લડાઈમાં સામેલ કરી દીધા અને આપણને તેની ખબર સુદ્ધાં ન પડી. ભગવાને જ આપણી લાજ રાખી; કારણ કે આપણે ત્યાં રહ્યા હેત તે આપણી દુર્બળતાનું જ પ્રદર્શન થાત. શુદ્ધ અહિંસક પ્રાગને અવસર.
આજ આ બીજો અવસર આવી ગયો. યુરોપમાં મહાયુધ્ધ શરૂ થઈ ગયું. જગતને બળવાન અહિંસાને પ્રયોગ બતાવવાને : અવસર આવી ગયે. આ આપણી પરીક્ષાને સમય છે. એમાં આપણે ઉતીર્ણ નથી થયો. આજ દેશને બાહ્ય આક્રમણને ભય નથી. મને લાગે છે કે બાહ્ય આક્રમણ નહિં થાય. પરંતુ સલ્તનત કમજોર થશે તે ગુંડાઓને મો મળશે. ચેર ડાકૂ વગેરે આપણુ ઘપર હુમલા કરશે. જે આપણી અહિંસા બળવાનની અહિંસા છે, તે આપણે એના પર ક્રોધ નહિ કરીશું. તેઓ આપણને પત્થર મારશે, ગાળ દેશે, તે પણ આપણે એના પર દયા રાખીશું. આપણે તો એમ કહીએ કે તેઓ મુર્નાઇમાં આવું કરે છે. આપણે એમના પર દેશ ન કરતાં દયા રાખવી જોઈએ અને મરી ફીટવું જોઈએ. જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી તેઓ એક પણ બેટીને હાથ લગાડી ન શકે એવા પ્રયત્નમાં આપણે મરવું જોઈએ. કારોબારી સમિતિની સ્થિતિ.
એ પ્રમાણે ચેર, ડાકુ અને આતતાયીઓ હુમલાઓ કરે તે લોકે પિતાનું રક્ષણ કેમ કરે ? એ એક પ્રશ્ન ઉપસ્થિત થયો. મહાસભાના મહારથીઓએ જોયું કે શાંતિ-સેના તે ઉભી થઈ શકે તેમ નથી. ત્યારે મહાસભાએ લેકેને આદેશ શું આપ ? શુ મહાસભા નાબુદ થઈ જાય ? એથી એમણે ગઈકાલને હરાવ કર્યો. એમણે જોયું કે સંપૂર્ણ અહિંસાને પ્રગ દેશની શકિત બહાર છે. દેશને લશ્કરની જરૂર છે. ' મારા પર હમેમાં પત્રો આવે છે કે “અંધાધુંધી થવાની છે. તમે રાષ્ટ્રિય સેના બનાવે, અને એને માટે લોકોની ભરતિ કરે.પણ મારાથી એ થઈ શકે એમ નથી. મારી સ્થિતિ,
મેં તે અહિંસાની જ સાધના કરી છે. હું ડરપેક હાઉં કે ગમે તે હોઉ પણ બીજી સાધના કરી શકતા નથી. પચાસ વર્ષ સુધી મેં અહિંસાની જ સાધના કરી છે. મહાસભા દ્વારા પણુ હું એજ વાત સિદ્ધ કરવા માંગતા હતા. હું ચાર આનાને સભ્ય પણ નહિ હતા. પરંતુ હું કહેતા હતા કે હું ચાર આના વાળા સભ્ય કરતાં વધારે છું, કારણ કે મહાસભાના કાર્યક્રમનું નેતૃત્વ હું કરતો હતો. મારી નૈતિક જવાબદારી ચાર આના વાળા સભ્ય કરતાં વધારે હતી. હવે હું એ નૈતિક બંધન પણુ કાલથી છોડી આવ્યો છું. કારણ કે હવે હું મારો પગ કેની દ્વારા કરૂં? આજ સુધી તે કોંગ્રેસ દ્વારા કરતે હતે.