________________
સ
૬૦
પળાવે. કંદમૂળ તે શ્રાવકના ધરમાં હાય જ નહિ; રાત્રે ખવાય નહિ; બાર તિથિ લીધેાતરી નહિ; ઠંડુ પાણી પીવાય નહિ; તળાઈ ખાટલા ઉપર સુવાય નહિ: સ્વાદિષ્ટ ભાજના કરાય નહિ; ઉજળાં કપડાં પહેરાય નહિ; કપાળમાં ચાંદલા થાય નહિ; કાઇના લગ્ન ઉત્સવમાં ભાગ લેવાય. નહિ સામાયિક પ્રતિક્રમણ ફરજિયાત કરવાના. વિવાહ સંબંધની વાત ન જ થાય. માત્ર દીક્ષા-દીક્ષા-દીક્ષાનુ જ રટણ કરવાનું કરી કયારે મેટી થાય અને કાઇ સાધ્વીને વહેારાવુ એની જ માબાપ રાહ જોયા કરે. માબાપની ઇચ્છા પ્રમાણે જ તે બધાં બાળકો ધડાયા હૈાત તો પ્રગતિના નામ ઉપર તાળું દેવાત. માબાપની કડકા બધાં કરાં સહન કરી શકતાં નથી. તે રીતે મેટી દીકરી માબાપ સામે થને પરણી ગઇ; બીજી બે દીકરીને ‘ગરણીજી’ બનાવવાની મુરાદમાં માબાપ સફળ થયા, હવે આવ્યા વારા ચેથી દીકરીનેા, પાણી પહેલાં પાળ બાંધવી જોઇએ એ દ્રષ્ટિએ મુનિ રામવિજયજીએ- આજના રામચંદ્રસુરીએ– તે બહેનને નવ વર્ષની ઉમ્મરે ચાથા વ્રતની - આજીવન બ્રહ્મચર્યની બાધા આપેલી. નવ વર્ષની ઉમ્મરે આ વ્હેન બ્રહ્મચર્ય શુ અને અબ્રહ્મચર્ય શુ– એમાં શું સમજતી હશે ? પણ એ ન સમજે એ જ મહારાજને મન ટાપત્તિ હશે. આ બહેન મેટી થઇ તેમ માબાપના દમન સામે તેનુ મન બળવા કરતુ ગયું. તેણે ભોંય રસથારા છેડયા - ગરમ પાણી પીવું બંધ કર્યું. આમ અનતાં માબાપના જુલમ વધતા ચાલ્યા. ઠેકરીને સંસાર તરફ ખેંચા જોઇને માબાપ રાષે ભરાય. ‘તારે તેા ટ્રેડને પરણવુ છે. ભ’ગીને પરણવું છે. મુસલમાનને પરણવુ છે' એમ મેણાં ભારે અને રેય ઉપર કાશ્રુ નહિ રહેતાં કિર્દિ પેાતાની દીકરીને વેલણે વેલણે મારે. છેકરીની ઉમ્મર વધતી ગઇ તેમ તેનું મન સંસાર તરફ વળતું ગયું અને મારા માબાપ મને બળાત્કારે કાઇકને કંઇક ઠેકાણે દીક્ષા અપાવી દેશે એ ભયથી તે ખુબને ખુબ મુઝાવા લાગી. પોતાના કાઇ નજીકના સગાની તેણે મદદ માગી. મને જે મળે તેની સાથે પરણાવી ધો. તે ગરીબ હાય, ન કમાતા હાય તેને મને વાંધો નથી. તે ન ધર્મી હાય તો બસ છે.' આ નજીકના સગા આ વ્હેનને એ રીતે ઠેકાણે પાડવાની તજવીજ કરવા લાગ્યો અને તેને હાથ પકડવાને તૈયાર હોય એવા કાઇ બાને તેણે શોધી કાઢ્યા. આ બધી વેતરણ ચાલતી હતી એવામાં સુરતથી એ છેકરીના માબાપ ઉપર પત્ર આવ્યો કે ચાર પાંચ દિવસ બાદ બીજી એક કરીને દીક્ષા આપવાની છે તો સાથે સાથે તેમની દીકરીને દીક્ષા અપાવવાના વિચાર હાય તે તેમણે તેને લઇને તુરત જ સુરત આવવુ.” આ પત્ર ઉપરથી ત્રણ ચાર દિવસ બાદ એ માબાપે પેાતાની લગભગ ત્રીશ વર્ષની ઉમ્મરની દીકરીને લઇને સુરત જવાના નિય કર્યાં. આ બાબતની પેલી બહેનને ખબર પડી અને તેના મનમાં ફાળ પડી. તે દોડી પોતાના સલાહકાર સગા આગળ અને આગળની ગોઠવણ મુજબ બીજે દિવસે સવારના નવ વાગે દેરાસર દર્શન કરવા જવાના બ્હાને ઘેરથી નીકળી અને સંકેત કરેલા સ્થાને પહેાંચી ગઇ. ત્યાં તેનું નક્કિ કરેલા એક યુવાન સાથે વિધિસર લગ્ન થયું. છેકરી દેરાસરથી પાછી આવી નહિ એટલે માબાપે શોધાશોધ કરી મુકી. છોકરીને રાત્રે પતે ખાધો. માબાપ સગા વહાલાં અને બે ચાર પાણી સાથે કરી જ્યાં હતી ત્યાં ગયાં અને બારણાં તાડી છોકરીને કબજે કરીને ઘેર લઇ આવ્યા. આજે એ બનાવને બે માસ થવા આવ્યા છે. કરી આજે એના નજીકના સગાના મજામાં છે. છેકરી કહે છે તે સત્ય હોય તે તેની સ્થિતિ એલમાંથીગુલમાં પડવા જેવી
પ્રબુધ્ધ જૈન
તા. ૩૧-૭-૪°
બની છે. તેના કહેવા મુજબ તે પરણવા ઇચ્છતી હતી જૈન વાણીયાને અને પરણી ખેડી છે કોઇ ઉતરતી ગણાતી જ્ઞાતિના યુવાનને. હવે તે નથી દીક્ષા લેવા માંગતી, નથી પેાતાના માબાપ સાથે રહેવા માંગતી અને નથી પોતાના પરણ્યા પતિ પાસે જવા ઇચ્છતી. પરણનાર કહે છે કે હું એક મુઝાયલી આને હાથ પકડવા ગયા અને આજે બધેથી હું રખડી પડયો. આમાંથી કોણ સાચું અને કાણુ ખાટું અને કાણે શુ કરવુ જોઇએ અને કોણે કેમ વતવુ જોઇએ એ બધા પ્રશ્નોને અહિં કાં નિર્ણય કરવાને નથી. પણ દીક્ષાની ઘેલછા કવા અનર્થા નિપજાવે છે તેનું આ સૂચક દૃષ્ટાન્ત છે. અહિં જણાવેલી સર્વ હકીકત હું સમજ્યો છું ત્યાં સુધી તદ્દન સાચી અને ખરાખર બનેલી છે. ઉપર વર્ષાં વેલા માળાપની ઘેલછા તેમજ નિષ્ઠુરતા કાઇ અજબ પ્રકારની છે. પોતે ગૃહસંસાર ચલાવ્યે જાય અને પ્રજોત્પત્તિ કયે જાય અને પોતાનાં જણ્યાં બાળકોને એમ કહે કે તમારા માટે તે ઍધે અને મુહપત્તિ છે' જાણે કે કાષ્ઠ શિષ્યલે।ભી સાધુ કે સાધ્વીને આ રીતે શિષ્યા પુરાં પાડવાનો તેણે લેખિત કરાર કર્યો ન હાય !
શ્રી. ઝીણાની તાડાઇ.
થોડા સમય પહેલાં રાષ્ટ્રપતિ મૌલાના અબુલ કલામ આઝાદે શ્રી મહમદઅલી ઝીણાને પાકીસ્તાનની યેાજના બાનુએ રાખીને હિંદુમુસલમાનની એકતાને લગતી કા યોજના વિચારવાને કાંઇ અવકાશ હોય તો જણાવવાની વિનંતિ કરનારા એક તાર કર્યો હતા. તેના શ્રી. ઝીણાએ તારથી જે તેાછડાઇ ભરેલા જવાબ આપેલો અને પ્રગટ થવા માટે છાપાઓ ઉપર મેકલી આપેલો તે સૌ કોઇ જાણે છે. શ્રી. ઝીણાના આ વિનિપાત કેવળ સ્વાભાવિક છે; તેમની પ્રકૃતિના મૂળમાં ગુંડાગીરીનું તત્વ રહેલું જ હતું એમ ઘણા લોકો માને છે. આમ છતાં પણ તેમનું જાહેરજીવન પ્રારંભમાં પુરી સભ્યતાવાળુ અને રાષ્ટ્રીય ભાવનાથી ભરેલું ગણાતું. એક વખત રાષ્ટ્રીય નેતામાં તેમને અગ્રસ્થાન હતું. જ્યારથી રાષ્ટ્રીય મહાસભા ઉપરથી વિનીતાનું પ્રભુત્વ અસ્ત પામ્યું, અસહકાર અને સત્યાગ્રહનો યુગ શરૂ થયા, ગાંધીજી અને જવાહિરલાલ આગળ આવ્યા ત્યારથી તેમનું પ્રભુત્વ લય પામ્યું. પોતે ગુમાવેલું અગ્રસ્થાન પાછું મેળવવાની શેાધમાં તેમને કામીવાદ હાથ લાગ્યા અને ત્યાં પેાતાના અડ્ડો જમાવ્યો. આજ તા તે મુસ્લીમ લીગના મુખી બની બેઠા છે. અને જે કે તેમની સામે આવે તેના તરફ તેએ ઘુરકે છે. તેમની ચૌદ માંગણી પુરી કરા ત્યાં ચેાત્રીશ માંગણીઓ રજુ કરે છે અને એ ચેાત્રીશ માંગણીઓ સતાવાને વિચાર કરી ત્યાં પાકીસ્તાનની ચેોજના લાવીને સામા ધરે છે. હિંદુઓ સામે તેના દિલમાં હાડાહાડ ઝેર ભર્યું” હાય તેમ તેનાં ભાષણા અને નિવેદનો ઉપરથી સ્પષ્ટ દેખાય છે. રાષ્ટ્રીય મહાસભાને જ્યાં ત્યાં ઉતારી પાડવામાં તેઓ કોઇ વિજેતાના આનંદ અનુભવતા લાગે છે અને હિંદુ મુસલમાનની એકતાની વાતને તે હાલતાં અને ચાલતાં એ મારે છે. આ બધું કેવળ. ગુંડાગીરી જ છે. આમ છતાં પણ તેમણે જે હદે મૌલાના અબુલ કલામ આઝાદ ઉપરના જવાબમાં વાણીની સભ્યતા ગુમાવી દેખાય છે તે હદ સુધીની અસભ્ય:ના આગળ ઉપર કદી દાખવ્યાનું જાણુવામાં નથી. આજે જેવા ઝીણા અંદર છે તેવા જ બહાર પ્રગટી નીકળ્યા છે. અદી જ્યાં દિન પ્રતિદિન અધ:પતન થઈ રહ્યુ હાય ત્યાં ઉપરની શિષ્ટતા કર્યાં સુધી જળવાઇ રહે ? તેમના આ પ્રકારના વર્તનથી આપણને તે આધાત લાગ્યા છે જ; પણ તેની (અનુસંધાન પૃષ્ઠ ૬૫)