________________
તા. ૩૧-૭-૪
અન્યાયો અને ત્રાસા નિવારવા માટે શું કરવુ, એક રાજ્ય અન્ય રાજ્ય ઉપર આક્રમણ કરે ત્યારે પ્રજાજનાએ શા શા ઉપાય હાથમાં લેવા એ બધી બાબતે સબંધમાં અહિંસાની દૃષ્ટિએ કશે! ખુલાસા તત્કાલીન અહિંસાશાસ્ત્રમાં જોવામાં આવતા નહિ. એ વખતની અહિંસામાં માણસે હિંસા ન કરવી એ વાતની મુખ્યતા હતી પણ કોઈને રક્ષણ આપવાની કે ઉગારવાની, પીડિત, ત્રાસિત અને તિરસ્કારાયલા વર્ગને બચાવવાની, અથવા તે સમાજના કે રાજ્યના અઘટિત શાસનાના સામના કરવાની બાબત મુખ્યતાએ નહેાતી. ‘સમાજ તે એવા જ હેાય; રાજ્ય તે એમ જ ચાલે; દરેક વસઁની ઉંચી નીચી સ્થિતિ તેમના કર્મને આધીન છે” આવુ જ વલણ એ સમયની અને લગભગ આજસુધી ચાલી આવતી અહિંસાની દૃષ્ટિમાં જોવામાં આવે છે. ઉલટું જે જૈનધર્મ વ્યકિતને પોતપોતાના કુટુંબ અને સમાજને પરિત્યાગ કરીને એટલે કે તે સાથે અસહકાર કરીને નિવૃત્તિમાર્ગ લેવાનું કહે છે તે જ જૈનધર્મ રાજ્યો અને રાજ્યાધિપાને શાન્તિ ઇચ્છે છે. એનો અર્થ એટલો જ છે કે એ બધા તા ચાલતા હાય તેમ ભલે ચાલે! તુ ં તેને સુધારનાર કોણ? તું તારૂ સભાળ અને તારા આત્મકલ્યાણું વિચાર કર ! આ સાર તત્કાલપ્રરૂપિત અહિંસામાંથી નીકળતા હાય એમ લાગે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે એ અહિંસાના વિચાર પાછળ વ્યકિતનું કલ્યાણ મુખ્યપણે જોવામાં આવે છે. અહિંસાનું વ્યકિતગત આચરણ જરૂર સમાજકલ્યાણમાં પરિણમે છે, એમ છતાં પણ એ ઈષ્ટ પરિણામ ધ્યેયના સ્થાને નહેાતું, કેવળ આનુષંગિક હતું.
પ્રબુધ્ધ જૈન
આ વિવરણના અર્થ કે એમ ન કરે કે આ રીતે અહિંસાના પૂર્વદૃષ્ટા કેષ્ઠ રીતે ન્યૂન હતા અથવા તે તેમની દૃષ્ટિ સકુચિત હતી એમ કહેવાના કે સૂચવવાને મારે આશય છે. કાળે કાળે યુગપુરૂષો પાકે છે, જનતાના સુખકલ્યાણને પોષક સનાતન જીવનસિદ્ધાન્તા રજુ કરે છે, પાતપોતાના કાળને અપેક્ષીને તેમાંના કોઈ એક સિદ્ધાન્ત ઉપર તે। કાઇ અન્ય સિધ્ધાન્ત ઉપર વધારે ભાર મૂકે છે અને તેને અનુલક્ષીને તત્કાલીન પરિસ્થિતિને અનુરૂપ જીવનવ્યવહાર અને આચારનિયમા તારવે છે. પોતાના કાળને ઉપેક્ષીને તે કાંઇ કહે એ તે અને જ નહિ. એ તે અપ્રસ્તુત આલાપ કહેવાય. પેાતાના કાળને અપેક્ષીને તેમણે જે કાંઇ. વિધાનો કર્યા હાય તે તે આકારમાં જ આગામી કાળને લાગુ પાડી શકાય જ નહિ, કાળની મર્યાદા ‘સર્વન’-અલ્પન- સૌ કોઇને લાગુ પડે જ છે.
ભગવાન બુધ્ધના અને મહાવીરના સમયમાં અને આજના સમયમાં કેટલો ફેર છે ? તે કાળએ હતા કે જ્યારે સમાજની સમસ્યા આટલી અધી જટિલ નહાતી, ઉંચા—નીચાને ભેદ આટલા તીવ્ર નહોતા, વનસંગ્રામ આટલો કઠણ નહાતા, એક રાજ્યનું અન્ય રાજ્ય ઉપરનું આક્રમણ પ્રજાના ચાલુ જીવન ઉપર આજની માફક બહુ વ્યાપક અસર કરતું નહતું, વિજ્ઞાન કેવળ બાલ્યાવસ્થામાં હતુ અને તેની સંરક્ષક કે સંહારક, સુખદાયક કે દુ:ખવર્ધક શકિત આજની સરખામણીએ કેવળ નવી હતી, કામ ઓછું હતું, નવરાશ વધારે હતી, શહેર આછાં હતાં અને તે પણ આટલાં વિસ્તૃત નહાતા, ગ્રામ્યજીવન જ મુખ્ય સ્થાને હતું, અને એકાન્ત અને શાન્તિ પુષ્કળ હતાં. ચાલુ વાતાવરણ જ પારલૌકિક વિચાર અને ચિન્તનને પોષક હતુ અને સમાજવ્યવસ્થામાં આધ્યાત્મિક જીવનને મહત્ત્વનું સ્થાન હતું. આ પરિસ્થિતિમાં અહિંસાનું વધારે વ્યાપક નિરૂપણુ એ સંભવિત જ નહતુ.
કાળે
૫૯
સામયિક સ્ફુરણ
એક નવા જ અનુભવ
થોડા દિવસ પહેલાં એક ભાઈના અણધાર્યો મેળાપ થયા. તેમની પાસેથી દીક્ષાની ઘેલછાની એક નવી જ કથા સાંભળી. આજ સુધી અયોગ્ય દીક્ષાના જે કાંઇ બનાવા સાંભળેલા તેનુ વર્ગીકરણ કરવુ હાય તે સાધારણ રીતે ચાર રીતે થઈ શકે. (૧) એરી કરાંને એકાએક રઝળાવીને દીક્ષા ગ્રહણ કરનાર યુવાનના કીસ્સા (૨) ચોરી છુપીથી ભગાડેલા છોકરાને ખાનગી રીતે અપાતી દીક્ષાના બનાવેા. (૩) લાભ લાલચને વશ અનાવી માબાપા પાસેથી દીક્ષા આપવા માટે પડાવી લેવામાં આવતા છેકરાઓના કીસ્સાએ (૪) કેવળ ભુખમરા કે અસહાયતામાંથી છુટવા માટે લેવાતી દીક્ષાએ. પણ આ એક એવા માબાપની કથા સાંભળી કે જેઓ પોતાનાં સંતાનને તેમની ઇચ્છા હાય કે ન હેાય તેા પણ દીક્ષા અપાવવામાં જ જીવનની પ્રતિકર્તવ્યતા માને છે અને જે એ જ રીતે અને એ જ ધ્યેયથી પોતાનાં કરાંને ઉછેરે છે અને ક્રૂરજિયાત કાણુ વન ગળાવે છે. આ માયાપ અમદાવાદના વતની છે. તેમને ચાર દીકરી અને બે દીકરા છે. દીકરાઓ ઉપર તેા બહુ બળાત્કાર ન ચાલે, પણ દીકરી ઉપર તે બહુ જ સખ્તાઇ વાપરે. ધાર્મિક ગણાતા સ નિયમો બહુ સખ્તાઈથી
દીક્ષાની ઘેલછા
ખીજું અહિંસાને મનુષ્યજીવન સાથે સીધો સંબંધ હાવાથી જેમ જેમ માનવજીવન પલટાતું જાય છે અને સમાજ રચના વધારેને વધારે જટિલ બનતી જાય છે તેમ તેમ અહિંસાને લગતા ખ્યાલામાં ફેરફાર તેમ જ સુધારા તથા વધારા થતા જ જાય છે, અહિંસાના સિદ્ધાંત એક અને સનાતન એ ખરેાબર, પણ તે સિધ્ધાન્ત ઉપરથી નિપજતા આચારવિચાર પલટાતા જાય છે. વળી આજે એક ક્ષેત્રને અહિંસાના વિચાર લાગું પાડવામાં આવે તે આવતી કાલે માણસની બુધ્ધિ આવા કલ્યાણુકલ્પદ્રુમને બીજા ક્ષેત્રમાં વાવવાના શા માટે વિચાર ન કરે ? વળી જો અહિંસાથી વ્યકિતનું પારલૌકિક શ્રેય થતુ હાય તે તેનું અહિક શ્રેય પણ અહિંસાઅે કેમ ન સધાય ? જે અહિંસાને વ્યક્તિગત જીવન ઉપર લાગુ પાડવામાં આવે તે સામાજિકવન ઉપર પણ શા માટે લાગુ ન પાડવી ? જે વ્યકિત અહિંસક બનીને, પોતાની જાતનો ભોગ આપીને સમાજ કલ્યાણ સાધી શકે તે સમાજ એવી જ રીતે અહિંસક બનીને, પોતાના ટુંકા સ્વાર્થીના ભેગ આપીને રાષ્ટ્રને ઉન્નત કેમ ન બનાવે અને એવી જ રીતે રાષ્ટ્ર અહિંસાને અખત્યાર કરીને જગતના સમગ્ર ઉદ્દાર કેમ ન સાધે? અહિંસા જો સાચા અને સનાતન સિદ્ધાન્ત હાય તે તેની માત્ર વ્યકિતગત મેાક્ષસાધના પુરતી જ ઉપયોગિતા હાઈ ન શકે, પણ વ્યકિત તેમ સમાજના અહિક વનના સર્વ અગઉપાંગા ઉપર પણ તે લાગુ પડવી જોઇએ અને તેનાથી સાર્વત્રિક કલ્યાણુ થવુ નેએ. આવી રીતની વિચારસરણીમાંથી આજે ગાંધીજીના અહિંસાવાદના જન્મ થયા છે. આજ વિચારના ટોલ્સ્ટોય, થેારા જેવા અનેક પુરાગામી થઇ ગયા છે, પણ તેને ચોક્કસ આકાર આપનાર અને આખી દુનિયાના તારણુહાર તીર્થ તરીકે રજુ કરનાર ગાંધીજી છે. આ ગાંધીવાદના વિચાર અને તેને અનુસરવા મથતા આપણી મર્યાદાએના વિચાર હવે પછી કરીશું.
(અપૂર્ણ.)
માનદ..