________________
૫૮
सचस्स आणाए
महावी मारं तरति ।
સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
જુલાઈ ૩૧
પ્રબુધ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
પ્રબુદ્ધ જૈન
૧૯૪૦
અહિંસાની ઉત્ક્રાન્તિ
ભૂતકાળના ગર્ભાગારમાં ઉંડે ઉંડે આપણે નજર નાંખીએ છીએ તે અહિંસાના વિચાર માનવીમાં માનવતા પ્રગટી તે થી પ્રાદુર્ભાવ પામ્યા હાય એમ માલુમ પડે છે એ ઘડિ કઇ હતી તે તે આજ સુધીમાં શેાધાયલા ઇતિહાસ કહી શકે તેમ નથી. પણ એક કાળે એવી સ્થિતિ કલ્પી શકાય છે કે જ્યારે માનવી અને પશુ વચ્ચે માનવીની કર્મ કુશળતા સિવાય બીજે કશે। પણ તફાવત નહિ હોય, જ્યારે માનવી મનુષ્યેતર સૃષ્ટિને કાવે તેવા ઉપભાગ કરતા હશે, એટલું જ નહિ પણ સશકત માનવી પેાતાના સ્વાર્થ ખાતર અન્ય નિબંળ આદમીએ ઉપર પણ ગમે તેવાં આક્રમણ કર્યે જતા હશે અને કાષ્ઠની ગરદન ઉપર થિ યાર ચલાવતાં તેના હાથ જરા પણ પા પડતા નહિ હૈાય. આવી પરિસ્થિતિ ચાલતી હશે એવામાં એકાએક તેને વિચાર આવ્યો હશે કે “મારા કોઇ પ્રાણ લેવા આવે તા જેમ મને ભારે દુઃખ થાય છે તેમ જેને પ્રાણ લેવાને હુ પ્રવૃત્ત થાઉં છું તેને પણ એટલું જ ભારે દુ:ખ કેમ નહિ થતુ હાય ? જે મને ન ગમે તે તેને પણ કેમ ગમે ? અને જો આમ છે તેા જેમ સામેના માણસ મને જરા પણ ઇજા ન થાય એમ વર્તે એવી હું તેના તરફથી અપેક્ષા રાખું છું તે મુજબ તેને પણુ મારાથી જરાએ ાિ ન થાય એવી રીતેજ મારે તેની સાથે વર્તવું જોઇએ. અન્યથા વતું તે યોગ્ય ન કહેવાય” આ વિચારમાળામાંથી અહિંસાવૃત્તિનો ઉદ્ભવ થયો હશે; ધર્મબુધ્ધિની જાગૃતિ થઇ હશે.
અનેક પશુપક્ષી પણ એ કાળે નિર્દોષ જીવન ગાળતા હતા અને આજે પણ ગાળે છે. કેટલાંય પશુપક્ષી એ કાળે નિરામિષ આહારી હતા અને આજે પણ છે. આ કારણે તેમને અહિંસક કહેવા એ વ્યાજબી નથી. પશુપક્ષી સંજ્ઞાપ્રધાન પ્રાણીઓ છે; તેઓ પેાતાની સંજ્ઞાના આદેશ અનુસાર હિંસા~~ અહિંસા આચરે છે. આ ઉપરથી તે ખરી રીતે હિંસક કે અહિંસક રતા નથી. હિંસા અહિંસાને જાગૃત હૃદય અને બુધ્ધિ સાથે સંબંધ છે અને એ જાગૃત હૃદય અને બુધ્ધિ માત્ર માનવ જાતને જ વરેલી છે. એક જ સરખા સંયોગામાં એક માણસ બુધ્ધિપૂર્વક માંસાહાર કરે છે,
મને લાગે છે કે કાગળ એટલા સંપૂર્ણ છે કે તમને જે પ્રશ્નો ઊઠશે તેના જવાબ તમને તેમાંથીજ મળી રહેશે. છતાં જે કાંઇ રહી ગયેલું લાગે તે મને પૂછો, મારી સાથે ચર્ચા કરવી હાય તે પ્રશ્ન લખી રાખજો. મારાથી મતભેદ થાય તે એધડક થઇ જણાવો.
a
તમને પેાતાને વિશેષ પડતી જવાબદારી લાગે તે તે પણ જણાવજો. જે તમને સૂઝે તે બધી ટીકા કરહે.
મેાહનદાસના આશીર્વાદ.
તા. ૩ મણિલાલ ત્યાં નથી. નહિં તે તેને પણ વાંચવાની રત્ન આપત. હાલ આ કાગળની નકલ ન કરો, ઠીક લાગે તેા રજીસ્ટર કરી તેને વાંચવા મેાકલો ને પાઠ મ‘ગાયો
તા. ૩૧-૭-૪
બીજો માણસ બુધ્ધિપૂર્વક નિરામિષ ભાજન સ્વીકારે છે; એક માણુસ સમજી કરીને અન્ય ઉપર શસ્ત્ર પ્રયોગ કરે છે, બીજો માણસ અન્યથા વિચાર કરીને કા ઉપર હિંસક આક્રમણુ કરતાં અચકાય છે—પા કરે છે.. જેવા જેને નિણૅય અને તે મુજબ જેવી જેની પ્રવૃત્તિ હાય છે તે મુજબ તે માનવી હિંસક યા તે અહિંસક રે છે.
ઉપર જણાવ્યું એ મુજબ માનવીના માનસમાં એક વખત અહિંસાની વૃત્તિના ઉદ્ભવ થયો, પછી તે તે વ્રુત્તિ દિન પ્રતિદિન પોષાવા અને સંવર્ધિત થવા લાગી. તેજ વિચાર અને વૃત્તિના આધારે માનવીટુએ અને માનવસમાજની રચના થવા લાગી. તે જ ભાવનામાંથી મેાટી મેટી ધર્મસંસ્થાઓ ઉભી થવા લાગી. તે જ કલ્પનામાંથી જેમ આસપાસ વસતા માનવીએ પ્રત્યે તેમ જ ચેાતરમ્ વિચરતી પશુસૃષ્ટિ પ્રત્યે પણ અહિંસાની દયાની ભાવના ફેલાવા લાગી. આ અહિંસાવિકાસના ઇતિહાસનુ મોટામાં મોટુ સીમાચિહન તે ભગવાન બુદ્ધ અને મહાવીરનો યુગ. ભગવાન બુદ્ધે જગતને માનવબન્ધુતાના સંદેશ આપ્યો અને માનવીના જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુનાં દુઃખા જોઇને કાપરાયણ અનેલા તેમણે જગતના લોકોને તે દુઃખચક્રમાંથી ઉગરવાનો માર્ગ દર્શાવ્યો. ભગવાન મહાવીર આથી પણ આગળ ગયા અને માત્ર મનુષ્યસૃષ્ટિ નહિ, માત્ર પશુસૃષ્ટિ નહિં, પણ જડ ગણાતી છતાં ચૈતન્યથી ભરેલી વનસ્પતિની સૃષ્ટિ સુધી તેમણે અહિંસાની પરિધરેખાને લખાવી અને મિત્તિ મે લચ્ચ મૂત્તુ, ચર માં ન કાર્ । એ સૂત્રની તેના વાસ્તવિક અર્થમાં ઉદ્ઘાષણા કરી. માણસે પેાતાના જીવનમાં અહિંસા કેવી રીતે ઉતારવી અને સંપૂર્ણશે આચરવી એ પ્રશ્નની અપૂર્વ ઝીણવટભરી તેમણે મીમાસા કરી અને અહિંસક આચારનું અદ્ભૂત શાસ્ત્રીય વિજ્ઞાન રચ્યું. આ આખુ અહિંસાશાસ્ત્ર વ્યકિતના આધ્યાત્મિક મેાક્ષને ધ્યેયસ્થાને રાખીને રચવામાં આવ્યું હતું. સમાજના અહિક કલ્યાણ અકલ્યાણની દૃષ્ટિ તેમાં ગૌણુ હતી. સસાર તે છે એવેને એવા ચાલવાના છે; સમાજનુ ચક્ર પણ હિંસા અહિંસાના ચિત્રવિચિત્ર ચીલા ઉપર ચાલ્યા કરવાનુ છે; રાજકારણનો તે પાયા જ હિંસા ઉપર છે; સમાજ સુધારવાની વાત કરવી તે આખરે કાઠી ચાઈને કાવ કાઢવા જેવુ છે. અનાદિ કાળથી આભા કર્મ બંધાથી જકડાયલા છે; તે કર્મબંધાનુ મૂળ રાગદ્વેષ અને તેમાંથી પરિણમતી હિંસા છે. સમાજ સાથે જેટલો ગાઢ સબંધ તેટલા રાગદ્વેષના નિમિત્તો વધારે અને તે નિમિત્તો હિંસક આચાર તરફજ વ્યકિતને આખરે ધસડી જવાના. માટે જે વ્યકિતને કર્મબંધાથી મુકત થઇને આધ્યાત્મિક મેાક્ષપારલૌકિક મુકિત—મેળવવાની આકાંક્ષા હાંય તેણે સમાજ સાથેના સંબંધ તોડી નાંખવા અને દેહના અધ્યાસ બને તેટલા કમી કરવા, રાગદ્વેષનાં મૂળ છેવાં અને હિંસાને પોતાના જીવનમાંથી સંપૂર્ણશે નાબુદ કરવી.
આ રીતે પ્રરૂપાયેલી અહિંસાએ માનવવ્યકિત માટે તે એક ભવ્ય આદર્શ અને તેને પહોંચી વળવાને યોગ્ય કાર્યક્રમ રજુ કર્યો પણ સમાજનાં વહેણ તે વહેતાં હતાં એવાં જ લગભગ વહેતાં રહ્યાં. શુધ્ધ અહિંસકની દૃષ્ટિએ રાજકથા-દેશકથાવર્જ્ય ગણાવા લાગી. આ અહિંસાશાસ્ત્રમાં સમાજથી પેાતાને સબંધ ઉત્તરાત્તર કમી કરીને આધ્યાત્મિક દિશાએ આગળ વધવા ઈચ્છનાર માટે ઉત્તરાત્તર ઉચ્ચતર ગુણસ્થાનકાની સરસ આયેાજના કરવામાં આવી હતી. પણ સમાજમાં રહેનાર માણસે કેમ વવું, સમાજના અને રાજ્યસત્તાના