SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ ઘટાડી શકીએ.. અથવા એને અપરિહાર્યું–હિંસા સુધી લઇ જઈ શકીએ છીએ. કારણ કે આખરે કયા ઉદ્યોગને અહિંસા સાથે અનિવાર્ય સબંધ છે એ આપણે કહી શકતા નથી. એ તે આપણી ભાવનાપર નિર્ભર છે. જે આપણું હૃદય અહિંસક હશે તે આપણા ઉદ્યોગામાં પણ અહિંસા લાવીશું. પ્રબુદ્ધ જૈન અહિંસાં માત્ર બાહ્ય વસ્તુ નથી. માની લો કે એક માણસ છે. તે પુરતું કમાય છે અને સુખથી રહે છે. કાનુ દેવુ' કરતા નથી. પણ બીજાની માલ મિલ્કત પર હંમેશાં દૃષ્ટિ રાખે છે. એક કરોડના દ્શ કરોડ કરવા માંગે છે. તો આવા માણસને હું અહિંસક નહિ કહું., એવો એક પણ ધંધો નથી કે જેમાં હિંસા થતી નહિ હોય. પરંતુ કેટલાક ધધાજ એવા છે. કે તે હિંસાને વધારે છે. અહિંસક “માણસાએ તેવા ધધાને વર્જ્ય ગણવા જોઇએ. બીજા અનેક ધંધાઓમાં જે હિંસાને સ્થાન છે, તે અહિંસાને પણ સ્થાન છે—જો આપણા ક્લિમાં અહિંસા ભરી હશે તા. આપણે અહિંસક વૃતિથી જ એ ધંધા કરીશું. આપણે એ ઉદ્યોગોના દુરૂપયોગ કરીએ એ જુદી વાત છે. પ્રાચીન ભારતની અર્થવ્યવસ્થા. મારી પાસે કોઈ અતિહાસિક દાખલેો નથી. પરંતુ હિંદુસ્થાન કેટલાક સમય સુખી રંઘુ હતુ એવી મને ખાત્રી છે. એ જમાનામાં લોકો પોતાના ધંધા પર પકારસુધ્ધિથી કરતા હતા. એમાંથી આજીવિકા તા પ્રાપ્ત કરતા જ હતા. પરંતુ એ ધંધા સમાજને હિતકારી જ હતા. મારા કંઇક એવા ખ્યાલ છે કે જેમણે હિંદુસ્થાનમાં ગામડાંઓનુ નિર્માણ કર્યું, તેમણે સમાજસગઠ્ઠન પણ એવા પ્રકારનું કર્યું, કે જેમાં શોષણને કે હિંસાને માટે કમમાંકમ સ્થાન રહે. એમણે મનુષ્યના અધિકારનો ખ્યાલ નહિં કર્યાં, પરંતુ તેના ધર્મનો ખ્યાલ કર્યો. તે પોતાની પરંપરા અને યોગ્યતા, અનુસાર સમાજના હિતને પોષક ઉદ્યોગ કરતા. એમાંથી એને રોટલા તા મળી રહેતા હતા એ જુદી વાત હતી. પરંતુ એમાં કરાડાને ચૂસવાની ભાવના ન હતી. લાભની ભાવનાને બદલે ધર્મતી ભાવના હતી. તે ધર્મનું આચરણ કરતે અને શટલા તેા તેને . આપો-આપ મળી રહેતે. ઉદ્યોગ કરવાના ઉદ્દેશ વ્યક્તિગત નફો કરવાને નહિં હતા. ‘સમાજનું સંગઠ્ઠન જ એવા પ્રકારનું હતું. દાખલા તરીકે ગામમાં સુતારની જરૂર પડતી હતી; તે ખેતી માટે એજારા બનાવતા. ગામ તેને પૈસા નહિં આપતું, પરંતુ તેને અનાજ આપવામાં આવે એવુ બંધન ગ્રામ્ય સમાજ પર નાખવામાં આવ્યું હતું. સુવ્યવસ્થિત સમાજમાં તેને ન્યાય મળતા હતા. એ જમાનાનો સમાજ સુવ્યવસ્થિત હતા એમ હું માનું છું. તે વખતે આ ઉદ્યોગામાં હિંસા ન હતી. એક ઉદાહરણ. મારી માન્યતા પાછળ પુરતી સાબીતી છે. નાનપણમાં હું જ્યારે કાયિાવાડનાં ગામડાંઓમાં જતા ત્યારે લોકેામાં તેજ હતુ. તેમનાં શરીર હૃષ્ટપુષ્ટ હતાં. આજ, તે નિસ્તેજ થઇ ગયા છે. ઘરમાં કે વાસણા પણ નથી. આ ઉપરથી મને એમ લાગે છે કે તે વખતે આપણા સમાજ સુવ્યસ્થિત હતા. તે વખતે તેનુ જીવન અહિંસક હતું. અહિંસક જીવનને માટે જરૂરના સઘળા ઉદ્યોગા સારી રીતે ચાલતા હતા. અહિંસક વન માટે જે ઉદ્યોગ અનિવાર્ય છે તેમને અહિંસા સાથે સીધે! સબંધ છે. શરીરશ્રમ, / તા. ૩૧-૭-૪ વીઘા જમીનના એ ચારજ માલીક થઇ જાય તેા બાકીના બધા મન્નુર થઇ જાય છે. હિંસા વગર આમ બની શકતુ નથી. કદાચ તમે એવુ કહેશે કે તે મજુર નહિ રાખે, યાથી કામ ચલાવશે. તે પણ હિંસા આવી જ જાય છે. જેની પાસે એક લાખ વીધા જમીન પડી છે, તેને એ અભિમાન તે। આવી જાય છે કે 'હું આટલી જમીનનો માલિક છુ”. ધીમે ધીમે ખીજાઓ ઉપર સત્તા, જમાવવાની તેને લાલચ થાય છે. યંત્રાની મદદથી તે દૂર દૂરના લાકોને પણ ગુલામ બનાવી લે છે અને તેને ખબર પણ પડતી નથી કે તે ગુલામ બની રહ્યા છે. એ લોકોએ ગુલામ બનાવવાની એક સાદાર યુકિત શેાધી કાઢી હાય છે. ફોર્ડને તે તમે જાણો છે ને? તે એક કારખાનું બનાવી એ છે. કેટલાયે લોકા તેને ત્યાં કામ કરે છે, તે પ્રક્ષેાભના આપે છે, જાહેરખબરો કાઢે છે. એણે હિંસક પ્રવૃત્તિના એવા મેહક રસ્તા શોધી કાઢયા છે કે આપણે તેમાં જને ક્રૂસાઇ જઇએ છીએ અને આખરે ભસ્મીભૂત થઇ જઇએ છીએ. આપણે એ બાબ તને વિચાર કરવાના છે કે આપણે એમાં 'ક્સાવા ચાહીએ છીએ કે ખેંચી જવા ચાહીએ છીએ. મારા વધારે દાવા. એમાં શારીરિક મહેનત પણ આવી જાય છે. માણસ પોતાના શ્રમથી ચેડી જ ખેતી કરી શકે છે. પરંતુ જો લાખા જો આપણે આપણી અહિંસાને અખંડ રાખવા માંગતા હાએ તે એને આપણે રસ્તા શોધવા પડશે. મારે તો એ દાવો છે કે સત્ય, અહિંસા વગેરે જે યમે છે, તે રૂષિ મુનિએ માટે નથી. જુના લોકો એમ માને છે કે મનુએ જે યમે બતાવ્યા છે, તે રૂષિ મુનિએ માટે છે, વ્યવહારૂ મનુષ્યો માટે નથી. મેં આ વિશેષ દાવા કર્યો છે કે અહિંસા સામાજિક વસ્તુ છે; માત્ર વ્યકિતગત નથી. · મનુષ્ય કેવળ એક વ્યકિત નથી; એ પિંડ પણ છે અને બ્રહ્માંડ પણ છે, એ પેાતાના બ્રહ્માંડને ભાર પોતાની ખાંધે લઇને કરે છે. જે ધર્મ વ્યકિતની સાથે ખતમ થાય છે તે મારા કામના નથી. મતલબ એ `કે આખા સમાજ અહિંસાનું પાલન કરી શકે છે અને આજ પણ તે કરી રહ્યો છે. મેં એ વિશ્વાસ પર ચાલવાની કૅશિષ કરી છે અને મને લાગે છે કે એમાં હું નિષ્ફળ નથી નીવડયા. અહિંસા સમાજને પ્રાણ છે. મારે માટે અહિંસા સમાજના પ્રાણસમાન છે. એ સામાજિક ધર્મ છે. વ્યકિત સાથે ખતમ થનારી ધર્મ નથી. પશુ અને મનુષ્યમાં એજ ભેદ છે. પશુમાં જ્ઞાન નથી. મનુષ્યમાં તે છે. અને તેથીજ અહિંસા તેની વિશેષતા છે. એ સમાજં માટે પણ સુલભ હેવી જોઇએ. સમાજ એના બળ પરજ ટકી રહ્યો છે. કાઇ સમાજમાં એના થોડા વિકાસ થયા છે તે કાઇમાં વધારે પરંતુ એના વગર સમાજ એક બિડ પણ ટકી શકે નહિં. મારા આ દાવામાં કેટલું સત્ય છે તેની તમે તપાસ કરો. તમારૂ' કન્ય હું જે એમ કહ્યા કરૂં છુ, કે સત્ય અને અહિંસાથી જે શકિત ઉત્પન્ન થાય છે, તેની તુલના ખીજી કોઈ શકિતની સાથે કરી શકાય નહિં. શું એ સાચુ છે ? એની પણ તમારે તપાસ કરવી જોઈએ. આપણે એ શકિતની સાધના કરીને આપણા જીવનમાં તે બતાવવી જોઇએ. ત્યારે જ આપણે તેનું પ્રત્યક્ષ પ્રમાણ આપી શકીએ. મારા દાવાની પરીક્ષા કરવી એ ગાંધી સેવા સધનું કર્તવ્ય છે. શું અહિંસા લેાકેાએ કરવા જેવી ચીજ છે ? શું વ્યવહાર માટે હિંસા અહિંસાનું મિશ્રણ જરૂરી છે ? શું અહિંસા જુના પુરાણા સામાજિક થમ છે ? આપણે એની (અનુસંધાન પૃષ્ટ ૬૧)
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy