________________
(70)
૫૪
પ્રબુદ્ધ જૈન
એ શ્વાનો સાથે સરખાવી શકાય. જમીનના એક ટુકડા માટે પણ એ શસ્ત્રજીવીએ હવે કોર્ટે એજ રીતે લડે છે, વિશેષ શુ ? શાસ્રવીવર્ગમાં જે સ્વાર્થ અને સ ંકુચિતપણાના દોષ દાખલ થયા તેની અસર બૌધ્ધ અને જૈનના ત્યાગી ગણાતા ભિક્ષુકવર્ગ ઉપર પણ થઈ. આ એ વર્ગમાં અંદરાઅંદર કુસંપ અને વિરાધ દાખલ થઇ ન અટકતાં તે તેના પેટાભેદોમાં પણ દાખલ થયા. દિગંબર જૈન ભિક્ષુ શ્વેતાંબર ભિક્ષુને અને શ્વેતાંબર ભિક્ષુ દિગંબરને હલકી દૃષ્ટિથી જોવા લાગ્યા. ઉદારતાને ખલે બન્નેમાં સંકુચિતતા વધવા અને પોષાવા લાગી. અંતે એક શ્વેતાંબર ભિક્ષુવર્ગમાં પણ શાસ્ત્રને નામે ખુબ વિરેશધ અને તડ જન્મ્યા અને આધ્યાત્મિક ગણાતાં તેમજ આધ્યાત્મિક તરીકે પૂજાતાં શાસ્ત્રાનો ઉપયોગ એક યા બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરવામાં, વિરાધી સાથે કડવાશ વધારવામાં અને પોતપોતાની અંગત દુકાના ચલાવવામાં થવા લાગ્યો. આ રીતે શાસ્ત્ર શસ્ત્રનુ સ્થાન લીધું અને ખરી રીતે તે શુદ્ધ શસ્ત્રનુ પણ નહિ પરંતુ ઝેરી શસ્ત્રનું સ્થાન લીધું. તેથીજ આજે જો લેષ કંકાસનાં બીજ વધારે દેખાતાં હોય અગર વધારે વ્યાપક રીતે કલેષ કંકાસ ફેલાવાની શકયતા દેખાતી હોય તો તે ત્યાગી કહેવાવા છતાં શાસ્ત્રથ્વી વર્ગમાં જ છે અને એની અસર જ્યાં ત્યાં આખા સમાજ ઉપર વ્યાપેલી દેખાય છે.
આ તો બધી અત્યાર સુધીની ભૂતકાળની વાત થઇ. પણ હવે વર્તમાનમાં અને ભવિષ્યમાં શુ કરવુ એ એક પ્રશ્ન ઉભા થાય છે. શુ શાસ્ત્ર. નિનિ-તે પ્રસરેલું વિષ કે શસ્ત્રારા ફેલાયેલુ વિષ શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેના નાશથી-સથી-દૂર થઇ શકે ? કે તે માટે બીજો કોઇ રસ્તો છે? એ બન્નેના નાશથી કદી કલેષ વિશ્વનેા નાશ થઈ ન શકે. યુરેાપમાં શસ્ત્ર ઘટાડવાની અને નષ્ટ કરવાની વાતે ચાલે છે, પણ વૃત્તિ સુધાર્યો સિવાય એ શસ્ત્રના નાશથી કદી શાન્તિ આવવાની નથી આવી શકે નહિ. કાઇ કહે કે. એક જ વેના ઝંડા ફરકે તો કલેષ, કંકાસ અને ઝધડા જે અનેક પંથે નિભિ-તે થાય છે તે ન થાય. કાઇ કુરાનભકત
પણ એમ જ કહેવાના. પણ આપણે ભ્રમમાં ન રહેવું જોઇએ કે એક વેદના અનુયાયીએ અને એક કુરાનને માનનારાઓ વચ્ચે પણ એટલી જ મારામારી છે. જ્યારે એક ઝંડાની નીચે ખીજા વધારે આવશે ત્યારે પણ અત્યારે હશે તે કરતાં મારામારી વધશે. ત્યારે એવા કયા ઉપાય છે કે જેથી વેરનું ઝેર મટે ? ઉપાય એકજ છે અને તે ઉદારતા તેમજ જ્ઞાનશક્તિ વધારવી તે. જો ઉદારતા અને જ્ઞાનશકિત આપણામાં વધે તે આપણે ગમે તે શાસ્ત્રને માનતા હઇશું છતાં અથડામણીનું કારણ બીજા સાથે કે અંદરઅંદર આપોઆપ દૂર થશે. આજે પંથ કે સમાજ જે માગી રહ્યાં છે તે તે શાંતિ અને એકસપી. આ તત્વ ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ સિવાય કદી સંભવી નથી શકતુ. ભિન્ન ભિન્ન શાસ્ત્રને અનુસરનાર જુદાજુદા પંથે અને વર્ગો માત્ર ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિને બળે જ હળીમળી એકસપીથી કરવાનાં કામો કરી શકે. આપણે ઘણાં ય એવા પુરૂષોને જોઈએ છીએ કે જેએ એક પંચ કે એક શાસ્ત્રના અનુગામી નથી, છતાં એકલિ થઇ સમાજ અને દેશનું કામ કરે છે. અને આપણે એવા પણ ઘણા માણસા જોઇએ છીએ કે જે એક જ સંપ્રદાયના શાસ્ત્રને સરખી રીતે માનવા છતાં એક બીજા સાથે મળીને કામ કરવાની વાત તે
તા. ૧૫-૭-૪ ø
બાજુએ રહી પણ એક ખીર્જાનું નામ પણ સહન કરી શકતા નથી. આ વસ્તુસ્થિતિ આપણને શું સૂચવે છે. તે હવે કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. જ્યાં સુધી મનમાં મેલ હશે, એકબીજા પ્રત્યે આદર અગર તટસ્થતા નહિ હેય અને લેશ પણ દેખા હશે ત્યાં સુધી ભગવાનની સાક્ષીએ એક શાસ્ત્રને માનવાના અને અનુસરવાના વ્રત લેવા છતાં કદી એકતા નહિ સધાવાની, શાન્તિ નહિ જ સ્થપાવાની. એ વસ્તુ જે ધ્યાનમાં ન ઉતરે તે કહેવુ જોઇએ કે તે ઇતિહાસ અને માનસશાસ્ત્રને સમજી નથી શકતા. આપણા સમાજ અને દેશ કલેષના વમળમાં સડેાવાયા છે. તે આપણી પાસે વધારે નહિ તે એટલી આશા રાખે જ છે કે હવે આપણે કલેષ ન પોષીએ. આપણે ઉદારતા અને જ્ઞાન વૃત્તિ કેળવીએ તો જ સમાજ અને દેશની માગણીને આપણે વફાદાર રહી શકીએ. જૈનતત્ત્વજ્ઞાનમાં અનેકાંતને અને જૈન આચારમાં અહિંસાને મુખ્યસ્થાને મુકવામાં આવેલ છે. તેને ઉદ્દેશ માત્ર એ જ છે કે તમે જૈન તરીકે અંદરો અંદર અને ખીજા સમાજો સાથે ઉદારતાથી અને પ્રેમથી વર્તો. જ્યાં ભેદ અને વિરાધ હાય ત્યાંજ ઉદારતા અને પ્રેમનુ કામ પડે છે અને ત્યાંજ તે અંતઃકરણમાં છે કે નહિ અને છે તે કેટલા પ્રમાણમાં છે એની પરીક્ષા થાય છે. એટલે આપણે જૈનપણાને જો સમજતા હાઇએ તે સીધી રીતે કબુલ કરવું જોઇએ કે ઉદારતા અને પ્રેમવૃત્તિ દ્વારા જ આપણે ધર્મરક્ષા કરી શકીએ અને ખીજી કાઇ રીતે નહિ જ. શાસ્ત્રની ઉત્પત્તિ અને તેના ઉપયોગને ઉદ્દેશ એજ છે, જો એ ઉદ્દેશ એનાથી ન સાધીએ તા એ રક્ષણને બદલે ઝેરી શસ્ત્રની પેઠે ભક્ષણનુ કામ કરશે અને શાસ્ત્ર પેાતાનું માત્રાગૌરવ નષ્ટ કરી શસ્ત્ર સાબીત થશે.
ઉદારતા એ જાતની, એક તા વિરોધી અગર ભિન્ન ધ્યેયવાળા પ્રત્યે તટસ્થપણુ કેળવવાનો અને ખીજી આદર્શ મહાન અનાવવાની. જ્યારે આદર્શ તદ્દન આંકડા હાય, અંગત કે પંથ પુરતાજ હાય' ત્યારે માણસનું મન સ્વભાવે જ વિશાળ તત્વનું બનેલુ હાવાથી એ સાંકડા આમાં ગભરાય છે અને ઝેરવેરની
બારી બહાર આવવા શોધે છે. એ મનની સામે જે વિશાળ આદર્શ રાખવામાં આવે તે તેને જોતું ક્ષેત્ર મળી જાય છે અને તેની શક્તિ લેષકકાસ વાસ્તે ફાજલ રહેતીજ નથી. એટલે ધર્મપ્રેમી થવા ઇચ્છનાર દરેકની એ ફરજ છે કે તે પેાતાના આદર્શ વિશાળ ડે અને તે માટે મનને તૈયાર કરે બીજું માણસને જ્ઞાનની ભૂખ સ્વભાવે જ હેાય છે. એ ભૂખ તેણે જુદા જુદા પંથેાના, ધર્માંના અને ખીજી અનેક શાખાઓના શાસ્ત્રના સહાનુભૂતિપૂર્વક અભ્યાસ કરીનેજ શમાવવી. જો સહાનુભૂતિ હાય તે જ બીજી બાજુને બરાબર સમજી શકાય,
આ રીતે આપણામાં આજે ઉદારતા અને જ્ઞાનવ્રુધ્ધિ પ્રગટાવવાની ભાવના આપણે પેદા કરીએ.
પંડિત સુખલાલજી. (જૈનત્વ પ્રચારક મ’ડળ તરફથી યાાયેલ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાન ઉપરથી. )
પ્રબુદ્ધ જૈન
જૈન સમાજનું અજોડ સંસ્કારપ્રચુર પાક્ષિક શ્રી સુભ જૈન યુકસધના મુખપત્રના ગ્રાહક થા» :—વાર્ષિક લવાજમ રૂા. ૨]. સભ્ય અને વાર્ષિક લવાજમ રૂા. ૩].
લખા :—તંત્રી, પ્રબુદ્ધ જૈન ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ-૩.
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨