________________
તા: ૧૫-૭-૪૦
શાસ્ત્ર અને શત્રુ
પ્રબુધ્ જૈન
શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શે। ફેર ?
શસ્ત્ર રાખનાર,
હિન્દુસ્તાનમાં શાસ્ત્રને ઉત્પન્ન કરનાર, તેને સાચવનાર, વિકસાવનાર અને તે દ્વારા શકય હોય તેવી બધી પ્રવૃત્તિ કરનાર જે વર્ગ તે બ્રાહ્મણ તરીકે મુખ્યપણે જાણીતા છે. એજ રીતે વાપરનાર જે વર્ગ તે મુખ્યપણે ક્ષત્રિય તરીકે જાણીતા છે. શરૂઆતમાં બ્રાહ્મણ વર્ગનું કાર્ય શાસ્ત્ર દ્વારા લાકરક્ષા એટલે સમાજરક્ષા કરવાનું હતું, તેમજ ક્ષત્રિય વર્ગનું કાર્ય શસ્ત્રદ્રારા સમાજ રક્ષણ ફરવાનું હતું. એ બન્ને રક્ષણ છતાં તેનું સ્વરૂપ મૂળમાં જુદુ હતું. શાસ્ત્રમૂર્તિ બ્રાહ્મણુ જ્યારે કાઇને બચાવવા માંગે ત્યારે તેના ઉપર શાસ્ત્રના પ્રયાગ કરે એટલે તેને હિતબુદ્ધિથી, ઉદારતાથી અને સાચા પ્રેમથી વસ્તુસ્થિતિ સમાવે. આમ કરી તે પેલા આડે રસ્તે જનારને કદાચ બચાવી જ લે અને તેમ કરવામાં સફળ ન થાય તે પણ તે પોતાની જાતને તે ઉન્નત સ્થિતિમાં સાચવી રાખે જ. એટલે શાસ્ત્રનુ કાર્ય મુખ્યપણે વકતાને બચાવવાનુ રહેતું જ. સાથે સાથે શ્રોતાને પણ બચાવી લેવાનું બની આવતું અને જો કાવાર તેમ ન અને તે શ્રોતાનું અનિષ્ટ થાય તેવા ઉદ્દેશ તે ન જ રહે. શસ્ત્રમૂર્તિ ક્ષત્રિય જો કોઇના આક્રમણથી પોતાની જાતને બચાવવાના હેાય તે તે શસ્રારા પેલા આક્રમણકારીને મારીનેજ પોતાને બચાવી લે. એ જ રીતે બીજા કોઇ નિર્બળને બચાવવા માંગે ત્યારે પણ પેલા બળવાન આક્રમણકારીને મારીને જ અગર હરાવીને જ નિબંળને બચાવી શકે. એટલે શસ્રરક્ષણમાં એકની રક્ષા કરવા જતાં મોટે ભાગે બીજાના નાશ સભવે છે. એટલે કે સામાને ભોગે જ આત્મરક્ષા કે પરરક્ષા સભવે છે. આટલા તફાવતને લીધે જ શાસ્ત્રના અર્થ એવે છે કે શાસન કરી એટલે સમજાવીને કાઈને બચાવવાની કિત જે ધરાવે તે શાસ્ત્ર અને બીજાને હણી એકને બચાવવાની શકિત જેમાં હોય તે શસ્ત્ર. આ તફાવત - સાત્વિક અને રાજસ પ્રવૃત્તિના તફાવતનું સૂચક છે. એ તફાવત હેાવા છતાં બ્રાહ્મણુ અને ક્ષત્રિય પ્રકૃતિ જ્યાં સુધી પોતાના સમાજરક્ષાના ધ્યેયને યથાર્થ - પણે વાદાર રહી, ત્યાં સુધી તે બન્ને પ્રકૃતિએ પેાતાની મર્યાદા પ્રમાણે નિઃસ્વાર્થપણે કામ બજાવ્યા કર્યું" અને શાસ્ત્ર કે શસ્ત્રના માભા સચવાઇ રહ્યો.
પણ વખત જતાં એ શાસ્રારા પ્રાપ્ત થએલ પ્રતિષ્ઠાનાં ળે ચાખવાની અને ભાગવવાની લાલચ પેલા શાસ્ત્રમૂર્તિ વર્ગમાં દાખલ થઇ. એ જ રીતે શસ્ત્રમૂર્તિ વર્ગમાં પણુ શસ્ત્રસેવાદારા જામેલ પ્રતિષ્ઠાનાં કળા આસ્વાદવાની ક્ષુદ્ર વૃત્તિ જન્મી. પરિણામે ધીરે ધીરે સાત્વિક અને રાજસ્ પ્રકૃતિનું સ્થાન તામસ પ્રકૃતિએ લીધું અથવા તેમાં તામસપણું દાખલ થયું અને એવી સ્થિતિ આવી કે શાસ્ત્રમૂર્તિ વર્ગ શાસ્ત્રજીવી બની ગયા અને શસ્ત્રમૂર્તિ વર્ગ શસ્ત્રથ્વી બની ગયા. એટલે કે બન્નેનુ મુખ્ય ધ્યેય રક્ષણ મટી આજીવિકા પુરતું થઇ ગયું.. શાસ્ત્ર અને શસ્ત્ર દ્વારા મુખ્યપણે આજીવિકા સાધવી, પેાતાની ભેગવાસના તૃપ્ત કરવી, આવી વૃતિ જમતાં જ શાસ્ત્રજીવી બ્રાહ્મણવર્ગમાં તડા પડયા. એક બીજાની અદેખાઇ કરવા લાગ્યા. ભકતા, અનુયાયી અને શિષ્યો કે જેમને અજ્ઞાન અને મુસ્કારથી બચાવી લેવાનુ પવિત્ર કામ બ્રાહ્મણવર્ગને સેાપાએલુ હતુ તેમેને તે રીતે બચાવવાને બન્ને પેલાં શાસ્ત્રી વર્ગ પોતાના હાથમાં પડેલા અભણુ અને ભેળા વર્ગની સેવા શકિતના અને તેટલો પેાતાના લાભમાં વધા
૫૩
રેમાં વધારે ઉપયોગ કરવાની હરીફાઇમાં પડયા એટલે શિકારીની પેઠે એક શાવી પેાતાની શાસ્રજાળમાં બને તેટલા વધારેમાં વધારે અનુયાયીઓને આંધી રાખવા બીજા શાસ્ત્રની સાથે વિવિધ રીતે કુસ્તીમાં ઉતરવા લાગ્યા અને આચાયૅ સિધ્ધસેન કહે છે તેમ એક માંસના ટુકડા માટે લડનાર એ શ્વાનામાં કયારેક મૈત્રી બધાય, પણ એ સગા ભાઇ શાસ્ત્રસ્ત્રી એટલે વાદી હાય તા તેમાં મૈત્રીનો કદી જ સંભવ નથી હોતાં એ સ્થિતિ સમાજમાં આવીને ઉભી રહી. ખીજી ખાજુ શસ્ત્રમૂર્તિ વર્ગ પણ શસ્ત્રજીવી થઇ ગયા. એટલે તેમાં પણ બેગવૈભવની હરીફાઇ અને કવ્યસ્મૃતિ દાખલ થયાં. તેથી અનાથ અગર આશ્રિત પ્રજાવતુ પાલન કરવામાં પોતાની શકિત રાકવાને બદલે એ વસત્તા અને મહત્તા વધારવાની પાછળ ગાંડાતુર થયેા. પરિણામે એક શસ્ત્રવી અને ન્ત શસ્ત્રજીવી વચ્ચે કોઇ અનાથ અગર નિર્બંળની રક્ષાને કારણે નહિ પણ અંગત દ્વેષ અને વૈરને કારણે યુદ્ધ શરૂ થયાં અને એ યુદ્દાગ્નિમાં જે લાખા અને કરાડાની રક્ષા વાસ્તે તે વર્ગો સર્જાયા હતા અગર જેએની રક્ષાને નિમિ-તે તે વર્ગને આટલું ગૌરવ પ્રાપ્ત થયું હતુ' તેજ લાખા અને કરોડો લોકો હેમાયા. આ રીતે આપણા આર્યાવર્તના ઇતિહાસ શાસ્ત્ર અને શસ્ત્ર બન્ને દ્વારા વિશેષ કલુષિત થયા અને એ જ સબબ છે કે આ દેશમાં લાખા નહિ પણ કરાડા શાસ્ત્રજીવી વર્ગની વ્યક્તિએ હેવા છતાં અજ્ઞાન અને વિખવાદનો પાર નથી, એટલું જ નહિ પણ ઉલટુ એ વગે અજ્ઞાન અને વિખવાદ વધારવામાં કે પાષવામાં પણ નાના સુના ભાગ નથી ભજવ્યો. શુદ્ર અને સ્ત્રી વર્ષાંતે તે જ્ઞાનના અધિકારી ગણી તેવગે તેમની પાસેથી માત્ર સેવા જ લીધી છે. પણ ક્ષત્રિય અને વૈશ્યવર્ગ કે જેમને જ્ઞાનના અધિકારી ગણ્યા હતા તેમનામાંથી પણ અજ્ઞાન દૂર કરવાના પેલા શાસ્રવી વર્ગે પોતાનાથી શક્ય હેાય તેવા કઇ વ્યવસ્થિત પ્રયત્ન વ્યાપક રીતે કરેલા નથી. શસ્રની વ પણ અંદર અંદરની અદેખાઇ, ભાગવિલાસ અને કોષને પરિણામે પરરાષ્ટ્રના આક્રમણથી પોતાના દેશને બચાવી ન શકયા અને છેવટે પોતે પણ ગુલામ થયા. વડવાઓએ હાથમાં શાસ્ત્ર કે શસ્ત્ર લેતી વખતે જે ધ્યેય રાખેલુ તે ધ્યેયથી તેમની સંતતિ દ્યૂત થતાંજ તેનું અનિષ્ટ પરિણામ એ સંતતિ અને એ સમાજ ઉપર આવ્યું. શાસ્ત્રજીવી વર્ગ એટલા બધા નબળા અને પેટભરૂ થઇ ગયા કે તે પૈસા અને સત્તા માટે સત્ય વેચવા લાગ્યો. તે શાસ્ત્રજીવી વર્ગ રાજા મહારાજાઓની ખુશામત કરે અને મેટપ માને. શસ્ત્રજીવી વર્ગ પણ કર્તવ્યપાલનને ખલે દાન દક્ષિણા આપીનેજ પેલા ખુશામતી વર્ગ દ્વારા પોતાની ખ્યાતિ સાચવી રાખવાના પ્રયત્ન કરવા લાગ્યો. આમ બન્ને વર્ગના બુદ્ધિ અને સત્તાના તેજમાં ખીા આશ્રિત લોકો ચગદા ગયા અને છેવટે આખા સમાજ નિર્મૂલ થઇ ગયા.
આપણે આજે પણ મોટે ભાગે જોઇએ છીએ કે કોઇ ઉપનિષદ્ અને ગીતાપાડી તે શાસ્ત્રા વાંચી પાછળથી હિસાબ મુકે છે કે દક્ષિણામાં કેટલું ઉત્પન્ન થયું. સપ્તાહમાં ભાગવત વાંચનાર બ્રાહ્મણની દૃષ્ટિ માત્ર દક્ષિણા તરફ હાય છે. મેઢું અભ્યાસતે લીધે બબ્બે શ્લોકા ઉચ્ચાયે જાય છે અને આંખ કાણે દક્ષિણા મુકી અને કોણે ન મુકી એ જોવા તરફ કર્યા કરે છે. દુર્ગા સપ્તશતિના પાઠ કરનાર મોટે ભાગે દક્ષિણા આપનાર માટે કરે છે. ગાયત્રીના જપ પણુ દક્ષિણા દેનાર માટે થાય છે. એક યજમાન પાસેથી દક્ષિણા કે સીધું મેળવવા શાસ્રજીવી વર્ગની અંદરઅંદર જે મારામારી થાય છે તેને એક રેટીના ટુકડા માટે લડતા