SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રબુદ્ધ જૈન सच्चस आणा उच्चठ्ठिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનાર બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી નન્ય છે. પ્રબુદ્ધ જૈન सत्यपूतं वदेद्वाक्यम् જાનેવારી, ૩૧ ર: કામી છાત્રાલયા અને ધાર્મિકતા રાત્રિભાજનાનષેધ ૧૯૪૦ તા. ૩૧-૧-૪૦ છે પણ વિધાથીના સર્વાંગી વિકાસ માટે જેટલી જરૂર ખૌદ્ધિક શિક્ષણની છે તેટલી જ જરૂર શારીરિક કસરત તેમ જ રમતગમતની છે. અને આ માટે આજની દરેક નિશાળ કે કૅલેજમાં સારી વ્યવસ્થા જોવામાં આવે છે. પણ ખીજું ફરજિયાત હોય છે જ્યારે રમવાનું કે કસરત કરવાનું ઘણુંખરું મરજિયાત હોય છે.” સાંજે નિશાળના વર્ગો પૂરા થયા બાદ વિધાથી એ ક્રિડાંગણુ તરફ કે કસરતશાળા તરફ દેડે છે. કોઈ ક્રિકેટ તે કોઇ ઝુટમેલ, કાઇ એડમીન્ટન તે કાઇ વાલીખાલની રમત રમે છે. કાઇ હુતુતુતુ રમતુ હોય છે તે કાઇ ઠેકાણે ડ્રીલ ચાલતી હોય છે. કાઈ ડોલ્સ તે કાઇ મગદળ ફેરવે છે. આજ સમયે રુઢિચુસ્ત કુટુંબના ઉપર વર્ણવેલ જૈન છાત્રાલયના વિદ્યાથી નિશાળમાંથી છૂટી મળતાં ઘર તરફ અથવા તો પાતપેાતાની મેડિ`ગ તરફ ચાલવા માંડે છે અને સૂર્યાસ્ત પહેલાં જમી લેવાની તજવીજમાં પડે છે. શરીરસ્વાસ્થ્ય' આજે જૈન સમાજનું સૌથી ઊતરતું અને શરમાવનારું અંગ છે. આજના જૈન વિદ્યાથી" બુદ્ધિમાં ગમે તેટલા ઢિયાતા હશે પણ શરીરે તે સાધારણ રીતે માયકાંગલા જ હોય છે. આજ સુધીમાં રમતગમતમાં ક્રાઇ પણ જૈન વિદ્યાર્થી એ માટુ' નામ કાઢ્યું સાંભળ્યું નથી અને તેમાં નવાઈ જેવું શું છે? જૈમ માળાપેને આ બાબતનું મહત્ત્વ કે ઉપયોગિતા હજુ .સમજાયાં જ નથી. જૈન વિદ્યાર્થી એમાં આ શાખ નાનપણુ’થી કેળવવામાં આવતા નથી અને તેથી મોટા થયે આ બાબતમાં તે કેવળ ઉદાસીન જ રહે છે. છાત્રા લયના સ`ચાલકા જૈન સમાજ રખેને દ્રવ્ય નહિ આપે. એવા ભયથી અથવા તે। આ વિષયને લગતી તીવ્ર લાગણીને લીધે સૂર્યારત પહેલાં સર્વ વિધાયા એ જમી લેવુ જ જોઈએ. એવે નિયમ સમ્રપણે પળાવતા હોય છે. આજની સ જાહેર શિક્ષણસંસ્થાના શિક્ષણુસમય સવારના અગિયારથી સાંજના પાંચ સુધીના મુકરર થયેલા છે અને તેમાં હાલ તુરત કશો ફેરફાર થવાના સંભવ છે જ નહિ. રમતા સમૂહમાં રમાય છે અને કસરતના ઉસાહ પણ સમૂહમાં સૌ સાથે કરવાથી જ ટકી રહે છે. કસરત તે કદાચ સવારે પણ થઇ શકે પણ જુદી જુદી રમતા કે જેના શારીરિક ઉપરાંત બીજા અનેક સામાજિક લાભા છે તે માટે તે સાય કાળ સિવાય ખીજો કોઇ સમય અનુકૂળ પડે તેમ છેજ નહિ. આ લાભ આપણા વિદ્યાર્થીને આપવા હાય તા તેને સાંજે જમવાને સમય થ્રેડેડ મેડા કરવા જ જોઇએ; નહિં તે પછી આપણા વિદ્યાથી ઓએ રમતગમતના સ લાભોથી વંચિત બનવાનું જ રહ્યું. નબળાં બાંધા, ફિકકાં રારીર, ઊંડી પેસી ગયેલી આંખા, વ્યક્તિત્વ વિનાની મુખમુદ્રા, ઢાળ વિનાનું દુલનાલનઃ આ સર્વ એકત્ર થયેલાં જોવાં હાય તે તેને નમૂના જૂની ઢિમાં ઊછરતા અને નવી કેળવણીને પેાતાના મગજ ઉપર લાદતા આજને જૈન વિધાથી છે અને આનું કારણ તેનામાં પ્રફુલ્લતા અને પ્રાણ-ખળ અને આરોગ્ય પાષનાર શારીરિક વ્યાયામ અને રમતગમતના સથા અભાવ છે. આ ખાખત જેટલી હાઇસ્કૂલના વિદ્યાર્થી ને લાગુ છે તેટલી જ કાલેજના વિધાથને લાગુ પડે. છે અને તેથી ઉભય વર્ગના વિધાથા એના છાત્રાલયામાં પ્રસ્તુત પ્રતિખંધને નરમ કરવાની એકસરખી જરૂર છે, કાલેજના વિધાએના વિચાર કરતાં બીજા પણ સંયોગે આ પ્રતિબંધને શિથિલ કરવાની જરૂરિયાત તરફ આપણને ખેંચી જાય છે. કૉલેજમાં ભણનારને અભ્યાસના ખાજો વધે છે અને તેથી તેના માટે રમતગમતની એ જ કારણે જરૂર રહે છે. તે માટે દરેક કૉલેજના વિદ્યાર્થીને જુદી પી પણ આપવી પડે છે. [13] તે સંસ્થામાં અવશ્ય 44 ધાર્મિકતાના નામે આ જે જે નિયમાનુ કામી છાત્રા લયેામાં પાલન કરાવવામાં આવે છે તેમાં સૌથી પ્રથમ આપણે રાત્રીભેજનિષેધને વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. છાત્રાલયના અનુસંધાનમાં આ બાબત વિષે હું કાંઇ પણ વિચારા રજૂ કરું તે પહેલાં એ સ્પષ્ટપણે સમજીઃ લેવાની જરૂર છે કે સિદ્ધાન્તની દૃષ્ટિએ તેમજ સયમની દૃષ્ટિએ--રાત્રીભોજનનિષેધનું ઐચિત્ય તેમજ ઉપયોગિતા અને હું બરાબર સ્વીકારું છું. આમ છતાં પણ સિધ્ધાન્તને વ્યવહારમાં મૂકતાં આપણે અનેક યનિયમોના અનુપાલનમાં છૂટછાટ મૂકતા આવ્યા છીએ એ રીતે છાત્રાલયના સંબંધમાં વિચાર કરતાં આ પ્રતિબંધને લગતા આપણે માત્ર છોડવા જોઇએ એવા મારે અભિપ્રાય છે. આપણે આગળ વિચાયુ. તેમ કેવળ ધર્મના પ્રચારા તૈયાર કરવા માટે કા। શિક્ષણસંસ્થા ખોલવામાં આવી હેાય તે તેને લગતા છાત્રાલયમાં રાત્રીભોજનનિષેધ જરૂર ફરજિયાત હોવા જોઇએ. કારણ કે આજે ધર્મને લગતી જે પ્રકારની આપણી સમજણ હાય તે સમજણુ મુળના યમનિયમે પાવા જોઇએ. ખીજું આવા કાષ્ટ છાત્રાલય સાથે “ વ્યાવહારિક ’ શિક્ષણ આપવાની સંસ્થા પણ એ છાત્રાલયના સંચાલકા તરફથી અલાવવામાં આવતી હોય તે તે શિક્ષણસ`સ્થાના વર્ગો એવી રીતે ગાઢવી શકાય કે જેથી સાંજે જમવા પહેલાં રમતગમત તેમજ કસરત માટે તે છાત્રાલયના વિદ્યાથી ઓને પૂરતા વખત મળી શકે. આવી સગવડવાળી સંસ્થા પણ પેાતાનું રસોડું જરૂર સૂર્યાસ્ત પહેલાં અધ કરે, પણ આજના જે કામી છાત્રાલયેા વિધાથ ને માત્ર રહેવાખાવાની સગવડ આપે છે અને જેમાં રહેતા વિધાથી ભણવા માટે અન્યત્ર હાઇસ્કૂલ કે કોલેજમાં જાય છે તે છાત્રાલાએ સર્યાસ્ત પહેલાં પાતાનાં રસોડાં ખૂંધ કરી દેવાન પ્રશ્નધ ફેરવવા જોઇએ. પ્રથમ તે આપણે એ સમજી લેવુ જોઇએ કે આપણે ત્યાગ સયમની ગમે તેટલી વાતેા કરીએ પણ આપણે આપણાં બાળકાને ભણાવીએ છીએ તે એટલા માટે કે તેનાં શરીર અને મનની બધી શકિત ખૂબ ખીલે અને મોટાં થાય ત્યારે આ ગૃહસ્થ અને શહેરી બને. ત્યાગ અને સન્યાસની ગમે તેટલી પ્રતિષ્ઠા કરવામાં આવે એમ છતાં એ અપવાદમા જ રહેવાના છે અને ગૃહસ્થજીવન જ રાજમા રહેવાના છે. આ ધ્યેય ધ્યાનમાં રાખીને જ વિધાથી જીવનની સર્વ, રીતભાત અને વ્યવહાર ઘડાવાં જોઇએ. આ ધ્યેય સિધ્ધ કરવા માટે જે તાલીમ અપાવી જોઈએ તે એ પ્રકારની છે : મનની અથવા તે મુધ્ધિની અને શરીરની : જેને આપણે ‘ભણવુ’' કહીએ છીએ તે માત્ર બુધ્ધિની તાલીમ હોય છે. અને તે નિશાળના વર્ગોમાં અપાય +
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy