________________
તા. ૧૫-૭-૪૦
પ્રબુધ જૈન
'
સંપ્રદાયમાં સિદ્ધાંતની ઝીણવટ અને સૂક્ષ્મ વિગતે અને તેના આચાર વિચારનું મહત્વ વધુ હોય છે એટલું સ્વીકાર્યા વિના રહેવાતું નથી સાંપ્રદાયિક રીતે જનની સંખ્યા અવશ્ય ઘટતી જાય છે. તે જરૂર અટકાવવાની જરૂર છે. આપણે જેની સંખ્યા કોઈ પણ રાજ્યધારી. પ્રશ્ન સિધ્ધ કરવા માટે નથી વધારવી, આપણે બીજાને મુકાબલે સંખ્યામાં ઉચ્ચ સ્થાનમાં આવીએ તે આપણો હેતુ નથી. પરંતુ જનમત તે સંપૂર્ણ માનવ ધર્મ છે, તે તેના સંપૂર્ણ સ્વરૂપે સંપૂર્ણ વિગતે અને ઝીણવટ સાથે વધુમાં વધુ માણસેના હૃદય સુધી પહોંચી પુનઃ મનુધ્યત્વ પ્રગટાવે, ચારે કેરથી માતા વિષને વિદારી મૈત્રી સાધી આપે અને “જેની નાની મોટી સૌ નીકેમાં એક અખંડિત જીવન વહેન વહી રહેલું છે તે સમજાવી જગતું ભરમાં “અભય” નું વાતાવરણ ઉભું કરે તેટલા માટે આવા ઉન્નત દર્શનનો પ્રચાર 'કર જરૂર છે.
કોઈપણ સિધ્ધાંતિક માન્યતાવાળાની સંખ્યા ભાવનામાંથી જન્મે છે અને ભાવના વાતાવરણમાંથી ઘડાય છે. વાતાવરણ તૈયાર કરવાનું ગુણકાર્ય પ્રચાર અને સાધુઓનું છે, જેઓ વાણી
અને વર્તનથી જગતને પિતાના તરફ આકર્થી જે માર્ગ ઉપર પિતે ચાલતા હોય છે તે માર્ગ ઉપર બીજાને ચાલતા કરી શકે છે. સાધુઓને સાંપ્રદાયિક રીતે આ મહત્વને ઉપયોગ છે.
જગતું એક વખતે જડવાદી' હતું, સંહારક, હત્યારું બની ગયું હતું, અનેક દેવદેવીઓમાં અને તેની તૃપ્તિ નિમિતે અનેક નિર્દોષ પ્રાણીઓના રક્તપાતમાં માનનારું હતું. જીવનમાં કમળ લાગણી જેવું તત્વ નહોતું રહ્યું, તેવા સમયે એકલા હાથે પિતા મહાવીર અને બુધ ભગવાને પ્રબળ પુરૂષાર્થથી લોકોને નૂતન દ્રષ્ટિ આપી હતી.
આફ્રિકાના અંધારા ખંડમાં કે જ્યાં ભાગ્યે જ બહારના કોઈપણ માનવબળે પગ પણ કર્યો હશે, જ્યાં ભાગ્યે જ કોઈ પણ પ્રકારને સંદેશો કોઈએ પહોંચાડ્યો હશે, ત્યાં જઈ પશુ જેવા માનવીઓની વચ્ચમાં વસી સાધુઓએ માનવસેવા દ્વારા શરૂઆત કરી જગતુને પિતા ઈસુને પ્રેમસ દેશ પહોંચાડે છે અને તેમ કરતાં તે ભેખધારીઓએ પિતાના વહાલા વતનને, સુખસગવડતાને, કુટુંબકબીલાને ત્યાગ કરી, જંગલી સાથે જંગલી થઈ તેની ભાષા, રીત રીવાજ, પહેરવેશ, ખેરાક અને જીવનની રીતિ સ્વીકારી શ્રમથી ખતમ થઈ જવાય કે રોગથી બેજાર થઈ જવાય ત્યાંસુધી કાર્ય કર્યું છે. ત્યારે જ વાતાવરણ, ભાવના અને સંખ્યા વધ્યા છે.
હઝરત પયગમ્બર સાહેબે જંગલીઓને ઇસ્લામની દીક્ષા પ્રબળ પુરૂષાર્થથી આપી છે અને તેમ કરતાં કંઈ એવું સહન નથી કર્યું.” - બૌદ્ધ પુંગીઓએ- બૌદ્ધ મતના ફેલાવા માટે અંધારા જંગલ ઉલેચ્યા છે, યાતનાઓ ભેગવી છે અને ભ્રમણ કરી કરીને પૃથ્વીને પગ તળે કાઢી છે- બીજી પ્રજાઓની ભાષા શીખી- તેમાં બૌદ્ધ સિદ્ધાંતે વણી પ્રજાને ભગવાન બુધ્ધનો સંદેશ પહોંચાડે છે.
હિન્દભરમાં માત્ર વીશ વર્ષના અલ્પ સમયમાં પૂજ્ય મહા- માજી જેવા એકલ સુકલકડી કાયાધારી માનવી નૂતયુગ પ્રવર્તાવી શક્યા છે તે વાત સુવિખ્યાત છે. એક સાચા મીશનરીના માફક ભ્રમણ કરી લેકસમુદાય સાથે સંપર્ક સાધી તેના આભા સુધી નૂતન સંદેશ પોંચાડે છે તે જ તેમના વિજયની ચાવી છે. | ઉપલી બધી વાતોના મુકાબલે આધુનિક જનસમાજ કયાં ઉમે છે?- સાધુઓની સંખ્યા- અલબત અગાઉ કરતાં કમી થઈ
ગઈ છે તેપણ જૈનત્વનું વાતાવરણ ફેલાવવા માટે સંખ્યા ઠીકે પ્રમાણમાં છે. છતાંય શા માટે મહાવીરના માર્ગના અનુયાયીઓની સંખ્યા ઘટતી હોવાની ફરિયાદ છે? પ્રચારના પુરૂષાર્થની ખામી તે નથી ને? કારણ કે આજે વાતાવરણ સૈકાઓનું જામેલું પડયું છે, વાતાવરણના ફેલાવનારા મોટી સંખ્યામાં તૈયાર ઉભા છે, જગતનું અજ્ઞાન અને અજવું વાતાવરણ બદલાઈ સમજંદાર, ભાવનાશીલ અને ઓછું વહેમી બન્યું છે. છતાંય શા માટે સંખ્યા વધવાને બદલે ઘટે છે? લોકેને જૈનત્વનો ખ્યાલ આપનારા જૈનમંદિર અને ઉત્સવો પ્રજાની વચમાં છે. છતાં ય કેમ વાતાવરણ કેળવાતું નથી અને સંખ્યા વધતી નથી ? આ પ્રશ્નોને ઉત્તર દુઃખદ છે. વાતાવરણ તૈયાર કરનારે ખાસ વર્ગ તે આપણે સાધુવર્ગ છે. પણ કમભાગ્યે તે સાધુઓ વિશ્વના હોવા છતાં પણ વિશ્વના લગભગ મટી માત્ર વાણિયાના ગરજી જ બની બેઠા છે. આજે તેમને વાણિયાઓની ધી ચેપડી કુણી-જેટલી, વંદના, વૈયાવચ્ચ અને આલીશાન હવાશીલ ઉપાશ્રયની બહાર ડોકુ ઉંચી કરવાની . ફુરસદ કે જરૂરિયાત નથી. નિત્યે યંત્રવત્ અરધોક કલાક કોઈક . અગમ્ય વાતે, જોડકણાં , અસ્પષ્ટ ભાષામાં સંભળાવી પિતાના કાર્યની તિથી થઈ માને છે અને કૃત્યકૃત્ય થઈ જાય છે. શ્રાવકમાં પણ અતિ પરિચયથી અવજ્ઞા જન્મે છે તેથી લોકલાજે યંત્રવતું સાંભળી યંત્રવત્ આવ્યા તેમ ચાલતા થાય છે. મેટે ભાગે ક્રિયાકાંડી ધર્મને બોધ આપવામાં આવે છે, જે સાંભળી સાંભળી સમાજ લગભગ ર થઈ ગયો હોય છે.
શ્રાવકે તે મહાવીરના સંદેશાને સમજી ચૂકેલા છે, પણ જેના કાન પર કદી પણ આ સંદેશો પડયે નથી તેવાઓની પાસે ભાગ્યે જ સાધુએ જતા હશે. ગામડામાં ખુદ જૈનો માટે
જ્યાં સાધુઓને સદંતર અભાવ છે, ત્યાં જનેતરની તે વાત જ શી કરવી ? સાધુઓને મેટા શહેરને મેહ વધતા જાય છે એટલે નાના નાના ગામડાઓ કે જ્યાં જૈનેતરને પણ સંપર્ક પુરી રીતે સાધી શકવાને યોગ હોય છે ત્યાં જતા જ નથી એટલે વાતાવરણુ, ભાવના અને સંખ્યા કેમ વધે ? "
જૈન સાહિત્ય જ્યારે રચાયું હતું ત્યારે લોકભાષામાં જ રચાયું હતું. સંશોધનકારો કહે છે કે સંસ્કૃત જેવી દેવ ભાષાને તજીને સન શાસ્ત્રકારોએ તે વખતની અર્ધમાગધી ભાષા કે જે તે વખતે લેકભાષામાં હતી. તેમજ સાહિત્ય રચ્યું છે. આજે તે ભાષા લોકભાષા કે પ્રચલિત ભાષા રહી નથી તે ચાલુ લોકભાષાઓમાં શા માટે જૈન ગ્રન્થને નથી ઉતારવામાં આવતા કે જેથી જૈન અને અજન સૌને સહજ અને સરળ બને? પુરાણી મૃતઃપ્રાય ભાષા મેટા ભાગને માટે અગમ્ય છે. એટલે કદાચ તેવા ગ્રન્થ થોડા ભાગમાં વંચાતા હશે તે પણ તેનું હૃદય તે નહિંજ સમજાતું હોય. લોક ભાષામાં શાસ્ત્રનું સર્જન ભાવના ફેલાવવાની દૃષ્ટિએ અતિ મહત્વનું છે.
જ્યાં જ્યાં મહાવીર ભગવાનનું કામ દેખાય ત્યાં ત્યાં જન દૃષ્ટિ ન દેખવાની કરૂણ નિબળતા કે સંકુચિતતા આપણી આ ભાવનાને વિસ્તીર્ણ થતી અટકાવે છે. જ્યાં જ્યાં અહિંસાનું કાર્ય હાય, જ્યાં જ્યાં અસ્તેય કે સત્યના પાલનની પ્રવૃત્તિ હોય..
જ્યાં જ્યાં ચારિત્ર્ય અને અપરિગ્રહની ભાવના હોય ત્યાં ત્યાં અપગટપણે જન દર્શન જ પ્રગટ છે એમ માની તેને સાથ આપવામાં આપણે ખુબ ઢીલા રહેલા છીએ.
જૈનત્વ વધારવા માટે તે– ' '
(૧) સાધુઓની કેટલીએક રૂઢ મર્યાદાઓને પુનઃ વિચાર કરે અને સમયાનુસાર થોડાક ફેરફારો કરવા કે જેથી તે વધારે