________________
તા. ૩૦-૬-૪૦
પ્રબુધ જૈન
ગર્ભમાં
આ પ્રસિધ્ધ થયેલા લેખમાં બાળકના બાબતે
ભાદ્ધમાં અને
અને બાળકને
બાળી દીક્ષા દીક્ષાને કૂટ પ્રશ્ન એ મથાળા નીચે પ્રબુધ્ધ જૈનના આગલા બે અકોમાં પ્રસિધ્ધ થયેલા લેખમાં બાળદીક્ષા સંબંધમાં હું શું ધારું છું એનું સામાન્ય સુચન આવી જાય છે. એમ છતાં પણ આ વિષય વધારે વિગતવાર સમાલોચના માંગે છે એમ સમજીને આ લેખ લખવા હું પ્રેરા છું.
જૈનદીક્ષા એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપી પંચ મહાવ્રતનું અણિશુદ્ધ અનુપાલન કરવાનું જીવનવ્રત. આ વતની કઠિનતા વિષે બેમત છે જ નહિ. આ વ્રતને અંગીકાર કર્યા પછી ન ફાવે ત્યારે છોડી દેવાય એવી કોઈ વ્યવસ્થા જ નથી. એટલે કે એક વખત સાધુ થયા પછી કોઈ સંસારમાં પાછા આવવા ધારે તે તેને કાયદાથી કોઈ અટકાવી શકતું નથી, પણ એમ કરવાથી ધર્મ સમાજમાં તેની ખુબ જ અપ્રતિષ્ટ થાય છે અને તેને કઈ કશી મદદ કરતું નથી કે ટેકો આપતું નથી, તેથી સમાજમાં તેની દશા ઘણું ખરું ત્રિશંકુ જેવી જ થાય છે. આ કારણે સાધારણ રીતે દીક્ષા લીધા બાદ સંસારમાં પાછા આવવાને કોઈ વિચાર કરતું નથી, પણ એની એ સ્થિતિમાં ઠીક ઠીક રીતે પિતાનું જીવન પુરૂં કરે છે. આ વ્રત જીવનના અન્ત સમય સુધી પાળવાનું છે એવી દીક્ષા દેતી વખતે સમજણ આપવામાં આવે છે.
પણ આ સમજણ વ્રતની કઠિનતાનું આ ભાન તે કાચી ઉમ્મરે જે બાળકને દીક્ષા અપાય છે તેને પુપુરૂં હોય છે એમ માની લેવામાં આપણે આપણું અજ્ઞાન પ્રદર્શિત કરીએ છીએ અને એમ માનવામાં અન્ય જિનેને આપણે છેતરીએ છીએ.
પણ વાત તે એમ છે કે જેઓ આવી બાળદીક્ષાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા હોય છે તેમને દીક્ષા લેનાર દીક્ષાની કહીનતા કે ગંભીરતા નથી સમજતા હતા તે તે ઉલટું ઈષ્ટાપત્તિ સમાન બને છે. તેમની વૃત્તિ બાળકની અજ્ઞાન દશાને લાભ લેવાની જ હોય છે. તેઓ કેટલાક એવી ડહાપણભરી દલીલ રજુ કરે છે કે કાચી અને અપરિપકવ સ્થિતિમાં દીક્ષા આપવાથી તેના ઉપર ધાર્મિક સંસ્કારો વધારે મજબુતપણે બેસાડી શકાય અને તેને પાકો ધર્મિષ્ટ બનાવી શકાય. આ સાધુ જ ધર્મને સાચે ઉત કરી શકે. આવી સમજણ ફેલાવીને કેટલાકને ભેળવવામાં આવે છે અને અન્યના છોકરાઓને ભગાડવામાં તેવા લોકોને ઉપયોગ કરવામાં આવે છે-આમ ધર્મના નામે અધર્માચરણની પરંપરા ચાલ્યા કરે છે.
કેઈ પણ અપરિપકવ વયના છોકરાને જીંદગી સુધી પાળવાના કોઈ વ્રત નિયમથી બાંધી લેવો એ ગ્ય નથી તેમજ, ધર્યું નથી. કોઈ પણ બાળક વ્રતકાન્વિના અજ્ઞાનને કારણે તમે કહો તેવું વ્રત અંગીકાર કરવા તૈયાર થશે, પણ ઉમ્મર વધતાં અને માનસિક શકિતઓ અને વૃત્તિઓ વિકાસ પામતાં તે વ્રત તે તેડવાનેજ છે. પોતે અજ્ઞાન દશામાં લીધેલું જીવન વ્રત તેડયા વિના તે રહી શકતું નથી અને સાથે એ વ્રત પિતે તેડી રહ્યો છે એનું ચાલુ ભાન એક પ્રકારની અનિષ્ટ નૈતિક હાનિ નિપજાવે છે અને તેની જાતને વિષે. અશ્રધ્ધા ઉત્પન્ન કરે છે. દીક્ષા જેવા વ્રતથી કોઈ પણ બાળકના આખા ભાવીને બાંધી દેવાને કોઈ પણ માણસને અધિકાર છે જ નહિ. વળી આ પ્રથા બીજા પણ અનેક અનિપ્ટથી ભરેલી છે. કોઈના છોકરાં ભગાડવાં, આર્થિક ભીડમાં આવેલા માબાપને લેભ લાલચમાં ફસાવવા, અનેક સાચાં જુદાં
કરવાં, માબાપને અધ્ધર રાખી છોકરાને મુંડી નાંખવા- આ બધું બાળદીક્ષાના ગર્ભમાં સમાયેલું હોય છે. આ બધી બાબતે વિચારતાં અઢાર વર્ષ પહેલાં કોઈને પણ દીક્ષા આપવાની પ્રવૃત્તિ સમજી સમાજે ચાલવા દેવી ન જ જોઈએ.
જેમ જેમ વધારે વિચાર કરું છું તેમ તેમ બળદીક્ષા અને બાળલગ્ન વચ્ચે મને ઘણું મોટું સામ્ય દેખાય છે. બાળલગ્નતા સમર્થનમાં જે દલીલ વાપરવામાં આવતી હતી તે જ દલીલે બાલદીક્ષાના પક્ષમાં વાપરવામાં આવે છે. પહેલી દલીલ શાસ્ત્રસૃતિના સમર્થનની. મનુસ્મૃતિમાં પુત્રીને રજોદર્શન પહેલાં પરણાવી દેવાની સ્પષ્ટ આજ્ઞા છે. જૈન ધર્મશાસ્ત્રમાં નાની ઉમ્મરના બાળકોને દીક્ષા દેવાને કોઈ પણ ઠેકાણે નિષેધ કરવામાં આવ્યું નથી. બાળલગ્નની પ્રથાએ કન્યાવિક્રયના અનિષ્ટને જન્મ આપ્યા. બાલદીક્ષાની પ્રવૃત્તિએ કેટલાક માબાપને પતિત બનાવ્યા. બાળલગ્નના સમર્થનમાં કેટલાક નાનપણમાં પરણેલા માણસનાં ગૃહજીવન કેટલા સુખી હતાએવા દાખલાઓ રજુ કરવામાં આવતા. આવી જ રીતે બાળદીક્ષાના હિમાયતી હેમચંદ્રાચાર્ય જેવાના દાખલાઓપિતાની પ્રવૃત્તિના ટેકામાં રજુ કરે છે. એવા અપવાદ દષ્ટાંતથી કોઈ પણ વાંધા ભરેલી પ્રવૃત્તિ સમર્થિત થઇ શકતી નથી. શા નિધ ન કર્યો હોય એવી અનેક બાબતે કાળભેદે કરીને અને ભૂતકાળના કડવા અનુભવો ધ્યાનમાં લઈને નિષિર્થ કરવી પડે છે. હેમચંદ્રાચાર્ય બનવાની જે આભામાં શકયતા હશે તે પકવ ઉમ્મરે દીક્ષા લેશે તે પણ હેમચંદ્રાચાર્યજ' બનવાના છે. " કેટલાક એવી દલીલ કરે છે કે “વૈરાગ્યને ઉમ્મર સાથે કે પણ પ્રકારને સંબંધ નથી. કેટલાકને વૃધલ સુધીમાં પણ કંઈપણ પ્રકારને વૈરાગ્ય ઉપજતે નથી તે કેટલાક બાળપણથી ધર્મપરાયણ હોય છે. આનું કારણ પૂર્વભવના સંસ્કાર છે. પૂર્વકર્મના સંસ્કાર બળે : વૈરાગ્યવાસિત બાળકને દીક્ષા લેતાં શા માટે અટકાવવો? આ દલીલ અવળી વાતને ઉજળાં કપડાં પહેરાવવા બરાબર છે. આ દલીલ સ્વીકારીએ તે પણ આ વૈરાગ્યવાસિત બાળક અઢાર વર્ષ સુધી બેટી શા માટે ન થાય? પૂર્વકર્મપ્રેરિત વૈરાગ્ય કાંઈ એવો કાચા પોચે હૈઈ ન શકે કે ઉમ્મર વધતાં એકાએક કાચા રંગની. માફક ઉડી જાય. તેના વૈરાગ્યની સ્થિરતામાં આપણે અશ્રધ્ધા શા માટે રાખવી? એક અપવાદ સંમત કરવા જતાં બીજી બધી રીતે અનિષ્ટ લાગતી પ્રથાને કેટલું બધું ઉતેજન મળે? જે બાળકનું માનસ વિશિષ્ટપણે ધર્મપરાયણ લાગતું હોય. અથવા તે જે બાળક ભવિષ્યમાં માટે સાધુ બને એવી તેના માબાપની ભકામના હાય- અને આવી અનેકામના મને તદન સ્વાભાવિક : અને ઉચિત લાગે છે- તે બાળકને સાધુજીવનને અનુરૂપ વાતાવરણમાં ઉછેરવામાં આવે, સાધુઓના ચાલુ સહવાસમાં રાખવામાં આવે અને ઉચ્ચ પ્રકારની તેને ધાર્મિક કેળવણી આપવામાં આવે અને અઢાર વર્ષની ઉમ્મર પુરી થયે તે બાળકની સ્વાભાવિક ઇચ્છાને માન આપીને તેને દીક્ષા આપવામાં આવે તેમાં કશું વાંધે કાઢવા જેવું. મને લાગતું નથી. પણ બાળલગ્નની માફક ' - કાચી ઉમ્મરે દીક્ષિત બનાવવાની પ્રથાને તે હવે ઉચ્છેદ થવેજ જોઈએ.
કેટલાક લોકો આ વિચાર તે સ્વીકારે છે પણ વોરા રાયે આ બાબતમાં નિયમન કરનારો જે કાયદે કર્યો છે તે સામે તેમને માટે વિરોધ છે. તેમનું એમ કહેવું છે કે “દીક્ષા આપવાની બાબત કેવળ ધાર્મિક છે અને આ કે અન્ય ધાર્મિક બાબતમાં
કે