________________
તા. ૩૦-૬-૪
પ્રબુધ જૈન
તેને મુખ્ય સમય આ જ કલહ અને તેના ઉપાય કરવામાં જ જાય છે. રાત્રે કદાપિ કપરી સ્થિતિમાં સ્વપ્ના પણ આવતા હોય તે ના ન કહેવાય ! : આ પૃથ્વી અઢળક સાધન સામગ્રીથી ભરેલી છે. પણ તેને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા માટે તેના પૃથક્કરણ, કે સમી. કરણ, એકીકરણ કે વિનિમય કરી કરી કુદરતના ઢાંકયા ભેદે ખેલી બેલી, કુદરતના અનેક તો સાથે સંગ્રામ ખેલ ખેલીને જ માનવીને ટકવાનું-જીવવાનું અને આગળ વધવાનું–રહેલું છે, એક ડાહ્યા માણસે જીવનને સંગ્રામ અને નિરંતર ગતિ કરતા પ્રવાહ કહે છે.
આખા માનવજીવનને બારીક અભ્યાસ કરવામાં આવે તે સમજાય છે કે ગર્ભાવસ્થામાં બાળકો બીજી કોઈપણ જાતની સાનભાન કે ચેતના નથી પામતાં પણ “ટકવાની’ સાન અને તે માટે પિષણ મેળવવાનું જરૂર જાણે છે.'
જમ્યા પછી સમજણો થાય ત્યાં સુધી તેનાં જીવનકાર્યો બીજાએ જ કરવાનાં હોય છે, પણ ‘ટકવાનું” અને તે માટે પ્રત્યેક પ્રત્યેક અણુઓ પરમાણુઓ દ્વારા સંગ્રામ ખેલવાનું છે તે જાણે છે. જે જે વાતો અને સમજ તે મેળવવા માગે છે તેમાં પણ મુખ્ય ધ્વનિ તે “ટકવાનો જ હોય છે. આ ‘ટકવા” માટે જે પુરૂષાર્થ કરે પડે છે તે જ જીવનસંગ્રામ !
સમજણ આવ્યા પછી, દુનિયાના. જ્ઞાનીઓના પ્રવચને સાંભળ્યા પછી, દુનિયાની અસારતા જાણ્યા પછી, અને ધર્મ અને મોક્ષ કે મુક્તિની અગમ્ય વાતમાં ચંચપાત કર્યા પછી પણ તેનું મુખ્ય કાર્ય તે “ટકવાનું, જીવનસંગ્રામ ખેડી જીવન કલહ શમાવવાનું જ હોય છે, દિવસના ચોવીસ કલાકમાંથી માનવીને વધુમાં વધુ સમય, શકિત અને સમાજને ભાગ આ જીવનસંગ્રામ પાછળ જ જાય છે. એ તે આપણે જ જોઈએ છીએ.
કોઈને આ સંગ્રામ સાધારણ પ્રયત્ન એટલેજ લડવું પડે છે તે કોઈને આત્મા વલોવાઈ જાય તેટલે વિકટ હોય છે. આ વિકટ સ્થિતિમાં કુદરતને જેટલે હાથ છે તે કરતાં વધુ હાથ સમાજની ગેરવ્યવસ્થા અને સંગ્રામ ખેડવાની અણુ-આવડતને છે.
- સાધુઓ.અને ત્યાગીઓ, મહાનુભાવ મહાત્માઓ અને મદાંધ મહારાજાઓ માટે પણ એ જ અટલ કુદરતને નિયમ છે. તે સૌની આંખ સામે એ જ જીવનકલહ અને એજ જીવનસંગ્રામ ઉભા છે. •
• કોઈ કહેશે કે ધનિકે, મહારાજાઓ અને સાધુઓને કયાં જીવનસંગ્રામ ખેડવા પડે છે ? તેને જવાબ એટલે જ કે તેને લડવાને સંગ્રામ બીજાં લડી આપે છે. એટલે બીજા ઉપર બમણે બે નાંખીને તેઓ પિતાના જીવનને પ્રશ્ન પતાવી દે છે. આ જાતની પતાવટ હવે જગતને સાલવા માંડી છે.
દયા, દાન કરનારા પણ શું કરે છે? # ને મદદ કરે છે એટલે હવે પિતાને જીવન સંગ્રામ પૂર લડી શક્તા નથી તેથી જ ર ની વતી તેને સંગ્રામ લડે છે. આ વાત સૌ ક્રિયાએમાં એકસરખી-જ્યાં જ્યાં મદદ, દયા, કે દાનની અપેક્ષા હેય છે ત્યાં ત્યાં સમજવાની ! રાજાને લડવો પડતે જીવનસંગ્રામ પ્રજા લડે સાધુઓને સંસારીઓ લડે, બાળકને તેના માવિત્રે લડે, વૃદ્ધમાવિને તેનાં સંતાન. લડે આ સામાન્ય વાત છે. સ્વેચ્છાપૂર્વક લાગણીથી અનુકંપાથી જ્યાં બીજાના સંગ્રામે લડવાની વૃતિ હોય છે તેને દયા, દાન, વાત્સલ્ય,
કે તેવા ઉચ્ચ નામથી આપણે ઓળખીએ છીએ. પણ જ્યાં કે સંગ્રામ બળંપૂર્વક ફરજિયાત બીજા પાસે લડાવવાનું હોય છે
ત્યાં તેને ચોરી, લુંટ, જુલમ કે પશુતા કે એવા હલકા નામથી ઓળખવામાં આવે છે. આ એક જ. આધુનિક વર્ગભેદના ઝેરનું કારણ છે. પહેલી જાતની સંગ્રામભૂમિ માણસના આત્માને વિકાસ બતાવે છે. બીજી રીતિ પતન !
આપણે હિન્દુઓ તે કર્મ અને પુનર્જન્મના સિધ્ધાંતને માનીએ છીએ. પશ્ચિમની પ્રજા પણ ધીમે ધીમે પુનર્જન્મ અને કર્મના અટલ નિયમને માનતી થતી જાય છે. ફેર માત્ર એટલે કે Evolution , Revolution? ઉત્ક્રાન્તિવાદ કે કર્મથી થતા જતા ક્રાન્તિ ? આ બન્ને વચ્ચે હજુ સાત્વિક ભેદ ચાલું છે. આપણે આપણી હિંદુ સંસ્કૃતિ પ્રમાણે “ક” તેવું વન”
જ્યારે માનીએ છીએ ત્યારે જ આપણુને ધર્મ, નીતિ, અને અમુક સિધ્ધાંતને અનુલક્ષીને ઘેરાયેલા જીવનની કિંમત અને અર્થ સમજાય છે. ઉત્ક્રાન્તિવાદના સિધ્ધાંત મુજબ ધીમે ધીમે અમુક ચોકકસ સ્થિતિ નકકીજ છે એવી બીનજવાબદાર આશા-માનવામાં પ્રગટે છે, જ્યારે. ‘કર્મ તેવા જીવન માં પુરૂષાર્થ અને ભાવનાની પ્રેરણા જાગે છે. કર્મ મુજબ જીવનનું ઘડતર થતું હોવાથી તેના માટે ચોકકસ નિયમન અને મર્યાદા જરૂરી છે.
જગની માનવદુનિયામાં જીવનકલહ અને સંગ્રામજ - એક અગત્યનું કર્મ છે તેથી તે કર્મ જેમ વધુ નિર્દોષ, સ્વપરને લાભદાયક, અને સરળ બને તે કાયમ જોવાનું છે. ડાહ્યા જગના અનુભવી અને દીર્ધદ્રષ્ટિવાળા યુગપ્રધાન પુરૂષોએ અમુક રેખા દોરી આપી, જીવનસંગ્રામ કેમ સરળ અને સુંદર બને તે જગતને બતાવ્યું, જેથી માનવીને સંગ્રામ ખેડવા છતાં પણ અશાન્તિ ન રહે, ઉપાધિ ભર્યું જીવન હોવા છતાં પણ તેથી મુંઝાઈને આડે માર્ગે ચાલવા ન માંડે, કાયમનાં ઘર્ષણ હોય છતાં પણ સ્વ-પથી પર કઈ અખંડજીવન વહન ચાલ્યું જાય છે અને તેનાં આપણે સૌ બિન્દુએ છીએ તે ખ્યાલ નિરંતર જાગ્રત રહે અને પોતાને સંગ્રામ બીજાના જીવન કલહને વધારનારે ન બને. આ માર્ગ સૂચન, આ સાંદી અને ઉપયોગી સલાહ એટલે ધર્મ ! ધર્મનું મુખ્ય કે કાય માનવજીવનકલહને- જીવનસંગ્રામને શુધ, ઉપયોગી, નિરૂપવી અને સરલ રાખવાનું છે. બાકીના બીજા ધર્મનાં વિધાને તેની ચિત્તશાન્તિ, આત્માના આહાદ, દ્રષ્ટિ અને આંતરિક જીવનસૃષ્ટિ નિર્મળ રાખવા માટે જ છે. આ માર્ગ સૂચન સતત ચાલુ રહેવું જ જોઈએ. જેથી કાયમ માનવ જાગૃત રહે, સજગ રહે, પાકું ચણતર કરનાર જેમ તે ચણતર પાકું બને ત્યાં સુધી તેને પાણી છાંટયા જ કરે છે, તેમ જેને જીવનચણતર પાકું કરવાનું છે તેણે આ ધર્મજળ પિતાના કર્મને છાંટયા જ કરવું જોઈએ. કાચા કાદવિયા મકાનને તેને ખપ ન હોય, કારણ કે તેનું આયુષ્ય જ અલ્પ કલ્પીને જ તેનું ચણતર કરવામાં આવે છે. ' ધર્મ અને માનવને સંબંધ-ધર્મ અને જીવનસંગ્રામ (કર્મ) ના સંબંધ ઉપરથી આપણે સમજી શકીશું. છતાં પણ અફસની વાત છે કે આજે ધર્મને ખરે ઉપગ અને દૃષ્ટિ સમાજમાંથી લુપ્ત થઈ ગયાં છે. ધર્મને સીધો મુકિત સાથે જોડી દેવામાં આવ્યું છે ત્યારથી માનવી અને ધર્મને સંબંધ ઢીલું પડે છે. કર્મ અને મુકિતને અવશ્ય સંબંધ છે. ધર્મનું કાર્ય કર્મ (જીવનસંગ્રામ) ને શુધ્ધ