SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ सच्चस्स आणाए उवठ्ठिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. જુન ૩૦ પ્રબુધ્ધ જૈન सत्यपूतं वदेद्वाक्यम् પ્રબુદ્ધ જૈન ૧૯૪૦ જીવનસ ગ્રામ જ્યારે ફરવા નીકળું, બહાર શહેર બજાર, બહુ દુખિયા નજરે પડે, નહિ સુખીયા સ`સાર.” ક . ડી. ઉપર લખી સ્થિતિ જોયા પછી જ હિંદુધર્મના મહાન પ્રચારક વેદાંતકૅસરી સ્વામી વિવેકાનન્દે ધર્મ આડે માનવને ભૂલતા સમાજને અનુલક્ષીનેજ કહ્યું હતું કે Religion we have plenty, but what we need is a piece of bread to be put in hungry mouths in India to-day. Bread is the only religion at present in India. ધર્મભૂમિ આર્યાવર્ત માં ધર્મભાવના તો પૂરતા પ્રમાણમાં છે. પરન્તુ આજે તે ભારત વર્ષના મુખ્ય બળતા પ્રશ્ન રીટીનો જ છે. રેાટલી એજ આધુનિક હિન્દના ધર્મ છે. પેટના અન્યા ગામ બાળે તેમ, ખે ધમ નીતિ ખળી જાય; ગાપાળા આ લે તારી માળા, ભૂખ્યા ભજન રો’થાય ! ભારતમાં હવે તા પૃથ્વીભરમાં રેટીના પ્રશ્ન, બેકારીના પ્રશ્ન એટલે કે, જીવનકલતુ. એટલી કટાકટીની સ્થિતિએ પહેોંચ્યા છે કે જો તેને ઉકેલ 'સવેળા નહિ આવે તેા ભાનભૂલ્યા માનવ સમાજ એક દિવસે તેમ નીતિ, રીતિ, માણસાઇ અને માનવ સંસ્કૃતિ બાળી દેશે. જડવાદી જગતમાં આજના ભીષણ . ઘર્ષણા કરૂણૢ જીવનકલહના અણુઉકેલ્યા પ્રશ્નને કારણેજ છે. Haves and havenots–સાધનસંપન્ન અને સાધનવિહીન વચ્ચેની અથડામણુનુ પરિણામ છે. તેથીજ જગત આજે પરમાત્માને ભૂલ્યું છે ... સ્વાર્થ આડે પરાર્થને ભૂલ્યુ છે, અને પશુતા પામતું જાય છે. વર્ગવિગ્રહ આ વાતનો અચુક પૂરાવે છે. જીવનકલ એટલે કપરા બનતા જાય છે કે તે સંગ્રામમાં માણસ આગળ પાછળનો કપણ વિચાર કર્યો વિના જે કંઇ સાધન મળે તેથી ઝુઝે છે. અને તેની એથે “ ટકવા માગે છે. ” જ્યાં સુધી પોતાની પાસેનુ સારૂં હથિયાર હોય છે ત્યાંસુધી તેથી પછી જેમ જેમ સાધનની તંગી પડતી જાય છે તેમ તેમ દુરનુ, પારકાનું જે કદ પ્રાપ્ત થઇ શકે તેનો ભેગ આપીને અને છેવટે પેાતાની પ્રજા દેશ, ઉન્નત ભાવના અને સારાસારના વિચાર ભૂલીને “ પડને ” પશુ ભાગ આપી ટકી શકાતુ હાય તા ટકવા માગે છે. આ વખતે માણુસ માણસ મટી ‘ટકવાની' ધૂન અને કામનાવાળુ કાઇ ફળપૂતળુ જ બને છે. જેમાં પુનઃ મનુષ્યત્વ –માનવતા સજીવન કરવી હાથ તા બહુજ પ્રબળ પુરૂષાર્થની અપેક્ષા રહે છે. ભયંકર તા. ૩૦-૬-Yo જાતના ગુન્હેગારા, કાયદાભંગી બહારવટિયા અને પારકાનું ખૂંચવી જનારા હરામખારા કે ક્ષેાહીપિપાસુ રાષ્ટ્રનેતા જીવન—કલહને ન સભાળી કે ઉકેલી શક્યા તેનાં જ સ્વાભાવિક પરિણામે છે. આધુનિક જગત આ જાતનાં ફળપૂતળાંઓનું જ ભરેલુ છે તેમ સામુદાયિક અશાન્તિ ઉપરથી લાગે છે. આજે તાકાવાન, જ્ઞાનવાન સગી આંખે પોતાની શકિત અને સમજને પેાતાની સામે જ વેડફાતી જોઇ બેઠો છે. આજે જીવનની અતિ અગત્યની જરૂરિયાતને પણ મેળવી ન શકતા આદમી આલીશાન પ્રાસાદા અને સ્વાદુ પ્રસાદો સામે ટગર ટગર જોતા ખેઠો છે! આજે. દિલ દેહના દર્દી જગતના વિપુલ સાધના સામે જ્ઞાનની વચ્ચમાં તદન વિસરાયેલા પડયા છે! આજે પોતાની મહેનત અને પસીનાથી મળેલી રાજી કે રોટલીને કાઇ તાકાવાન લક્ષ્મી કે જુથ્થના બળે કે કાઇ સંગ્રાહક વાલી કે વડિલના સંગ્રહઅને લૂંટાતી જોઇ રડતા, નિસાસા નાંખતા ભેઠા છે! 2 આજે વર્ગ, વર્ણ, સ્થિતિ કે સંસ્કારભેદના કારણે પોતાની રોટલી અને વનનિર્વાહની આડે ભયંકર અંતરાયા ઉભી થયેલી જોઇ માનવી હતાશ થઈને લમણે હાથ દઈને બેઠો છે! આજે સ્ત્રી કે બાળકો પૃથ્વીને પાટલે સૃષ્ટિનું સૌદર્ય વધારવાને બદલે પૃથ્વીની શિકલ બદસુરત કરતા શ્રાપિત વ્યક્તિ સમ ઉભા છે! જીવનકલહનો ઉકેલ ન કરી શકવાથી ઉપલી સૌ વ્યકિત આજે ગમે તે રીતે, ગમે તેવા સાધને, ગમે તે પરિણામ આવે તેની પરવા કર્યા વિના ઝુઝી રહી છે. જેથી નથી તે તે પૂરેપૂરા ઝુઝી. શકતા કે નથી. જગતમાંથી દુ:ખી વ્યકિતની સંખ્યા કમી કરી શકતા, ઉલટું: દુઃખના ઉપાયામાંથી નવુ દુ:ખ દુનિયા માટે જાગે છે. આજે જીવનકલહ એક પ્રજાને ગુલામીમાં નાંખે છે; બંધનમાં નાંખે છે તે ખીજી પ્રજાને મારણહાર, સર્વ સત્યાનાશક વૈજ્ઞાનિક શોધે અને તે દ્વારા જગતના પ્રલય કરવાનુ સુઝાડે છે. આજે એક પ્રજા અતિશયતાથી—અતિવિલાસથી ભરે છે તે બીજી પ્રજાના પ્રાણ તંગીમાં સીજી જાય છે, પણ ધર્મના પોકારા, પ્રભુની પૂજા અને પ્રજ્ઞાનના પ્રવચને જેમના તેમ ચાલ્યા જ કરે છે, માત્ર વચ્ચમાં કાઇ કાઇ વખતે કાઇ કાવતાને વખાણે છે તે કઇ અણુગમતાને નિન્દે છે. અને તે સૌ જીવનકલહથી દૂર હાય–પર હાય તેમ ધર્મનાયકા “ જગત પાપી થયું છે. ” કહી દૂર ભાગે છે. સમકિતધારી આ રીતે જ મિથ્યાલીઓના ત્યાગ કરે છે, પણ કોઇ પણ માયનો પુત ધર્મના સાચે મર્મ અને કર્યું બતાવતું નથી. આજનું જગત્ આટલા આટલા સૈકાઓના ધર્મપ્રવચનો, પુસ્તકો, શાસ્ત્ર અને નીતિરીતિની મર્યાદાઓની મીમાંસા સુણી સુણીને પણ વધુને વધુ ધર્મવિમુખ થતું જાય છે, તેનું કારણ ધર્મનું સાચું ક્ષેત્ર સમજવાન અભાવ તે નહિ હાય ને ? માનવજીવનકલહ અને તેના નિવારણ માટે જીવનસંગ્રામ નિરતરના છે. અને વનસાથે જડાયા જ છે. પછી ભલે તે માનવી રામયુગમાં હાય કે રાવણુયુગમાં, સતયુગમાં હોય કે સેતાનયુગમાં, પણ તેના ગુદોષની ન્યુનાધિકતા તા સંગ્રામની રીતિ ઉપર જ અવલએ છે. માનવી સવારે જાગે છે અને રાત્રે સુએ છે ત્યાં સુધીમાં
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy