________________
- તા. ૩૦-૬-૪૦
પ્રબુદ્ધ જૈન
આપણે સાહસિક ધંધાદારી અને ઉદ્યોગપતિ
ક્યારે બનીશું, વર્ષો પહેલાં આપણો સમાજ વેપારમાં ઘણે આગળ વધેલો હતો. આપણા સાહસિક વેપારી બંધુઓ દૂરદૂરના દેશ-દેશાવરમાં ભ્રમણ કરી લાખોનો વહીવટ કરી પુષ્કળ દેલત ભેગી કરતા હતા અને તેમણે વેપારી આંટ ખુબ વધારી હતી. ઉપરાંત તેઓ દરીઆપારની જહેમતભરી મુસાફરીઓ ખેડવામાં ખુબ પ્રખ્યાત હતા. આવા સાહસિકપણાને લઇને આપણે સમાજ તે વખતે ખુબ વૈભવી હોવા સાથે રાજદરબારમાં પણ તેની પ્રતિષ્ટા ખુબ હતી. પણુ ક્રમે ક્રમે જેમ જેમ આપણામાંથી વેપારી સાહસિકપણું ઓછું થતું ગયું તેમ તેમ આપણો વૈભવ અને પ્રતિષ્ટા ઓછી થતી ગઈ. આજે આપણે સમાજ ઘણાભાગે નિર્માલ્ય દશા અનુભવે છે. તેમાં એક નાને વર્ગ ખુબ શ્રીમત છે, તેમને માટે ભાગ સટ્ટામાં હજારો રૂપીઆની હંમેશાં હાર-જીત કરે છે. આ વર્ગનું ઉધોગ તરફ બીલકુલ ધ્યાન ખેંચાયું નથી. આ ખરેખર દુઃખદ બીના છે. આપણા સમાજમાં અમુક શ્રીમતે કે જેની સંખ્યા ગણી-ગાંડી છે તેમણે પિત–પિતાના ક્ષેત્રમાં નામ કાઢયું છે. અમદાવાદવાળા શેઠ અંબાલાલ સારાભાઈ અને શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ મીલ ઉદ્યોગ હાથ કરી પિતાને બનાવ્યું છે. મહારાષ્ટ્રમાં વાલચંદ હીરાચંદે સીધીઆ ટીમ નેવીગેશન કંપનીમાં જોડાઈ વહાણવટાના ધંધાને પરદેશી હરિફાઈમાંથી ફતેહમંદ રીતે પસાર કરી એ કંપનીને આ દેશમાં પહેલે નંબરે મુકી છે અને તે ઉપરાંત રેલવે અને ગવર્નમેન્ટ ખાતાના મોટા મોટા ઓર્ડરે મેળવી લેવામાં પણ પરદેશી કુ. એની હરિફાઈમાં તેઓ મોખરે રહ્યા છે. વળી દેશના ખાંડના ઉદ્યોગમાં સફળતા મેળવી આપવા માટે તેમણે ખુબ જહેમત ઉઠાવી છે. તેમજ તેમના ભાઈ શેઠ લાલચંદ હીરાચંદે “મહારાષ્ટ્રમાં શેરડીને પાક વધુ પ્રમાણમાં મેળવવા લાખો રૂપિઆના ભંડળની લીમીટેડ કંપની ઉભી કરી છે. આવી રીતે બીજા પ્રાંતમાં પણ કેટલાક જને ઉદ્યોગ તરફ ઢળેલા હશે, પણ શ્રીમતેિને માટે ભાગ તે પિતાના ચાલતા સટ્ટાના જ ધંધામાં પડ પાથર્યો રહે છે. તેવા શ્રીમતને મારવાડી ભાઈઓનું અનુકરણ કરવા અને પિતાની મુડી ચાલુ આવક આપનારા ધંધા અને ઉદ્યોગમાં રોકવા વિનંતિ કરું છું. મારવાડી ભાઈઓ જેવા કે શેઠ આણંદીલાલ પેદાર, ગોવિંદરામ શેખશરીઆ, વીસભર, બીરલા, પીરામલ કે જેઓ સટ્ટા વડે જ ગરીબાઈમાંથી શ્રીમત બનેલા છે. તેઓએ પિતાની મુડી સારી આવક આપનારા બીજા ધંધા અને ઉદ્યોગમાં રોકી હજારેની ચાલુ આવક આવતી કરી છે, આ તેમની વ્યાપારી કુનેહ બતાવે છે આપણા સમાજમાં બેંકીંગનું, વીમાનું, વેપારનું અને વિજ્ઞાનનું જ્ઞાન ધરાવનારા યુવક સારા પ્રમાણમાં બહાર પડયા છે કે જેઓ આજે મદદના અભાવે અને આર્થિક સંજોજણાવ્યા. પણ તેમને મારા પર વિશ્વાસ ન હતું અને હું સરકારી હોવાને તેમને સંદેહ રહેતો એટલે ગામને પાદર એક બાવાની ખાલી નવ ફુટ પહોળી ને બાર ફુટ લાંબી ઓરડીમાં મને રહેવા જણાવ્યું. હું તેમને ગેર હોવાથી દરરોજ તેઓ દાળ, ચેખા, મીઠું, હળદર ને કેકવાર ધી આપી જતા. મારે તળાવમાં નહાવા જવું પડતું. મેં સારી રીતે બેસી નવાય એવું. સાધન માગ્યું ત્યારે એક લાકડાનું ઢીમચું આપ્યું, જેના પર હું નહાતા અને પંચીયું, બંડી છે. હું આખો દિવસ રંટી કાંત અને રાતના કંઈક વાંચતા. (અપૂર્ણ)
-ગુજરાત સમાચારમાંથી
ગેના લીધે બેકારી ભેગવે છે. તેઓના જ્ઞાનને લાભ આપણા શ્રીમતિ મેળવે અને અનુભવી કુશળ કાર્યકરોની સીધી દેખરેખ નીચે નાના મેટા ઉોગોમાં પિતાની મુડી રોકી ચાલુ આવકને ઝરે શરૂ કરી સમાજમાં વ્યાપેલી બેકારીનું બને તેટલું નિવારણ કરે. કેટલાક નાના ઉદ્યોગ પાંચ દશ હજારથી શરૂ થઈ શકે તેમ છે અને સારી આવક આપી શકે તેવા હોય છે. આવા ઉદ્યોગોના જાણકાર યુવાનોને સાથ મેળવે. આવી જનાઓને વધુ અભ્યાસ કરે. આ ઉપરાંત કસાએલાં અને અનુભવી માણસને સહકાર સાધી મોટા ઉદ્યોગમાં પણ ઝંપલાવે અને તેમ કરી સમાજની બેકારી દુર કરવા માટે જરૂર પિતાને ફાળે આપે. સટ્ટાના વેપારી શ્રીમતાએ “સટ્ટાની લક્ષ્મી ખુબ ચંચળ છે' એ સૂત્ર યાદ રાખવા વિનવું છું અને સાહસિક ધંધાદારી અને ઉદ્યોગપતિ થવા તેમને પ્રાર્થ છું.
* * મણિલાલ મકમચંદ શાહ - પ્રકીર્ણ વર્તમાન , ઉદાર સખાવત,
શ્રી શકુન્તલા જૈન કન્યાશાળામાં ચાલુ બજેટ મુજબ જેટલી કન્યાઓને દાખલ કરી શકાય તેથી ઘણી વધારે અરજીઓ આવતાં શ્રીમાન કાન્તિલાલ ઈશ્વરલાલે. દર વર્ષના રૂા. ૫૦૦૦) એમ બે વર્ષ માટે કુલ રૂા. ૧૦૦૦) આપીને આવેલી બધી અરજીઓ મંજુર કરવાની સરળતા કરી આપી છે તે માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. આ મેટ્રીકની પરીક્ષામાં પહેલા નંબરે.
શ્રી વાલજી ગોવિંદજી દેસાઈ જેમને ગુજરાત કાઠિયાવાડના સંસ્કારી અને વિદ્યાપ્રિય વર્ગમાંથી કોઈ ન જાણતું હોય એમ બને જ નહિ. તેમના જેષ્ઠ પુત્ર શ્રી મહેન્દ્ર આ વર્ષની મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં પહેલા નંબરે - ઉત્તીર્ણ થયા છે, અને સંસ્કૃત ભાષાના વિષયમાં ૧૦૦ માંથી ૯૭ માર્ક તેમણે મેળવ્યા છે. વાલજીભાઈની - યુનીવર્સીટીની કારકીદ ખુબ ઉજ્જવલ હતી જ, પણ ભાઈ મહેન્દ્રની કારકીર્દી એથી પણ વધારે સ્વી અને ઉજ્જવલ બનશે એવી આ અસાધારણુ ફતેહ ઉપરથી આશા બંધાય છે. તેમને આ યશપૂર્ણ વિજય પ્રસંગે જૈન સમાજના હાર્દિક અભિનંદન ઘટે છે. જનતા જાણતી નહિ હોય પણ ભાઈ મહેન્દ્રનું આવું સુંદર પરિણામ કોઈ પણ શિક્ષણ સંસ્થાને જરા પણ આભારી નથી. શ્રી. વાલજીભાઈએ નરમ ગરમ તબિયતના ગાળામાં અને નાના મેટા હવાફેરના પ્રસંગે દરમિયાન પિતાના પુત્રને જે શિક્ષણ આપેલું તેનું આવું પ્રશસ્ય પરિણામ આવ્યું છે. આ રીતે પુત્ર સાથે પિતાને પણ ખરેખર ધન્યવાદ ધટે છે. . .
એક સુધારા તા. ૩૧-૫-૬૦ ના અંકમાં પ્રગટ થયેલ શ્રી. રામનારાયણ વિશ્વનાથ પાઠકને લેખ કેટલાક સમય પહેલાં અમદાવાદ જૈન યુવક સંધ તરફથી જાયેલ પર્યુષણ વ્યાખ્યાન માળામાં તેમણે આપેલા એક વ્યાખ્યાન ઉપરથી તૈયાર કરવામાં આવ્યું છે એમ જણાવ્યું છે તેમાં અમદાવાદ જેન યુવક સંધના બદલે જૈનત્વ પ્રચારક મંડળ સમજવું. અમદાવાદના જૈન યુવક સંઘે પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરી તે પહેલાં ઉપર જણાવેલ જૈનત્વ પ્રચારક મંડળ તરફથી આવી વ્યાખ્યાનમાળા જવામાં આવતી હતી. આ વ્યાખ્યાનમાળામાં અપાયેલા અને હજુ સુધી પ્રગટ નહિ થયેલાં પં. સુખલાલજી વગેરેનાં કેટલાંક ઉપયોગી વ્યાખ્યાને હવે પછી અકેમાં પ્રગટ કરવામાં આવશે.