________________
૩૮
પ્રબુદ્ધ જૈન
ગમે છે. અગર ભાવે છે એમ નહિ. એટલે તમારે તેમના તરફથી સેવાનો સ્વીકાર કરવા ન જોઇએ, પણ તમારે તેમની સેવા કરવાની છે. તમારે તમારા અંગત ઉપયેાગની કેટલીક વસ્તુઓ ઓછી કરવી પડશે; કારણ તે નકલ કરવામાં શુરા હાય છે. તમારી ઉપરચેટીઆ વસ્તુ જે નૈતિક દૃષ્ટિએ આન ઉપયોગી છે. તેને તેઓ ગ્રહણ કરશે એટલે તમારે સાવચેતી રાખવાની કે તમારી અણધટતી વસ્તુઓ તે ગ્રહણ ન કરે. તમારે તમારાં સાધના ધણાંજ એછાં રાખવાં જોઇએ. બહારના ભપકા અને ટાપટીપવાળાં વસ્ત્રોના મેહ છોડવા પડશે. સ્વચ્છતા અને સાદાઇ રાખવી પડશે. નહિ તે તમારૂ ખાટુ અનુકરણ થવાના પુરા સંભવ છે. શહેરનું અનુકરણ,
હું એક વખત ધારાળાના ગામમાં ગયા હતા. હું તેમના ઘણાજ નિકટ સબંધમાં આવેલા હતા. તેમાંના એકને ત્યાં ગયા પછી મારૂ' સ્વાગત કરવા માટે એક માણુસ જીંજરની બાટલી લઇ આવ્યા. હું ચાં કે બીડી એવી કોઈ પણ વસ્તુના વ્યસનવાળા ન હેાવાથી તેમણે છંજરથી મારા સત્કાર કરવા ધાર્યાં, પણ મેં તે લેવાની ના પાડી. તેમણે મને સમજાવ્યું કે જીંજર તાવ મટાડે છે. મેં કહ્યું અને તાવ આવતા જ નથી, આવ્યા નથી. તેમણે કબુલ કર્યું કે મારૂં શરીર ઠંડુજ છે. મેં તેમને શીશી ફાડી નાખવાનું કહ્યું અને ફરીથી ન વાપરવાનો મોધ કર્યો. મને લાગી આવ્યું કે એક ખાટલીની કીંમત છ પૈસા થાય અને એટલામાં તે ત્રણ શેર ખાજરી લાવી પેાતાના કુટુંબનું પેષણ કરી શકે. તે લોકોએ તે કહ્યું કે એ બધી બાટલીઓની પેટી વડાદરાથી લાવવામાં આવે છે અને દરરાજ ગામમાં પણ પેટી વપરાય છે. એટલે મારૂ કહેવુ' 'એ છે કે શહેરની અણુધટતી અને ખેારૂપ કેટલીક વસ્તુઓ આ રીતે ગામડામાં ઘુસી જાય છે ?” ગામડાઓનુ` માનસ અને કેળવણી.
ત્યારબાદ તેને શ્રી. રવિશંકર મહારાજે પાટણના ગામડાંના લેાકેાના માનસની વાત કરી હતી. ગામડાંના ભરવાડા ધી વેચવા પાટણ શહેરમાં આવે. ધી વેચી પૈસા લીધા પછી હાટલમાં જઈ ચાવાળાને એક સ્પેશીયલ ‘કૈાપ' (કપ) બનાવવાનું કહે. ધોળી ખડી પીએ. તેલવાળાને ત્યાંથી ખેાબામાં એ પૈસાનુ માથામાં નાખવાનુ તેલ લઇ માથામાં નાંખે અને એક હાથમાં વીંટયા વિનાના ફેટા ને ખુલ્લું માથું રાખી આનંદ માણે, આવી રીતે સહેજમાં સવા આનાના ખરચો કરે છે કે જેના વડે તે આખા એક દિવસ પોષણ મેળવી શકે અને આ બધું તે શહેરમાંથી એટલે શહેરી પાસેથી શીખી અનુકરણ કરે છે. આપણામાંના ઘણા લેાકેાને રેંટી શિખવવા હાય તેા તેમને ઘણી અડચણ પડે છે; કારણ આપણે ભણેલા છીએ. માલ, ચમરખું કે દાખણી અગર ત્રાક સારી સ્થિતિમાં ન હોય તે શિખવનાર માણસની આપણને જરૂર પડે છે, જ્યારે રાનીપરજના લે!કાને આવી જરૂર પડતી નથી. ફકત જો આપણે તેમની પાસે બેસી રેંટીઓ ફેરવીએ અને પછી ત્યાં રહેવા દઇ ઉડી જઇએ તે આપણા ગયા બાદ તે તેજ રૅટીઆ પર બેસી આબેહુબ આપણા જેવુ કાંતે છે, એ મુશ્કેલીને આપમેળે ઉકેલ કરી. . લે છે. એક શિક્ષિત કાંતનારના કાળકા ભાંગી જતાં ત્રાક પરથી સુતર ઉતારવાની મુશ્કેલીથી કાંતવાનુ તેને બંધ રાખવુ પડે છે, જ્યારે રાનીપરજના લોકા તેજ જગ્યાએ ઘુંટણ અને પગની પાટલીના અંતરમાં અથવા એ ઘુંટણ વચ્ચેના અંતરમાં ત્રાક પરથી સુતર સારી રીતે ઉતારી શકે છે.
તા. ૩૦-૬-૪૦
લુટારાની વચ્ચે
ત્યારપછી તેઓશ્રીએ પાતાના વડાદરા સ્ટેટમાં આવેલા ધારાળા ગામને ત્યાંના લોક ચેરી, લુટફાટ અને ધાડનેાજ ધંધા કરતા હતા તેમને લગતા પોતાના અનુભવ કહ્યો. તે ગામમાં સેકડે ૯૯ ટકા ચેરની વસ્તી છે. તેમાં પણ કેટલાક ભગેલા હા જેવુ તેવુ લખી શકે છે. એક વખત પોલીસ અમલદારના સુચનથી હું ત્યાંના લોકોના સમાગમમાં આવવા લલચાયા અને તેમની પાસેથી ગોકળભાઇ નામના માણસનું સરનામું લઇ ત્યાં ગયા. ગામમાં એવા રીવાજ છે કે કોઇએ કાઇનુ ધર બતાવવું નહિ. મેં પુછ્યું પણ કાઇ બતાવેજ શાનું? હું પુછતા પુછ્યા પાંચ છ પટેલીઆ બેઠા હતા ત્યાં ગયા. જ્યાં ઉપલા ગાકળના પિતા પણ એઠા હતા. તેમણે પણ મને જવાબ આપ્યું નહિ એટલે હું ત્યાંથી ચાલતા થયા; પરંતુ ગાકળના પિતાએ આવી મતે જતા રે.કયા અને પેાતાના ઘર આગળ લઇ જઇ ‘ અમારી સ્ત્રીગ્મા લાજ કાઢે છે' એટલે ફળીમાં આગળ ન વધવાનુ કહી મને કોઢમાં બેસાડયા.
ત્યાં મેં તેને કેટલીક વાતો પુછ્યા માંડી. પ્રશ્ન “તમે! શું ધંધા કરે છે ? ઉત્તર-કાંઇ નહિ દાદા, ખેતીને
પ્રશ્ન ખેતી સારી ચાલે છે?
ઉત્તર—એવીસ્તા, વરસ એવોજ છે કે કાંઇ કસ ન મળે. પ્રશ્ન પહેલાંનાં વર્ષો કેવાં હતાં?
ઉત્તર -- ઘણાં સારાં દાદા, સારૂ મળતું પ્રશ્ન- કેવી રીતે?
ઉત્તર - ઝપાટી લાવતા, દાદા, હજુ કેકવાર ઝપાટી લાવીએ છીએ.
આટલી વાત થયા પછી ડેાસાને કાંઠે શક આવ્યો. એને લાગ્યું કે હું સરકારી માણસ હાશ. એટલે મને બેસાડી એ ગામના લાક પાસે ગયા તેણે તેમને બધી વાત કરી અને કહ્યું કે જો તે તેની સાથે નહિ આવે તો ભાળપણમાં તે બધી વાત મને કહી દેશે. એટલે તે બધાને ખેલાવી મારી પાસે વાતા કરવા આવ્યો. મે તેમને પણ ઉપર પ્રમાણે સવાલે પુછતાં તેઓ ઝપાટી લાવે છે એવી હકીકત કહી અને વધુમાં જણાવ્યું કે તેમની આ આદતને લઇને દિવસમાં ત્રણ વખત હાજરી લેવામાં આવે છે અને ગેરહાજર રહે તો પુષ્કળ દંડ થાય છે. તેમણે એ વિષે મને ફરીઆદ કરી કે આથી તેમને ઘણા ત્રાસ છે.
મેં કહ્યું—તમારી હાજરી નીકળી જાય તો ? તેઓએ જવાબ આપ્યા—દાદા ! એ ન નીકળે. મેં કહ્યું – ન નીકળે તેા કાંઇ નહિ; પણ. તમારે ખર્ચ કાં
કરવાના નથી. ફકત એક માણસને ખાવા માટે ખીચડી આપવી પડશે, પ્રયત્ન કરી જુએ સફળતા મળશે.
ધારાળાની વચ્ચે,
તેઓએ હા પાડી. પરંતુ ખીચડીની વાતને લઇને મારા ભાજન સબંધી પુછપરછ કરી અને મને ખાવા જણાવ્યું. મે હા પાડી. મને તળાવમાં જઇ નહી આવી એક ઘડા પાણી લાવી રાંધવા કહ્યું અને ખીચડી આપી. ત્યાંના લોકો ફકત ચામાસામાં નહાતા હતા એ ત્રણ ચાર માસે નહાતી અને તેમના શરીરમાંથી ધણી દુર્ગંધ છુટતી. આવી તેમની દુર્દશા હતી. મે ખીચડી ખાધી અને વિદાય થયા; પરંતુ એમના ઉદ્ધારને પ્રશ્ન મારા મનમાં રમતા થયા. મને લાગ્યું' કે'મારે તેમની વચ્ચે રહી કાંઇક શીખવવું જોઇએ અને મેં તેમને મારા વિચાર
が