SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ આપણાં છાત્રાલામાં ધાર્મિક શિક્ષણ અને શારીરિક તાલીમ બુદ્ધ જૈન [તા૦ ૧૩-૧--૪૦ રવિવારના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાથી ઓને ધામિક પરીક્ષા, રમતગમત તેમજ કળાદર્શન સમ્ ધમાં ઇનામ આપવાના મેળાવા પ્રસંગે પ્રમુખસ્થાને બીરાજેલ રીઝવ બેંકના ડેપ્યુટી ગવર્નર શ્રી. મણિલાલ બાલાભાઇ નાણાવટીએ વિચાર્પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું અને ઉપર જણાવેલ મુદ્દાઓ ખૂહુ સ્પષ્ટતાથી ચર્ચ્યા હતા. તેમનાં એ વ્યાખ્યાનની નોંધ તેમની પાસે મંજૂર કરાધીને નીચે પ્રગઢ કરવામાં આવે છે—'ત્રી ] ધાર્મિક શિક્ષણના પ્રશ્નને વિષાર કરતાં મને મારી વિદ્યાર્થી અવસ્થાના પ્રસ ંગેા યાદ આવે છે. હું કાલેજમાં ભણતા હતા ત્યારે મને પણ એ વર્ષે આવી જ કોઈ એલ્ડિંગમાં રહેવાનું બનેલું, તે એડિંગમાં એક ધાર્મિક શિક્ષકની ગેાઢવણ કરવામાં આવી હતી અને ખાડિ ંગમાં રહેતા અમે સ`વિદ્યાથાઓએ તેમની પાસેથી ધાર્મિક શિક્ષણ લેવું એવા ફરજિયાત પ્રાધ કરવામાં આવ્યેા હતો. મેડિંગમાં રહેવા માટે એ જિયાત સરત હોવાથી અમને બધાંને ધાર્મિક વર્ગોમાં નિય મિત હાજરી આપવી પડતી હતી પણ અમને કંઇને એમાં જરા પણ રસ પડતા નહેાત, ધર્મશાસ્ત્ર શિખવનાર પડિતજી બહુ જ વિદ્વાન હતા અને તેમનુ સ ંસ્કૃતનું જ્ઞાન પણ હુ ઉચ્ચ પ્રકારનુ હતુ. તેમની શિખવવાની પદ્ધતિ પણ હુ જ સારી હતી. એમ છતાં અમારી સ્થિતિ તે વેઠે પકડયા મજૂર જેવી જ રહેતી. હું થાપુ' સંસ્કૃત ભણેલા હતા તેથી મને તે ધ ગ્રંથામાં કાંઈક સમજ પડતી અને એમ છતાં કેટલાએ પારિભાષિક શબ્દોના મમ હું ગ્રહણ કરી શકતે નહેાતા. મીજા વિદ્યાર્થીઓ ઉપર આ ફરજ પાડવામાં કેવળ ક્રૂરતા જ હતી એમ અમને લાગતું. સદ્ભાગ્યે એ વખતે ધાર્મિક પરીક્ષા નહેાતી કે તેમાં પાસ થાય તે જ એડિગમાં રહી શકાય . એવે નિયમ નહાતા. આ મારે અનુભવ હતા. આ વિદ્યાલયમાં ધાર્મિક શિક્ષણના મૂળથી પ્રબંધ કરવામાં આવ્યા છે. એમ કહેવામાં આવે છે. હું આશા રાખું' છું કે આ વિદ્યાલયના વિદ્યાર્થી રસપૂર્વક ધાર્મિક શિક્ષણ લેતા હશે અને તેમને સારા લાભ થતા હશે. પણ અહી ભણતા જે વિદ્યાર્થીઓના હું પરિચયમાં આવ્યા છેં. તેમના કહેવા મુજબ તે આજે પણ એની એ જ દશા ચાલે છે. એ વર્ષ સુધી ધાર્મિક શિક્ષણ લેવા છતાં હું જેવા હતા તેવા જ રહ્યો હતા અને મને કશા લાભ થયા નહોતા. al. 39-9-80 સમય અમેરિકા રહેવાનું બનેલું. ત્યાં હું જુદા જુદા સંપ્રદાયના ચર્ચા–મદિરાજ્યાખ્યાન સભામાં અવારનવાર જતા.. આસ્તિક તેમજ નાસ્તિક-દરેક સંપ્રદાયનાં પ્રવચન સાંભળતા.. આસ્તિક સ`પ્રદાયનાં પ્રવચનેામાંથી મને કશું જ નવુ જાણવાનું કે શિખવાનું મળતું નહિ, .જ્યારે નાસ્તિક ગણાતી મંડળીના વ્યાખ્યાનામાંથી મને ઘણી વખત નવે પ્રકાશ અને-નવી સમજણ્ મળતી. આપણી ડિંગામાં ધાર્મિક શિક્ષણ નિષ્ફળ જવાનુ એક કારણ એ છે કે વિદ્યાથાઓ હાઇસ્કૂલનાં ધારણા સુધી ઘણું ખરું પાતપોતાને ઘેર રહીને ભણતા હાય છે અને કાલેજના અભ્યાસ શરૂ થવા સાથે આવા વિધાલય જેવી કાઇ ને કોઇ મેડિ`ગ કે હોસ્ટેલમાં તે દાખલ થાય છે. આમ બનતાં સેાળસ-તર વર્ષ સુધી તેને ધર્મ તત્ત્વનુ કે શાસ્ત્રથાનું કશું ભાન હેતુ નથી અને વર્ગમાં ને ધાર્મિક હાજરી r[ અપાય. તે વિધાલયમાં રહી ન શકાય તેથી ધાર્મિક શિક્ષણ લેવુ તે શરૂ કરે છે. આમ પૂર્વ ભૂમિકાના અભાવે મોટી ઉમ્મરે ફરજિયાત લેવુ પડતુ ધાર્મિ ક શિક્ષણ તેને માટે ચાલુ કંટાળાનુ કારણ અને છે. ધાર્મિક અભ્યાસક્રમ પણ ઘણી વખત વિદ્યાથાને જરા પણ રસ પડે તેવા હતેા નથી. જે મેટી ઉમ્મરે પણ સમજતાં અહુ જ મુશ્કેલ પડે તે તેને શિખવવામાં આવે. છે. પરીક્ષામાં પાસ ન થાય તે તેને કાદી મૂકવામાં આવે. તેથી તે ગેાખણપટ્ટી કરીને પાસ થઇ જાય છે. પોતાની કાગ. તેમજ ધર્મ માટે તેના દિલમાં અભિમાન સ્ફુરે તેટલા માટે જૈન ધર્મોના ઇતિહાસ તેને શખવવા જોઇએ. જૈન ધર્મ ક્યારે અને કયા સયોગેમાં શરૂ થયા; કાણુ કાણુ મેટા માણસા થઇ ગયા અને તેમણે શું શું કર્યું; દેશના ઈતિહાસની ઘટનામાં તેમજ કળા, સાહિત્ય તેમજ વિજ્ઞાનના વિકાસમાં જૈનેએ શું શું ફાળા આપ્યા અને કણે કણે નામ કાઢયું – આવી ઐતિહાસિક વિગતાની આપણા વિદ્યાર્થી ને ખૂબ માહિતી આપવી જોઇએ. આપણા વિધાર્થી ને એવું ધાર્મિ ક શિક્ષણ આપવું જોએ કે જેથી તેનું હૃદય તેમજ બુદ્ધિ ખૂબ સંસ્કારી અને, મન નિર્ભય તેમજ દૃઢ બને અને શરીર સ્વચ્છ અને બળવાન બને. તેને અપાતું ધાર્મિક શિક્ષણ સામાન્ય શિક્ષણનું વિરોધી નહિ પણ મદદરૂપ હાવુ જ ોઈએ. તે શિક્ષણ લેવામાં તેને આનંદ કેમ આવે એ બાબત ખાસ લક્ષ્યમાં રાખવી જોઇએ. હવે ધાર્મિક શિક્ષણના વિષય ઉપરથી શારારિક શિક્ષણ ઉપર આપણે જઇએ. હું ધાર્મિક શિક્ષણ કરતાં શારીરિક શિક્ષ ણુને ધણુ વધારે મહત્ત્વ આપું છું. ધાર્મિક શિક્ષણ ફરજિયાત હોવુ જોઈએ કે નહિ એ વિષે એ મત હોઈ શકે છે પણ પરીરિક શિક્ષણ તે ફરજિયાત થવુ જ જોઈએ, શરીરની તાલી-મમાં આપણે આખા દેશ અને તેમાં પણ આપણે ગુજરાતીએ અને તેમાં પણ જૈના સૌથી પછાત છીએ. આ ખાખતમાં યુરોપ–જાપાન શું કરી રહ્યાં છે. તે જોવાતપાસવાની ખાસ જરૂર છે. અહીં રમતગમતની જે સાધનરામગ્રી હોય છે તે કરતાં પચ્ચીસગણી વધારે સાધનસામગ્રી જાપાનની કાઈ તદ્દન સાધારણુમાં સાધારણ ગણાતી શિક્ષણુસ’સ્થામાં હોય છે. આ ઉપરથી આપણે આ વિષયમાં કેટલા પછાત છીએ તેના આપ. સર્વને ખ્યાલ આવે તેમ છે. આધ્યાત્મિક જીવન માટે જેટલી ધર્મની ઉપયેાગિતા છે તેટલી જ ઐહિક જીવનની સુખાકારી માટે કસાયલા શરીરની જરૂર છે. મારું ચાલે તે। આ વિદ્યાલય આવા ઘીચ લત્તામાં રહેવા ન દઉં. આજે એવી કેટલીએ નિશાળેા જોવામાં આવે છે જેને મકાન ઉપરાંત બીજી કશી. પણ છૂટી જગ્યા હોતી જ નથી. જે શિક્ષણસંસ્થાને મોટુ આમ અનવાનું કારણ શું? ધર્મશાસ્ત્રાના અભ્યાસ ખરેખર ઉપયોગી અને જરૂરી છે અને તે યોગ્ય રીતે અપાય તે તેથી જરૂર લાભ થવા જ એ, પણ વાંધા જ અહી' છે. આપણી આખી પદ્ધતિ જ ખામી ભરેલી છે. એક તે આપણા ધાર્મિક પાપુસ્તકો કાં તો સાદી સરળ અંગ્રેજી ભાષા કે જે ભાષા વિદ્યા ભણે છે તેમાં હેાવા જોઇએ અથવા તા ગુજરાતી ભાષા કે જે તે ખેલે છે તેમાં લખાવાં જોઇએ. સર્વ પારિભાષિક શબ્દો કાઢી નાખવા જેએ. બીજી આજના વિજ્ઞાન સાથે ધાર્મિક માન્યતાને મેળ હોવા જોઈએ. ધાર્મિક શિક્ષણમાં અમને રસ આવતે નહાતા તેનુ એક મુખ્ય કારણ એ હતું કે અમે જે કોલેજમાં શિખતા હતા તેની સાથે ધાર્મિક વર્ગમાં જે શિખવવામાં આવતુ હતુ તેના કશે। મેળ ખાતા નહાતા. જૂની ઢબે અને જૂની રીતે જે કહેવામાં આવે છે તે આપણને સાધારણ રીતે ચતુ નથી તેમજ ગળે ઊતરતુ નથી. થોડાંક વર્ષો પહેલાં મને કેટલાક
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy