________________
કિંમત દેઢ આને
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
REGD. NO. 8 4266
પ્રબુદ્ધ જેના
તંત્રી: મણિલાલ મેમચંદ શાહ મુંબઈ : ૩૧ જાનેવારી ૧૪૦ બુધવાર
અંક : ૧૯
લવા જમ રૂપિયા ૨
ખેતી અને ખેડૂત
છે હિન્દીના પ્રસિદ્ધ કવિ મૈથિલીશરણ ગુપ્તના “કૃષિ આર કૃષક” કાવ્યનો ભાવાનુવાદ 9
અમારી સંપત્તિ ઘટી ગઈ છે, પણ તેનું કારણ હાલમાં પૂર્વના જેવી અનાજની ઉત્પત્તિ થતી નથી એ નથી. જે અન્ય દેશોમાં અહીંથી અનાજ જવું બંધ થાય તે ફરીથી આ દેશ અન્નસંપન્ન બને, કંદન ઘટે અને આનંદ ફેલાય.
ભૂમિને રસ ઓછો થયો છે. કેમ ન થાય ? તેનો કોઈ ચન થતું નથી, યત્ન પણ કેમ કરીને થાય ? ખેત તે માટે પરિશ્રમ કરતો નથી. કઈ રીતે તે યત્ન કરે ? કરને બીજે વધી રહ્યો હોય ત્યારે એ વૃથા પરિશ્રમ કરીને શું કરવા મરે?
સેંકડે પંચાસી માણસે આ દેશમાં ખેતી ઉપર નિર્વાહ કરનાર છે. લાખો મનુષ્ય અધું ભોજન મેળવીને દિવસે વિતાવે છે. જ્યારે લોકોને પેટની પીડા પડી છે ત્યારે બીજી વાત તે તેને સૂઝે જ કયાંથી ? જાણીતી ઉક્તિ છે કે “ભૂખે ભકિત થતી નથી.”
ખેતીની મહત્તા સર્વત્ર પ્રસિદ્ધ છે, પણ આપણા ખેડૂતને જોઈને મનમાં એમ થાય છે કે–હા દૈવ! આ લોકે કેમ કરીને જીવી શકે છે? આથી તો મરવું સારું.
ઓ વિધિ ! આ લેને ખેડૂત બનાવ્યા તે કરતાં ભિક્ષુક બનાવ્યા હોત તે વધારે સારું હતું.
માત્ર અવર્ષણનો જ નહિ પણ અતિવર્ષણનો પણ તેને ભય છે. પ્રલયથી પણ વધી જનારાં અતિવૃષ્ટિનાં જળ ખેડૂતનું સર્વસ્વ હરી લે છે. દૈવો ટુર્નસ્ટધાતવર : કહેવાય છે અથવા આ સર્વને અભાગ્ય કહેવું? કિંવા કહે કે પોતાના કર્મનું ફળ કને ભોગવવું પડતું નથી?
ઋતુવિપર્યય તો અહીં ઘર કરીને રહેલ છે. આ ભાગ્યહીન કૃષકા માટે જ જાણે પ્રકૃતિમાં પણ વિકૃતિ થયા કરે છે. હેમંતઋતુમાં પ્રાયઃ આકાશ જળથી વ્યસ્ત રહે છે અને વર્ષાની રાત્રીઓમાં શરદનો ચંદ્ર હસે છે.
કદી સારી મોસમ પાકે તે પણ ખેડૂતને કેટલો લાભ મળે છે? ખાવા-પીવામાં, ઋણ ચૂકવવામાં અને બીજાં બધી ઊપજ પૂરી થઈ જાય છે. અંતે તે બધું અનાજ મહાજન-- વાણિયાને ઘેર જાય છે, ખેડૂતને તે અર્ધનગ્ન રહીને ફરીથી હેમંતઋતુમાં કાંપવું પડે છે.
આ દેશના ખેડૂતો પોતાના લોહીનું પાણી કરીને ખેતી કરે છે તો પણ એ અભાગી લેકે દિન-રાત ભૂખના દુ:ખથી મરે છે. નિરૂપાય બની ઘરવખરી વેચવાને તેને સમય આવે છે. રોજની ચાર પૈસાથી વધુ આવક તેને નથી થતી.
જ્યારે અન્ય દેશને ખેડત સંપત્તિમાં ભરપૂર છે, કં દેશના મજૂરો રેજના આઠ રૂપીઆ રળી લાવે છે ત્યારે અહીંને ખેડૂત રોજના ચાર પૈસા મેળવે છે. આ સ્થિતિમાં કેવી રીતે તેનો સંસાર ચાલે? કેમ કરીને તેને નિર્વાહ થાય ?
હમણાં કઈ રીતે પૂરો પાક આવતો નથી, તો પણ અમારા મનમાં કયારેક શુભાશા જન્મે છે. પણ હિમ અને જીવજંતુને ઉપદ્રવ થાય છે અને પ્રથમની શુભાશા નિરાશાના રૂપમાં કલાય છે. હે દેવ! આ કેવો દુઃખદ યોગ છે?
માથા પર સૂરજ અગ્નિ વરસાવી રહ્યો છે, નીચે ધરતી ગરમીથી બળી--ળી રહી છે, પવન ઊન વાય છે. આ ટાણે જુઓ પેલો ખેત ! તેના શરીરમાંથી પરસેવો વહી રહ્યો છે. શોણિત સુકાવીને પણ તે હળ ચલાવે છે. કયા લેભથી આ અગ્નિઆંચમાં તે પિતાના શરીરને બાળે છે? | મધ્યાહ્ન થયે છે. ખેડૂત સ્ત્રીઓ “ભાત’ લઈને ખેતરમાં જાય છે. રોટલા લુખા છે, શાકની તે ખબર જ નથી. તેથી જે મળ્યું તે ખાઈને ફરીથી એ ખેડૂત પોતાના કામમાં લાગી જાય છે. પેટ ભરીને બેજન મળે તે માનો કે એનું ભાગ્ય જાગ્યું.
આ કૃષક સ્ત્રીની દશા પર દયા આવે તેમ છે. હિમ. તાપ અને વૃષ્ટિથી સહિષ્ણુ બનેલી એ કૃપક-અપનીનો વાન કાળે થઈ ગયો છે. નારી-સુલભ સુકુમારતાથી તે રહિત છે. એના અંગે કર્કશ કેમ ન જણાય? તેનું કામ જ જુએ ને !
આ ખેડૂત સ્ત્રી છાણ ઉપાડે છે, તેને થાપે છે, વહેલી સવારમાં તે ઊઠે છે, અનાજ કાપે છે, પાણી ખેંચે છે, ઘાસ ખોદે છે. આ સિવાયનું ઘણું બધું ઘરકામ તે કર્યા કરે છે તે પણ તે ક્યારેક જ પેટ ભરીને અન્ન પામતી હશે.
ઘંટી ચલાવવા કેટલીક રાતમાં તે જાગે છે–ખરું કહું છું કે ત્યારે એ ગીત ગાવા બેસે છે. એ ગીતથી તેને કો લાભ મળે છે? શું એ સુખને બોલાવવા ગાય છે કે દુ:ખને ભૂલવવા?
ઘનઘોર આકાશમાંથી વર્ષો ટપકી રહી છે, ગગનાંગણમાં ગર્જનાઓ થાય છે, ઘરથી બહાર નીકળતા કડડડ કરતી વીલી ચમકે છે, આવે ટાણે પણ ખેડૂત ખેતરમાં નિરન્તર કામ કરે છે. કયા પ્રકારના લેભથી તે આજે પણ વિસામો લેતા નહિ હોય ?
ધર બહાર નીકળવું એ મેત જેવું છે, અડધી અંધારી રાત છે, અહાહા, શીત કેવી પડે છે અને ગાત્રોને થથરાવે છે ! તો પણ ખેડૂત ઈધણુ બાળીને ખેતરની ઝૂંપડીમાં જાગ્યા કરે છે. એ તે કેક લાભ થવાને છે કે આવા વિપમ ટાણે પણ તેનાથી આ લેભ જાતે નથી? (અનુસંધાન પાના ૩)