________________
Shri Mahavir Jain Aradhana Kendra
SHRUTSAGAR
www.kobatirth.org
24
स बहुभिः सुविद्वद्भिस्तन्मण्डलैश्च सत्कृतः । जिनविजयनाम्नाऽसौ ख्यातोऽभवद् मनीषिषु ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
November-2016
સમ્માન્ય સભાસદ ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર પૂના, તથા ગુજરાત સાહિત્ય સભા અહમદાવાદ, ભૂતપૂર્વાચાર્ય ગુજરાત પુરાત્તત્વમંદિર અહમદાવાદ, જૈન વાડ્મયાધ્યાપક વિશ્વભારતી શાંતિનિકેતન સંસ્કૃત પ્રાકૃત, પાલી, પ્રાચીનગૂર્જર આદિ અનેકાનેક ગ્રંથના સંશોધક તથા સંપાદક શ્રીજિનવિજય મુનિજી.
આ મહાપુરુષનો જન્મ ૨૭ જાન્યુઆરી ૧૮૮૮માં રાજસ્થાનમાં થયો હતો. તેમના પિતા વૃદ્ધસિંહજી અને માતા રાજકુમારી. ખેડુત કુંટુંબમાંથી ઉચ્છરેલા તેમનું બાળપણનું નામ કિશનસિંહ હતું. નાનપણમાં જ માતાપિતાની છાયા ગુમાવી. અને યુવાન વયમાં જ્ઞાનિપપાસા માટે ભ્રમણ કરતાં કરતાં ‘શ્રી સુંદરવિજયજી' સાથે તેમનો ભેટો થયો અને કિસનસિંહ માટે ભણવાની વ્યવસ્થા સુંદરવિજયજી એ કરાવી આપી ત્યારબાદ જૈન શ્વેતાંબર મૂર્તિપુજકમાં દીક્ષા ગ્રહણ કરી અને જિનવિજય નામ ધારણ કર્યું. તેમણે સમગ્ર દેશમાં ખૂબ ભ્રમણ કર્યુ. વિચરણ દરમ્યાન જેસલમેર, બરોડા અને પુના માં આવેલ પ્રાચીન જૈન ભંડારોની હસ્તપ્રતોનું સંશોધન, વાંચન તથા લેખનાદિ કાર્ય કર્યુ.
ઈ.સ.૧૯૨૦માં મહાત્મા ગાંધીને મળ્યા તથા અમદાવાદ ‘ગૂજરાત વિદ્યાપીઠ' માં ગુજરાત પુરાત્તત્ત્વ વિભાગમાં સેવા આપીને આચાર્યપદ પર મહાત્માજી દ્વારા સ્થાપિત થયા. ત્યાં સંસ્કૃત-પ્રાકૃત-પ્રાચીન ગુજરાતી આદિ ગ્રંથોનાં પ્રકાશન માટે “પુરાતત્ત્વમંદિર ગ્રંથાવલી” સ્થાપીને તેમાં અનેક પ્રાચીન સાહિત્યનું પ્રકાશન કર્યું. મે ૧૯૨૮માં મુનિજી જર્મની વિદેશયાત્રા માટે ગયા હતા. ત્યાં પણ પોતે ભારતીય સાહિત્યિક સેવા આપેલી અને બ્રિટીશનાં મ્યુઝિયમની મુલાકાત પણ લીધી.
મુનિજીની વિદેશયાત્રા પૂરી થતાં જ કલકત્તામાં એક કોંગ્રેસ અધિવેશનમાં તેમની મુલાકાત શ્રી રાયબહાદુર શ્રી ધનપતસંહજી સિંઘી સાથે થઇ. અને તેમને શાંતિનિકેતનમાં આમંત્રણ આપ્યું. ત્યાં રહીને મુનિજી એ “સિંઘી જૈન જ્ઞાનપીઠ” ની સ્થાપના કરી. અને જૈનનાં પ્રાચીન સાહિત્યનું સંકલન કાર્ય શરૂ કર્યું.
For Private and Personal Use Only
મુનિજીનું મહાત્માજી સાથે ખુબ જોડાણ હતું એટલા માટે જ સત્યાગ્રહના આંદોલનમાં તેમની સાથે જોડાયા હતાં. અને જેના કારણે નાસિકમાં કારાવાસ પણ ભોગવ્યો. કારાવાસ દરમ્યાન તેમની મુલાકાત કહૈયાલાલ મુંશીજી સાથે થઈ અને મુનિજીને ત્યાં લેખન અને વાંચનનો ખૂબ જ સારો ઓપ મળ્યો અને મુંશીજી