________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
25
श्रुतसागर
नवम्बर-२०१६ સાથે ભવિષ્યની સાહિત્યિક પ્રવૃત્તિ વિશે ચર્ચા થતી રહેતી. જેલમાંથી છુટ્યા બાદ ફરીથી શાંતિનિકેતન આવ્યા ને ત્યાં ન છાત્રાલય’ શુરુ કર્યું. ત્યારબાદ ફરીથી તે પ્રાચીન ગ્રંથોના ઉદ્ધરણ માટે પ્રવૃત્ત થયાં.
ભારતના શ્રેષ્ઠ પ્રાચીનતમ સાહિત્યમાં શિરમોર પુસ્તકોને સમાજ સમક્ષ પ્રકાશિત કરવા વિશ્વપ્રસિદ્ધ સુવિખ્યાત “સિંઘી જૈન ગ્રંથમાળા”ની સ્થાપના કરી અને જૈન સાહિત્યોને એક નવું જ સ્વરૂપ આપ્યું, પરંતુ તેના માટે મુદ્રણ ‘નિર્ણય સાગર પ્રેસમાં થતું. જૈન ભંડારોમાંથી પુસ્તકોનું સંકલન કરવા પાટણ, પુના તથા રાજસ્થાનમાં ખુબ ભ્રમણ કરતાં અને હસ્તલિખિત ગ્રંથોનું ચયન કરતાં. “પ્રાપ્ય શોધસંસ્થાન” તથા પાટણભંડારનું નિરીક્ષણ કરતાં હતાં. ખુબ ભ્રમણને કારણે તથા વાતાવરણની પ્રતિકૂળતાને કારણે તેમનું સ્વાથ્ય બગડ્યું, તેથી સ્વાથ્યનું ધ્યાન રાખી સિંઘીજીએ પરામર્શ કરી અમદાવાદ જવાનો આગ્રહ કર્યો.
ઈ.સ. ૧૯૩૮-૩૯માં “ભારતીય વિદ્યાભવન”ની સ્થાપના મુંબઇમાં કરી. ૧૯૪૨ માં જેસલમેરમાં પ્રાચીન ગ્રંથભંડારોમાં સતત ૪-૫ મહિના સખત મહેનત કરી પ્રાચીન ગ્રંથોની પ્રતિલિપિઓ તૈયાર કરાવી અને મુંશીજીના આગ્રહથી તેઓ ‘ભારતીય વિદ્યાભવન’ના “ઓનરરી ડાયરેક્ટર’ બન્યાં. રાજસ્થાનમાં ચિત્તોડગઢ રાષ્ટ્રીયતીર્થ પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનની સ્થાપના કરીને “રાજસ્થાન પુરાતન ગ્રંથમાળા” અંતર્ગત ઘણા ગ્રંથો પ્રકાશિત કરાવ્યા. જો કે જેવો ન્યાય ‘સિંઘી જૈન ગ્રંથમાલા'ને આપી શક્યાં તેવો ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાળા'ને આપી શક્યાં નથી. - ઈ.સ. ૧૯૫૨માં “જર્મન ઓરિયેન્ટલ સોસાયટી” દવારા સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું, સાથે જ આ સન્માન પ્રાપ્ત કરનાર તેઓ દ્વિતીય ભારતીય બન્યાં. ઈ.સ.૧૯૫૪માં શારીરિક નિર્બળતાને કારણે આ કાર્યોમાંથી ઔપચારિક રીતે નિવૃત્ત થયાં. આમ, મુનિજીએ આજીવન ભારતની તથા જૈન સાહિત્યોની ખૂબ સેવા કરી અને આપણા સમાજના ઉત્કર્ષ માટે સતત કાર્યશીલ રહ્યા હતાં. આવા સંતપુરુષોનાં આપણે સદા ઋણી રહીશું. અન્ય સંપાદકો –
મુનિ શ્રીજિનવિજયજીની સાથે આગમોદ્ધારક મુનિ શ્રીપુણ્યવિજયજી, પંડિતવર્ય સુખલાલજી સંઘવી, શ્રી અમૃતલાલ ગોપાણી તથા શ્રી જયંતકૃષ્ણ દવે આદિ સંપાદકોનો આ ગ્રંથમાળામાં વિશેષ સહયોગ રહ્યો છે. (બનારસ આવૃતિ–પૃ. ૫૮)
આ ગ્રંથ પરથી કુમારપાલપ્રબોધ પ્રબંધ, કુમારપાલ ચરિત્ર, વસ્તુપાલચરિત્ર,
For Private and Personal Use Only