SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 23 नवम्बर २०१६ श्रुतसागर ઐતિહાસિક તથા કથાત્મક આદિ મહત્વનાં ગ્રંથોનું વિશિષ્ટ રીતે સંશોધન,સંકલન અને સંપાદન કરીને યથાશક્ય પ્રકાશિત કરવાનું હતું. પરંતુ સૌથી પહેલા મુખ્ય લક્ષ્ય ઐતિહાસિક સાહિત્ય પ્રકાશિત કરવાનું હતું. જેના મુખ્ય બે કારણો હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ગ્રંથભંડારમાં ઇતિહાસાન્વેષણને ઉપયોગી ખુબ બહોળા પ્રમાણમાં સાહિત્યિક સામગ્રી અસ્ત-વ્યસ્ત રૂપમાં ઉપલબ્ધ થઈ. પરંતુ આ પરિશ્રમપૂર્વક સંકલિત કરીને શાસ્ત્રીય રીતે વ્યવસ્થિત કરીને અન્યાન્ય પ્રમાણમાં તથા ઉલ્લેખો દ્વારા આલોચનાત્મક તથા ઊહાપોહાત્મક ટીકાટિપ્પણીઓથી વિવેચિત કરીને વિદ્વદ્ ગ્રાહ્ય તેમજ જિજ્ઞાસુ વાચકોને ઉપયુક્ત થાય એવું સાહિત્ય પ્રકાશિત કરવાનું કાર્ય કોઈ જૈન જનતાએ નહોતું કર્યું. તેથી ભારતની સ્થાપત્ય, ભાસ્કર્ટ તથા પુરાત્તત્વવેત્તા એવા ગ્રંથમાળાના સ્થાપકનો સંપૂર્ણ પરામર્શ પ્રાપ્ત કરીને જૈન સાહિત્યના ઐતિહાસિક અંગોને પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. દ્વિતીય કારણ જૈન ધર્મમાં અને સામાજિક દ્રષ્ટિએ આ (ઐતિહાસિક) વિભાગનુ મહત્ત્વ તો છે જ, પરંતુ ભારતીય સંસ્કૃતિ માટે જૈનધર્મીય સાહિત્યનું ઐતિહાસિક અંગ જેવું પરિપુષ્ટ છે અને ઉપલબ્ધ છે, તેવું કદાચ બીજા ધર્મમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેથી જૈન ગ્રંથભંડારોમાં નાશોન્મુખ દશામાં પડેલી ઐતિહાસિક સાધન-સંપત્તિ જો યોગ્યરૂપમાં સંશોધિત અને સંપાદિત થાય તો તે જૈનધર્મ માટે તો ગૌરવની વાત છે જ, પરંતુ ભારતના પ્રાચીન સ્વરૂપનું વિશેષજ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય અને રાષ્ટ્રીય પ્રતિષ્ઠા વિશિષ્ટ રીતે પ્રસિદ્ધિને પામે. આ ઉદ્દેશ્ય હેઠળ “સિંઘી જૈન ગ્રંથમાલા”ના ૧૫-૨૦ ઐતિહાસિક સાહિત્યગ્રંથો પ્રકાશિત થયાં ત્યારબાદ જૈન સાહિત્યનું દ્વિતીય આધારભૂત અંગ એટલે કે દર્શનશાસ્ત્ર. જે નિશ્ચિત ઉદ્દેશ્ય માટે ખુબ ઉપયોગી હતું. જૈન દર્શનશાસ્ત્રનો મૌલિક તત્ત્વવિચાર છે. જે અંહિસાની પ્રતિષ્ઠા જૈન દર્શનશાસ્ત્રમાં પ્રસ્થાપિત છે તે અન્યત્ર અજ્ઞાત છે. તેમને સિદ્ધ કરવું એ જ જૈન દર્શનશાસ્ત્રનો ચરમ ઉદ્દેશ્ય છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં એવો કોઈ વિષય નહિ હોય જેમાં જૈન વિદ્વાનો એ મર્મભેદકતાથી પ્રવેશ ન કર્યો હોય. મહાવાદી ‘સિદ્ધસેન દિવાકર’ થી લઇને મહોપાધ્યાય યશોવિજય સુધીનાં વિદ્વાનો ભારતવર્ષને મળ્યાં છે. અને એવાં ઘણાં તાર્કિક, સાહિત્યિક તથા વિવિધ વિષયના પુસ્તકો સંપાદિત થયેલા છે. ગ્રંથમાલાના પ્રધાન-સંપાદક શ્રી જિનવિજયજીનો પરિચય – भ्रान्त्वा नैकेषु देशेषु सेवित्वा च बहून् नरान्, दीक्षितो मुण्डितो भूत्वा जातो जैनमुनिस्ततः । For Private and Personal Use Only
SR No.525316
Book TitleShrutsagar 2016 11 Volume 03 06
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy