________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHRUTSAGAR
22
June-2016 વિવિધ ગામડાઓમાં સચવાયેલી છે.
પગલા ફક્ત તીર્થકરોના કે સાધુ ભગવંતના હોય તેવું નથી હોતું. રાજસ્થાનમાં ઘણે ઠેકાણે સાધ્વીજી ભગવંતના પગલાઓ છે. યતિવર્યોના પગલાઓ છે, ૧૬ સતીના અને પ્રભવીરના ૧૦ શ્રાવકોના પગલાઓ છે. અને જેસલમેર જિલ્લાના લોદ્રપુરમાં જિનાલયની બહાર જિનાલય નિર્માણ કરનાર શેઠ-શેઠાણીના માતાપિતાના પગલા પણ છે આમ પગલાઓનું ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મૂલ્ય આપણે ત્યાં જળવાયેલ છે.
પટ્ટણ્ય પગલા કલ્પસૂત્રની બીજી વાચના (સ્થવિરાવલી)માં ઉલ્લિખિત મહાપુરુષોના છે. પ્રભુવીરની પાટે શ્રીસુધર્માસ્વામીજીથી લઈને જે પૂજ્યની નિશ્રામાં આનંદપૂર મૂકામે ૫૦૦ આચાર્યોએ ભેગા થઈ આગમોનું પુસ્તકાલેખન કર્યું તે શ્રીદવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીના પગલાઓ આ પટ્ટમાં કોતરવામાં આવ્યા છે. પર્ટમાં કેટલીક વિશેષ પરંપરાને બાદ કરતા બાકીની પરંપરા શિલ્પીએ તે જ સ્વરૂપે કંડારી છે. સાથે સાથે તેમના નામનો વળી શિષ્ય તરીકેના નંબરનો આંક પણ બાજુમાં જ ઉત્કીર્ણ કર્યો છે. પટ્ટની લંબાઈ ૪ ફૂટ અને પહોળાઈ ૧૨/૨ ફૂટ છે. ચિત્રમાં પટ્ટના વચ્ચેના ભાગમાં જે તિરાડ દેખાય છે ત્યાંથી પ બે ટુકડા થયો હતો તેથી ત્યાંના અક્ષરો પણ કપાઈ ગયેલા દેખાય છે. કુલ થઈને પટ્ટમાં ૧૦૭ પગલા છે. જેમાં ૧૦૦ પગલા ગણધરાદિ સાધુભગવંતના તેમજ ૭ પગલા સેણાદિ સાધ્વીજી ભગવંતના છે. એવું કહેવાય છે કે પટ્ટરચનાકારે એવું કૌસલ્ય વાપરી પટ્ટની રચના કરી છે કે મોટા ગુરુભગવંતના પગલામાં તમે પક્ષાલ કરો તો તેનું નવણ જળ ફક્ત તેમના શિષ્ય પરિવારના પગલા તરફ જઈ બહાર નિકળી જાય અન્ય પગલામાં ન જાય જો કે વાસ્તવિક રીતે આવું હોવું પર્ટ જોતા શક્ય નથી લાગતું. પટ્ટમાં પગલા સિવાય અષ્ટમંગલનું, જુદા-જુદા પ્રકારના ૬ અને ૪ પાંદડીવાળા પુષ્પનું પણ ચિત્રણ થયું છે. પર્ટની રચના કોણે? કઇ સાલમાં? કયા ગુરુ ભગવંતની પ્રેરણાથી કરી તેનો નાનો સરખો પણ લેખ પટ્ટમાં કંડારાયો નથી. અમારા અનુમાન મુજબ આ પ્રમાણેની શિલ્પકળાનો ઘણો ખરો વિકાસ ૧૫મી૧૬મી શતાબ્દિમાં વધુ થયો તેથી પટ્ટની રચના પણ તે ગાળામાં જ થઈ હશે. લેખના અક્ષરના મરોડો પણ એવું જ અનુમાન કરવા પ્રેરે છે. છતાં આ અંગે કોઇ વિદવાન વિશેષ ધ્યાન દોરે તેવી આશા છે. છેલ્લે એક વાત ચોક્કસ કે પ્રભુવીરની કલ્પસૂત્રોક્ત પરંપરાનો નિર્દેશ કરતો ભારત માત્રમાં આ એક માત્ર પર્ટ હશે જે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે.
For Private and Personal Use Only