________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાલશિક્ષા (પ્રાચીન ગુજરાતી સંસ્કૃત વ્યાકરણ)
પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી શ્રીમંત સરકાર નામદાર સયાજીરાવ મહારાજા સાહેબની આજ્ઞાથી સ્વ. સાક્ષર ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ ઇ.સ. ૧૯૧૬ના સપ્ટેમ્બરમાં જેસલમેરના જૈન ભંડારો તપાસવા ગયા. તેની નોંધ કરી તેઓ ડીસેમ્બરમાં પાછા ફર્યા. તેમણે કરેલી નોંધને તેઓ વ્યવસ્થિત રૂપમાં મૂકી પ્રગટ કરી શકે તે પહેલાં તેઓ અવસાન પામ્યા. તેના સંપાદનનું કાર્ય માટે હાથ આવ્યું, અને તે ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝના પચીસમાં નંબર તરીકે પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે. આ સૂચિમાં બાલશિક્ષા નામના એક ગ્રંથનો ઉલ્લેખ છે. તે ગ્રંથ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત ઉપયોગી હોવાથી તેનો પરિચય પ્રસ્તુત લેખમાં કરાવવા ઇચ્છું છું.'બાલશિક્ષા'ની કાગળ પર લખાયેલી ત્રીશ પત્રવાળી એક પ્રતિ જેસલમેરના ‘બડા ભંડારના નામથી ઓળખાતા ભંડારમાં છે. તે પરથી સદ્ગત દલાલે નોંધેલ આઘંત ભાગ 'જેસલમેર ભાં. સૂચી' (પૃ.૪૫)માં પ્રકટ કરવામાં આવ્યો છે. બાલશિક્ષા’ એ નામ ઉપરથી તો સામાન્ય રીતે લોકો એમ જ કલ્પના કરે કે-“એમાં કાંઇક બાલકો માટે શિક્ષા હશે, પરંતુ અહિં બાલ શબ્દ “શબ્દ અપશબ્દના અનભિજ્ઞ” અથવા “શબ્દશાસ્ત્રના અભ્યાસી’ કિંવા સંસ્કૃત વ્યાકરણના પ્રાથમિક અભ્યાસી’ એવા અર્થમાં વપરાયેલ
છે. જેમ અનુભૂતિસ્વરૂપાચાર્યની સારસ્વતી પ્રક્રિયાના પ્રારંભમાં વિધિવૃદ્ધિ સિદ્ધયે' માં મૂકાયેલ બાલશબ્દનો અર્થ કરવામાં આવે છે, તેમ અહિં પણ સમજવાનું છે. ગ્રંથકર્તાનો પ્રારંભમાં મંગલ, અભિધેયાદિ શ્લોક આ પ્રમાણે છે
"श्रीमन्नत्वा परं ब्रह्म बालशिक्षां यथाक्रमम्। संक्षेपाद् रचयिष्यामि कातन्त्रात् सा(शा)र्ववर्मिकात् ॥१॥"
શ્લોકના પહેલા ચરણમાં સર્વ દર્શનોના અભીષ્ટ પરમ બ્રહ્મને નમસ્કાર કરવા રૂપ મંગલ કરી “આ ગ્રંથ સર્વ મતાનુયાયીઓને ઉપાદેય છે.” એમ ગ્રંથકારે ધ્વનિત કર્યું છે. બીજા ચરણમાં ‘બાલશિક્ષા અભિધેય સૂચવ્યું છે, તેને ઉત્તરાર્ધથી વિશેષ સ્પષ્ટ કર્યું છે કે-“શર્વવર્માના કાતંત્ર પરથી સંક્ષેપથી હું રચીશ.” આથી ગ્રંથકર્તાનો આશય સમજી શકાય તેમ છે.
આ ગ્રંથનું પ્રમાણ કેટલું છે, ગ્રંથકર્તા કોણ છે, ગ્રંથ ક્યારે રચાયો વગેરે સંબંધમાં ગ્રંથકારે સ્વયં તેના અંતભાગમાં-પ્રશસ્તિ-પદ્યોમાં સૂચવ્યું છે. “सदोपकार्यात् साध्याद(ध्योऽ)यं लक्षणद्रव्यसंग्रहः ।
सा ष्टदशशत्यंकोऽप्यक्षयः स्तात् तदर्थिनाम् ॥१॥ 1. (પંડિત લાલચંદના પ્રાસ્તવિક ભાગનો ઉપર સાર આપ્યો છે.સં.)
For Private and Personal Use Only